જિંદગી કેમ ખોવાઈ જાય છે ? – અવંતિકા ગુણવંત

[દામ્પત્યજીવનની વિવિધ સમસ્યાઓનું સુંદર સમાધાન મળી રહે તેવા અનુપમ લેખોનો સંચય ‘કુર્યાત સદા મંગલમ’ પુસ્તકમાં થયો છે. ‘જનકલ્યાણ’ સામાયિકમાં નિયમિતરૂપે પ્રકાશિત થતા આ લેખો સંગ્રહિત થઈને આ પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે. અવંતિકાબેનનો (અમદાવાદ) આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

શર્વિલ અને વાસવીનાં લગ્નને એક મહિનો પૂરો થયો. છલકાતા હૈયે આતુરતાથી વાસવીએ શર્વિલને પૂછ્યું : ‘તને ખબર છે આજે કયો દિવસ છે ?’
‘શુક્રવાર.’ શર્વિલ સરળતાથી બોલ્યો.
‘બસ, એક મહિનામાં બધું જ ભૂલી ગયો ?’ વાસવી ચિડાઈને બોલી.
‘ઓહ, આજે તો અઢારમી તારીખ, આપણો લગ્નદિવસ ! અરે, ભાઈ મેની મેની હૅપી રિટર્નસ ઑફ ધીસ ડે.’ સ્નિગ્ધ કંઠે શર્વિલ બોલ્યો.
‘બોલ, આજે શું પ્રોગ્રામ બનાવીશું ?’ થનગનતા સૂરે વાસવીએ કહ્યું.
‘કંઈક સરસ રાંધી નાખ.’ પૂર્ણપણે ખીલી ઊઠતાં શર્વિલ બોલ્યો.
‘તને તો જમવા સિવાય બીજું કંઈ સૂઝતું નથી. આપણે ક્યાંય ફરવા નહીં જવાનું ?’ રોષ અને રીસથી વાસવી બોલી.
‘જઈશું, જઈશું. હું સાંજે આવું પછી જઈશું.’

સાંજ થતાં વાસવી કાળજીપૂર્વક સુંદર રીતે તૈયાર થઈને રાહ જોતી બેઠી, શર્વિલ ઘેર આવ્યો, બોલ્યો : ‘વાહ ! તું તો તૈયાર થઈને બેઠી છે ! ચાલ ઝટ ઝટ જમી લઈએ.’
‘આજેય ઘેર જ જમવાનું છે ? મેં તો રસોઈ નથી કરી.’ વાસવી ખીજવાઈ ઊઠી. શર્વિલ પર વાસવીની ચીડની કોઈ અસર ના થઈ. એ બોલ્યો :
‘તો લાવને અથાણું ને ખાખરા, સાથે ફર્સ્ટ કલાસ ચા બનાવી લાવ.’
આ સાંભળ્યું ને વાસવી એકદમ અકળાઈ ઊઠી, છતાં સંયમ રાખીને પૂછ્યું : ‘આપણે પિકચરમાં જઈશું ?’
‘જોઈએ ક્યાંક ટિકિટ મળે તો….’ શર્વિલ બોલ્યો. વાસવીને ગુસ્સો આવી ગયો, પણ એ દિવસ બગાડવા નહોતી માગતી તેથી બોલી : ‘ચાલોને ગમે ત્યાં ફરવા જઈએ…’
‘હા, ચાલ તારી બાના ઘરે જઈએ.’
આ સાંભળ્યું ને વાસવી એકદમ ઉશ્કેરાઈને ઊંચા અવાજે બોલી : ‘તારામાં તો કોઈ રસિકતા જ નથી. આજે તો કોઈ રોમાંચ જોઈએ. તું તો સાવ વેદિયો જ છે, નવજીવનનો કોઈ ઉલ્લાસ નથી. આપણા મિલનનું તારા માટે કોઈ મહત્વ નથી. મને તો કેટલી હોંશ હતી, અરમાન હતા પણ…..’ વાસવી બોલે જતી હતી, પરંતુ શર્વિલ તો સાવ ચૂપ છે. એ મૂંઝાય છે કે વાસવી કેમ આટલી બધી અકળાય છે, પોતે શું ખોટું કર્યું છે, એ કહે છે એમ કરવા તો હું તૈયાર છું. મારા જીવનમાં એ આવી ને એનો મને આનંદ છે પણ એના તો કંઈ ઢોલ નગારાં પીટવાનાં હોય ?

