મારો મીકી – હરિશ્ચંદ્ર

મારા દીકરાને ઘરમાં એની સાથે રમે તેવું કોઈ નહીં. બિલ્ડિંગમાંયે ઝાઝા છોકરા નહીં. એટલે એક ગલૂડિયું લાવવાનું વિચાર્યું. ઊંચા લોકના અમારા મહિલામંડળમાં બધાં કહેતાં : ‘બાળકો માટે કૂતરા જેવો સાથીદાર બીજો કોઈ નહીં !’ ઠેકઠેકાણે તપાસ કરી. અવનવા અનુભવ. બારણે બેલ મારીએ કે પંદર-વીસ કૂતરાં ભસવાનું શરૂ કરે. બારણું ખૂલે કે અમારી ધ્રૂજારીનો પાર નહીં. કાળાં-ધોળાં, ઊંચા-નીચાં, જાડાં-પાતળાં. કૂતરાંનીય આટલી બધી જાત હશે, તે ત્યારે ખબર પડી. કૂતરાંનો માલિક દરેક કૂતરાની પેઢી-દર પેઢીનો ઈતિહાસ સંભળાવે.

એક ગલૂડિયું લાવતાં આટલાં ઈતિહાસ-ભૂગોળ શીખવાં પડે એ જોઈ મારી મતિ મૂંઝાઈ ગઈ. આમ તો હું ગામડાં-ગામમાં ઉછરેલી. ક્યાંક કૂતરી વિયાણી હોય, ત્યાં જઈને ગલૂડિયું માગી લાવવાનું, એવી મારી કલ્પના. પણ અહીં તો ખાસ્સા બારસો રૂપિયા ચૂકવવા પડ્યા ! જો કે ગલૂડિયાને જોઈને દીકરા મારાને જે હર્ષ થયો, તેથી ખર્ચનો સણકો ભુલાઈ ગયો. પછી ગલૂડિયાનો નામ-કરણ સમારંભ કરી ‘મીકી’ નામ રાખ્યું. આવનાર બધાંએ ‘બિચારું કેટલું ભૂખ્યું !’ – કહી હોંશે હોંશે દૂધ પાયું. દૂધ મારા ઘરનું જ હોં !

પણ બીજે દિ’ તો એણે ઘર આખું ભરી મૂક્યું. પડોશમાં કૂતરું હતું. ત્યાં જઈ કૂતરા-ઉછેરનો પાઠ ભણી આવી. એનાં ચાર-પાંચ પુસ્તકોય ખરીદી લાવી. બે-ત્રણ માસ થયા ને કચરામાં મીકીના દાંત દેખાયા. દવાખાને લઈ ગયાં ત્યારે ખબર પડી કે દૂધિયા દાંત પડે, પછી નવા આવશે. ચાર-છ મહિના થયા. પણ એનું શરીર વળે નહીં. મરતૂકડો દેખાય. કોઈએ કૂતરાના ખાસ સ્પેશ્યાલિસ્ટની વાત કરી. પહેલે દિ’ ત્યાં ગઈ તો અવાક જ થઈ ગઈ ! પંદર-સોળ કૂતરાં એમના રખેવાળ સાથે લાઈનમાં બેઠેલાં. નામ પોકારાય કે કૂતરું કૂદીને ટેબલ પર ચઢી જાય. મીકીનો વારો આવ્યો. આગળ-પાછળનો ઈતિહાસ, કૂતરાની ખાસિયતો, વર્તન, ટેવો વગેરે કાંઈ કેટલુંયે પૂછ્યું ! દાકતર મને સમજાવે, ‘મુખ્ય એને પ્રેમની જરૂર છે અને પૌષ્ટિક ખોરાકની.’ ઘેર જઈ પૌષ્ટિક ખોરાકની યાદી વાંચી મને તમ્મર આવી ગયાં. બ્રેકફાસ્ટમાં માખણ લગાડેલો ટોસ્ટ અને ઈંડા. વળી કેટલુંક નોન-વેજ પણ ખરું. એ સાથે રોટલી. રોજ માઈલ-બે માઈલ ફરવા લઈ જવાનો. સાંજ-સવાર બે કેલ્શિયમની ગોળીઓ…..

જો કે આટલું કર્યા પછીએ એક રતલ વજન વધ્યું નહીં. અને આ સિવાય બીજી ઊઠવેઠ પણ ઓછી નહોતી. ત્રણ મહિને કાન સાફ કરવા. નખ કાપી નાખવા. કીડા ન પડે તે માટે રોજ વાળમાં બ્રશ ફેરવી પાઉડર છાંટવો. અને દર છ મહિને એ ગાંડો ન થાય તે માટે એક ઈન્જેકશન. જો કે વાસ્તવમાં આવું ઈન્જેકશન લેવાની પાળી ક્યાંક મારી જ નહીં આવી જાય ને, એવી ફડાક મને પેઠી ! વળી, કોઈ કહે, કૂતરાંને તાલીમ આપનારી એક શાળા છે, ત્યાં દાખલ કરો. જેમ છોકરાંવ સાથે છોકરાંને ગોઠે, તેમ મીકીનેય ગોઠશે. જો કે આ વાતને તો મેં હસી જ કાઢી.

