ઈચ્છાગીત – મનોહર ત્રિવેદી

માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું
ઉપરથી આટલું મેં ઈચ્છયું કે એકે પળ કોઈની સાથે ન પડે વાંકું.

…………… ખડકી છે ખડકી : દુકાન છે એ ઓછી કે
…………………………………….જોખીજોખીને કરું વાત ?
…………... આવેતુ પૂછશે રે જોઈ ભળભાંખળું
……………………………………. કે ક્યારે આ વીતી ગૈ રાત ?
હળુહળુ કાઢું એની અંદરની ગૂંચ છતાં લગરીકે ભાઈ, ના હું થાકું….

……………આથમણે અંધારાં ઊતરે તો ઊતરે
……………………………………. આ દીવાઓ દેશે અજવાસ
……………આસનમાં આનાથી રૂડું શું હોય –
……………………………………. મળે ફળિયાનું લીલુંછમ ઘાસ ?
ઉઘાડું રાખ્યું છે હૈયું તો કેમ કરી ઘરની બે ચીજ કહો, ઢાંકું ?…..

……………ડાળીમાં ઝૂલે છે નીરભરી ઠીબ
……………………………………. એમ સાચવું હું પંખીનાં ગીત
……………નીડમાં એ લાવે છે ભરચક આકાશ
……………………………………. મને શીખવે છે જીવવાની રીત
સાંજની બોલાશ એવી લાગે કે હૉકલીમાં મ્હેકે છે જાણે ગડાકુ
માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અભાવ અને સ્વભાવ – ધીરુ પરીખ
તમે ક્યાં વસો છો ? – નિરંજન ભગત Next »   

6 પ્રતિભાવો : ઈચ્છાગીત – મનોહર ત્રિવેદી

 1. Rachana says:

  ડાળીમાં ઝૂલે છે નીરભરી ઠીબ
  ……………………………………. એમ સાચવું હું પંખીનાં ગીત……. ખુબ જ સુંદર રજુઆત.

 2. ખુબ સુંદર.

  “ઉઘાડું રાખ્યું છે હૈયું તો કેમ કરી ઘરની બે ચીજ કહો, ઢાંકું ?…..” માણસ ક્યારેક સાચા હૈયે વર્તી પણ શકતો નથી અને દરેક વાત માં ઢાંકપિછોડો કરવાની આદત પડી ગઇ છે…ત્યારે આ પંક્તિ યાદ કરી લેવી જોઇએ.

 3. nayan panchal says:

  માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું
  ઉપરથી આટલું મેં ઈચ્છયું કે એકે પળ કોઈની સાથે ન પડે વાંકું.

  બસ જીવનમાં આટલુ મળી જાય તો ભયો ભયો. સંતોષી નર સદા સુખી.

  સુંદર રચના,
  નયન

 4. dipti says:

  જોખી જોખી ને કરુ વાતુ સાચી વાત છે આજે કોઇ પણ વ્યકતિ દિલ થી કોઇ વ્યકતિ સાથે વાત પણ નથી કરતુ

 5. માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું
  ઉપરથી આટલું મેં ઈચ્છયું કે એકે પળ કોઈની સાથે ન પડે વાંકું.
  i totally agree with first line but second line is impossible as even if we do not want to have odds with people
  but my experience says that some people have ways for that –let it go in outer world were there is war for seats
  jobs and other things –even on this forum some people will oppose you the moment you open you mouth—
  some are basic critics born by birth and see the odds even if they have no relation with the article or person !!!!!!!

 6. mukesh says:

  નમસ્તે!!!!! મનોહર ભાઈ સાવ પાસે રહેવા છતા તમને મળેી શકાતુ નથેી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.