‘સંગમાં રાજી રાજી’ કરતો એક પ્રયોગ – મીરા ભટ્ટ

[ વિષય-પ્રવેશ : કેટલાક લેખો બાબતે રીડગુજરાતીના વાચકોનું વિશેષ ધ્યાન દોરવા માગું છું અને આ લેખ તે પૈકીનો એક છે. આ લેખ શેના વિશે છે તે જાણીએ તે પહેલાં આ લેખની પૂર્વભૂમિકા રૂપ એક ઘટનાનો ઉલ્લેખ કરવો ઉચિત સમજું છું. જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટને ત્યાં ઘણી વાર જવાનું થાય. અરુણભાઈ અને મીરાબેન સાથે વિવિધ વિષયો પર વાતચીતનો સહજ આનંદ આવે. એક વાર વાતવાતમાં મીરાબેને મને પૂછ્યું કે ‘તમને અમારા ‘પ.મિ’ વિશે ખબર છે ને ?’ મેં જ્યારે ના કહી ત્યારે તેમણે જવાબમાં જે મને જણાવ્યું તે અહીંનો આ લેખ છે. બે-એક કલાકની અમારી વાતચીતને તેમણે મારી વિનંતીથી લેખ સ્વરૂપે રીડગુજરાતીને લખીને મોકલી આપી જેથી સૌ વાચકમિત્રો તેનો લાભ માણી શકે. હકીકતે આ ફક્ત વાંચન માટેનો એક લેખ જ નથી, પરંતુ એક આચરણીય પ્રયોગ છે. ઈચ્છા તો એવી થાય છે કે આજના સમયમાં સૌ લોકો આ પ્રયોગને અપનાવે અને અમલમાં મૂકે. ખેર, આ ‘પ.મિ’ શું છે તે ચાલો મીરાબેનના શબ્દોમાં જ માણીએ. ફરી એકવાર, આપ સૌની વિશેષ એકાગ્રતા ચાહું છું. રીડગુજરાતીને આ સુંદર લેખ મોકલવા માટે મીરાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર + 91 9376855363 સંપર્ક કરી શકો છો. – તંત્રી. ]

સવારનો શીળો શીળો મધુર પવન હવામાં હિલોળા ખાઈ રહ્યો છે, ચોમેર ફેલાયેલી વૃક્ષરાજીનાં લીલાંછમ પર્ણો હવામાં મંદ મંદ મીઠાં સ્મિત પાથરી રહ્યાં છે, વૃક્ષની ડાળીઓ પણ નર્તનના છંદે ચઢીને ડાબે-જમણે ઝૂલી રહી છે. આવા શાંત, એકાંત વાતાવરણમાં વૃક્ષો વચ્ચે બેઠેલો એક નાનકડો સમુદાય અત્યંત શાંત બનીને કોઈના બે બોલ સાંભળવા આતુર કાન માંડીને બેઠો છે. ધીરે ધીરે એક અવાજ હવામાં ફેલાતો સંભળાય છે :

‘તે દિવસે આવી જ સવાર હતી. ઘરમાં હું એકલી હતી. નાહી-ધોઈ કપડાં સૂકવવા આંગણામાં આવી ત્યાં અચાનક મારી નજર આંગણાના વૃક્ષની એક ડાળી પર ગઈ અને મેં એનાં લીલાછમ પાંદડા વચ્ચે એક નાનકડું ફૂલ ડોકિયું કાઢતું જોયું. કોણ જાણે એ ક્ષણે શું થયું તે હું આખેઆખી ડોલી ઊઠી. મારી આંખોમાં આંસુના પૂર ઉમટ્યાં. મને થયું કે કોઈને ભેટી પડીને આ ફૂલ ઊગ્યાના સમાચાર આપું. પરંતુ ઘરમાં તો કોઈ હતું જ નહીં. અત્યંત આકુળ-વ્યાકુળ સ્થિતિમાં કોઈકને શોધતી-ફંફોસતી બસ, હું રોતી રહી… રોતી જ રહી…. ગયા વર્ષની આ એક એવી ઘટના છે, જે હું કદી નહીં ભૂલું !’

શ્રોતાગણ પણ શાંત-સ્તબ્ધ બનીને હૈયામાંથી વહેતાં સૂરને સાંભળતો હતો. ઘડીભર ચૂપકીદી છવાઈ ગઈ. હવામાં ફક્ત પર્ણ-મર્મર સંભળાતો હતો… આ નથી કોઈ કવિ-સાહિત્યકારોની સભા કે નથી કોઈ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓનું મિલન. અહીં જે ત્રીસ-બત્રીસ જણ બેઠાં છે, તેમાં કોઈ આ વક્તા યુવતીના સાસુ-સસરા પણ છે, તો કોઈ કાકા-કાકીજી, તો કોઈ જેઠ-દિયરીયા. પંચોતેર વર્ષના વડીલથી માંડી માની ગોદમાં મીઠું-મીઠું મલકાતું નાનકડું બાળ પણ છે. જી, હા….. આ છે અમારું પરિવાર-મિલન. એક બૃહદ પરિવારનું મિલન. છ ભાઈ-બહેનોનાં સંતાનો સમેતનો બહોળો પરિવાર. અમે સૌ કુટુંબીજન ભેળાં તો મળ્યાં છે, પણ નથી કોઈ લગ્નનો અવસર કે નથી કોઈ વહેવારુ પ્રસંગ ઊજવવાનું ટાણું ! અમે તો બસ ‘યૂં હી’ આમ જ સાવ અમસ્થા ભેગા થયા છે. આ સ્થળ અમારામાં કોઈનું ઘર પણ નથી. બસ, દરિયાકાંઠે સાવ અમસ્તુ અમથું અમથું સાથે રહેવા મળેલા અમારા સૌનું આ પરિવાર-મિલન છે.

આ પરિવાર-મિલન દર વર્ષે યોજાય છે. છેલ્લાં 27 વર્ષોથી અખંડપણે આ મિલન થતું આવ્યું છે. 1983માં કુટુંબના મોવડી શ્રી આત્મારામભાઈ ભટ્ટના મૃત્યુ પ્રસંગે એકઠા થયેલા સૌ કુટુંબીજનોને સહજ સ્ફૂર્યું કે બાપુજી ગયા પછી પણ હંમેશની જેમ આપણે દર વર્ષે મળતા રહેવું. બાપુજી ભાવનગર રહે એટલે આપણે ભાવનગર મળતાં હતાં પરંતુ હવે જુદે જુદે સ્થળે મળતા રહેવું. પરિવારમાં પાંચ ભાઈ અને એક બહેન ! દર વર્ષે વારાફરતી એકેક ભાંડરડાને ત્યાં સૌ પાંચ દિવસ સાથે રહે. બસ, કોઈ એજન્ડા નહીં, મુદ્દો નહીં, સહજ સાથે રહેવાનું અને જે સૂઝે તે કરવાનું. આત્મારામભાઈનાં છ સંતાન જુદે જુદે સ્થળે રહે. દર વર્ષે વારા મુજબ કોઈ એક ભાઈ કે બહેન યજમાન બને અને સૌને નિમંત્રે. મિલન વસવાટના સ્થળે જ થાય તેવું પણ નહીં. ક્યાંક કોઈ દરિયા કાંઠો કે નદી કાંઠો, અથવા તો પહાડો વચ્ચે… દૂરના નિર્જન અને રમણીય વિસ્તારમાં કુદરતને ખોળે ખેલવાનું. કુટુંબમાં પંચોતેર વર્ષના મોટાભાઈથી માંડી ગઈ કાલે જન્મેલી ઈશા પણ સમાય. પુત્ર-પૌત્રાદિ, જમાઈ-વધુ ઉપરાંત ફૈબાની ત્રણ અવિવાહિત દીકરીઓનો સમાવેશ પણ સહજ રીતે થઈ ગયો. લગભગ ત્રીસથી બત્રીસ જણ થાય.

