સજ્જનોના સંગે – મૃગેશ શાહ
[1] અભાવમાં સદભાવ
હમણાં થોડાક દિવસો અગાઉ પાસેના ગામમાં એક માસીને અનાયાસ મળવાનું થયું. સિત્તેરેક વર્ષની તેમની ઉંમર. ગામડાનાં જૂનાં ખખડધજ ઘરમાં એમના દિયરને સહારે તેઓ એકલાં જીવનની સંધ્યા પસાર કરી રહ્યાં હતાં. એકાદ વર્ષ અગાઉ તેમના પતિનું અવસાન થયું હતું. નિઃસંતાન હોવાથી વૃદ્ધાવસ્થાની વેદના તેમના માટે ભારે વિષમ બની રહી હતી. કરોડરજ્જુના ઑપરેશનની મોટી માંદગી બાદ આ ગરીબ કુટુંબની સમસ્યામાં ઔર વધારો થયો હતો કારણ કે હવે છ મહિના પલંગમાંથી નીચે ઊતરવાનું નહોતું. દિયરની નાદુરસ્ત તબિયતને કારણે નાનો એવો ધંધો પણ પડી ભાંગ્યો હતો. આવકનાં કોઈ સાધનો ન હોવાથી રેશનકાર્ડ પર મળતો વધારાનો લોટ વેચીને તેઓ અન્ય ઘરખર્ચ કાઢી લેતાં. સગાંવહાલાં સૌ માંદગીની બાબતે સહાય કરવા તૈયાર હતાં પરંતુ રોજેરોજની આર્થિક ભીડને સમજવા તેઓની દષ્ટિ ટૂંકી પડતી હતી. આખું જીવન અત્યંત સંઘર્ષમય પસાર કરવા છતાં એ માસીના મોં પર અત્યારની પરિસ્થિતિ બાબતે કોઈ ફરિયાદ કે ચિંતા નહોતી. જે કોઈ આવે તેની સાથે પથારીમાં સૂતાં સૂતાં તેઓ હસીને વાત કરી લેતાં.
આ પરિસ્થિતિમાં પણ જીવનની મધુર ક્ષણોને વાગોળવાનું તેમણે ચાલુ રાખ્યું હતું. હું એમને મળ્યો ત્યારે વાતવાતમાં તેમણે મને કહ્યું કે : ‘બેટા, આમ તો આખી જિંદગી અમારી સ્થિતિ કોઈની મદદ લેવી પડે તેવી રહી છે. તારા માસા જીવતાં હતાં ત્યારે એમને ક્યારેક ઉછીના લેવા પડતાં પરંતુ એ દિવસોમાં પણ અમને કોઈને કંઈક આપવાનો ઉમંગ થતો. તેથી જ્યારે તારા માસા વહેલી સવારે નાહી-ધોઈને શાક લેવા જાય ત્યારે હું એમના ખિસ્સામાં પાંચ રૂપિયા મૂકીને કહેતી કે પેલા મજૂર-ચોકમાં કોઈ મજૂર દેખાય તો એને એકાદ કપ ગરમ ચા પીવડાવી દેજો.’
આ માસીને મળીને મને પેલી પ્રસિદ્ધ ગુજરાતી પંક્તિ યાદ આવી કે : ‘મોટાઓની નાનાઈ જોઈને થાક્યો, હવે નાનાઓની મોટાઈ જોઈને જીવું છું.’
[2] માનવતાની મીઠાશ
કેરીની ઋતુ આવે એટલે બીજા બધા ફળોનો વટ જરા મોળો પડી જાય. કેરીનું એક હથ્થુ સામ્રાજ્ય ચોતરફ છવાઈ જાય. મોટી માર્કેટથી લઈને સોસાયટીની આસપાસ ઊભા રહેતાં ફેરિયાઓની લારીઓમાં કેરીઓના ટોપલાં ખડકાયેલાં જોવા મળે. જે ફેરિયાઓ અન્ય ચીજવસ્તુઓ વેચતા હોય તેઓ પણ પોતાની સાથે લારીમાં એકાદ નાનકડો કેરીનો ઢગલો તો કરી જ રાખે. સ્થાનિક લોકો માર્કેટ સુધી જવા કરતાં નજીકથી કેરી લેવાનું વધારે પસંદ કરે. તેથી એક સવારે હું અમારા સોસાયટીના નાકે ઊભા રહેતા ફેરિયા પાસે કેરી લેવા ગયો. હંમેશની આદત પ્રમાણે મેં એને બે કીલો કેરી જોખવાનું કહ્યું અને સો રૂપિયાની નોટ ધરી. એણે મને ત્રીસ રૂપિયા પાછા આપ્યાં. મને આશ્ચર્ય થયું. દર વખતે એ મને વીસ રૂપિયા પરત કરતો તેથી મને ખ્યાલ હતો કે કેરીનો કિલોનો ભાવ ચાળીસ રૂપિયા છે. કદાચ ભૂલથી એણે મને દસ રૂપિયા વધારે આપ્યા હશે તેથી મેં એને પરત કરતાં કહ્યું :
‘યે આપને જ્યાદા દે દીયે….’