જીવનની આ અત્યંત સુકોમળ વાતની અનુભૂતિ કરવાની હોય, એનું પ્રદર્શન કરવાનું ના હોય. આ તો અંગત અંગત છે. પરંતુ વાસવીની વિચારસરણી શર્વિલની વિચારસરણી કરતા સાવ ભિન્ન હતી. એ શર્વિલની મૃદુ સંવેદનાને સમજી શકતી નથી. અને એને દુઃખ પહોંચાડવાનો, અપમાનિત કરવાનો નિર્ણય કર્યો હોય એમ કર્કશ અવાજે બોલે જતી હતી : ‘બીજા લોકો તો આ દિવસ કેટલા ઉલ્લાસથી ઊજવે છે. જિંદગીભર યાદ રહી જાય, અને તું ? તું તો સાવ કંજૂસ છે, ખરચો કરવાનો આવે એટલે પાણીમાં બેસી જાય છે. મેં તને સાવ આવો નહોતો ધાર્યો, સાવ મારા માથે પડ્યો, તારા કરતા તો બુઢ્ઢા બીજવરમાં વધારે ઉત્સાહ હોય, તું તો મારા માટે કોઈ ભેટ પણ નથી લાવ્યો. તું સાવ જડ છે.’ આટલું કહેતાં કહેતાં વાસવી રડી પડી. એનાં અસંતોષ, નિરાશા, ગુસ્સો આંસુરૂપે વહેવા માંડ્યાં. એ ડૂસકાં ભરવા માંડી.

શર્વિલને વાસવી માટે ઊંડો પ્રેમ છે, એ વાસવીને દુઃખી કરવા નહોતો માગતો. એ એકદમ ઝંખવાઈ ગયો. એ વાસવીની નજીક ગયો, એને પંપાળતાં અત્યંત સ્નેહથી બોલ્યો : ‘હું આખો તો તારો છું, આનાથી વધારે બીજું શું આપું ? બોલ વાસવી બોલ.’
‘તું મને ફોસલાવ નહીં. ચલ દૂર હટ. મારે તારી ચાંપલી ચાંપલી વાતો નથી સાંભળવી.’ ચીડથી વાસવી બોલી. એના અવાજમાં નર્યો તુચ્છકાર હતો. ક્ષણાર્ધ માટે શર્વિલ થંભી ગયો. પછી મૃદુ સ્વરે બોલ્યો : ‘વાસવી ! નાટક, પિકચરના સંવાદો બોલતાં મને નથી આવડતું. પણ હું જે કંઈ બોલું છું એમાં સચ્ચાઈ હોય છે. હું હૃદયથી બોલું છું. તને મારામાં વિશ્વાસ કેમ નથી ?’

શર્વિલની વાત ખોટી ન હતી. એના પ્રેમમાં ક્યાંય ઓછપ કે ઊણપ ન હતી. બનાવટ કે દંભ ન હતો. વાસવી પોતે પણ જાણતી હતી કે શર્વિલને એના માટે અનર્ગળ પ્રેમ છે. પણ એને માત્ર પ્રેમ નહોતો જોઈતો, પરંતુ એનું રોમાંચક પ્રદર્શન, ભૌતિક ચીજવસ્તુઓની ભેટ સાથે એની રંગભરી ઉજવણી, ધાંધલધમાલ અને મસ્તી જોઈતાં હતાં. શર્વિલ સાથેની જિંદગી એને સાવ ફિક્કી, રસકસ વગરની અને નિરસ લાગી. લગ્નની માસિક તિથિ ઉજવવાનાં એણે રંગીન સ્વપ્નાં જોયાં હતાં. એને હતું, બાર મહિનાના અંતે નહીં પણ દરેક મહિને અમે લગ્નદિવસ ઉજવીશું. લગ્નદિવસ જેટલો મહત્વનો બીજો એકે દિવસ ના ગણાય. કદીય કલ્પના ના કરી હોય, આશ્ચર્યચકિત થઈ જવાય એવી રીતે એ દિવસ અમે જીવનભર ઉજવીશું. એના બદલે પ્રથમ મહિનાના અંતે જ સાવ ઉષ્માહીન, ફલેટ પ્રતિસાદ ! વાસવી કકળી ઊઠી. શર્વિલ ઉત્સુકતાથી વાસવીની સામે જોયા કરે છે, એની આંખમાં યાચના છે, પણ વાસવીને તો પોતાનાં અરમાનો પાર ના પડ્યાં એનો એટલો બધો રંજ છે કે એ શર્વિલ સામે જોતી નથી. એને શર્વિલ પ્રત્યે ધોધમાર ગુસ્સો જ છે. પોતાના આવેગો પર સંયમ રાખીને એ શર્વિલ સાથે હળવાશથી વર્તી જ શકતી નથી. એ એટલી બધી આવેશમાં તણાઈ ગઈ છે કે હવે પોતાની જાત પર એનો કોઈ કાબૂ જ નથી રહ્યો. આવેગ અને આવેશ એના પર ચડી બેઠા છે. એ જ પળે એના ઊંડાણમાંથી એક સૂર એને શાંત બનવા કહી રહ્યો છે. પણ એ સૂર ક્ષીણ છે. એની વાસવી પર કોઈ અસર થતી નથી. એ શર્વિલ સાથે સંવાદ સાધી શકતી નથી, મેળ બેસાડી શકતી નથી. શર્વિલના પ્રેમને એ જાણે છે પણ એનું જાણે કે એને મન કોઈ મૂલ્ય નથી. પ્રેમ કરતાં પ્રેમના પ્રદર્શનનું એને મન વધારે મૂલ્ય છે. એ બીજાને બતાડવા માગે છે.

