Archive for June, 2010

સદભાવનાનું સહચિંતન (ભાગ-1) – મૃગેશ શાહ

[ ગત માસમાં મહુવા ખાતે યોજાયેલા ‘સદભાવના પર્વ-2’નો આ વિશેષ લેખ છે. સાહિત્ય, કલા, શિક્ષણ, રાજકારણ, ફિલ્મ, અર્થશાસ્ત્ર સહિત અનેક વિષયો પર આ પર્વમાં પ્રશ્નોત્તરી સહિત સહચિંતન કરવામાં આવ્યું હતું. અહીં રજૂ થયેલા તમામ વક્તવ્યો સમાજની સાંપ્રત પરિસ્થિતિનો સ્પષ્ટ ચિતાર રજૂ કરે છે અને તેથી આમાં આપને એવી ઘણી બાબતો વિશે જાણવા મળશે જે આપે […]

સદભાવનાનું સહચિંતન (ભાગ-2) – મૃગેશ શાહ

[ ભાગ-1 થી હવે આગળ… ] [બીજો દિવસ : પ્રથમ બેઠક] [વિષય : સામાજિક સદભાવના અને વિકાસ.] ‘સદભાવના પર્વ-2’ના બીજા દિવસની પ્રથમ બેઠકની શરૂઆત સવારે નવ કલાકે થઈ હતી. આ બેઠકનો વિષય હતો : ‘સામાજિક સદભાવના અને વિકાસ’. બેઠકનું સંચાલન શ્રી ડંકેશભાઈ ઓઝાએ કર્યું હતું. તેમના પ્રારંભિક વક્તવ્ય બાદ આંતરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી શ્રી. વાય.કે. અલઘ […]

પાંચ લઘુકાવ્યો – હર્ષ બ્રહ્મભટ્ટ

[1] પછી હું લખતો ગયો કોરી પાટીમાં. બધું જ લખાતું-અંકાતું ગયું, મારી ભીતર; ને પાટી તો કોરીકટ ! [2] મોતી શોધવા હું સમુદ્રમાં ડૂબકી મારું તે પહેલાં તો આખોયે સમુદ્ર બની ગયો અચાનક એક નાનકડું મોતી ! [3] પછી મેં ફૂંક મારી. દીવો તો હોલવાયો નહીં, રાત હોલવાઈ ગઈ ! [4] પછી મેં ઝંપલાવ્યું વહેતી […]

કૃષ્ણને કરવું હોય તે કરે ! – સુરેશ દલાલ

દાંત તો હવે દંતકથા ને ચોકઠું ચમત્કાર તાલ મિલાવી ચાલતો રહું : સમયની વણઝાર આંખની મારી છીપમાં જુઓ બંધાયાં બે મોતી એક પછી એક ફેંકી દીધાં : ઝળહળ ઝળહળ જ્યોતિ પગમાં મારા અડગ ખડક, લોહીનું ઝીણું ઝરણ ધીમે ધીમે વહેતું રહે : થાંભલા જેવા ચરણ હાથ તો કદી કંપે જરી : કદીદ શબ્દ ધ્રૂજે તોયે […]

સાથ છૂટ્યે…. – શંભુપ્રસાદ જોશી

‘આવું – ના આવું ?’ કદાપિ સૂર્ય ના પૂછે મને – સારું જ છે ! ‘ગાઉં વા ના ગાઉં ?’ પંખી ના કદી પૂછે તને – સારું જ છે ! બીજમાં પોઢેલ રજ કૈં આવરણ ભેદી હરિત શો ઓઢશે નકશો ? ……કશું કે’વાય ના – સારું જ છે ! ધૂંધળા શા ધૂમ્રધૂસર ઢેર સોહે પ્હાડ […]

પરબ – ગિરીશ ભટ્ટ

ઘૂંટ પીવો કે ઘડા ? પરબ પ્રેમની માંડી, ક્યાં આ લેણદેણના થડા ? ભીતરથી આવે સરવાણી, ક્યાંય ન એનું તળિયું; વ્હેંચો ને એ વધે અધિકું, કરુણાનું ઝળઝળિયું ! રણની તરસ છિપાવે, ખોબે ભરીભરી ક્યારડાં; ઘૂંટ પીવો કે ઘડા ? પીવાથી તો પમાય, એથી અદકું પિવરાવ્યામાં; અશ્રુજળ સિંચી સિંચીને વનનાં વન વાવ્યામાં. આઠે પ્રહર અડિંગા દેશે, […]

