અભાવ અને સ્વભાવ – ધીરુ પરીખ
રંગની વાત નીકળી જ છે તો કહે છે –
શ્વેત કોઈ રંગ નથી,
શ્યામનો અભાવ તે છે શ્વેત:
ને શ્વેતનો અભાવ તે શ્યામ.
શ્યામ પણ કોઈ રંગ નથી.
વળી શીખ્યા હતાઃ
લાલ પીળો ને વાદળી
મૂળ રંગ કહેવાય,
બાકીના બીજા બધા મેળવણીથી થાય.
વાદળીમાં નાખો પીળો
અને થાય લીલો.
મૂળ રંગને ચાતરવાનો આ છે ચીલો.
લાલમાં પીળો ભળે ને થાય કેસરી.
ચિતારાને પૂછશો તો કહેશેઃ
રંગછટાઓની આ છે ખૂબી ખરી.
પણ જ્યારે ખેંચાય છે ઈન્દ્રધનુ
ત્યારે જ સમજાય છેઃ
શ્વેતને થયું કે સપ્તરંગી બનું.
આમ જે રંગ જ નથી તેનું વિસ્તરવું
એટલે શૂન્ય સૃષ્ટિનું પ્રસ્તરવું.
આટલું જ્યારે સમજાય ત્યારે તો
રંગની વાત નીકળતાં જ
શ્વેત એટલે જ શ્યામનો અભાવ
ને શ્યામ છે શ્વેતનો અભાવ –
એ પરસ્પરના અભાવમાં
અસ્તિત્વનું ટકી રહેવું તે જ સ્વ-ભાવ.
Print This Article
·
Save this article As PDF
સુંદર વાત કરી છે કવિએ… દરેક વ્યક્તિમાં અભાવ( ઉણપ) હોય છે અને એની સાથે જીવવું એ આપણો સ્વ-ભાવ.
સફેદમાં જ સપ્ત રંગો છે અને એ જ સાત રંગો સફેદમાં પરિવર્તિત થઇ શકે, અભાવમાં જ રંગીનતા અને રંગીનતામાં જ અભાવનું આ વિષચક્ર કહેવું કે અમ્રુતચક્ર ??!!!!
શ્વેત કોઈ રંગ નથી,
શ્યામનો અભાવ તે છે શ્વેત:
ને શ્વેતનો અભાવ તે શ્યામ.
શ્યામ પણ કોઈ રંગ નથી…………………….
..ખુબ સુંદર …….
વિચારતા કરી મૂકે એવી રચના અને પ્રતિભાવો.
અંધકાર જેવુ કશુ હોતુ જ નથી, ઉજાસનો અભાવ એટલે અંધકાર. બંધ ઓરડામાં ‘અંધકાર’ હોય છે, જેવી મીણબત્તી પ્રગટે એટલે અંધકાર ગાયબ.
પરંતુ પછી બીજો વિચાર આવે કે જો અંધકાર જેવુ કશુ નથી તો આવડા મોટા અંતરિક્ષમાં અંધકાર જ કેમ હોય છે. પ્રકાશ તો પ્રગટાવવો પડે, અંધકાર તો by default હોય છે.
I’m totally confused. કવિશ્રીનો આભાર.
નયન
એ પરસ્પરના અભાવમાં
અસ્તિત્વનું ટકી રહેવું તે જ સ્વ-ભાવ.
મનગમંત શબ્દો, ખુબજ સરસ.
વ્રજ દવે
બહુ મોટિ વાત સરસ રિતે વર્ણવી. “આમ જે રંગ જ નથી તેનું વિસ્તરવું
એટલે શૂન્ય સૃષ્ટિનું પ્રસ્તરવું.” ભગવાન નુ સર્જન આવુજ છે.
એ પરસ્પરના અભાવમાં
અસ્તિત્વનું ટકી રહેવું તે જ સ્વ-ભાવ……સરસ કાવ્ય..