જે તે યજમાન વ્યક્તિ અગાઉથી પત્રો લખીને સૌની અનુકૂળતા જાણી પાંચ દિવસો નક્કી કરે. મોટે ભાગે બધાંને મે મહિનો વધારે ફાવે. વિદ્યાર્થીઓની શાળા-કૉલેજો ત્યારે બંધ હોય, તદુપરાંત પરિવારની શિક્ષિકા બહેનોને પણ એ જ અનુકૂળ પડે. કુટુંબના સાત-આઠ ભાઈબહેનો તો સામાજિક કાર્યકર એટલે એમને પણ પોતાની તારીખો આરક્ષિત રાખવાનું અગાઉથી કહી દેવાય. દરેક જણનો આગ્રહ રહે કે મિલનમાં એકે એક સભ્યે હાજર રહેવું જ. બે સભ્યો ડૉક્ટર હોવાને કારણે એમના માટે અપવાદ રાખવો પડે પણ પ્રયત્ન બધાનો એવો રહે કે વધુમાં વધુ જેટલા દિવસ સાથે રહી શકાય તેટલા ફાળવવા. પાંચ દિવસ એટલે પાંચ પૂરા દિવસ. મિલનની આગલી સાંજ સુધીમાં સૌ પહોંચી જાય અને છઠ્ઠીની સવારે સૌ છૂટા પડે. પોતપોતાના વસવાટના સ્થળે મુલાકાતીઓ-ફોન વગેરે અંતરાયો નડે એટલે શક્ય હોય ત્યાં સુધી સૌ બહારનું જ સ્થળ નક્કી કરે. છેલ્લાં પચ્ચીસ વર્ષોમાં તો અમે સૌરાષ્ટ્રના મણાર-ઝાંઝમેર-કળસાર અને ડુમસના દરિયાથી માંડી તાપી-નર્મદાનદીના અનેક કાંઠા ખેડી આવ્યાં. હવે છેલ્લા પાંચેક વર્ષથી મોટેરાની ઉંમર સાથે મર્યાદાઓ પણ વધવા લાગી એટલે અંતરિયાળ પ્રદેશોમાં જવાનું ઓછું કરાય છે, કારણ કે બધા સ્થળે બધી સગવડો ઊભી નથી કરી શકાતી.

ઘણાં અમને પૂછે પણ ખરાં કે પાંચ-પાંચ દિવસ સાથે રહીને તમે કરો છો શું ? સમય કેમ જાય ? પરંતુ હકીકત એ છે કે નાનકડા પાંચ વર્ષના બાળકથી માંડીને સૌ કોઈ આતુરતાપૂર્વક પરિવાર-મિલનની રાહ જુએ. બાળકોને તો ‘પ.મિ’ના નામથી જ મ્હોંમાં પાણી છૂટે ! પરિવાર-મિલનનું ટૂંકું નામ ‘પ.મિ’ પડી ગયું છે ! આરંભના દશ-બાર વર્ષો સુધી અમારો બેઠકનો એક કાર્યક્રમ સુંદર પણ રહ્યો અને સફળ પણ રહ્યો. સામાન્યતઃ અમારો પરિવાર ગાંધી-વિચાર સાથે જોડાયેલો એટલે સાદાઈ-કરકસર-સ્વાશ્રય-શ્રમ વગેરે તો રહે જ. વળી સ્ત્રી-પુરુષના ભેદ નહીં. તેથી રસોઈ વગેરેનાં કાર્યો સૌ સાથે મળીને જ કરે. કેટલાંય વર્ષો સુધી વાસણો પણ સૌએ સાથે મળીને જ માંજ્યાં. ‘સ્નાન’ તો પ.મિનો અત્યંત રસિક એજન્ડા. નદી હોય તો તો પૂછવાનું જ શું ? બબ્બે, ત્રણ-ત્રણ કલાક સુધી કોઈ બહાર નીકળવાનું નામ ન લે. નદી ન હોય તો ગામના કોઈ ખેતરના કૂવાનું થાળું હોય ! ડુમસના બંગલાનો હોજ તો ક્યારેય કોઈ નહીં ભૂલે ! જેવું નાવણ-ધોવણનું ઘેલું, એવું જ ઘેલું સાંજના ગિલ્લી-દંડાના ખેલનું ! અમારા મહેશકાકા આખો એપ્રિલ મહિનો કોઈ ઝાડની ડાળી કે થડ શોધી, કાપી, ડંડા સજાવવાનું કામ કરે. જેમને મેદાની રમત રમતાં ન ફાવે તે પત્તાં લઈને બેસી જાય. મહેશકાકા આફ્રિકાથી ‘કનાસ્કો’ નામની પત્તાંની એવી રમત લઈ આવેલાં કે કનાસ્કો જ પછી તો પ.મિની ઑફિશિયલ પાનાંની રમત થઈ ગઈ.

કુટુંબીજનોનું આ સહજ મિલન છે. આ કોઈ વર્કશોપ કે શિબિર નથી. એટલે સ્તો સવારે સૌથી પહેલાં પ્રાર્થના થાય. બે-ત્રણ જણ સાથે મળી સહજ રીતે ભજન વગેરે ગાય. ક્યારેક કોઈને પ્રેરણા થાય તો થોડી જીવન વિષયક ગંભીર વાતો પણ કરે. બે-ચાર જણ મહેશકાકા પાસે યોગાસન પણ શીખે. પરંતુ કશું ફરજિયાત નહીં. ઘંટ-બંટનો તો પ્રશ્ન જ નહીં. ગાંધી-કુટુંબ હોવા છતાં ચાના આશકોનું ઘેરડું પણ ક્યાંક જોવા મળે ! નાસ્તા પછી, સ્નાન પહેલા સામુહિક સફાઈનું કામ સૌ ભેગા મળીને, જેને જે સૂઝે તે રીતે કરે. તે જ સમયે પાણી ભરવાનું, શાક સમારવાનું કે ચૂલે દાળ-ચોખા ચઢાવવાનાં કે લોટ બાંધવાનાં કામ પણ થતાં રહે.

પ.મિનું હૈયું ધબકે છે એની સવાર-સાંજની બેઠકોમાં. સવારે દશ વાગ્યા સુધીમાં રસોઈનું પોણા ભાગનું કામ ઉપરાંત સફાઈ તથા નહાવા-ધોવાનાં કામ પણ પતી જાય, ત્યાર બાદ દોઢ-બે કલાકની બેઠક બહાર ખુલ્લામાં કોઈ વૃક્ષની શીળી છાયડી હેઠળ થાય ! માંગરોળમાં મહેન્દ્રભાઈને ત્યાં કેળાવાડીમાં અને અનિલભાઈને ત્યાં અંબાલામાં ચીકુવાડીમાં કરેલી બેઠકો ચીર-સ્મરણીય છે. મણારની આમ્રકુંજ બેઠકો પણ કેમ ભુલાય ? બપોરે પણ ત્રણેક વાગ્યા બાદ આશરે ત્રણ કલાકની બેઠક થાય. પ્રારંભના વર્ષોમાં એવું હતું કે આ બેઠકોમાં સૌ ભેળા મળીને પોતપોતાનું આત્મ-નિવેદન કરે. વીતેલા વર્ષમાં જે કાંઈ નવું જોયું-જાણ્યું-અનુભવ્યું હોય તેની વાતો કરે. જેનું જેટલું દિલ ખુલે તેટલી વાતો કહેવાય. પરંતુ આ બેઠક દ્વારા સૌને સૌનો ગાઢ પરિચય કરવાનું એક માધ્યમ મળી રહેતું. સામાન્ય સંજોગોમાં એકમેકને ન કહેવાઈ હોય, તેવી કેટલીય વાતો આ બેઠકમાં ઉદઘાટિત થઈ છે. આ લેખના આરંભે આલેખેલો કિસ્સો આ બેઠકની જ સોગાદ છે. ‘ગયા વર્ષની મારી અવિસ્મરણીય પળો’ વિષયમાં બહેન સોનલે પોતાની આ હૃદયગંમ ઘટના રજૂ કરી ત્યારે સૌની આંખો ભીંજાઈ ગયેલી. વળી અમારા કુટુંબના ઘણાં જણ સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલાં, એટલે ચૈતન્યની ઢેઢૂકી નામના ગામની સમસ્યા પણ આ ગોઠડીમાં આવે. ચૈતન્ય ચંપલ કેમ નથી પહેરતો કે મહેશભાઈએ સત્યાગ્રહ કેમ કર્યોના જવાબમાં સમાજગત વાતો પણ ચર્ચાય. મીરાબહેન પોતે 2006ના પૂરમાં ઘરમાં ફસાઈ ગયેલા અને પછી તેમને લાઈફબોટ દ્વારા કેવા બચાવી લેવામાં આવ્યાં, તેની વિગતો પણ આમાં આવે. ટૂંકમાં મિલન એટલે માત્ર મેળો કે મેળાપ નહીં અથવા ‘કેમ છો-કેમ નહીં, અમે મજામાં-તમે મજામાં’ની ઔપચારિકતામાં જ બધું પૂરું થઈ જાય એમ નહીં, બલ્કે મિલન એટલે એકમેકના સુખદુઃખમાં શક્ય એટલી ભાગીદારી નોંધાવવાની ઉત્સુકતા. કમ સે કમ ભીતરને ભીતર કોઈ શું અનુભવી રહ્યું છે તેના સાક્ષી હોવાનો આનંદ. આવી ઘણી બધી નિષ્પત્તિ આ બેઠકો દ્વારા થતી.