આપણી કૉલેજો વિશે….. – રતિલાલ બોરીસાગર

[ હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરના (અમદાવાદ) તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ શ્રી રતિલાલભાઈનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] થોડાં વરસ પહેલાં એક વાલી બીજા વાલીને પૂછતા, ‘તમારો દીકરો (કે […]

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

[ માનવીય સંબંધો, સ્વભાવ, જીવન અને પ્રકૃતિના વિષયો પર હૃદયને સ્પર્શે એવી ભાષામાં ચિંતન રજૂ કરવાની કૃષ્ણકાંતભાઈની કલમની કુશળતા છે. તેમના ‘ચિંતનની પળે’ પુસ્તકમાંના કેટલાક લેખ આપણે ગતવર્ષે માણ્યા હતા. આજે માણીએ વધુ બે લેખ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ કૃષ્ણકાંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825061787 અથવા આ […]

વૈજ્ઞાનિકોના અદ્દભુત પ્રસંગો – ચંદ્રમૌલિ વિદ્યાલંકાર

[ વૈજ્ઞાનિકોના વિસ્મયપ્રેરક પ્રસંગોને સરળ, રસાળ અને સચોટ શૈલીમાં રજૂ કરતા પુસ્તક ‘વૈજ્ઞાનિકોના અદ્દભુત પ્રસંગો’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] જૉન વ્હીલર અમેરિકન ભૌતિકશાસ્ત્રી જૉન વ્હીલર (ઈ.સ. 1911) એ હાઈડ્રોજન બૉમ્બ પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. કોઈ ચીજ અથવા પરિઘટનાનું નામ રાખવા માટે રાતે પથારીમાં પડ્યા પડ્યા અથવા બાથટબમાં આરામ કરતા […]

માનવ પ્રદર્શન – હરિપ્રસાદ વ્યાસ

[હળવા રમૂજી લેખોના પુસ્તક ‘ચોર્યાસીનું ચક્કર’માંથી સાભાર.] માનવ પ્રાણીઓની વિવિધ પ્રકૃતિનો અનુભવ લેવાનો જે અવસર ટ્રેનમાં થાય છે, તેવો બીજે ક્યાંય પ્રાપ્ત થતો નથી. અનેક જાતનાં, ભિન્ન ભિન્ન સ્વભાવનાં અને વિવિધ ફૅશનવાળાં માનવીઓનું આવું પ્રદર્શન બીજે ક્યાંય ભાગ્યે જ ભરાય છે. એ પ્રદર્શન જોયા પછી કેટલાક બનાવો આપણા મગજમાંથી દિવસોના દિવસો સુધી ખસતા નથી. એ […]

ક્ષણોનાં શિલ્પ – હરિત પંડ્યા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ચોટદાર લઘુકથાસંગ્રહ ‘ક્ષણોનાં શિલ્પ’માંથી સાભાર. આ પુસ્તકમાં 91 જેટલી નાનકડી પણ વિચારતા કરી મૂકે એવી સુંદર વાર્તાઓ સમાવિષ્ટ છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] રાવણ દહન મિત્રોના આગ્રહને વશ થઈને એય રાવણદહનનો કાર્યક્રમ નિહાળવા ગામને પાદરે […]

હરિયાળી – આશા વીરેન્દ્ર

[ ‘હરિશ્ચંદ્ર’ ઉપનામથી લખતા હરવિલાસબેન અને કાન્તાવિલાસબેનના દેહવિલય બાદ હવે ભૂમિપુત્રમાં ટૂંકીવાર્તાનો આ વિભાગ આશાબેન સંભાળી રહ્યા છે. તાજેતરના ‘ભૂમિપુત્ર’માં પ્રકાશિત થયેલી તેમની આ વાર્તા અહીં સાભાર પ્રસ્તુત છે. આશાબેનની (વલસાડ) ઘણી કૃતિઓ આપણે રીડગુજરાતી પર માણી છે. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 2632 251719 ] હજી તો હમણાં […]

