પરબ – ગિરીશ ભટ્ટ

ઘૂંટ પીવો કે ઘડા ?
પરબ પ્રેમની માંડી, ક્યાં આ
લેણદેણના થડા ?
ભીતરથી આવે સરવાણી,
ક્યાંય ન એનું તળિયું;
વ્હેંચો ને એ વધે અધિકું,
કરુણાનું ઝળઝળિયું !
રણની તરસ છિપાવે, ખોબે
ભરીભરી ક્યારડાં;
ઘૂંટ પીવો કે ઘડા ?
પીવાથી તો પમાય, એથી
અદકું પિવરાવ્યામાં;
અશ્રુજળ સિંચી સિંચીને
વનનાં વન વાવ્યામાં.
આઠે પ્રહર અડિંગા દેશે,
કબીરા, ભીતર-ખડા;
ઘૂંટ પીવો કે ઘડા ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણી કૉલેજો વિશે….. – રતિલાલ બોરીસાગર
સાથ છૂટ્યે…. – શંભુપ્રસાદ જોશી Next »   

7 પ્રતિભાવો : પરબ – ગિરીશ ભટ્ટ

 1. nayan panchal says:

  પરબ પ્રેમની માંડી, ક્યાં આ
  લેણદેણના થડા ?

  સાચી વાત છે, જો લોકોને મૂલવ્યા કરીએ તો પ્રેમની પરબ બંધ કરી દેવાનો વારો આવે. તમે જેને ચાહો છો બસ ચાહ્યા કરો.
  જીવ માત્ર, પ્રેમને પાત્ર.

  ખૂબ આભાર,
  નયન

  • Veena Dave. USA says:

   !!!!!!!!!!
   નામ અને પિક્ચર બે વખત જોયા કે રોજ જોવામા આવતો ફોટો બદલાઈ કેમ ગયો …..

 2. અશોક જાની 'આનંદ' says:

  મને પણ એવું જ લાગે કે પીવા ક્રરતાં પીવડાવવામાં વધુ આનંદ છે, પ્રેમરસ…. બસ દિલ ભરી ભરીને પીવડાવો.
  ખૂબ સુંદર ગીત્……..

 3. sudhir patel says:

  ખૂબ સુંદર માર્મિક ભજન-ગીત!
  સુધીર પટેલ.

 4. વિહંગ વ્યાસ says:

  સુંદર રચના.

 5. ભગવાનનો એટલો આભાર કે કબીર,મીરાં,તુલસી,જેવા વિરલાઓ અને એવા અનેક નામી-અનામી સાહિત્યકારોના જમાનામાં “કોપી રાઇટ”નો અમલ નો હતો નહીંતર તેઓની અમુલ્ય રચનાઓ આપણને ના મલત.
  વ્રજ દવે

 6. અશ્વિન ચંદારાણા says:

  ખૂબ જ સુંદર રચના. વાંચી ખૂબ જ આનંદ થયો. ખૂબ જ સુંદર લય…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.