ત્યાં એણે મને ના પાડતાં ખૂબ સુંદર વાત કહી : ‘નહીં સા’બ, આજ જો માલ લાયા હું વો પેંતીસ રૂપૈ કા કિલો હૈ. આપ જેસે લોગ જો બીના દામ પૂછે હી ખરીદ લેતે હૈ ઉનકે સાથ મેં ધોકા નહીં કર સકતા. જો દામ હૈ વોહી તો લેના ચાહિયે ના. ફિર ચાહે આપ પૂછે યા ના પૂછે.’
[3] અગરબત્તીની સુવાસ
પોરબંદર એક કામથી જવાનું થયું ત્યારે હું મારા મિત્રને ત્યાં રોકાયો હતો. બીજે દિવસે સવારે કામ પતાવીને સીધો હું મિત્રની દુકાને પહોંચ્યો. રવિવારનો દિવસ હોવાથી દુકાને ખાસ કોઈ ઘરાકી નહોતી. અમે આમ જ ટહેલતાં મારા મિત્રના કોઈ ઓળખીતાની દુકાને જઈને ગપ્પાં મારવાં બેઠાં. એ માત્ર નામની જ ઓટો-પાર્ટ્સની દુકાન હતી. કારણ કે દુકાનમાં કંઈ ખાસ માલ ભરેલો નહોતો. કદાચ દુકાન વડવાઓના સમયની હશે એમ તેની હાલત પરથી જણાતું હતું. દુકાનમાં બેઠેલાં ભાઈ ખૂબ સજ્જન અને હસમુખા લાગ્યાં. એમણે અમારા બંને માટે તુરંત ચા મંગાવી.
અમે બેઠાં હતાં એટલામાં કોઈ વેપારીકાકા હાથમાં મોટો થેલો લઈને દુકાનનો ઓટલો ચઢ્યાં. પેલા સજ્જન માલિકે તેમને તુરંત આવકાર્યાં, ખુરશી આપી અને પાણી ભરેલો ગ્લાસ તેમની તરફ ધર્યો. વેપારીકાકા ઉંમરલાયક હતાં તેથી દાદરો ચઢતાં હાંફી ગયા હતાં. થોડા સમય બાદ આ વેપારીકાકાએ થેલામાંથી અગરબત્તીના પેકેટો કાઢીને દુકાનદાર સામે મૂક્યાં. મોગરો, ચમેલી, ચંદન એવા અનેક પ્રકારની સુંદર અગરબત્તીઓના મોટા પેકેટ હતાં. મેં આશ્ચર્ય સાથે જોયું કે દુકાનદારે પાંચ-સાત પેકેટો તુરંત ખરીદી લીધાં. થોડી વારે પેલા વેપારીકાકા વિદાય થયા એટલે મેં આ દુકાનમાલિકને વાતવાતમાં સહજ પૂછ્યું કે : ‘આપની ઓટો-પાર્ટ્સની કોઈ બીજી દુકાન પણ લાગે છે….’
‘એમ તમને શા પરથી લાગ્યું ?’ સ્મિત સાથે તેમણે મને પ્રતિપ્રશ્ન કર્યો.
‘તમે એક સામટાં આટલા બધા અગરબત્તીનાં પેકેટ ખરીદ્યાં એટલે મને નવાઈ લાગી કે આ દુકાનમાં તો આપ રોજ બેસતાં હોય એવું લાગતું નથી. તો પછી કોઈ અન્ય દુકાન માટે જ દીવો-બત્તી કરવા ખરીદ્યાં હશે ને ?’