આંખો ડૂબાડૂબ – ઊજમશી પરમાર

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક માર્ચ-2010માંથી સાભાર. રીડગુજરાતીને આ કૃતિ પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ ઊજમશીભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9924197818 પર સંપર્ક કરી શકો છો.] ઈ.સ. 1964માં ચિત્રશિક્ષક તરીકેની તાલીમમાં હું જે કાંઈ થોડુંઘણું શીખ્યો તેનું શ્રેય મારા કલાગુરુ જયંતભાઈ બી. શુક્લના ફાળે જાય છે. કલાના શિક્ષણ ઉપરાંત તેમણે એક સ્નેહાળ […]

ટીકા કરવી સહેલી છે, પણ…. – જયવતી કાજી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] બેન્જામીન ફ્રેન્કલીને એક વખત કહ્યું હતું, ‘જીવનમાં બે વસ્તુ જ નિશ્ચિત છે. એક મૃત્યુ અને બીજા કરવેરા.’ પરંતુ મને એમ લાગે છે જીવન સાથે એક ત્રીજી વસ્તુ પણ સંલગ્ન છે અને તે છે ટીકા, આલોચના, નિંદા-‘ક્રિટીસિઝમ’ ! ભાગ્યે જ કોઈ ટીકામાંથી બચી શકતું હોય છે. તમે કંઈ કરો તોપણ ટીકા થવાની અને […]

હાસ્યાત્ સદા મંગલમ્ – કલ્પના દેસાઈ

[તાજેતરમાં પ્રકાશિત થયેલા હાસ્યલેખોના નવા પુસ્તક ‘હાસ્યાત્ સદા મંગલમ્’ માંથી આજે બે લેખ માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે કલ્પનાબેનનો (ઉચ્છલ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર +91 9909428199 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] પુરુષોએ તો મંગળસૂત્ર પહેરવું જ જોઈએ ! જમાનાઓથી ભલે રિવાજ ચાલ્યો […]

સફળતા જોઈએ છે ? – સુધીર દેસાઈ

[‘જલારામદીપ’ સામાયિક (વડોદરા)માંથી સાભાર.] દરેક માનવીને જીવનમાં સફળતા જોઈએ છે. પણ સફળતા મળતી નથી. કારણ ? દુનિયામાં એવા ઘણા બધા માણસો છે, જે આને માટે વિચારે છે. આ કંઈ એક બે માનવીનો પ્રશ્ન નથી. મોટાભાગના માનવીઓને જીવનમાં કંઈક પામવું હોય છે. પણ પામી શકતા નથી. મને પહેલેથી જ આ વિષયમાં રસ. એટલે આ વિષય ઉપર […]

મને સપનાં ન આપ – સોનલ પરીખ

મને સપનાં ન આપ મને સપનાં જો આપ તો …….. સપનાંનું મારણ પણ આપજે મારું હોવું હવાની જેમ આમતેમ વાય …….. થોડો ભેજ, થોડું ભારણ પણ આપજે. મારી નસ પર દીવાસળી મૂકી મૂકીને …….. હું તો મારાં અંધારાં પેટાવું આમતેમ ખડકેલાં હાડમાંસ આંસુને …….. જામગરી ચાંપી ચેતાવું મને શ્વાસો ન આપ મને શ્વાસો જો આપ […]

ગઝલ – જલન માતરી

જેને ખુદાની સાથે વધુ પ્યાર હોય છે એ હોય છે ગરીબ ને લાચાર હોય છે. એના ઉપર તો જીતનો આધાર હોય છે મરવાને માટે કેટલા તૈયાર હોય છે. ઊડતા રહે છે ચોતરફ કોઈ રોક-ટોક વિણ આકાશમાં જે પંખીઓ ઊડનાર હોય છે. વ્યક્તિને જોઈને એ ખૂલી જાય છે તરત દ્વારો ઘણી જગાના સમજદાર હોય છે. હદમાં […]