આ બેઠકોને કારણે જ આ પ.મિ. પરિવારના જ સભ્યો સુધી મર્યાદિત રાખવું પડ્યું, કારણ કે દરેકે-દરેક જણ એકમેકથી સમાંતરે ન હોય, એટલે અભિવ્યક્તિની મર્યાદા આવી જાય. પરિણામે પરિવારના સભ્યો સુધી જ મર્યાદા જાળવી. બાકી શું મહેન્દ્ર મેઘાણી કે શું મનુભાઈ પંચોળી… તેઓ વારંવાર ઈચ્છા પ્રગટ કરે કે અમારે તમારા પ.મિ.માં આવવું છે. એટલે પછી છેલ્લો દિવસ આગંતુક મિત્રો માટે પણ ખુલ્લો રાખવાનું શરૂ કર્યું. છેલ્લે દિવસે બૃહદ પરિવાર મિલન થાય. વર્ષો સુધી અમારો આ ક્રમ જળવાયો. પરંતુ જેમ જેમ નાનાં બાળકો મોટાં થતાં ગયાં, તેમ-તેમ એમની જરૂરિયાતોની વિશિષ્ટતા સામે આવી એટલે બેઠકોનું સ્વરૂપ બદલાતું ગયું. આમ તો આત્મનિવેદનવાળી બેઠકોમાં પણ નાનામાં નાનો સભ્ય પોતાનું ગયા વર્ષનું સરવૈયું રજૂ કરતો થઈ ગયેલો, એટલું જ નહીં, એને પણ કોણે શું કહ્યું તે વાત જાણવા-સમજવામાં રસ પડતો. પરંતુ બધાને બધું ન સમજાય, એટલે ધીરે ધીરે બેઠકો વધુ ને વધુ બાળકેન્દ્રિત થતી ગઈ. એમાં પણ જાતજાતના પ્રયોગો થતા. અનિલભાઈ, ચૈતન્ય, સોનલ, ભારતી વગેરે તો સીધા જ બાળશિક્ષણ સાથે જોડાયેલા. એટલે બાળકોની રસવૃત્તિ પોષાય એ રીતે બેઠકો યોજાતી. બાળકો પાસે જ પ્રશ્નોની ચીઠ્ઠીઓ તૈયાર કરાવી ‘ઝટ ખોલ, પટ બોલ’નો કાર્યક્રમ થતો. જેમાં દરેક જણ માટે જાતજાતના પ્રશ્નો પૂછાયા હોય ! જ્ઞાન-વિજ્ઞાન, કવિતા-વાર્તા ઉપરાંત ક્યારેક કોઈ આવો પ્રશ્ન પણ પૂછી પાડે કે : ‘કાકા, તમે દાઢી કેમ રાખો છો ?’ માત્ર પ્રશ્નો નહીં, એકશન પણ મંગાય. વડીલોને નાચવું પણ પડે અને ગુલાંટો પણ ખાવી પડે. જાતજાતની રમતો જ્ઞાન સાથે ગમ્મત થાય તેવી. બાળકોની સાહસવૃત્તિ કેળવાય, નિર્ભયતા આવે, કપરા સંજોગોમાં રસ્તો કાઢવાની સૂઝ વધે – એ બધી દષ્ટિએ બેઠકો ઉપરાંત વિશેષ કાર્યક્રમો પણ લેવાતાં. સૂરતમાં ‘આનંદ બઝાર’ દ્વારા વાનગીઓ વેચી આત્મવિશ્વાસ વધારવાનો કાર્યક્રમ પણ કરેલો.

કળસારના દરિયાકાંઠે હતાં, ત્યારે વચ્ચે એક રાત પૂનમની આવી. પૂનમની રાતે ભાથું બાંધીને દરિયે નહાવા-ધોવાં અને દરિયાકાંઠે રેતીનાં મંદિર ચણવા તો સૌ ગયાં જ, પરંતુ સૌની સામે ટહેલ નાખવામાં આવી કે – આખી રાત દરિયાકાંઠે સૂવાની તૈયારી હોય તે પોતપોતાની ચાદર લઈને આવે ! હાકલ થાય ને પાછા પડે તો બાળ શેના ? આખી સેના તૈયાર ! ભલે ને બંધ બારણે અમે ચિંતા કરતા રહીએ કે કાંઈ જીવડું-બીવડું કરડી તો નહીં જાય ને ? કોઈ ભરતીમાં આડું અવળું ગૂમ નહીં થઈ જાય ને ? પરંતુ સવારે કિલ્લોલ કરતાં બાળ પાછાં આવ્યા પછી કલાકો સુધી તો એમની વાતો જ ખૂટે નહીં. ક્યાંક દરિયો, ક્યાંક નદી તો ક્યાંક ડુંગરા. આંબલામાં ડુંગરાની હારમાળા. ત્યાં પણ પૂનમની રાત આવી પડી ! ત્યાં અજવાળામાં ખજાનાની શોધ કરી અને રાતે મન ભરીને ગીતો ગાયાં અને પગ દુઃખે એટલું નાચ્યા ! અગવડો તો પાર વગરની, પરંતુ કોઈ ઘેર રહેવાનું પસંદ ન કરે. હા, એક વાત કહેવી પડે. જેવી દિવસની બેઠકોનું આગવું સૌન્દર્ય, એવું જ આગવું વૈશિષ્ટ્ય અમારી રાતની બેઠકોનું ! કુટુંબના ઘણા બધા સભ્યો સંગીત જાણે. મોટાં મકુભાભી અને અરુણભાઈ પાસે તો ગીતોનો દરિયો. તદુપરાંત અનિલભાઈ, મહેન્દ્ર અને અમી પણ સૂરમાં સૂર પુરાવનારા. ગ્રીષ્મા જેવા નૃત્ય પણ કરી જાણે તો વળી નિસર્ગ-આલાપ જેવા નાટક-ચેટક કે મજાકોમાં પાછા શેનાં પડે ? છેલ્લાં વર્ષોમાં તો નાનકડી ક્ષિતિ પણ મોટી થઈને સંગીત-વિશારદ બની મીઠું-મીઠું ગાતી થઈ ગઈ, પછી તો મહેફિલનું પૂછવું જ શું ?

પરંતુ આથી પણ ચઢિયાતો અને સૌને મનપસંદ જ નહીં, આતુરતાપૂર્વક રાહ જોવડાવતો દિવસ તો આઈસ્ક્રીમની મહેફિલનો. મે મહિનો હોય એટલે દિવસે તો આમ્રરસે સૌ રસતરબોળ હોય જ, પરંતુ એક દિવસ આ મહારાજાનો પણ હોય ! દૂર અંતરિયાળ ગામે આઈસ્ક્રીમ ક્યાંથી કાઢો એમ નહીં પૂછવાનું ! દર વર્ષે ભલે ઠેઠ માંગરોળ-સુરતથી આઈસ્ક્રીમ બનાવવાની કોઠી મણાર પહોંચાડવી પડે પણ એ કોઠી વગર કોઈના કોઠાં ટાઢા કેવી રીતે થાય ? તે દિવસે તો સવારથી જ બાળમંડળી થનગનતી હોય ! નજીકના ગામેથી બરફ લાવવાનો હોય. દૂધ ઉકાળીને ઠંડુ પાડવાનું હોય. કોઠીને પાણીમાં ડૂબાડી રાખવાની હોય – આ બધી પૂર્વતૈયારીમાં બાળસેના તૈયાર ! બસ, સાંજે રમતગમત પૂરી થાય અને સંચાનું હેન્ડલ ફરતું થાય. ત્રણ-ચાર કલાકનો લાંબો કાર્યક્રમ થઈ જાય. જે-તે સ્થાનિક સંસ્થાના મિત્રોને પણ આમંત્રણ હોય. સૌ પોતપોતાના સ્થાને ગોઠવાઈને ઠંડા પહોરના ગામગપાટા હાંકતા જાય. આઈસ્ક્રીમના પણ જુદા જુદા ઘાણ હોય ને ? ફળોના રાજા કેરી તો હોય જ, પરંતુ ક્યારેક સીતાફળ-ખજૂર જેવી જુદી વિવિધતા પણ હોય. કોર્સ પર કોર્સ. બબ્બે, ત્રણ-ત્રણ, ચાર-ચાર ફેરા થતા રહે અને વાટકા ફરતા રહે. ધીરે ધીરે વિકેટો પડતી પણ જાય. રાતે દશ વાગે ત્યાં સુધી અડધું મેદાન તો સાફ થઈ ગયું હોય ! આઈસ્ક્રીમ હોય તે દિવસે જમવામાં બટેટાપૌંઆ કે ભેળ જેવું હળવું ભોજન જ હોય ! કહેવાય એમ કે આઈસ્ક્રીમ સ્વાદ પૂરતો અને ભેળ વગેરે પેટ પૂરતું, પરંતુ હકીકતે મોટા ભાગના લોકોનું પેટ જ આઈસ્ક્રીમથી ભરાઈ જાય ! છેલ્લે ‘Have More’ ના જવાબમાં ઘણા લોકો ‘Now, no more !’નો જવાબ આપતા થઈ જાય. આઈસ્ક્રીમ ખાતાં ખાતાં સ્વ.શ્રી નાનાભાઈ ભટ્ટનો રમૂજી કિસ્સો સૌ યાદ કરે ! એક વાર જમણવારમાં નાનાભાઈને જમતી વખતે આગ્રહ કરીને પીરસતા એક ભાઈને ના પાડતાં નાનાભાઈએ કહ્યું કે ‘નહીં, હવે તો એક કણ પણ ચાલે તેમ નથી.’ પેલા ભાઈ પાછા ગયા. થોડી વારે સૌને આઈસ્ક્રીમ પીરસાયો. પીરસનારા ભાઈ નાનાભાઈને તારવીને આગળ નીકળ્યા, ત્યારે નાનાભાઈએ કહ્યું : ‘કેમ, મને ના આપ્યો ?’ તો પીરસનારે કહ્યું : ‘કેમ ? હમણાં તો તમે કહ્યું કે કણ પણ ચાલે તેમ નથી !’ ત્યારે નાનાભાઈ હસતાં હસતાં કહે : ‘અરે ભાઈ ! આઈસ્ક્રીમ તો રાષ્ટ્રપતિની સવારી કહેવાય. બધો ટ્રાફિક આમતેમ થઈ રસ્તો સાફ થઈ જાય !’ આઈસ્ક્રીમનું એવું જ છે – ગમે તેટલું ભરો, મન ખાલીને ખાલી ! અમસ્તું ‘હેવ મોર’ નહીં કહેવાતું હોય !

