મને સપનાં ન આપ – સોનલ પરીખ

મને સપનાં ન આપ
મને સપનાં જો આપ તો
…….. સપનાંનું મારણ પણ આપજે
મારું હોવું હવાની જેમ આમતેમ વાય
…….. થોડો ભેજ, થોડું ભારણ પણ આપજે.

મારી નસ પર દીવાસળી મૂકી મૂકીને
…….. હું તો મારાં અંધારાં પેટાવું
આમતેમ ખડકેલાં હાડમાંસ આંસુને
…….. જામગરી ચાંપી ચેતાવું
મને શ્વાસો ન આપ
મને શ્વાસો જો આપ તો
શ્વાસોનું મારણ પણ આપજે.

મારા સૂના આવાસમાં સુકાય પાનના
…….. ખરવાનો એકે ન ચીલો
મારા રખડુ પડછાયાને ઝાલીને બાંધું જ્યાં
…….. એવો એકે ન મળે ખીલો
મને જીવતર ન આપ
મને જીવતર જો આપ તો
…….. જીવતરનું કારણ પણ આપજે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – જલન માતરી
સફળતા જોઈએ છે ? – સુધીર દેસાઈ Next »   

10 પ્રતિભાવો : મને સપનાં ન આપ – સોનલ પરીખ

 1. Wiram Rathod says:

  મારી નસ પર દીવાસળી મૂકી મૂકીને
  …….. હું તો મારાં અંધારાં પેટાવું

  આ જોરદાર છે…………
  સરસ કાવ્ય સોનલ જી

 2. khyati says:

  ખુબ જ સરસ છે.અભિનંદન.

 3. વાહ…..વેધક ગીત.
  કોણે કીધું કે ગીત પોચાં ને ગળચટ્ટાં હોવા જોઈએ?

 4. nayan panchal says:

  સારી રચના છે.

  અમુક પંક્તિઓ એકદમ ચોટદાર.

  નયન

  મારું હોવું હવાની જેમ આમતેમ વાય
  …….. થોડો ભેજ, થોડું ભારણ પણ આપજે

 5. suresh says:

  it is good gajal.

 6. Hitesh Mehta says:

  મને શ્વાસો ન આપ
  મને શ્વાસો જો આપ તો
  શ્વાસોનું મારણ પણ આપજે.
  ખુબ જ સરસ…..
  હિતેશ મહેતા
  ભારતિ વિધાલય મોરબી.

 7. Arvind Patel says:

  મને જો સપના જો. આપે તો જિવતર્ર્નુ કર્ર્ણ આપજે. ખરેખર સોનલબહેન આપનુ કાવ્ય ખુબ ગમ્યુ.-અરવિન્દ પટેલ.મોડાસા.

 8. P Shah says:

  મારા રખડુ પડછાયાને ઝાલીને બાંધું જ્યાં
  …….. એવો એકે ન મળે ખીલો

  સુંદર રચના !

 9. umaben sheth says:

  વાહ ,ખુબજ સરસ રચના છે…

  ઉમાબેન શેઠ.

 10. ANKITA says:

  saras rachna 6 k

  mane sapna na ap

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.