‘તમારી વાત સાચી છે કે હું રોજેરોજ અહીં બેસતો નથી. અઠવાડિયામાં બે-ત્રણ દિવસ જ દુકાન ખોલું છું. હવે ઓટો-પાર્ટસના ધંધામાં અહીં બહુ જામતું નથી….’ ક્ષણેક અટકીને તેઓ આગળ બોલ્યાં, ‘પણ આ પેકેટ મેં ઘર અને આ દુકાન માટે જ ખરીદ્યાં છે; છતાં એનો હેતુ બીજો છે.’
‘એટલે ? હું કંઈ સમજ્યો નહીં.’ મેં પૂછ્યું.
‘વાત એમ છે કે આ વેપારીકાકાનો એકનો એક દીકરો ઘરથી જુદો થયો છે. હવે એમને આવકનું કોઈ સાધન નથી. આ ઉંમરે એમને કોણ નોકરી આપે ? એટલે નાના-મોટાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેથી તેઓ જ્યારે પણ આવે ત્યારે એમને મદદ કરવાના હેતુથી હું એક સામટાં પેકેટો ખરીદી લઉં છું અને પછી મિત્રોને વહેંચી દઉં છું. આપણે મોટી ધર્મશાળા ના બંધાવી શકીએ પણ ગજું હોય એટલું તો કરી શકીએ ને ?’ એમ કહીને એ સજ્જન દુકાનદારે અમારી સામે અગરબત્તીના પેકેટ ધરતાં કહ્યું : ‘આ લો, તમે બંને પણ એક-એક પેકેટ લેતાં જાઓ….’
[4] અતિથિ દેવો ભવઃ
તાજેતરના ‘સદભાવના પર્વ’માં જાણીતા ફિલ્મ કલાકાર ફારુખ શેખને સાંભળવાનો લાભ મળ્યો. તેમણે વડોદરા પાસે આવેલા પોતાના વતન વિશે બાળપણનાં સંસ્મરણો વાગોળતાં કહ્યું કે : ‘અમારા ગામમાં એ જમાનામાં તો ઘરે-ઘરે કોઈની પાસે ઘડિયાળો નહોતી. ઘર પાસે રેલ્વેના પાટા હતાં. સમય-સમય પર પસાર થતી ટ્રેન પ્રમાણે અમારો બધો વહેવાર ચાલતો. જેમ કે સવારની ગાડી આવી જાય એટલે મમ્મી કહેતી કે ચાલો ઊઠો અને પરવારો. બપોરવાળી ગાડીની સિટી સંભળાય એટલે બધા જમવા બેસી જાય. એ રીતે સાંજની ગાડી જાય એટલે બધાં વાળુ કરે. અમારા ઘરે એક નિયમ હતો કે સાંજની ગાડી જાય પછી અમે બળદગાડામાં બેસીને ઘોર અંધારામાં ફાનસના અજવાળે અમે સ્ટેશન સુધી જતાં. સ્ટેશન પર કોઈ અતિથિ હોય તો એને એમ કહેવામાં આવતું કે ભાઈસા’બ, રહેવા-જમવાની પૂરી વ્યવસ્થા છે આપ ઘરે પધારો… એમ કહીને જેટલા પણ અતિથિ હોય એને ગાડામાં બેસાડી અમે ઘરે લઈ આવતાં. એ અતિથિ પધારે પછી જ અમારા સૌની જમવાની થાળીઓ પિરસાતી. અતિથિને ક્યારેય પૂછવામાં ન આવતું કે તમે કઈ જ્ઞાતિના છો કે તમે ક્યાંથી આવ્યા કે ક્યાં જવાના છો… બસ, આપણા ગામનો અતિથિ છે એને જમાડ્યા વગર ન જમાય એવી હૃદયની ઉચ્ચ ભાવનાથી સૌ કેળવાયેલાં હતાં. આ ખરી સદભાવના હતી. ભારત આ સદભાવનાથી સમૃદ્ધ હતું.’
Print This Article
·
Save this article As PDF
ખરેખર બધી જ કૃતિઓ ખુબર સરસ છે.
બધા માં એક જ વસ્તુ દેખાય છે એ છે માણસાઈ.
