ગૃહિણી – વર્ષા બારોટ

[‘નવનીત સમર્પણ’ જૂન-2010માંથી સાભાર.]

નથી હું લેખિકા કે નથી કોઈ કવિયત્રી
છતાં પણ,
પળેપળ મારી આંગળીઓ કવિતા રચે છે
રસોડામાં ગોઠવેલ ગેસની સગડી પર
ને ઝાડુ-પોતાથી ઘરની ફર્શ પર
કપડા પર પડતા ધોકાના ધબ….ધબ…..
અવાજમાં
આખીયે નિચોવાઈ જાઉં છું
ને પછી,
સૂકવવા મૂકું છું જાતને
તડકામાં
ઘરના ખૂણેખૂણામાં ફરી વળતી મારી
આંગળીઓ
કવિતા રચતાં-રચતાં થાકી જાય છે
ત્યારે
સુકાઈ ગયેલી મારી જાતની ગડી વાળીને
ગોઠવું છું-
કબાટમાં
હાંફ ઉપર હાંફના ખડકલા કરીને
એકાંતના અંધારામાં
બે-ઘડી નિરાંતનો શ્વાસ લેવા મથું છું
ત્યાં તો,
હાથમાં પ્રકાશપીંછી લઈને ઊભેલો
સૂરજ
બારણે ટકોરા દઈને મને જગાડે છે
ફરીથી કવિતા રચવા
ને ફરીથી, ઉત્સાહ સાથે હું ખૂંપી જાઉં છું
જન્મથી માંડીને મૃત્યુ લગી
કંઈ કેટલીયે કવિતા રચતી રહું છું
પરંતુ
જીવનપર્યંત મારી એકપણ કવિતાની
નોંધ સુદ્ધાં નથી લેવાતી.
શું ખરેખર જગતમાં શબ્દનો જ
મહિમા હશે…..??

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગૂર્જર ગૌરવ – ટીના દોશી
મૌનના પડઘા – દત્તાત્રય ભટ્ટ Next »   

16 પ્રતિભાવો : ગૃહિણી – વર્ષા બારોટ

 1. ખુબ જ વેધક અને સંવેદનાસભર….!

  સાવ સાચી વાત છે…સવારથી સાંજ સુધી ઘરમાં દરેક ખૂણામાં કવિતા રચાય છે પણ એની કદાચ કોઇ નોંધ લેતું નથી…..ઘર સાચવવું એય એક કળા છે….

 2. so beautiful!!!!!!!! look at the words, ma’am, indeed you are gigantic, you are incomparable.

  Wish you great poems ahead……

  Regards,
  Mahesh

 3. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ.

 4. Kiri Hemal says:

  ખુબ જ સરસ રચના!!!!!!!!!!!!!!

  અતિ સરળ ભાષામા લેખિકાએ એક ગ્રુહિણિની વેદના કીધી જે ખરેખર દાદ માગી લે એવુ છે………………………

 5. nayana says:

  ખુબ સુન્દર

 6. sudhir patel says:

  ખૂબ સુંદર સરળ અને સહજ છતા વેધક અને ચોટદાર કાવ્યમય રજૂઆત!
  સુધીર પટેલ.

 7. Jagruti Vaghela USA says:

  ખૂબ જ સુંદર રચના. આવી બીજી કવિતાઓ આપતા રહો.

 8. nilam doshi says:

  beautiful..like this very much

 9. nayan panchal says:

  ખરેખર બહુ જ ઉંચી કક્ષાની રચના. શબ્દો સાદા છે પરંતુ તેની ગુંથણી અદભૂત.અને અંતિમ સવાલ હ્રદય સોંસરવો ઉતરી જાય એવો છે.

  ખૂબ આભાર,
  નયન

  હાંફ ઉપર હાંફના ખડકલા કરીને
  એકાંતના અંધારામાં
  બે-ઘડી નિરાંતનો શ્વાસ લેવા મથું છું

 10. Ashish Dave, Sunnyvale, California says:

  Master stroke…

  Ashish Dave

 11. વર્ષાબેન… તમારી રચના ખરેખર સ્પર્ષનિય છે… સુકાઈ ગયેલી મારી જાતની ગડી વાળીને
  ગોઠવું છું-…આ સરસ શૈલી છે… અને અસરકારક પણ ….અભિનંદન

 12. અદભુત રચના! ગૃહિણીની વ્યથાને સરસ વાચા આપી છે

 13. દરેક વાંચકમિત્રો અને રીડ ગુજરાતી પરિવાર નો ખુબ ખુબ આભાર
  તમારું પ્રોત્સાહન મને હંમેશા બળ પુરું પાડશે
  મારી વધું રચનાઓ વાંચવા માટે અમારા બ્લોગ
  http://www.sspbk.wordpress.com પર ક્લીક કરો

 14. Anil Limbachiya says:

  વર્ષાબેન… તમારી રચના ખરેખર સ્પર્ષનિય છે…ખુબ સુન્દર

 15. jalpa says:

  very good varsha ben i like this poem

 16. preetam Lakhlani says:

  આ કાવ્ય નો કવિતા સિવાય બીજો કોઈ પરયાય શબ્દ નથી, આ કાવ્ય પર આખ એક પતગિયા સમી થોડાય ગઈ છે, હવે આ ધડિએ બિજુ કોઇ કાવ્ય વાચવુ ગમતુ નથી!!!!!!!………….બ હુ જ સરસ કવિતા, આટલી સરસ કવિતા આજની તારીખમા મે બીજી કોઇ વેબ સાઈટ પર્ વાચી નથી………. thank you mugesh bhai….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.