આજે માણસનો પોતાના જીવન સાથેનો સંબંધ સપાટી પરનો થઈ ગયો છે. એમાં દંભ-દેખાડો વધી ગયા છે. પોતે કંઈક છે, પોતે ખાસ અલગ પ્રકારની જિંદગી ભોગવે છે એ બતાવવાની વૃત્તિ એટલી પ્રબળ બનતી જાય છે કે માણસ મર્યાદા વિસરી જાય છે. આ વૃત્તિના આક્રમણમાં સાચા સ્નેહનું ખૂન થઈ જાય છે એનું ભાન એને નથી. આવી છીછરી વૃત્તિઓ જીવનને નષ્ટ કરી નાખે છે, જીવનનો લય-તાલ ખોરવાઈ જાય છે. એ વાત અનુભવે સમજાય છે, પણ ત્યારે તો ક્યારેક જીવન પૂરું થવા આવ્યું હોય છે. નવજીવનમાં ડગ ભરતા દરેકે સમજવું જોઈએ કે સુખ ભૌતિક ચીજવસ્તુઓમાં નથી સમાયેલું. કીમતી ચીજવસ્તુઓની આપલે તો પ્રેમનું પ્રતીક છે, પ્રેમ નહીં. સુખનો આધાર માણસની પોતાની પર છે, બીજા કોઈની પર નહીં. સુખ અને દુઃખ જન્મે છે અપેક્ષા અને ઈચ્છામાંથી, અને ઈચ્છા જન્મે છે મનમાંથી, માટે માણસે પોતાના મનને સાચી દિશામાં વાળવું જોઈએ. પોતાના પ્રિયજનના હૃદયમાં જોવું જોઈએ. નિર્મળ નજરે ત્યાં જોશો તો કદી ભૂલ નહીં થાય. સુખ સાપેક્ષ છે, એકને જેમાં સુખ લાગે એમાં બીજાને ના લાગે.