આજે માણસ પોતાના માંથી પોતાને માટે સમય નથી કાઢતો તો બીજાની તો ……
કોઇએ સાચુ જ કહ્યુ છે કે, ” માણસ બનુ તો પણ સારુ છે.”
સુંદર લેખ.
મૃગેશભાઈ ખુબ સરસ લેખ.
ફારુખ શેખ ની વાત પરથી યાદ આવ્યું. થૉડાંક વર્ષૉ પહેલાં હું મારા કુટ્ંબ સાથે મારા વતન ઘણાં વર્ષૉ પછી જતૉ હતૉ.
રસ્તાં માં ગાડી ને પંચર પડ્યું અને અડધી રાત્રે હાઈ-વે પર કૉઈ નહીં, થૉડાક સમય બાદ એક ટ્રાવેલ્સ ની બસ આવી અને તેમાં એક મુસ્લિમ વહૉરા સજજન મારા પપ્પા ને કહે ભલે આપણે ઑળ્ખાણ નથી પણ માનવતા નૉ સંબંધ છે. આજ રાત્રે અમારા ઘરે રૉકાજૉ.
એમનાં ઘરે જતાં જ એમનાં માતા-પત્ની અને બે નાનાં સુંદર બાળકૉ એ એક્દમ ઘરના વ્યકિત જેમ આવકાર આપ્યૉ અને એક કુટુંબ ની જેમ એક રાત્રિ રૉકાયાં.
જ્યારે ભારત માં હિંદુ-મુસ્લિમ રમખાણૉ થાય ત્યારે સવાલ મનમાં થાય છે કે, આવા સમય પર આવા કુટુંબ ને બચાવજે ભગવાન, જેથી એમને એમ ના થાય કે એમ ને સારા રહેવાનુ આવું ફળ કેમ ભોગવે છે..
ખુબ સરસ. ક્યાંક વાંચેલુ “હેતુ વિનાના હેત” તે આનું નામ.
મૃગેશભાઈ, બધી જ કૃતિઓ સરસ આપી છે. આભાર! માનવતા હજુ પણ જીવે છે…તે જાણી બહુ આનંદ થયો. આપણે માનવી થઈએ તોયે ઘણું!! અને હું નહોતી જાણતી કે ફારુખ શેખ નું વતન વડોદરા નજીક છે.
મૃગેશભાઈ, ચાર નાના પ્રસંગો પણ આંખ ભીની કરી નાખે તેવા. ખુબ સુંદર રીતે વર્ણવ્યા. મોટાની નાનાઈ
અને નાનાની મોટાઈની વાતો સુસંગત રીતે વર્ણવી. આનંદ થયો.
મૃગેશભાઈ, દરેક કૃતિ ખરેખર ખૂબ સુંદર છે.
આભાર
સીમા
‘લેખ’ ન કહેતા તેને માણસાઈનાં દિવાઓનું ટમટમતું અજવાળુ કહેવાનું મન થાય છે.
આવા પ્રસંગો ‘સમાચારો’ કેમ બનતા નથી ???? કદાચ આપણને બીજાની પીડા વધારે ‘સુખ’ આપતી થઈ ગઈ છે???
એક-બીજા પ્રત્યેનો દ્વેષ કે ધિક્કાર જ્યાં સૌથી ઓછો હોય તે સમાજ ને ઊન્નત સમાજ કહી શકાય.
સામાન્ય માણસોની આવી મોટાઈઓ જોઈએને જીવન ખરેખર જીવવાલાયક લાગે છે.
અનુસરણીય લેખ. ખૂબ આભાર,
નયન
indeed good!!!!!! can anyone tell me how to right “che” in gujarati, because i would always like to write in gujarati but due this problem it force me to write in English.
Kindly guide me.
Regards,
Mahesh
છે = “Che” – Upper Case “C” then he
thanks you Now i can write છે
below “select language” there is “show keyboard”, that can help for anything in future. have fun.
thank you, i got that
Mrugeshbhai,
Felt very touchy !
Small incidents like this creates big impacts in life !!!
મૃગેશભાઈ , ખુબ સરસ. ખુબ ખુબ આભાર.
આવા સરસ પ્રેરણાત્મક લેખોથી દિવસ શરુ થાય એનાં જેવું રુંડું શું? દિવસ પણ ધ્ન્ય થઈ જાય એક સ્ત્કાર્ય કરવાના પ્રણ થી અને જીવન પણ ધ્ન્ય થઈ જાય.
