કાનુડે ન જાણી મારી પીડ – મીરાંબાઈ

કાનુડે ન જાણી મારી પીડ,
………….. બાઈ, હું તો બાળકુંવારી રે,
જલ રે જમુનાનાં અમે,
………….. પાણીડાં ગ્યાં’તાં વા’લા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર,
………….. નીર ઊડ્યાં ફરરરર રે… કાનુડે…..

વૃન્દા રે વનમાં વા’લે,
………….. રાસ રમ્યો વા’લા;
સોળસેં ગોપીના તાણ્યાં ચીર,
………….. ચીર ફાડ્યાં ચરરરર રે….. કાનુડે…..

હું વેરાગણ કા’ના
………….. તમારા રે નામની રે;
કાનુડે માર્યાં છે અમને તીર,
………….. તીર વાગ્યાં અરરરરર રે….. કાનુડે…..

બાઈ મીરાં કહે પ્રભુ,
………….. ગિરિધરના ગુણ વા’લા,
કાનુડે બાળીને કીધાં ખાખ,
………….. ખાખ ઉડાડી ખરરરરર રે…. કાનુડે…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મૌનના પડઘા – દત્તાત્રય ભટ્ટ
અજબ ચોર – ઝવેરચંદ મેઘાણી Next »   

0 પ્રતિભાવ : કાનુડે ન જાણી મારી પીડ – મીરાંબાઈ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.