અમે મોં ફેરવી લીધું – નીતિન વડગામા

બધી મસ્તી મજાઓથી અમે મોં ફેરવી લીધું,
જર્જરિત એ જગાઓથી અમે મોં ફેરવી લીધું.

વરસવાનું વચન આપી હમેશાં છેતરે છે એ,
ગરજતાં વાદળાંઓથી અમે મોં ફેરવી લીધું.

સદા બસ આભમાં ઊડ્યા કરે છે એ જ કારણથી,
પરીની વારતાઓથી અમે મોં ફેરવી લીધું.

ઠરીને ઠામ એ થાતાં નથી ક્યારેયને ક્યાંયે,
ખરેલાં પાંદડાંઓથી અમે મોં ફેરવી લીધું.

અભિનય સાવ સઘળો આજ એનો પાંગળો લાગ્યો,
ઉપરછલ્લી અદાઓથી અમે મોં ફેરવી લીધું.

પછી થાકી ગયા અંતે બધો ચળકાટ આંજીને,
સળગતી એ સભાઓથી અમે મોં ફેરવી લીધું.

જરા બાંધી શકે તો એક કાંચો તાંતણો કેવળ,
અહીં તો ભલભલાઓથી અમે મોં ફેરવી લીધું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તમે ક્યાં વસો છો ? – નિરંજન ભગત
લેખમાં મેખ ! – વ્રજેશ આર. વાળંદ Next »   

6 પ્રતિભાવો : અમે મોં ફેરવી લીધું – નીતિન વડગામા

 1. nayan panchal says:

  detatchment is more important than attachment. અમે મોં તો નથી ફેરવી લીધુ, બસ જોયા કર્યુ.

  સુંદર રચના, નીતિનભાઈ.

  નયન

 2. Prerak V. Shah says:

  ઘણું સુંદર આભાર

 3. Abhijeet Pandya says:

  જર્જરિત એ જગાઓથી અમે મોં ફેરવી લીધું.

  ઊપરોક્ત મિસરામાં જર્જરિત ગાલગા થતું જોવા મળે છે. છંદદોષ સુધારવા વિનંતિ.

 4. Tosha Raval says:

  અમારુ મો તો કાયમ આપ ની તરફ જ હોય સર આપ ની કવિતા કાયમ ઉતમ પ્રેરના આપે

 5. "DBS" says:

  Vah ! Ketalu sundar kavya chhe.

  Baapu tamie to zamavat kari didhi ho…………………………………………………………………………………………………….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.