એક વાત ખાસ ખ્યાલમાં રાખવાની છે કે જો માણસનું પોતાનું હૈયું મધુર સંવેદનાઓ અને નાજુક લાગણીઓથી છલકાતું ના હોય તો એ બહારથી આનંદ ખુશી ખરીદી લાવવા હવાતિયાં મારશે. એ દોડધામ, ધાંધલધમાલ શરીર અને મનને થકવી નાખશે અને એનું હૈયું તો તરફડતું જ રહેશે. શા કારણે એ તરફડે છે, એને શાની ઝંખના છે ? આખરે હૃદય શું ઝંખે છે ? એ માણસે જાતે સમજવું જોઈએ. જીવનને અત્યંત બારીકાઈથી જોનાર ઘણા ચિંતકોની દર્દભરી ફરિયાદ છે કે ક્યાં છે જિંદગી ? દામ્પત્યજીવનમાં આપણે યંત્રવત થઈ ગયાં છીએ. બહારની દેખાદેખી પ્રમાણે આપણા જીવનને એ બીબામાં ઢાળવા મથીએ છીએ અને એ ઘેલછામાં આપણે આપણી પોતાની પસંદગીનો ખ્યાલ જ નથી રાખતા, આપણા ભીતરના અવાજને સાંભળ્યો ના સાંભળ્યો કરીને બહારથી સંભળાતા ઘોંઘાટને અનુસરવા મથીએ છીએ. સમાજશાસ્ત્રીઓ કહે છે, અત્યારે જગત નાનું ને નાનું થતું જાય છે, અન્ય દેશોની અને ખાસ કરીને પશ્ચિમના દેશોની વિચારસરણીએ આપણી પર બહુ અસર કરી છે. આપણે ભૌતિકવાદી બની ગયા છીએ. હૃદય, મન અને આત્માના બદલે શરીર અને ઈન્દ્રિયોના સુખ પાછળ દોટ મૂકીએ છીએ. પરિણામે સંતોષના બદલે નિર્વેદનો અનુભવ થાય છે. જીવન આનંદમય છે છતાં આપણે જ ખોટી દોડાદોડમાં એને મુશ્કેલીભર્યું અને કષ્ટદાયક બનાવી દીધું છે. જિંદગીના ભોગવિલાસ માણવાની મથામણમાં આપણી જિંદગી જ ખોવાઈ ગઈ છે. આપણે જ એ ખોઈ નાખીએ છીએ.

આદર્શ લગ્નજીવન એ કહેવાય જે લગ્નજીવનમાં અમુક દિવસ નહીં પણ ક્ષણેક્ષણ લગ્નના ઉત્સવ જેવી લાગણી જોઈએ. પતિપત્ની નજીક હોય કે દૂર, પ્રેમના માધુર્ય અને ઉષ્મામાં કદીય ઊણપ ન વરતાવી જોઈએ. જ્યાં આવું તાદાત્મ્ય હોય ત્યાં ‘આઈ લવ યુ’ કે ‘આઈ મિસ યુ’ જેવા શબ્દો બોલવાનીય જરૂરત નથી પડતી. એ તો એક હૃદય એની ભાષામાં બોલે ને બીજું હૃદય સાંભળે. પ્રેમ અનુભૂતિનો વિષય છે, પ્રદર્શનનો નહીં. પણ અત્યારે આવું સમજનાર જવલ્લે જ મળે છે. માણસને ભૌતિક સુખ, સંપત્તિ ભોગવવાની એવી લાલસા જાગી છે કે પ્રેમની એને કોઈ કિંમત જ નથી રહી. આપણા પરંપરાગત સંસ્કાર એ ભૂલી રહ્યો છે. જો પતિ પાસે પૈસા ન હોય તો માત્ર એનો ભરપૂર પ્રેમ એની પત્નીને ખુશ નથી કરી શકતો. પતિ પાસે સમય હોય, પત્નીની સાથે પ્રેમભરી ગોઠડી માંડવા પૂરો સમય હોય, પત્નીને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા એ તત્પર હોય પણ એને કપડાં દાગીના ન આપી શકે, દૂર દૂર સુધી ફરવા ના લઈ જઈ શકે, એના શોખ પૂરા ન કરી શકે તો પત્ની રાજી નથી રહેતી. પત્નીને બધું ખૂટતું જ લાગે છે અને એ અસંતોષની આંધીમાં જે નાજુક, કોમળ, પવિત્ર છે એ બળીને ખાક થઈ જાય છે. આંતરબાહ્ય ક્યાંય પ્રેમ વરતાતો નથી.

એ પછી જે બચે છે તે હોય છે લગ્નનું ખંડેર, ખંડેરમાં જીવતી લાશ બનીને જીવવું અસહ્ય હોય છે. આવું ના બને માટે હૃદયમનને કઈ વસ્તુ ખરેખર પુલકિત કરે છે એનો પતિપત્નીએ ખ્યાલ રાખવો જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ‘છે’ ને છે તરીકે અને ‘નથી’ ને નથી તરીકે સ્વીકારીએ ! – દિનકર જોષી
સાધનાનાં અંગ – વિનોબા ભાવે Next »   

26 પ્રતિભાવો : જિંદગી કેમ ખોવાઈ જાય છે ? – અવંતિકા ગુણવંત

 1. સુંદર વાત…સંબંધની નાજાકત સમજાય તો સારી વાત છે…

 2. shruti.maru says:

  બહુ સરસ વાત છે.