ક્યારેક અમને સાંભળવા મળે કે અમે તમારા જેવું પરિવાર મિલન ગોઠવીએ તો અમારે ત્યાં ભાઈઓને તો વાંધો ન આવે, પણ રસોડામાં તો કડછા-તવેથા અથડાય જ. ત્યારે અમારામાંથી કોઈ કહે કે અમે પણ કાંઈ દેવીદેવતા નથી. પરંતુ આટલાં વર્ષોમાં ક્યારેય એકબીજાની હૂંસાતૂંસી કે ચાડીચૂગલી થતી નથી જોવા મળી. બધા એકમેકની મર્યાદા જાણે-સમજે. ક્યારેક કોઈનો દુરાગ્રહ મર્યાદા પણ ઓળંગે. તેમ છતાંય એકંદરે સૌની પાચનશક્તિ, હજમ કરવાની શક્તિ સારી એટલે બધું પચાવી જાણે. ક્યારેક કોઈ પરિવારને આવો પ્રયોગ કરવાનું મન થાય, પણ અનુભવ એવો આવે કે હોંશે હોંશે સૌ એકઠાં તો થાય, અમારી જેમ કોઈ શાળાના મકાનમાં કે સંસ્થાના પ્રાંગણમાં નહિ, ફાઈવ-સ્ટાર હોટલમાં મેળાવડો ગોઠવે. પરંતુ પાંચને બદલે ત્રણ દિવસ નક્કી કર્યા હોય તો પણ બીજે દિવસે સવારે કોઈને કરવાના સોદા યાદ આવે તો કોઈકને મિટિંગ. સાંજ સુધીમાં તો આખો મેળો વિખરાઈ જાય. મુંબઈના એક મિત્રને હસતાં હસતાં કોઈકે કહ્યું : ‘તમે પણ આવું ગોઠવોને !’ તો કહે, ‘શું બોલ્યા તમે ? ખબર છે, અમારે ત્યાં તો બે દિ’ પહેલાં સૌના મનમાં એકબીજા પ્રત્યેનું વિચારયુદ્ધ શરૂ થઈ જાય.’ ત્યારે જવાબ મળ્યો : ‘પરંતુ આવા મિલનો કરતાં થશો તો એકબીજા પ્રત્યેની નફરત ઓછી થશે.’

અમે બધા પણ કાંઈ દૂધે ધોયેલા નથી. અમારામાં પણ કાંઈ રાગ-દ્વેષ કે ક્રોધાદિ નથી તેમ નથી. તેમ છતાંય પરસ્પર એક સમજણ છે અને અત્યંત મહત્વની ચીજ છે તે એકમેક માટેની નિસ્બત. સંભવ છે કે આનંદખુશીના પ્રસંગે હંમેશા અમે હાજર હોઈએ જ એવું ન પણ બને, પરંતુ આફત ટાણે સૌ એકમેકની પડખે જ છીએ, તેનો સૌને સધિયારો છે. અમારે પણ ક્યારેક પરસ્પર ગેરસમજ થાય છે, પરંતુ ગેરસમજ નીચે રેખા દોરાય છે તેના કરતા સાચી સમજ મેળવવાની તત્પરતા વધારે દેખાય છે. ખબર નથી, પરસ્પરની આ હૂંફમાં એવું તે શું મળે છે કે આજે સત્તાવીશ વર્ષો પછી પણ કોઈને પ.મિ.નું પૂર્ણવિરામ લાવવાનો વિચાર સુદ્ધાં નથી આવતો. કાળાંતરે સ્વરૂપ બદલાય છે. આટલાં વર્ષો પછી હવે પેઢી પણ બદલાય. કુટુંબીજનોમાંથી ચાર સભ્યોએ કાયમી વિદાય પણ લીધી પરંતુ કોઈને એવું નથી થયું કે બસ હવે ઘણું થયું. હવે સંતાનો મોટા થયાં એટલે માતા-પિતાની જવાબદારી વહુ-દીકરા ઊઠાવે તે સ્વાભાવિક છે. આ મિલનનો ખર્ચ દર વર્ષે જે-તે યજમાન-ઘટક ઊઠાવે છે, તેમ છતાંય એમાં સૌની પૂરવણીની વૃત્તિ પણ રહે જ છે ! વળી, આ પરિવારમાં દીકરા-દીકરીના ભેદ તો હોય જ નહીં, એટલે એક વારો બહેનનો પણ આવે. દીકરી-જમાઈને ત્યાં પણ સૌ એ જ હળવાશથી રહે એનું ઘણાને કૌતુક થાય. પરંતુ પરિવાર એટલે જ એકમાંથી અનેક થવાની પ્રયોગશાળા.

હકીકતમાં તો પરિવાર એ સમાજનું નાનામાં નાનું સહિયારું ઘટક છે, જ્યાં રક્ત તથા યૌન સંબંધે માણસો એક બનીને જીવવાનો પુરુષાર્થ કરે છે. વિજ્ઞાનયુગમાં આ પરિવાર ભાવનાનો વિકાસ થવો જોઈએ. શા માટે માત્ર લોહીની સગાઈનાં જ કુટુંબીજનો ભેળા થાય ? આ જ રીતે સમાન વિચારના, સમાનવૃત્તિના મિત્રો પણ આવા મિલનો સંયોજી શકે. આવાં મિલનો થાય પણ છે. ધીરે ધીરે આ પારિવારિક સાધના તો વિશ્વ પરિવાર સુધી વિસ્તરવી જોઈએ. પરિવારથી પારાવાર ભણી જવાનો સંકેત આમાંથી જડે છે. અમારો તો પ્રયોગશાળાનો આ નાનકડો પ્રયોગ છે. એમાં ઘણા સુધારાવધારાને અવકાશ પણ છે. જેમ કે પાંચ વર્ષના પ.મિ. પછી સૌને થયું કે એક વર્ષ સૌ સહપ્રવાસ કરીએ. તેથી છઠ્ઠા વર્ષે અમે બધા હિમાલયની ચારધામ યાત્રાએ ગયા. આ યાત્રાનો અનુભવ પણ એટલો જ આહલાદક અને પ્રેરક રહ્યો. એ પછી તો બાળકો વારંવાર પ્રવાસની માંગો ઊઠાવ્યા કરે. એટલે હવે દર બે વર્ષે નજીકના નાના-પ્રવાસોનું આયોજન કરતાં રહીએ છીએ. બધાની લાગણી એવી રહે છે કે એક પણ કાર્યક્રમમાં કોઈની પણ બાદબાકી ન થવી જોઈએ. પરંતુ કાળબળ આગળ કોઈનું કશું ચાલતું નથી. સહપ્રવાસની જેમ અમે એક બીજો નવતર પ્રયોગ કર્યો તે ‘દુઆ’ પત્રિકાનો. ‘દુ.આ.’ એટલે દુર્વા બા અને બાપુજી આત્મારામભાઈ ભટ્ટ. વર્ષો સુધી પ.મિ.ની અનિયતકાલીન હસ્તલિખિત આ ‘દુઆ’ પત્રિકા ચાલી. કુટુંબના ઉત્સાહી સભ્યો એકમેકના ખબરઅંતર આ પત્રિકા દ્વારા ફેલાવતા રહ્યા. તેમાં ઘણી બધી મૌલિકતા બહાર આવી. આ રીતે, જે કાંઈ નવું સૂઝે તેને પ્રોત્સાહન આપવાની વૃત્તિ હોવાને કારણે પ.મિ ક્યારેય વાસી નથી લાગતું. રોજ નવો સૂરજ ઊગે, તેમ દર વર્ષે નવું પ.મિ ઊગે.

