બાણશય્યા – ધીરુ પરીખ

પરિવારજનો કહે છે તે કઠોર છે,
પડોશીઓ કહે છે કે તે નઠોર છે.
તે બધું જ ચૂપચાપ સાંભળ્યા કરે છે.

વળી મિત્રો કહે છે તે બળવાખોર છે,
સાથી કાર્યકરો કહે છે તે બડાઈખોર છે.
તે બધું જ ચૂપચાપ સાંભળ્યા કરે છે.

સગાંઓ કહે છે કે તેને ઘણો તૉર છે,
ગામનાં લોકો કહે છે તે બોલે તે શોરબકોર છે.
તે બધું જ ચૂપચાપ સાંભળ્યા કરે છે.

આવાં તો અનેક વાગ્બાણોની શય્યા પર
અવિચલ પોઢ્યો છે તે એ રીતે કે
જાણે કૌરવસેના મધ્યે પોઢ્યા ભીષ્મ કોઈ ઑર છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાધનાનાં અંગ – વિનોબા ભાવે
ગઝલ – રવીન્દ્ર પારેખ Next »   

6 પ્રતિભાવો : બાણશય્યા – ધીરુ પરીખ

 1. Rachana says:

  તે બધું જ ચૂપચાપ સાંભળ્યા કરે છે………સરસ…આમ પણ પોતાના વિશે બોલાયેલુ બધુ જ ધ્યાનમાં ન લેવુ જોઇએ.કોઇ તમારી નિંદા કરે એ ખરાબ છે પણ કોઇ તમારા વિશે કશુ જ ન બોલે એ સૌથી ખરાબ છે…..બધુ ચુપચાપ સાંભળવાનુ છે…બસ..લોકોના બાણ મન સુધી ન પહોચવા જોઇએ..

 2. nayan panchal says:

  સ્થિતપ્રજ્ઞ કદાચ આવા જ લોકોને કહેવાતા હશે.

  ભીષ્મતો વચનોથી બંધાયેલા હતા. કૃષ્ણ તો બધુ જ કરતા હોવા છતા અકર્મી હતા.

  સારી રચના,,
  નયન

 3. વિજય મકવાણા says:

  સરસ રચના છે મને ગમી હો..!!
  માત્ર શબ્દોને થોડા રમતમાં લાવ્યાં હોત તો આથી વધારે અસરકારક બની હોત.

 4. premji jairam babaria says:

  THIS POEM SHOWS THAT POET LISTENS ALL CRITICISM BUT DO NOT REACT.WHY HE DOESNT REACT THAT IS BEST KNOWN TO HIM.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.