  આદર્શ લગ્નજીવન એ કહેવાય જે લગ્નજીવનમાં અમુક દિવસ નહીં પણ ક્ષણેક્ષણ લગ્નના ઉત્સવ જેવી લાગણી જોઈએ. પતિપત્ની નજીક હોય કે દૂર, પ્રેમના માધુર્ય અને ઉષ્મામાં કદીય ઊણપ ન વરતાવી જોઈએ. જ્યાં આવું તાદાત્મ્ય હોય ત્યાં ‘આઈ લવ યુ’ કે ‘આઈ મિસ યુ’ જેવા શબ્દો બોલવાનીય જરૂરત નથી પડતી. એ તો એક હૃદય એની ભાષામાં બોલે ને બીજું હૃદય સાંભળે. પ્રેમ અનુભૂતિનો વિષય છે, પ્રદર્શનનો નહીં.

  પ્રેમ એ દિવ્ય અનુભુતિ છે જીવન ની……

 3. KIRIT madlani says:

  As usual Avantikaben writes beautifully. how many couples will understand this. she said if husband has time but not enough money he can not please his wife. how true, somewhere this values have got lost. i would like to read some comments by some wife on this. what do the consider an ideal celebration monthly or yearly about weddings? is it only gifts or something else also? in this case a very interesting and a good movie followed by what he likes the most would have been ideal after all marriage is also about understanding and making yr partner understand you, it should be attempted gradually.Vasavi’s reaction was out of anger he should not judge her by that alone. at the same time if material pleasures only pleases her than she must be corrected that hapiness does not reside in those things it is anubhuti.

  • trupti says:

   Kirti,

   I do agree with you. In my view, the celebrations can be monthly or yearly, it depends on the individual couple. However, the newly married couple has lots of fantasy in their mind, they long for lots or romance and togetherness in different way. To some extent for all these things, we must thanks to over bollywood movies as well Eaakta Kapoor and her serials.

   In the initial period of life, the wife expects lot of thing from her hubby. May be she has seen other girls getting the kind of attention and materialistic things from their respective husband in her circle or amongst her relatives. Once the time passes, the expectations also are reduced, as with the passage of time she starts understanding her husband very well, I mean her nature and kind of his personality. Many times, husbands try to please their wives by gibing expensive gifts to divert her attention from other matter. For e.g. if the husband is unable to give quantitative or qualitative time to his wife, he tries to please her by materialistic things. That please some wives and some do not.

   I think in the given story, the wife should be given some time to mature herself, as only the month is passed of their married life and she may starts understanding her hubby after few months, then she will not demand and expect the materialistic things from her hubby.
   In nutshell, Vasavi should be given some time to improve her behavior and nature.

 4. Rachana says:

  Time heals almost everything….Give time time and only time to your love one…

 5. harikrishna patel says:

  very very good article.much needed article in recent times.

 6. nayan panchal says:

  આજની પેઢીને ખૂબ જ ઉપયોગી લેખ.

  લગ્ન પહેલા અને પછીના સમયગાળામાં ખૂબ ફરક હોય છે. આજની પેઢીને ખાસ વિચારવાની વાત એ કે શર્વિલના ધ્યાનમાં વાસવીના સ્વભાવની આ બાબત લગ્ન પહેલા કેમ ન આવી. વાસવીને લગ્ન પહેલાનો શાર્વિલ ફીક્કો અને નીરસ કેમ ન લાગ્યો.

  લેખિકાજીનો ખૂબ આભાર.
  નયન

 7. કલ્પેશ says:

  “આદર્શ લગ્નજીવન એ કહેવાય જે લગ્નજીવનમાં અમુક દિવસ નહીં પણ ક્ષણેક્ષણ લગ્નના ઉત્સવ જેવી લાગણી જોઈએ”

  આમ વિચારીએ તો કેટલા લગ્નજીવન “આદર્શ” છે? પરણેલાઓનો જવાબ?

  બહુ મોટા આદર્શો રખવામા ખોટુ નથી. પણ એને હકિકત બનાવવા શુ કરવામા આવે છે?
  બધાને આઇડિયલ પાત્ર જોઇએ છે. કોઇને સામાન્ય બનવામા રસ નથી.

  તમે તમારા મુજબ શ્રેષ્ઠ પુરુષ/સ્ત્રીનુ નામ આપો અને એના પત્નિ/પતિને પૂછો તો કેટલી ખામીઓ નિકળશે?
  આપણને આપણી કમીઓ કરતા બીજાની કમીઓ જોવામા વધુ સારુ લાગે છે.