જીવનનું હાર્દ પરસ્પર નિસ્બતમાં છે. માણસને સૌથી મોટી ભૂખ માણસની હોય છે. ધર્મના નામે કે પ્રેમના નામે, માણસ પોતાના નાનકડા બિંદુમાંથી બહાર નીકળી કોઈ બીજા સુધીની રેખા દોરતો જ હોય છે. આ વાત પણ સાચી છે કે માણસને ‘હું’ની કેદ ગુંગળાવે છે અને બીજા ભણીની રેખા મથાવે છે, તેમ છતાંય વિસ્તર્યા સિવાય માણસનો છૂટકો નથી. પરિવાર મિલનનો પ્રયોગ આવો વિસ્તરવાનો પ્રયોગ છે. બધાને માટે સહજ ન હોય તો પણ સંકલ્પપૂર્વક, પ્રયત્નપૂર્વક કરવા જેવો આ પ્રયોગ છે, એવું અમારા સૌનું તારણ છે. પ.મિ.ની પ્રાપ્તિ શું ? એવું કોઈ પૂછે તો હું કહું :

‘સંગમાં રાજી રાજી –
આપણ સહુ એકબીજાના સંગમાં રાજી-રાજી !’

[નોંધ : પ્રસ્તુત લેખમાં લેખિકાએ પ.મિ. વિશે વાત કરતાં એમ જણાવ્યું છે કે પાંચ દિવસના આ મિલનમાં પરિવાર સિવાયના બહારના વ્યક્તિઓ રાત્રિ સંગીત કાર્યક્રમોમાં તેમજ છેલ્લે આખો દિવસ આ મિલનમાં ભાગ લઈ શકે છે. આથી, આપ સૌ વાચકોને ખાનગીમાં જણાવવાનું મન થાય છે કે આગામી પ.મિ. મીરાબેનની ઘરે મે-2011માં રાખવામાં આવ્યું છે, જેથી સૌને સાગમટે આમંત્રણ છે જ. – તંત્રી.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ટેલિફોન-ચિંતન – રતિલાલ બોરીસાગર
ખીલતાં ફૂલ – તુલસીભાઈ પટેલ Next »   

60 પ્રતિભાવો : ‘સંગમાં રાજી રાજી’ કરતો એક પ્રયોગ – મીરા ભટ્ટ

 1. દરેક કુતુમ્બે આવી જાત નુ મિલન રાખવુ જોઇએ નાનુ કુતુમ્બ હોય તો નજિક ના સગા મલિ શકે

 2. sima shah says:

  ખૂબ સુંદર લેખ. પ્રયોગ અપનાવવા જેવો ખરો.
  શરુઆત માં પાંચ દિવસ નહિ તો એક કે બે દિવસ કરી શકાય. પછી સૌની અનુકુળતાએ દિવસો વધારી શકાય.
  આવો સુંદર લેખ આપવા બદલ મીરાબેન અને મૃગેશભાઇ નો ખૂબ-ખૂબ આભાર.
  સીમા

 3. vijay patel says:

  આપ્નો આ લેખ ઘનુ બધુ સિખ્વિ ઝાય ચે આ પ્રોયોગ ખરેખર કર્વા જેવો ચે બસ આવુજ નવુ નવુ આપ્તા રહો આપ્નો ખુબ ખુબ આભાર્ તમારો વિજય

  • Subhash Vasa says:

   મને ખુબજ સરસ લગિ. ફરિથિ ાવુ ફરિથિ વાચવનુ મલિ રહે તેવિ આસા સરથે.

   સુભાશ્

 4. ખુબ સુંદર…સાથે રહેવાની ભાવના જ સુંદર છે….

 5. RAMJIBHAI MAHERIA says:

  VERY NICE ARTICLE . SHOULD TAKE EXPERIENCE BY THIS. TO LIVE TOGETHER IS GREAT IDEA. BEST COMPLEMENTS TO MEERAJI AND MRIGESHBHAI.

 6. ’’સંગમાં રાજી રાજી –
  આપણ સહુ એકબીજાના સંગમાં રાજી-રાજી ’’

  મીરાબેન ને અરુણભાઈ તો અમારા ભાવનગરના. આ પરિવાર મિલનની ભાવના જ કેટલી ઉચ્ચ છે. આગંતુકોને માત્ર છેલ્લા દિવસે જ આવકારવાની વાત શરુઆતમાં બરાબર લાગે છે. પણ જ્યારે અમુક આગંતુકો પરિવારના સભ્ય જેવા થઈ જાય પછી તેને પાંચે પાંચ દિવસ પ.મી. માં ભાગ લેવા દેવો જોઈએ. મારુ આ સુચન મીરાબેનને પહોંચાડશો. મીરાબેનને કહેજો આ એક ભાવનગરના આગંતુકની ઈચ્છા છે. મને ખાત્રી છે કે મીરાબેન ના નહીં પાડે. મૃગેશભાઈ આપ ભાવનગર આવો તો માત્ર ડો.વીજળીવાળા જેવા મહાન માણસોને મળીને ન ચાલ્યા જશો, અમારા ઘરે પણ પગલાં કરજો.

  ખરેખર આજના યુગમાં પરિવાર મિલનની ભાવના વિકસાવવાની ખુબ જ આવશ્યકતા છે. એકબીજાને બંધનરુપ બનવા કરતા પરીવારને મોટો કરવો જોઈએ. આપનુ શું કહેવુ છે ?

 7. dhiraj says:

  સુંદર પ્રયોગ
  વધતા જતા પશ્ચિમી સંસ્કૃતિ ના પ્રભાવ સામે ભારતીય મહેમાનગતિ ને ઓકશીજન પૂરું પાડવા આ પ્રયોગ ખરેખર અસરકારક છે
  અમે પણ આવા પ.મી. નું નાનું સ્વરૂપ ઉજવીએ છીએ જેનું નામ છે “ઘરસભા”
  સોમ અને મંગલ સાંજે અડધા કલાક ની ઘરસભા જેમાં શરુ માં એકાદ પ્રાર્થના અને પછી કોઈ સારા પુસ્તકનું વાંચન

 8. jayesh jivani says:

  આપનો લેખ વાચિ ખુબ આનન્દ થયો ભગવાન આપનુ પ્.મિ વર્શો સુધિ અતુત ચાલે બિજાને આવિ પ્રેરના આપવા બદલ ખુબ ખુબ આભાર કેટ્લુ જિવવા કરતા કેવુ જિવ્યા તે મહ્ત્વુ નુ

 9. Neekita Shah says:

  કનાસ્કો વિષે વધુ માહિતી ક્યાંથી મળે? અથવા તમે આપી શકો?

 10. Chintan says:

  ખુબજ સરસ વિચાર..સાથે મળવાનો એક વિચાર ઘણી બધી વાતો કહી જાય છે. આ લેખ વાંચીને જાણે જીવનમાં ઉમંગ અને ઉત્સાહનો વધુ સંચાર થતો હોય તેમ લાગે છે.

 11. P K Yagnik says:

  I dont know Gujarati typing and hence english.

  Congratulations to RD and THANKS to Meeraben. A very nice article on a habit to be formed by each family. A real Indian Culture reflection which our family is also doing in a bit different manner. We hold continueous reading of RAMAYANA on the death anniversary of our father where all our close family members are called every year.

  Hope many more to follow this healthy and family bonding practice.

  Thanks again and looking for Mai 2011 Parivar Milan Invitation.

 12. nayan panchal says:

  વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને સાર્થક કરવી હોય તો તેના પાયામાં આવા ૫.મિ. ની હાજરી અનિવાર્ય છે. આ એક ખરેખર સુંદર વિચાર છે. પ્રસંગ વગર પણ એકબીજાને વર્ષમાં એક-બે વાર મળવાની ભાવના હજી ગુજરાતી કુટુંબોમા તો ટકી રહી છે.

  નાનપણમાં ભણવામાં આવતુ કે સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. ત્યારે ન્હોતુ સમજાતુ, હવે સમજાય છે. મનમાં બસ એક વિશ્વાસ હોય કે મારા માટે આ બધા છે જ, તે પૂરતુ છે. આવા પ.મિ. તે વિશ્વાસને દ્રઢ બનાવે છે.

  ખૂબ આભાર,
  નયન

 13. Sonia says:

  ખુબ સરસ અને પ્રેરણાદાયી વિચાર….ખાસ કરી ને ભારત બહાર રહેતા કુંટુબોએ અને મિત્રો એ ખાસ કરવા જેવું…આમ કરવાથી આપણી નવી પેઢી માં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર ના પાયા મજબુત બનશે. પણ બધી બાજુ થી સરખી તાળી પડવી જોઇએ.

 14. Paresh Panchal says:

  Thank you Miraben,

  To be frank, it has been a long time I have read such a good descriptive and imaginary presentation. It is a fortune of Vadodara having you with us.

