સાથ છૂટ્યે…. – શંભુપ્રસાદ જોશી

‘આવું – ના આવું ?’ કદાપિ
સૂર્ય ના પૂછે મને – સારું જ છે !
‘ગાઉં વા ના ગાઉં ?’ પંખી
ના કદી પૂછે તને – સારું જ છે !

બીજમાં પોઢેલ રજ કૈં
આવરણ ભેદી હરિત શો
ઓઢશે નકશો ? ……કશું
કે’વાય ના – સારું જ છે !

ધૂંધળા શા ધૂમ્રધૂસર
ઢેર સોહે પ્હાડ પર…..
ધ્યાનસ્થ ધરતીઆભના
ચિંતન વિષે – સારું જ છે !

હોઠ લૈ મીંચી છલકતા
બાહુઓમાં ગૈ લપાઈ….
સાંભળ્યું ના કોઈ દિ’
પાછી વળી – સારું જ છે !

આ ચઢાણો જિંદગીનાં આકરાં –
સાથ તારે સિદ્ધ થાવાનું બને….
ત્યાં ચાલતી પકડી ! હવે
શી વિધ કહું : ‘સારું જ છે’ ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરબ – ગિરીશ ભટ્ટ
કૃષ્ણને કરવું હોય તે કરે ! – સુરેશ દલાલ Next »   

4 પ્રતિભાવો : સાથ છૂટ્યે…. – શંભુપ્રસાદ જોશી

 1. nayan panchal says:

  કુદરતની આ બધી વ્યવસ્થા જોઈને એમ જ કહેવુ પડે છે કે ‘સારું જ છે.’ પ્રશ્નાર્થ ચિન્હનુ કોઈ સ્થાન નથી.

  સુંદર રચના,
  નયન

  • Navin N Modi says:

   નયનભાઈ,
   આપના મંતવ્ય સાથે હું પૂર્ણપણે સહમત છું. આટલા બધા આધ્યાત્મિક અવલોકન છતાં છેલ્લી વાત પછીનો પ્રશ્નાર્થ ચિન્હ મને પણ બહુ ખુંચ્યો.

  • yogesh says:

   નયન ભાઈ આખરે તમે તમારો અસલી ચહેરૉ અમને બતાવ્યો ખરો જે ખરેખર તમારા અભીપ્રાયો સાથે સુસન્ગત છે.

   આભાર્

   યોગેશ્.

 2. અશોક જાની 'આનંદ' says:

  ખરેખર સારું જ છે….!!!!! બસ આ રીતે જોવાની આદત પાડવી પડે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.