ગઝલ – રવીન્દ્ર પારેખ

તૂટી હો ભેખડ પર ભેખડ,
કેમ કરી ત્યાં કે’વું કે રડ !

બીજાને શું શોધે છે તું ?
સૌથી પહેલાં ખુદને તો જડ !

વેચે તો પૈસા દૈ જાજે –
લૈ જા આજ મને તું જાંગડ !

વ્હેતી જાત હજી રોકી લે,
બાકી તો શઢ ઊડે ફડફડ !

લાગે છે લડવું ના છોડે,
માન ન માન હશે મારું ધડ !

લડવા માટે જાત જ શોધે ?
એવો તે કેવો તું અણઘડ !

ખુદને ચણવાનું ચાલે છે,
તેમાં શ્વાસો પાડે છે તડ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાણશય્યા – ધીરુ પરીખ
ગઝલ – જલન માતરી Next »   

8 પ્રતિભાવો : ગઝલ – રવીન્દ્ર પારેખ

 1. ખુબ સુંદર

  “બીજાને શું શોધે છે તું ?
  સૌથી પહેલાં ખુદને તો જડ !”

 2. B.S.patel says:

  ખુબ સુંદર

  વેચે તો પૈસા દૈ જાજે –
  લૈ જા આજ મને તું જાંગડ !

 3. Rachana says:

  સરસ….

 4. Wiram Rathod says:

  થિક છે.. મજા ન આવિ.

 5. nayan panchal says:

  ખૂબ ઓછા શબ્દોથી વેધક રજૂઆત.

  સુંદર રચના,
  નયન

  લડવા માટે જાત જ શોધે ?
  એવો તે કેવો તું અણઘડ !

  • Wiram Rathod says:

   લડવા માટે જાત જ શોધે ?
   એવો તે કેવો તું અણઘડ !

   નયનભાઇ આ આપણા લૂહારભઇ ઓને લાગૂ પડે તેવુ છે. 🙂 😉 🙂 😉

 6. P Shah says:

  સુંદર રચના !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.