ખરેખર જગતભાઈ, સાચું કહે છે, કે આવા સતકાર્યોને સમાચારો માં વધારે સ્થાન આપવું જોઇએ.
આવા સજ્જનોને લીધે જ આજે આ દુનિયા ટકી રહી છે.
માણસાઈના સરસ ઊદાહરણો.
ખરેખર્ નાની નાની પણ મનને સ્પર્શી જાય તેવી વાતો. ઘણી વાર એમ થાય કે ઘણું આગળ વધ્યા અને મેળવ્યા પછી યે ઘણું બધું ચૂકી ગયા પણ હોઈએ છીએ.———ભાઈસા’બ, રહેવા-જમવાની પૂરી વ્યવસ્થા છે આપ ઘરે પધારો… એમ કહીને જેટલા પણ અતિથિ હોય એને ગાડામાં બેસાડી અમે ઘરે લઈ આવતાં. એ અતિથિ પધારે ————–આજના સમયમાં અજણ્યાને બોલાવતા જ સલામતીનું જોખમ લાગે, જમાનો ખરે જ બદ્લાયો છે, ઘણી બધી રીતે.
સરસ લેખ.
મન થોડુ ઉદાસ હતું, લેખ વાંચીને પ્રસન્ન થઈ ગયું. વાહ મૃગેશભાઈ.
લોહીમાં ભળેલા સંસ્કારો તો જીવનના ગમે તેવા સંજોગોમાં પણ માનવતાની મહેંક પ્રસરાવતા જ રહે છે. સત્કાર્યો ન કરવા માટે “આજના કપરા કાળને” દોષ દેવાની જરા પણ જરૂર નથી. મન હોય તો માળવે જવાય. નાના ગણાતા સત્કાર્યો પણ ઘણી મોટી છાપ મુકી જતા હોય છે. અને લાખોને પ્રેરણા આપી મોટા ગણાતા કાર્યોને પણ વામણા સાબીત કરી શકે છે. આ દ્રષ્ટિએ કોઇ કામ નાનું ન ગણી શકાય,
Only the life lived for others is a life worthwhile………….Albert Einstein.
સાચા અર્થમાં સેવા- સત્કાર્યો તો મહાન હૃદયના ભાવથી બદલાની આશા વગર થાય.
જીવનને સુગંધી બનાવી શકાય તેવા બોધપાઠ આપતી કૃતિઓ આપવા બદલ મૃગેશભઇનો આભાર.
વાહ દિવસનો થાક ઉતર્યો. દરેક પ્રસંગમાં અગરબતીની ખુશ્બુ ભળી. નાના માનવી ની મોટાઇ માણવા મલી.ફરી આવી જ પ્રસાદી જરુર પિરસજો.
અભિનંદન…આભાર.
વ્રજ દવે
માનવતાના દિવડા ટમટમતા રહે એ જ અભ્યર્થના.
અગરબત્તીની સુવાસમાં મદદ કરવાની ભાવના હ્ર્દયસ્પર્શી.
કેરીના ફેરિયાની પ્રામાણિકતાને સલામ.
સુંદર રજૂઆત.
આભાર.
સરસ લેખ….
વેકેસન પરથી આજેજ પાછી આવી ને સૌથી પહેલા મ્રુગેશ ભાઈ નો લેખ વાંચ્યો અને મન પ્રફુલ્લીત થઈ ગયુ. સુંદર લેખ.
ખુબ જ સુંદર લેખ.
આવા નાના નાના પ્રસંગોજ ઊચ્ચ જીવન જીવવાનો બોધ આપે છે…
Ashish Dave
Mrugesh bhai
mane aa lakhen saru lagyu.
ખરેખર ચારેય પ્રસ’ગ ખુબ જ સુન’દર…….. મોટા ની મોટાઇ કરતા નાનાની દિલેરી વધુ હોઇ….જીવન જીવવાનો બોધ આપે છે…નાના ગણાતા સત્કાર્યો પણ ઘણી મોટી છાપ મુકી જતા હોય છે…ખુબ જ સુંદર.. અતી સુંદર…
હિતેશ મહેતા
ભારતી વિધાલય- મોરબી