કૃષ્ણને કરવું હોય તે કરે ! – સુરેશ દલાલ

દાંત તો હવે દંતકથા ને ચોકઠું ચમત્કાર
તાલ મિલાવી ચાલતો રહું : સમયની વણઝાર

આંખની મારી છીપમાં જુઓ બંધાયાં બે મોતી
એક પછી એક ફેંકી દીધાં : ઝળહળ ઝળહળ જ્યોતિ

પગમાં મારા અડગ ખડક, લોહીનું ઝીણું ઝરણ
ધીમે ધીમે વહેતું રહે : થાંભલા જેવા ચરણ

હાથ તો કદી કંપે જરી : કદીદ શબ્દ ધ્રૂજે
તોયે મારો જુવાનિયો જીવ સૈનિક જેવો ઝૂઝે

ઈન્દ્રિયોનો હદથી ઝાઝો કોણ ભરોસો કરે ?
આપણી એક જ વાત : ‘કૃષ્ણને કરવું હોય તે કરે !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાથ છૂટ્યે…. – શંભુપ્રસાદ જોશી
પાંચ લઘુકાવ્યો – હર્ષ બ્રહ્મભટ્ટ Next »   

9 પ્રતિભાવો : કૃષ્ણને કરવું હોય તે કરે ! – સુરેશ દલાલ

 1. Rachana says:

  સરસ કાવ્ય

 2. vijay shah says:

  ઈન્દ્રિયોનો હદથી ઝાઝો કોણ ભરોસો કરે ?
  આપણી એક જ વાત : ‘કૃષ્ણને કરવું હોય તે કરે !’

  સરસ વાત
  આટલી સહજ રીતે જે જાણકાર્ હોય તેજ કહી શકે
  સલામ સાહેબ્!

 3. સુરેસ દલાલ એતલે કવિતા નો પ્ર્યાય તેના કાવ્યો તો સુન્દર હોય જ

 4. ખુબ સુંદર.

  ધીમે ધીમે પોતાની શારિરિક શક્તિઓ ક્ષીણ થતી જાય ત્યારે ખરેખર એ વ્યક્તિ એક સૈનિકની જેમ જ જીંદગી સામે ઝઝુમે છે.

 5. nayan panchal says:

  ગમે તે પરિસ્થિતીમાં જીવે તો સૈનિકની જેમ ઝઝૂમવાનુ અને બાકીનુ કૃષ્ણ પર છોડી દેવાનુ.

  ખૂબ સુંદર રચના,
  નયન

 6. Ritesh says:

  ખુબ જ સ્રરસઆભિગમ છે પાછલી જીંદગી જીવવાનો.

 7. maitri vayeda says:

  અરે વાહ !!!

 8. Vaishnav Niket R says:

  અતી સુન્દર કાવ્ય
  -નિકેત

 9. manishbhai says:

  સુન્દર વાત સહજ સમજ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.