  Regarding the thought of ‘being together’ makes anybody happy even at the time of such occasion. Togetherness is such a feeling which is now-a-days being disappeared from our heart. Someone in the responses has rightly said that we are getting westernized day bay day and which is not a good sign of Indian Culture. Not to make it long… I must say that keep on adding fuel of such feelings in us for making this and next generation feel like real INDIAN.

 15. SMita Kamdar says:

  મૃગેશ ભાઈને ખુબ ધન્ય્વાદ આ સુઁદર લેખ બદલ . મેઁ પોતે આ પ્રયોગ કર્યો છે. બધાને ખુબ આનઁદ આવ્યો પણ અફસોસ કે એંની નિયમિતતા નથી જાળવી શકાઈ. આ લેખ વાઁચીને ફરી પ્રયત્ન કરવાનુઁ મન થયુ.

 16. Indravadan Shukla says:

  ખરેખર સુન્દર આલેખન. અમારા પરીવારમા આ નામ થી નહિ પણ નામ વગરનુ મીલન વર્ષમા બે વાર નક્કી જ હોય છે દિવસ મા એવુ છે ને કે કારતક અને સ્રાવન માસ નો પુનમ પહેલાનો એક રવીવાર સામાન્ય રીતે હોય છે. પરીવારમા પરીવાર બન્ને તરફ નો હોવો જોઇએ તો વધારે મજા આવે પણ એ ઘણા બધા કારણોને કારણે શક્ય બન્તુ નથી. પણ જેટલા પરીવારજનો ભેગા થઈ શકે તેમને ભેગા કરવાનો અને આખો દિવસ મજામા પસાર કરવાનો અમારો હેતુ હોય છે. પરન્તુ મીરાબેને વર્ણવ્યુ છે તે પ્રમણે અમારાથી શક્ય નથી બન્તુ કારણ અમારાવીશાળ પરીવારની દરેક વ્યક્તિઓની પોતાની મજ્બુરીઓ હોય છે અને તેથી તેને શબ્દ દેહ આપી શકાતો નથી.
  સુન્દર આલેખન બદલ અભિનન્દન અને ધન્યવાદ.

 17. Janak Soni says:

  આદરણીય શ્રી મૃગેશભાઈ, ખુબ જ ઉપયોગી લેખ વાંચવા નો લહાવો મળ્યો. માનનીય મીરાબહેન ને અમારા ખુબ ખુબ અભિનંદન. આજ ની પેઢી ના ઉછેર માં ખુબ જ કાળજી લેનારા માવતરો એક બાબતે જરૂર ચુક્યા છે. ભણતર પાછળ ખુબ ધ્યાન આપનારા માબાપ ક્યાંક જીવન મૂલ્યો ની કેળવણી આપવાનું ચુક્યા છે. જે ખરેખર તેમની ફરજ હોય છે.બાળકોની કેળવણી માટે માત્ર ધનની પુરતી કરવા માં સાર્થક્ય માનનારા માબાપ આ સત્ય ભૂલ્યા છે, એમાં બે મત નથી. ખુબ ભણતર સાથે અજંપો, એકલતા, કુટુંબપ્રથા નો હાસ, સામાજિક સહકાર નું લુપ્ત થવું, યુવાનો ની નિરાશા-હતાશા, સમતા, વિચારશક્તિ, મનોબળ ની ઓછપ જેવા પરિબળો આજની પેઢી માટે ઘાતક નીવડી રહયા છે. આથી એવી લેખમાળા ની અપેક્ષા કે જેના માધ્યમથી એક પછી એક જરૂરી જીવન મૂલ્યોની રજુઆત ઉદાહરણ સાથે થાય અને યુવા પેઢી ને જાત આવડત તેમજ બુદ્ધિપ્રતિભાને ટકાઉ પ્રગતિની દિશાએ વાળવાની સમાજ મળે. સાથે જીવનનો નક્કર આનંદ કેમ લેવો એની શીખ મળે.
  સાચું કહું તો અમારી જેવા કેટલાક નાના પાયે, જ્ઞાતિ કે સ્થાનિક ધોરણે નિષ્ઠા થી પ્રયત્ન કરતા લોકો ને થોડા યુવાનોને સાચા માર્ગે દોરવાનું સાહિત્ય મળે. એકાદ બે જીવનમાં સુધાર લાવીએ તો પણ આત્મતૃપ્તતા નો અનુભવ થાય. પ્રતિભાવ જાણવા ઉત્સુક છું.

 18. hemant says:

  ખરેખર પરિવાર મિલન નિ સુન્દર વાત્ બને તો દરેકે આનુ અનુકરણ કરવુ જોઈએ. સરસ લેખ બદલ આભાર .

 19. suresh says:

  લેખ અને તેના પ્રતીભાવ ગમ્યા.
  તમને પ્.મી.માટે આમન્ત્રન્ અમ્દાવાદ પ્ધર્જો……
  સરસ લેખ.

 20. Laxmiprasad says:

  ખુબ જ મઝા આવિ બે વાર વાંચી ગયો આજના જમાનામાં આવું થઈ શકે જાણી બહુ જ આનંદ થયો. આ પ.મિ. વરસોના વરસો સુધી ચાલ્યા કરે તેવી શુભેચ્છા

 21. MILIND HIRPARA says:

  ખુબ જ સરસ લેખ …દરેકે આનુ અનુકરણ કરવુ જોઈએ. આભાર…

 22. આદરણીય શ્રી મૃગેશભાઈ,લેખને ફક્ત સુંદર છે તે કેહવું એ લેખ – લેખકને(મીરાંબેન ને) અન્યાય કર્યો ગણાશે, હકીકતમાં પ્.મિ. ની જે વાત છે તે વાંચવી ગમશે, પરંતુ આજના આ સમયમાં વિભક્ત કુટુંબની એક ચાલ પડી હોવાથી આ પ્રયોગની કલ્પના પણ કરતા સો ગરણે ગાળી ને ચલાશે તેમ લાગે છે, જો દરેક કુટુંબમાં આ હકીકત સ્વીકારવામાં આવે તો વિભક્ત કુટુંબની જે પ્રથા પડી છે તેમાં કશેક અંશે સુધારો જોઈ શકીશું. મને લાગે છે કે આ કોઈ પ્રયાગ નથી પરંતુ હકીકત છે, જેને આપણે જીવનમાંથી /કુટુંબમાંથી તરછોડી /ત્યાગી /તજી દીધી છે. જે એક વખત નાના પાયે સ્વીકારી, શરૂઆત કરવી જોઈએ, જેનો આનંદ જ અનેરો છે, જે અમારો જાત અનુભવ છે.

  ખુબજ પ્રેરક્ અને અપનવવા લાયક હકીકતની સરળ અને સચોટ રજૂઆત. આવા અનુભવ લોક ઉજાગર માટે સતત મુકવા જરૂરી છે.

  ખુબજ પ્રેરણાદાઈ અને અને અભિનંદન ને પાત્ર.

 23. CA ratnakar K Mankad says:

  lekh saro lagyo. anukaran karava jevu chhe. samanya rite anubhav pramane badhana man malya hoy to chokkas kari shakay. karan ke je jova man ave chhe tem ekdam najik na loko man j anabanav hoy chhe.joke avi koi pan kadvi ghatana sathe mali ne j ukeli shakay ane man melap thay. tethij email thi loko vaat karava nu vadhare pasand kare chhe. jo ke hun vyaktigat rite em manu j chhaun ke ek kutumb na loko sathe mali ne sara ma sari rite rahi shake.ane jem badha nu em manavu chhe ke samyukta kutumb ni sarkhamani e ava kutumb mela karava ej ajni rit chhe. sharirik door rahi ne pan man thi sathe rahi shakay.

 24. Dipti Trivedi says:

  આવા જ એક પરિવારને અહી ઓળખીએ છીએ. મારા માતા-પિતા તેમના મકાનમાં ભાડે રહેતા. તેઓ ૭-૮ ભાઈ બહેન હતા. તેમની પ્.મિ. સમયની પ્રવૃત્તિ તો ખબર નથી પણ તેઓ વર્ષના દરેક તહેવાર જેવાં કે બળેવ , દિવાળી , હોળી , ક્રિસમસ , હલોવીન , થેંક્સગીવીંગ જેવા યુ. એસ. ના તહેવાર વગેરે પર ભાઈ-બહેનના ઘરે વારાફરતી ભેગા થાય અને આમંત્રિતો પોતાની જોડે ઓઢવા-પાથરવાનું લઈને જાય.
  સરાહનીય પ્રયોગ બલ્કે મીરાબહેનના પરિવાર માટે તો યજ્ઞ. આજના ટેકનો સેવી જમાનામાં બધા ઈલેક્ટ્રીક ફ્રી દિવસ ગોઠવવાની હિમાયત કરે છે તે પણ અહી આપોઆપ થઈ જાય છે.————બીજી એક વાત. દુર્વા નામ છોકરીનું. મીરાબહેન અને પરિવાર માટે તો વરસો જૂનું અને પોતીકું પણ મને ઘણું જ નવતર અને સરસ ગમી જાય એવું લાગ્યું.