ગઝલ – રવીન્દ્ર પારેખ

તૂટી હો ભેખડ પર ભેખડ, કેમ કરી ત્યાં કે’વું કે રડ ! બીજાને શું શોધે છે તું ? સૌથી પહેલાં ખુદને તો જડ ! વેચે તો પૈસા દૈ જાજે – લૈ જા આજ મને તું જાંગડ ! વ્હેતી જાત હજી રોકી લે, બાકી તો શઢ ઊડે ફડફડ ! લાગે છે લડવું ના છોડે, માન ન […]

બાણશય્યા – ધીરુ પરીખ

પરિવારજનો કહે છે તે કઠોર છે, પડોશીઓ કહે છે કે તે નઠોર છે. તે બધું જ ચૂપચાપ સાંભળ્યા કરે છે. વળી મિત્રો કહે છે તે બળવાખોર છે, સાથી કાર્યકરો કહે છે તે બડાઈખોર છે. તે બધું જ ચૂપચાપ સાંભળ્યા કરે છે. સગાંઓ કહે છે કે તેને ઘણો તૉર છે, ગામનાં લોકો કહે છે તે બોલે […]

સાધનાનાં અંગ – વિનોબા ભાવે

[ વિનોબાની જીવન-ઝાંખી વિનોબાના શબ્દોમાં કરાવતા સુંદર પુસ્તક ‘અહિંસાની ખોજ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] સાધનાની દષ્ટિએ જ્યારથી મારો પ્રયાસ આદરાયો ત્યારથી રોજ પરોઢિયે ઊઠીને સંકલ્પ કરતો કે અત્યારે મંગળ પ્રભાત છે તો એક શુભ સંકલ્પ કરું છું. પછી આખો દિવસ એ સંકલ્પ મુજબ સાધનામાં વીતતો. સાંજને ટાણે પંખી માળામાં પાછું […]

જિંદગી કેમ ખોવાઈ જાય છે ? – અવંતિકા ગુણવંત

[દામ્પત્યજીવનની વિવિધ સમસ્યાઓનું સુંદર સમાધાન મળી રહે તેવા અનુપમ લેખોનો સંચય ‘કુર્યાત સદા મંગલમ’ પુસ્તકમાં થયો છે. ‘જનકલ્યાણ’ સામાયિકમાં નિયમિતરૂપે પ્રકાશિત થતા આ લેખો સંગ્રહિત થઈને આ પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે. અવંતિકાબેનનો (અમદાવાદ) આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] શર્વિલ અને […]

‘છે’ ને છે તરીકે અને ‘નથી’ ને નથી તરીકે સ્વીકારીએ ! – દિનકર જોષી

[‘અખંડ આનંદ’માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ આદરણીય શ્રી દિનકરભાઈનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકો છો.] મહાભારતના કર્ણ પર્વમાં એક એવી ઘટના આવે છે કે જે લોકોના ધ્યાન ઉપર ઓછી મુકાઈ છે પણ એનું અર્થઘટન અને એનો સંકેત ઘણો […]

ખીલતાં ફૂલ – તુલસીભાઈ પટેલ

[બાળકોના ઉછેરની વાતો તેમજ બાળકોની અજાયબ સૃષ્ટિની સુંદર વાતોને વર્ણવતા પુસ્તક ‘ખીલતાં ફૂલ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલ છે.] [અ] ગુડિયા વિના મારી દીકરી ગીતા અને ગીતાની ભાણી તે ગુડિયા. એનું ખરું નામ તો મુક્તિ છે પણ બધાં લાડમાં એને ગુડિયા કહે છે. ગુડિયા સાતેક મહિનાની થઈ. ગઈ કાલે રાતે ગીતા […]

‘સંગમાં રાજી રાજી’ કરતો એક પ્રયોગ – મીરા ભટ્ટ

[ વિષય-પ્રવેશ : કેટલાક લેખો બાબતે રીડગુજરાતીના વાચકોનું વિશેષ ધ્યાન દોરવા માગું છું અને આ લેખ તે પૈકીનો એક છે. આ લેખ શેના વિશે છે તે જાણીએ તે પહેલાં આ લેખની પૂર્વભૂમિકા રૂપ એક ઘટનાનો ઉલ્લેખ કરવો ઉચિત સમજું છું. જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટને ત્યાં ઘણી વાર જવાનું થાય. અરુણભાઈ અને મીરાબેન સાથે વિવિધ વિષયો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.