તમે ક્યાં વસો છો ? – નિરંજન ભગત

તમે ક્યાં વસો છો ?
જાણું નહિ કે તમે રડો છો કે હસો છો !

તમે આંસુ સારો,
…………….મને ભીંજવી ન શકે;
તમે સ્મિત ધારો,
…………….મને રીઝવી ન શકે;
એમ તમે નિત દૂર ને દૂર ખસો છો !
તમે ક્યાં વસો છો ?

પાસે નહિ આવો ?
…………….પાછું નહિ વળવાનું ?
કશું નહિ કહાવો ?
…………….મૃત્યુમાં જ મળવાનું ?
જાણું નહિ તમે ક્યા લોકમાં શ્વસો છો !
તમે ક્યાં વસો છો ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઈચ્છાગીત – મનોહર ત્રિવેદી
અમે મોં ફેરવી લીધું – નીતિન વડગામા Next »   

5 પ્રતિભાવો : તમે ક્યાં વસો છો ? – નિરંજન ભગત

 1. Rachana says:

  ચીઠ્ઠી ના કોઈ સંદેશ જાને વો કૌનસા દેશ જહા તુમ ચલે ગયે…….સરસ ક્રુતિ..

 2. nayan panchal says:

  જો તે એટલો દૂર હોય તો શા માટે ભીજવવા માટે આંસુ સારે કે રીઝવવા માટે સ્મિત કરે? તે તો બસ દૂર જ જયા કરે.

  તમે ક્યા વસો છો?

  નયન

 3. Mukund Desai 'MADAD' says:

  સુન્દર

 4. Meeta Arjun Dave says:

  “પરબ”માં પહેલી વાર વાંચી ત્યારે હ્યદય સોંસરી નીકળી જનાર આ કૃતિ ફરી એક વાર અહિં આંખો ઝીલમીલાવી ગઇ.સહેજેય સાવ ય પાસે નહિ તેવા -કેટલા પાસે આવી ગયા!!!!
  વિગત સાથેના વસમા અનુસંધાન …!!!!!!!!!!- આટલા તાદ્ર્શ્ય ક્યારે ય ન હતા….નિરંજન ભગતને ઘણી ખમ્મા!!

 5. દુરદરશન અને રેદિયો થિ નિરન્જન ભાઇ નો દર્સન લાભ મલે..પન રાજકોત્ થિ હૈદરાબાદ બે દિન મુસાફર મા સાથે રહેલા તે યાદ આવ્યુ..આ કાવ્ય ખુબ ગમ્યુ..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.