 25. mahi says:

  નમસ્તે મીરાબહેન

  હું readgujarati નિયમિતપને વાચું છુ પણ પ્રતિભાવ હમેશા લખતી નથી (આળસ કરું છુ) , પણ આ લેખ ખુબ સુંદર લાગ્યો અને લખ્યા વિના રહેવાયુ નહિ
  તમારી આ પરિવાર મિલન ની પ્રવુતિ ખુબ સુંદર છે અને મને પણ એક પ્રવુતિ કહેવાનું મન થાય છે
  હું પણ વડોદરા ની છુ અને હાલમાં london રહું છુ અને દર વર્ષે વડોદરા આવું છુ અને mrugehsbhai ને પણ મળું છુ

  હું અહિયાં પંજાબી area માં રહું છુ, અહિયાં ગુરુદ્વારા પણ ઘણા છે અને જયારે પણ એમનો કોઈ તહેવાર હોય એ લોકો મન મૂકી ને આવતા જતા લોકો ને ખવડાવે છે અરે ગાડી માં જતા લોકો ને રોકી ને આપતા હોય છે એમનો આ ભાવ જોઈ ને મને થાય છે કે આપડે પણ આપના તહેવારમાં આવું કઈ કરવું જોઈએ, ખાલી તહેવાર માં જ સુ કામ જયારે મન થાય ત્યરે કરવું જોઈએ. અહિયાં તો પંજાબીઓ કહે છે કે ગુજરાતીઓ કંજૂસ ખુબ હોય છે.

  મેં કયાંક વાચ્યું હતું કે ” સારો વિચાર રોકડા રૂપિયા જેવો હોય છે જયારે પણ આવે ત્યારે વટાવી લેવો જોઇયે”

  પ્રણામ
  માહી

 26. વાચિ ને ખુબ મજા આવિ , અમે પણ આવિ જ મજાઓ માણતા. અમારા માટે આ દિવસો દિવાળિ ના રહેતા. ભઐ બિજ થિ આ કર્યક્રમ શરુ થાએ, પછિ તો રોજ વારા ફરથિ બધા મામાના ઘરે આખુ ટોળુ ધામા નાખે. ખુબ મજા અવતિ એ સમયે, પન એ પરમપરા જળવએ એવા અમારા સદભગ્ય ના રહ્યા.

 27. Raksha Sisodia says:

  મીરાબેન આપના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન્ આજના આ વ્યસ્તતા પૂર્ણ જીવનમાં આવા લેખ ઘણા જ પ્રેરણાદાયી બની રહે પૈસાની પાછળ દોટ મૂકતો આજનો માનવી ખરેખર પરિવારના સભ્યોને ભૂલી જાય છે. પોતાના કામમાં રચ્યા પચ્યા રહી પોતાની માટે કે પોતાના પરિવાર માટે વિચારોની આપલે કરી શકતો નથી પરિણામે નાની ઉંમરમાં જ રોગનો ભોગ બને છે. માટે દરેક પરિવાર જો આ પ્રકારના વિચારો ધરાવે તો ખરેખર ઘણા પરિવારો સુખી અને સ્વસ્થ જીવન જીવી શકે.
  આવા સુંદર લેખ બદ્લ તંત્રીનો ખૂબ ખૂબ આભાર.

 28. Gajanan Raval says:

  Dear Mrugeshbhai,
  Miraben and Arunbhai are our bosom friends. Pl convey our sweet remembrance to them. You deserve
  many many congrats for sending and circulating such a nice, inspiring article… such type of PA MI would
  surely spread nector of life…
  For me PA MI is….
  ” preet bhari smeetni reet,
  bajave jivansaflyanu sangeet!”

 29. ભાવના શુક્લ says:

  અમેઝીંગ!! ૨૭ પ.મિ. ની આ લાંબી સફર હર કોઇના પરિવારને અપનાવવા જેવી છે.

  અહી યુ.એસ. મા ન્યુજર્સી મા પણ એક પરિવાર એવો છે જેને ૫ વર્ષથી જાણુ છુ જે દર મહીને ભજન કાર્યક્રમ યોજે છે, બાળકોથી માંડી મોટેરાઓ સહુ એ મા હોશે હોશે ભાગ લે છે અને સુંદર ખાણી-પીણી સાથે ૪ થી ૫ કલાક ભજન – ગીતો – પ્રાર્થના (અંગ્રેજી અને ગુજરાતી બન્ન્ને માં) થી સમૃદ્ધ થઈ સહુ છુટા પડે છે. વાર્ષીક નહી પરંતુ માસીક એક સાંજ પરિવારજનો સાથે ગાળતો આ પરિવાર એકબીજાને એટલો હેલ્પફુલ થાય છે કે આનંદની સાથે નાનકડી ઇર્ષા થાય તે સહજ સ્વિકારવુ પડે.

 30. Veena Dave. USA says:

  આ લેખના વખાણ માટે શબ્દો ઓછા પડે…
  મા. મીરાબેન તથા શ્રી મ્રુગેશભાઈનો ખુબ ખુબ આભાર…. આ લેખ અહિ આપવા બદલ.
  લેખ વાચતા વાચતા એમ થયુ કે છેલ્લે દિવસે પ.મિ. મા જવાનુ મળે તો કેવુ સારુ લાગે …..અને તંત્રી શ્રી એ અંતમા આમંત્રણ આપી દીધુ. આભાર.
  પ.મિ.નુ અનુકરણ આપણા કુટુંબ , મિત્રમંડળમા અને સમાજમાં થાય એવી અભિલાષા .
  ખુબ સરસ પ્રેરણાદાયી , અનુસરણીય પરંપરા અવિરતપણે ચાલે એવિ શુભેચ્છા.

 31. yogesh says:

  આ લેખ મે મારા બધા કુટુમ્બી જનો ને ઈ મઐલ કર્યો ચ્હે, હુ આશા રાખુ કે અમે પણ આવી રીતે સ્નેહ મિલન કરી શકિયે.
  ભુત કાળ મા, મે થોડા પ્રયતનો કર્યા હતા પ્ણ બહુ ઉત્સાહ સામ્પ્ડ્યો ન હતો, આ લેખ વાન્ચી ને કદાચ અમે ફરી થી મળી શકીયે. ઘણો પ્રેર્ણા દાયી અને કોઉટુમ્બિક ભાવના થી સભર લેખ્,
  આભાર્

  યોગેશ્.

 32. nilam doshi says:

  11 મે 2011ની આતુરતાપૂર્વક રાહ જોઇશું..
  આવા અનેક ઉદાહરણો મેં પણ જોયેલા..જાણેલા અને કદીક માણેલા પણ છે જ..
  ખૂબ ખૂબ અભિનંદન..મીરાબહેનને….

  અને મૃગેશભાઇને પણ..

 33. Vinod Patel says:

  Excellent article. We called P. Mi in America a Familly Reunion. We have such family reunion in my family since year 1999. We get together every year during Xmas break. During early years, I used to feel that relatives are people who come to family reunion who are not friends. I can tell you now that I do not have that feeling. It surely increases the bonding among extended family members. Thank you.

 34. hiral says:

  સરસ લેખ. મેં પણ આ લેખ બધાને ઇમેઇલ કર્યો છે. થોડાં વરસો પહેલાં મામાના ઘેર બધાં ભેગાં થતાં હતાં. અને આખું વેકેશન મજા કરતાં હતાં. પણ હવે ફરીથી ક્યારે એવી રીતે ભેગા થઇશું? એવું અમને બધાને ઘણીવાર લાગે છે. પણ જો આવી રીતે પ.મિ યોજીશું તો ચોક્ક્સ કોઇ વસવસો કરવા જેવો નંઇ રહે.

  મૃગેશભાઇ અને મીરાબેનનો ખુબ ખુબ આભાર.

 35. Rajni Gohil says:

  કારણ વગરનો પ્રેમ જ સાચો પ્રેમ કહેવાય. પ. મિ. નો પ્રયોગ તો ખૂબ જ અવકારવા દાયક છે. આવા મિલનો થતા રહે તો પછી કુટુંબમાં ઝગડા ન થાય અને આદર્શ કુટુંબ બની રહે. આશા રાખીએ કે ઘણા કુટુંબો આ પ્રયોગમાં ઝંપલાવે અને પરમ આનંદનો અનુભવ કરે. સુંદર મઝાના પ્રયોગના આહ્વાન માટે મીંરાબેન તેમજ મૃગેશભઇનો આભાર અને અભિનંદન.

 36. Vraj Dave says:

  આજના સમયમાં પ.મી.નો પ્રયોગ કરવા જેવો ખરોજ. અન્નભેગા તેના મનભેગા.
  તંત્રીશ્રી તથા લેખિકાબહેન નો ખુબખુબ આભાર્.
  વ્રજ દવે

 37. જય પટેલ says:

  પરિવાર મિલનની સંકલ્પના એક સુંદર વિચાર છે.