મીકીને બે-ત્રણ વાર બહાર આંટો મારવા લઈ જવો પડે. પણ એ બીકણ બહુ. રસ્તે લપાઈ-લપાઈને ચાલે. અરે, ઘરમાંયે બારણાંની ઘંટી વાગે, કોઈ નવો માણસ દાખલ થાય કે આ બેટમજી કાન નીચા કરી ઊભી પૂંછડીએ ખૂણામાં ભરાઈ જાય. સસલાનું કાળજું લઈને જન્મેલો. ચાદર ઝાટકીએ કે ભીનાં કપડાં ઝાટકીએ, તોય ભાગવાનો, દૂર બૅન્ડવાજાંનો અવાજ સાંભળે કે ચમકે. દિવાળી આવતાં અમને વધુ ચિંતા થઈ. કોઈ કહે, ‘ગઈ સાલ આ નસ્લનો એક કૂતરો ફટાકડાના અવાજથી બીને મરી ગયેલો.’ ફરી દવાખાને લઈ ગયાં. પણ ત્યાં દાકતરે જે ઉપાય સૂચવ્યો, તે સાંભળી હું ઠરી જ ગઈ ! – ફટાકડા ફોડતાં પહેલાં એક કલાકે ઊંઘવાની ગોળી આપજો…. અરે, મારી બૈ ! આજુબાજુનાં મને કોઈ પૂછીને ફટાકડા ફોડવાનાં છે ?

આ રામાયણ હજી હું તમને કેટલી કહું ? મારા મહિલા મંડળમાં વાત કરું છું તો એ બધીઓ તો મને જાતજાતના નુસખા બતાવે છે, અને હું આટલામાં થાકી ગઈ તેની હાંસી ઉડાવે છે ! પોતે શું શું કરે છે, તેનાં લાંબાં લાંબા ભાષણ આપે છે. પરંતુ મને થાય છે – આના કરતાં મારા દીકરાની સાથે રમવા મેં મારા બીજા બાળકને જ જન્મવા દીધું હોત તો ઠીક ન થાત ?’

(શ્રી મોહિની નીમકરની મરાઠી વાર્તાને આધારે.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરંપરાપુરના પ્રધાનનો પ્રશ્ન – ધીરુબહેન પટેલ
એક અધૂરો ઈન્ટરવ્યૂ (એકાંકી) – નીલમ દોશી Next »   

13 પ્રતિભાવો : મારો મીકી – હરિશ્ચંદ્ર

 1. kumar says:

  લેખકે નાનકડી વાત મા મોટી વીચારવા જેવી વાત કહી દિધી.

 2. Ami says:

  Last line is great!! Nice surprize…

 3. Deepak Lakkad says:

  છેલ્લી લાઈન વિચારતા કરી મુકે એવી છે.

 4. nayan panchal says:

  રમૂજી પરંતુ વિચારતા કરી દે તેવો લેખ.

  કેટલાક કૂતરાઓ ખરેખર આરામનુ જીવન જીવતા હોય છે. ગટર સાફ કરનારો માણસ, એસી ગાડીમાં ફરતા કૂતરાને જોઈને કદાચ વિચારતો હશે કે,” આના કરતા તો કૂતરો થઈને જન્મયો હોત તો સારું થાત! ”

  આભાર,
  નયન

 5. prabuddh says:

  Last line like O’henry story .. well said !!

 6. જય પટેલ says:

  બીજા બાળકને જન્મવા ના દેવાનો વસવસો જીવનપર્યત હદયને કોતરતો રહેશે..!!

  માણસ પોતાના જ લોહીને પ્રેમ કરવાનું ટાળી પશુ-પંખીઓમાં પ્રેમ શોધે છે…જાજવાનાં જળ.
  શિક્ષણ….લોક જાગૃતિ પણ ભ્રૃણ હત્યા રોકી શકતી નથી જે દુઃખદ છે.

  ભ્રૃણ હત્યાના પાપ પર રોશની ફેંકતી સુંદર ટૂંકી વાર્તા.

 7. Jagruti Vaghela USA says:

  ટુંકમા ઘણુંબધુ કહી દીધુ.

 8. dipti says:

  ખુબ જ સુંદર ……….લેખીકા એ સાચે જ ખુબ જ જરુરી વાત અત્યાર ની જનરેસન ને સમજાવી

 9. zeel says:

  KHUB SARAS KARYU CHE. EK KUTRA MATE.

 10. rucha says:

  excelent ending ……………. v shoud giv chidren whtever they need not alternative

 11. reema says:

  kharekhar khub j sari varta chhe, samjava jevi chhe

 12. the last two sentences are thought provoking…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.