  વાર્તા વાંચીને આપણે કહી શકીએ કે સ્ત્રી પાત્રએ આમ કરવુ જોઇએ અથવા પુરુષ પાત્રએ આમ કરવુ. આપણી સાથે આ બનાવ બને ત્યારે આપણુ વર્તન કેવુ હોય છે? શુ આપણે એટલી સમજ દેખાડીએ છીએ? જો જવાબ હા હોય તો સલામ.

 8. Veena Dave. USA says:

  સરસ લેખ.

 9. mahesh suta says:

  indeed great,

  Appreciable.

 10. જય પટેલ says:

  વાર્તાનો પ્રવેશ વાસવીનાં શમણાંથી શરૂ થયો અને અંતે લેખિકાના ચિંતને નિરાશ કર્યા.

  આજના ભારત વર્ષમાં યુવાન હૈયાંનાં લગ્નજીવનનાં શમણાં અસ્ખલિત ડેટ્સ પછી વાસ્તવિકતામાં
  પરિણમતાં હોય છે ત્યારે શર્મિલ જેવો મુરતિયો લગ્નજીવનની પ્રથમ માસિક તારીખની ઉજવણી
  અથાણું અને ખાખરાથી ઉજવવાનો પ્રસ્તાવ બેરહેમીથી કરે ત્યારે વાસવી પ્રત્યે સહજ લાગણી થયા
  વગર રહે નહિ. ખાખરાવીર પતિ આગળ જતાં લગ્નજીવનમાં ડિસ્સાટર પૂરવાર થશે તેની ગેરંટી છે.

  લગ્નજીવનને તરો-તાજાં રાખવા માટે બંન્ને પાત્રોએ મથવું પડે. લગ્નજીવનની શરૂઆતમાં હૈયાંઓ
  સેક્સનાં અનિયંત્રીત પાવરથી ધબકતાં હોય અને કોઈ ખાખરાવીર ખાખરાનો પ્રસ્તાવ કરે ત્યારે
  એટલું જ કહી શકાય છે ભાઈસાબે કુમારસંભવંમ વાંચવાની જરૂર છે કે પછી
  રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની રસ-કવિતાઓનો ડોઝ આપવાની જરૂર છે અને ત્યારબાદ પણ કોઈ ફર્ક ના
  પડે તો પછી રસની જીનિટીક ખામી કહી શકાય..!!

  કુદરતી પ્રક્રિયાના ભાગરૂપે સ્ત્રી-પૂરૂષનું આકર્ષણ બાળકના જન્મ સુધી સહજ હોય છે અને
  બાળકના જન્મ બાદ તેમાં થોડી ઓટ આવે તે સમજી શકાય છે પણ આ ઓટને ભરતીમાં
  લાવવાનું નામ જ રસ છે અને જેને આ કળા સહજ હોય તેમના લગ્નજીવન હંમેશા રસથી
  તરો-તાજા હોય છે.

  અવંતિકાબેનના નિરાશાવાદી ચિંતને નિરાશ કર્યા.

  • Tarun Patel says:

   શર્મિલ જેવો મુરતિયો લગ્નજીવનની પ્રથમ માસિક તારીખની ઉજવણી
   અથાણું અને ખાખરાથી ઉજવવાનો પ્રસ્તાવ બેરહેમીથી કરે ત્યારે વાસવી પ્રત્યે સહજ લાગણી થયા.
   વગર રહે નહિ. ખાખરાવીર પતિ આગળ જતાં લગ્નજીવનમાં ડિસ્સાટર પૂરવાર થશે તેની ગેરંટી છે.

   I am so sorry to writing in English as when i try to write in Gujarati…I was killing my own thoughts.
   Is it necessary to celebrate First Month anniversary? If he takes her to expensive place and give
   expensive gift but not from heart just to show that he loves her….It is like today’s marketing/sales
   technique. I work on big corporation….Every one try to show big even though they are not doing much
   of the thing. We all know that….We should be more realistic then plastic face/heart.

