પાંચ લઘુકાવ્યો – હર્ષ બ્રહ્મભટ્ટ

[1]
પછી હું
લખતો ગયો
કોરી પાટીમાં.
બધું જ લખાતું-અંકાતું ગયું,
મારી ભીતર;
ને પાટી તો
કોરીકટ !

[2]
મોતી શોધવા હું
સમુદ્રમાં ડૂબકી મારું
તે પહેલાં તો આખોયે સમુદ્ર
બની ગયો અચાનક
એક નાનકડું મોતી !

[3]
પછી મેં
ફૂંક મારી.
દીવો તો હોલવાયો નહીં,
રાત હોલવાઈ ગઈ !

[4]
પછી મેં
ઝંપલાવ્યું વહેતી નદીમાં,
પાણી સ્થિર થઈ ગયું.
ને હું વહેતો ગયો, કશેક, કોરોકટ !

[5]
વરસાદી મ્હેંકવાળી,
ચપટીક માટી,
જીભ પર;
ને બધાં જ ફળ-ફૂલ
મારા મ્હોમાં !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કૃષ્ણને કરવું હોય તે કરે ! – સુરેશ દલાલ
સદભાવનાનું સહચિંતન (ભાગ-2) – મૃગેશ શાહ Next »   

9 પ્રતિભાવો : પાંચ લઘુકાવ્યો – હર્ષ બ્રહ્મભટ્ટ

 1. dhara says:

  Good morning every one 🙂

  પછી મેં
  ફૂંક મારી.
  દીવો તો હોલવાયો નહીં,
  રાત હોલવાઈ ગઈ !

  Realy i like this poem which is mention

 2. સુંદર કાવ્યો.

  પ્રથમ લધુકાવ્ય ખુબ સુંદર. મનની પાટી પર લખેલું ક્યારેય ભૂંસાતું નથી……અને હાથમાં રહેલી પાટી તો કોરી જ રહી જાય છે.

 3. Rachana says:

  સુંદર લઘુકાવ્યો…

 4. nayan panchal says:

  સુંદર લઘુકાવ્યો.

  આભાર,
  નયન

 5. harikrishna patel says:

  good poems

 6. jignesh says:

  પછી હું વાંચતો ગયો વાંચતો ગયો અને પાંચેય કાવ્યો પૂરા થઇ ગયા અને ખબર પણ ના પડી. ખૂબ સુંદર. આભાર.

 7. Ritesh says:

  વરસાદી મ્હેંકવાળી,
  ચપટીક માટી,
  જીભ પર;
  ને બધાં જ ફળ-ફૂલ
  મારા મ્હોમાં !

  ખરેખર ખુબ જ સરસ

 8. VEDANT RATHOD says:

  પછી મેં
  ઝંપલાવ્યું વહેતી નદીમાં,
  પાણી સ્થિર થઈ ગયું.
  ને હું વહેતો ગયો, કશેક, કોરોકટ

  ખુબ સુન્દર કાવ્ય.

 9. kishor pandya says:

  બે હાથ ભેગા થાય ત્યારે વ્હેચા ય લાગણઈ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.