  સુંદર વિચાર અને હકિકતમાં વાસ્તવિક દૂનિયામાં જમીન-આસમાનનું અંતર છે.
  ન્યુક્લિયર ફેમિલી અને ઘરડાંઘરના જમાનામાં જ્યાં અફંકારરૂપી જ્વાળાઓ ભભૂકતી હોય
  અને નજર-નજરનાં વાંધા પડતા હોય ત્યારે આ સુંદર વિચારના પાયામાં સૌ પહેલાં તો
  ધૃણા – નફરતનું વિસર્જન કરવું પડે. એકબીજાને સહવાની ક્ષમતા કેળવવી પડે.

  ફેમિલી રી-યુનિયનની પરિકલ્પના કંઈ સાવ જ નવી નથી.
  નાનપણમાં અમે ખડકીવાસીઓ ઘણીવાર કંઈ કારણ વગર જ
  ઢેબરાં..પુરી…અથાણું…દહીં હળવો નાસ્તો લઈ ખેતરમાં જતાં. ખેતરમાં ખીચડી અને
  દેશી ઉંધિયુંની લિજ્જત તો ઘણીવાર માણી છે……બસ કંઈ જ કારણ વગર….!!!!

  આશા રાખીએ કે પરિવાર મિલનનો વિચાર સમાજમાં વ્યાપક બને અને
  ધૃણા અને નફરતનાં વાદળો વિખરાય.
  આભાર.

 38. Jealousy is a very bad thing…yet, I felt so…Abhinandan,kuble bharee ne!!

 39. Pushpa says:

  સફલ પ્રયોગ ચ્હે દિલ્થિ આવ્કરુ ચ્હુ. મિરાબેને મારા મનનિ વાત કહિ દિધિ !

 40. Pushpa says:

  મિરાબેને મારા દિલ નિ વાત કહિ દિધિ. પ.મિ . ને આવકારુ ચ્હુ.

 41. trupti says:

  અમે નાના હતા ત્યારે વરસ મા બેવાર મામા ને ત્યાં ભેગા થતા, એક બળેવ અને બીજો દિવાળિ નો પ્રસંગ. મારી મમ્મી નેલોકો ૫ બહેન અને ૧ ભાઈ. ભાઈબીજ બધા સાથે મળિને મનાવિયે. એક દિવસ એક માસી ને ત્યાં અને બીજા અઠવાડીયે બીજા માસી ને ત્યાં આમ તહેવાર એકજ પણ વરસ મા ૭ વાર મળિને સાથે જમીયે. જેના ઘરે જમવાનુ હોય તેને ત્યાં બીજા બધા માસી ની છોકરી ઓ થોડી વહેલી જઈ રસોઈમા મદદ કરવા જાય. આ બધાજ ઓફિસીયલ! મિલનો પણ કોઈ ને ત્યાં કથા હોય, વરસગાંઠ હોય કે કોઈની એનિવરસરી હોય, ત્યારે પણ બધાજ ભેગા થઈ ને મઝા કરીયે. સમય જતા બધાની જીવનના પ્રવાહ બદલાય ગયા ને કસિન્સો અલગ-અલગ જગ્યાએ સ્થાયી થઈ ગયા એટલે આ બધા મિલનો બંધ થઈ ગયા, પણ મિરાબહેનના લેખે પાછી એક આશા જગાવી કે પાછા બધા ફ્રરી મળે એવુ કાંઈ કરવુ રહ્યુ.
  મ્રુગેસભાઈ અને મિરા બહેનનો આભાર.

 42. Ashvin Patel says:

  પ.મિ લેખ તો આજના તુટતિ કુટુમ્બ પ્રથા માટે આદર્શ જરુરિયાત છે. ખરેખર મને એક સુન્દર પ્રયોગ મળી ગયો.પ.મિ. માટે સદાય મીરાબેનનો ઋણી થઈ ગયો છુ.

 43. anilkumar says:

  ચિન્તન મનન સાથે આનન્દાયક્

 44. Pinky says:

  અમારે ઘરે પન આ પ મિ દર વર્શે થતુ. આગલ જયભાઈઍ કહ્યુ ઍમ દરેકનોઅહમ ક્યાક ને ક્યાક નદ્યો. થોડા વરશો પચિ બન્ધ થૈ ગયુ દરેક માનસે અહમ ઘરે મુકિને આવવુ જોઇઍ આવ પ મિ મા હવે બધા મિસ કરે ચ્હે. પન કોઇ પહેલ નથિ કરતુ, મારા અભિનન્દન્ મેીરાબેનને.

 45. Mukund Desai 'MADAD' says:

  સુન્દર.

 46. Dr.Dinesh Pandya says:

  ખરેખર આ લેખ સમજવા જેવો છે. મારી દ્રશ્ટિ એ દરેક લોકો મા કૌટુબિક ભવના હોય જ છે, પરન્તુ નજિકના સમ્બન્ધી ઓ ના કરણે તથા સારા નરસા ની વિવેકબુદ્દ્ધિ ની ઉણપ ના કારણે “પ.મિ.” થઇ શકતુ નથી..બીજી એક વાત કે જે ઘર મા પ.મિ નથી તો એમ સમજવુ કે કોઇ વ્યક્તિ માનસિક રોગ થી પિડાય છે. સુન્દર લેખ બદલ મિરાબેનને અભિનન્દન.

 47. Jaysinh says:

  ખુબ જ સુન્દર. દરેકે સમજવા લાયક. મિરાબેનને ખુબ ખુબ અભિનન્દન.

 48. rupal says:

  કનાસ્કો વિશે જાન્વાનિ તાલાવેલિ ચે.સરસ લેખ ચે.

 49. Jagruti Vaghela U.S.A. says:

  નાના હતા ત્યારે તો પડોશીઓ પણ ભેગા થઈ ગળતેશ્વર કે એવી જગ્યાએ જઈ ઉજાણી કરતા. આજે તો માણસ ટેક્નોલોજી ના ક્ષેત્રે અને પૈસેટકે ખૂબજ સમૃધ્ધ થયા પણ અંતરની લાગણી ઓછી થઈ ગઈ છે. અહ્ં વધ્યો અને સહનશીલતા ઓછી થઈ. એટ્લે આવા પ. મિ. થતા અટકી જાય છે.
  અહીં u.s. માં અમારા એક રિલેટિવ વર્ષમા બે વાર તેમને ઘરે સત્સંગ રાખીને get together કરે છે. આ પરિવાર મિલનનો વિચાર ખૂબજ ઉમદા છે.

  શ્રી મૃગેશભાઈ તથા મીરાબહેનનો આભાર.

 50. maitri vayeda says:

  અરે વાહ!! ખૂબ જ્ સુંદર લેખ …. મીરાબેન અને મ્રુગેશભાઈ નો ઘણો આભાર..ખૂબ જ અગત્ય નિ બાબત “એકબીજા પ્રત્યે નિ નિસ્બત ”
  સાવ સાચી વાત્…

 51. Mital Parmar says:

  ખુબ જ સરસ લેખ ….
  આભાર…

 52. સુંદર લેખ

  આજના કૌટુંબિક ભાવનાના વિખરાતા જતા સમયમાં અપનાવવા જેવો પ્રયોગ.

 53. Rachana says:

  ખુબજ સુંદર લેખ

 54. gaurang says:

  વાહ્ અપ્રતીમ લેખ. આવા જ લેખ , રીડ ગુજરાતી ને એક ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે. અમલમાં મુકવા જેવી વાત. મીરાબહે ન નો આભાર.

 55. I throughly enjoyed your article as I hold basically the similar views. Although I have been in the UK since 1955, my heart remains in a little village called Amadpore, near Navsari in Gujarat. The traditional principle of relationship with others in a family, in villages and in general public is to my mind a good way of living a life. Today, that principle is fast disappearing and no one wants to know others. I know what its like to feel about the loss of relationship with those who used to visit us frequently in person or on telephone when my wife was alive. Since her death in 2005, all seem to have disappeared; not even a phone call from them so far. Why? They say, ‘No time’! No wonder that modern life is so stressfull. Your article is a good pointer to resolve the modern life problems. Regards.

 56. naseem savant says:

  i like that article beacouse i come to know about your family i know your family. grishma she was with me at ambla.anilbhai at ambla also .grishma is my friend but i meet her by your article. maari yaad grishmane no is 9978401711

 57. Ashish Dave, Sunnyvale, California says:

  મારા વેકેશનના મોસાળમા ઊજવાયેલા દિવસો યાદ આવી ગયા…

  Ashish Dave

 58. Anil says:

  When i read this artical i am very pleased to think about that in this age it is possible or not.

  Thanks for sharing this beautiful and loving story AND UNCONDITIONAL LOVE IN THE FAMILY.

  OM NAMAH SHIVAYA

  ANIL

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.