   Following paragraph fully describe my views and thinking…

   આજે માણસનો પોતાના જીવન સાથેનો સંબંધ સપાટી પરનો થઈ ગયો છે. એમાં દંભ-દેખાડો વધી ગયા છે. પોતે કંઈક છે, પોતે ખાસ અલગ પ્રકારની જિંદગી ભોગવે છે એ બતાવવાની વૃત્તિ એટલી પ્રબળ બનતી જાય છે કે માણસ મર્યાદા વિસરી જાય છે. આ વૃત્તિના આક્રમણમાં સાચા સ્નેહનું ખૂન થઈ જાય છે એનું ભાન એને નથી. આવી છીછરી વૃત્તિઓ જીવનને નષ્ટ કરી નાખે છે, જીવનનો લય-તાલ ખોરવાઈ જાય છે. એ વાત અનુભવે સમજાય છે, પણ ત્યારે તો ક્યારેક જીવન પૂરું થવા આવ્યું હોય છે. નવજીવનમાં ડગ ભરતા દરેકે સમજવું જોઈએ કે સુખ ભૌતિક ચીજવસ્તુઓમાં નથી સમાયેલું. કીમતી ચીજવસ્તુઓની આપલે તો પ્રેમનું પ્રતીક છે, પ્રેમ નહીં. સુખનો આધાર માણસની પોતાની પર છે, બીજા કોઈની પર નહીં. સુખ અને દુઃખ જન્મે છે અપેક્ષા અને ઈચ્છામાંથી, અને ઈચ્છા જન્મે છે મનમાંથી, માટે માણસે પોતાના મનને સાચી દિશામાં વાળવું જોઈએ. પોતાના પ્રિયજનના હૃદયમાં જોવું જોઈએ. નિર્મળ નજરે ત્યાં જોશો તો કદી ભૂલ નહીં થાય. સુખ સાપેક્ષ છે, એકને જેમાં સુખ લાગે એમાં બીજાને ના લાગે.

  • Shivali says:

   મેં ચાહ્યો એનો પ્રેમ બહુ સાદી રીતથી પણ ખબર નહોતી કે એમાં કળા હોવી જોઈએ.

   અહીં જોવા જઈએતો બેઉનો વાંક છે. જો વાસવીને બહાર જમવામાં રસ હોય તો જયારે શર્વિલે ઘેર જમવા બનાવવાનુ કહયુ ત્યારે જ કહી દેવુ હતુ કે એને હોટલમાં જમવાની ઈચ્છા છે.

   જો કે હોટલની ભીડ કરતા ઘરમાં બે માણસો એકાંતમાં ડીનર વધારે સારી રીતે માણી શકયા હોત. પતિ અને પોતાની ભાવતી વાનગી બનાવી ઘરે જ Candle dinner ની મજા આગળ પંચતારક હોટલનુ ખાવાનુ પણ ફિક્કુ લાગે. માન્યુ કે શર્વિલને પ્રેમ વ્યકત કરતા ના આવડયુ પણ વાસવી ખરેખર એ સાંજને યાદગાર બનાવી શકી હોત.

   શર્વિલ કદાચ એક મહિનામાં વાસવીને ઓળખી શકયો નથી એવુ લાગે છે. એને થયુ કોઈપણ છોકરી પરણયા પછી એના પિયરને અને બાને વધારે યાદ કરતી હોય છે એટલે એણે ત્યાં જવાનુ વિચાર્યુ પણ ખાખરા ખાઈને આવા યાદગાર દિવસની ઉજવણીની વાત કરનાર ખરેખર કજૂંસ જ કહેવાય. મારી સાથે એક મારવાડી કજૂંસ કામ કરે છે જે એની પત્નીને મફતમાં મનોર્ંજન પુરુ પાડવાના રસ્તા શોધતો હોય છે. અરે ડોનટ જેવી એક ડોલરથી પણ ઓછાની ખાવાની વાનગી ખરીદીને ખવડાવવાના બદલે ઓફિસમાં આવે ત્યારે દોડીને લઈને ડબ્બામાં મુકી દે. પણ પત્ની દેશમાં મોકલે ત્યારે બહાર ખાવા જાય, પિકચર જોવા જાય. પેસા ઓછા થાય એટલે.
   શર્વિલ પણ વાસવીને ઈચ્છાને માન આપી બહાર જવા તેયાર થઈ ગયો હોત તો કદાચ વાસવીના મનમાં એના માટે વધારે હેત ઊભરાતુ.

   ફકત હ્રદયમાં ભરપુર પ્રેમ જ હોવો પુરતો નથી એને યોગ્ય રીતે વ્યકત પણ કરવો પડે છે. કોઈ તમારા પ્રેમમાં આંખ મીંચી તમારી હા માં હા કરતુ હશે તો પણ એના મનમાં કયારેક સામેથી પણ એવો જ પ્રતિભાવ મળે એવી અપેક્ષા પણ હશે.

 11. dhiraj says:

  જયભાઈ સાથે ૧૦૦ % સહમત
  લેખિકા બહેન ના ચિંતન માં થોડા વૈરાગ્યમય વિચારો છે જે થોડા અંશે બરાબર છે
  પરંતુ લગ્ન ના મહિના પછી “ખાખરા ને અથાણું”?

  અહીં લેખ માં ક્યાય એવું નથી લખ્યું કે આ દંપતી ગરીબ છે. અને ઉજવણી કરવાથી વધારે ખરચો થાય તેવું પણ નથી
  કમસે કમ સાથે બેસીને કોઈ પાર્લર માં એક એક સોફ્ટી ખાધી હોય તો પણ કૈક રસિકતાથી ઉજવણી કરી કહેવાય

  • harikrishna patel says:

   author does not want to say about ruppes and expense.the whole article has been diverted by you.main concept of article is about understanding. if a person like sharvil who after all days work comes and happily eats khakhara and athanu ,that means he is very chherful person.

 12. PUSHPA RVINDRA RATHOD says:

  rhdyno prem ej sachu pti-patninu jivan che.eni smaksh bdhuj vyrth che.

 13. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Marragies develop through years… spending time together is more important than any thing else. Good dipiction as always…

  Ashish Dave

 14. jayprakash Trivedi says:

  ખુબ સુન્દર શર્મિલ નુ પાત્ર તેના વિચારો સાથે -જિવન નિ આ અત્યત સુકોમલ વાતનિ અનુભુતિ કરવાનિ હોય એનુ
  પ્રદશન કરવાનુ ન હોય very nice story

 15. sejal says:

  khub j saras ……aa gatana darek na jivan ma kyarek ne kyarek to baneli j hoy che…apeksha ne icha ne control ma rakhavu agaru che.

 16. umaben sheth says:

  આદર્શ લગ્નજીવન એ કહેવાય જે લગ્નજીવનમાં અમુક દિવસ નહીં પણ ક્ષણેક્ષણ લગ્નના ઉત્સવ જેવી લાગણી જોઈએ. પતિપત્ની નજીક હોય કે દૂર, પ્રેમના માધુર્ય અને ઉષ્મામાં કદીય ઊણપ ન વરતાવી જોઈએ. જ્યાં આવું તાદાત્મ્ય હોય ત્યાં ‘આઈ લવ યુ’ કે ‘આઈ મિસ યુ’ જેવા શબ્દો બોલવાનીય જરૂરત નથી પડતી. એ તો એક હૃદય એની ભાષામાં બોલે ને બીજું હૃદય સાંભળે. પ્રેમ અનુભૂતિનો વિષય છે, પ્રદર્શનનો નહીં. .
  એના શોખ પૂરા ન કરી શકે તો પત્ની રાજી નથી રહેતી. પત્નીને બધું ખૂટતું જ લાગે છે અને એ અસંતોષની આંધીમાં જે નાજુક, કોમળ, પવિત્ર છે એ બળીને ખાક થઈ જાય છે. આંતરબાહ્ય ક્યાંય પ્રેમ વરતાતો નથી.

  એ પછી જે બચે છે તે હોય છે લગ્નનું ખંડેર, ખંડેરમાં જીવતી લાશ બનીને જીવવું અસહ્ય હોય છે. આવું ના બને માટે હૃદયમનને કઈ વસ્તુ ખરેખર પુલકિત કરે છે એનો પતિપત્નીએ ખ્યાલ રાખવો જોઈએ.
  ખુબ જ સરસ અને સત્ય વાત કહી છે…આજ ની નવી પેઢી ને ખાસ વાંચવા તેમજ સમજવા જેવી વાત્..
  ઉમાબેન શેઠ્.

 17. Vaishali Maheshwari says:

  Very nice article by Ms. Avantika Gunvant. Understanding and Feelings are more important than anything else. If everyone understands this, living life happily will become a lot easier and there will be fun in life too.

 18. Zakir Patel says:

  બકવાસ, લેક્ચર લાગે ચે. અધુરિ લાગિ.

 19. bina p warier says:

  Hi avantika, i like your short story gindgi kem khovai jaey chi? your book Kuryant sada manglam nice story biu life is not for deep feliings all are runing for the money and status and ego i went true person who shar the fellings and improve language . i am very happly and feel nice to read about relation in this short story.pls tell me about real book about dikri vahal no dariyo ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.