Archive for July, 2010

માનવીના રે જીવન ! – મનસુખલાલ ઝવેરી

………..માનવીના રે જીવન ! ઘડી અષાઢ ને ઘડીક ફાગણ, ………. એક સનાતન શ્રાવણ. એક આંખે આંસુની ધારા, બીજીએ સ્મિતના ઊડે ફુવારા, તેજ-છાયાને તાણેવાણે ……….. ચીતરાયું ચિતરામણ. એક અંધારાથી આવવું; બીજા અંધારામાં જઈ સમાવું; બિચમાં બાંધી આંખે પાટા ………… ઓશિયાળી અથડામણ. આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં જાય કરેથી મર્મ સરી ત્યાં; ભલભલા માંહી ભૂલા પડે ત્યાં; […]

મળશું – હર્ષદ ત્રિવેદી

ઓણ મળશું પોર મળશું નહિતર પરાર મળશું અમે નદીના કાંઠે, ……………………. નહિતર દરિયે ધરાર મળશું ! તમે કોઈ સસલાની ઝડપે ખેતર મેલી ભાગ્યાં, અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા ! પગલાંનું તો એવું- પડશે નહિતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું ! …………………………………………..ઓણ મળશું…. અમે એક સપનાને ખાતર પૂરું જીવતર ઊંઘ્યા, તમે ઊંઘવા […]

મેઘદૂત : સચિત્ર સમશ્લોકી ગુજરાતી અનુવાદ સાથે – સં. રજનીકુમાર પંડ્યા

[વિષય પ્રવેશ : ‘अषाढस्य प्रथम दिवसे’ શબ્દ વિચારીએ કે તરત ‘મેઘદૂત’નું સ્મરણ થઈ આવે. મહાકવિ કાલિદાસે રચેલું એક અપ્રતિમ કાવ્ય કે જેના વિશે કોઈ પણ શબ્દો ઓછા પડે. ‘મેઘદૂત’ એ મંદાક્રાન્તા છંદમાં રચાયેલું વિરહશૃંગારનું મર્મસ્પર્શી કાવ્ય છે. કવિ ઉમાશંકર કહે છે કે ‘મેઘદૂત’ એ વિરહના તાર પર છેડેલી પ્રેમની મહારાગિણી છે, જેમાં એક વિરહી યુગલની […]

ગુજરાતી મોરી મોરી રે….. – વર્ષા અડાલજા

[‘માતૃભાષાનું મહિમાગાન’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] 1989-90ની આસપાસની વાત. મારી નાની પુત્રી શિવાની ઝેવિયર્સ કૉલેજમાં ભણે. માધવી, શિવાની બંનેને મેં એ સમયે જાણીતી ન્યુ એરા સ્કૂલમાં મૂકેલી. ગુજરાતી માધ્યમ. શાળામાં ગુજરાતી સાહિત્ય અંગેની વિવિધ પ્રવૃત્તિઓ થતી. છેલ્લા વર્ષોમાં મેથ્સ, સાયન્સ, અંગ્રેજી ભણવાનાં કૉલેજના અંગ્રેજી માધ્યમ માટે થોડી આગવી તૈયારી. […]

વાટકી – બકુલ ત્રિપાઠી

[ શ્રી વિનોદ ભટ્ટ દ્વારા સંપાદિત ‘અમર હાસ્યનિબંધો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] તમને પહેલાં મારી ઓળખાણ કરાવી દઉં. મારું નામ છે તારિણીબહેન. અમે જે બ્લૉકમાં રહીએ છીએ તેમાં ચાર ફલૅટ છે. અમારી સામેના ફલૅટમાં રહે છે તે માલિનીબહેન. અને અમારી સામેના ફલૅટમાં નીચેની બાજુએ એટલે કે અમારી નીચેના ફલૅટની […]

અદ્દ્ભુત ધીરજ, અસીમ ખંત – ડૉ. મોહનભાઈ પંચાલ

[સત્યઘટના પર આધારિત પુસ્તક ‘સાહેબ, મને સાંભળો તો ખરા !’માંથી સાભાર. જાણીતા શિક્ષણવિદ ડૉ. મોહનભાઈ પંચાલ દ્વારા 1972માં લખાયેલ આ પુસ્તકની અત્યાર સુધીમાં છ આવૃત્તિઓ થઈ ચૂકી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે ડૉ. રેણુકાબેન પટેલનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ‘ફક્ત એક રૂપિયો, સાહેબ ! ઓન્લી વન […]

માનવતાના મશાલચી – સંકલિત

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] [1] ના પુણ્ય પરવાર્યું નથી – શૈલી પરીખ થોડા સમય પહેલાંની વાત છે. હું પત્રકારત્વનો અભ્યાસ કરું છું તે સંદર્ભમાં મારે જુદા-જુદા વિસ્તારોની સંસ્થાની મુલાકાત લેવાની હોય છે. તે દિવસે મારે મોટેરા સ્ટેડિયમ પાસે એક સંસ્થાની મુલાકાતે જવાનું હતું. રવિવારનો દિવસ અને મને ક્યારેય બસમાં બેસવાની આદત નહીં, માંડ-માંડ સવારે નવ […]

હવે ? – હિમાંશી શેલત

[‘જનકલ્યાણ’માંથી સાભાર. આપ હિમાંશીબેનનો (વલસાડ) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 2632 227041.] સાત કે આઠ વર્ષની ઉંમરે એમને સહુથી વધારે દુઃખ રમતમાં હારી જવાથી થતું. સાદામાં સાદી પકડદાવ જેવી રમત હોય તો પણ મનમાં એક ચડસ કે હું હારું નહિ, મારાથી હારી જવાય નહિ. રમતની શરૂઆત પહેલાં જ આખા શરીરમાં ઝણઝણાટી […]

સમીપ – વીનેશ અંતાણી

[ ટૂંકીવાર્તાના પુસ્તક ‘રણઝણવું’ માંથી સાભાર. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ત્રણ સૂટકેસ ઠાંસી ઠાંસીને ભરી છતાં ચોથી સૂટકેસ પણ કરવી પડે તેટલો સામાન પલંગ પર પડ્યો હતો. મને અચાનક કંટાળો આવી ગયો. અહીંથી જવાનું પંદર દિવસથી નક્કી કર્યું હતું છતાં છેલ્લા […]

ગાયમાતાને પત્ર – સોનલ ર. પંડ્યા

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક : દીપોત્સવી હાસ્ય વિશેષાંક (2001)માંથી સાભાર. આપ સોનલબેનનો (અમદાવાદ) આ સરનામે સંપર્ક કરી શકો છો : sonalp14@gmail.com ] આદરણીય ગાયમાતા, અમદાવાદ ગામથી પંચાતમાસીના જયશ્રીકૃષ્ણ વાંચશો. પારકી પંચાત કરવાની મારી ટેવ હવે મારો સ્વભાવ બની ગઈ છે. એટલે આ પત્રપંચાતના ભાગરૂપે તમને કાગળ લખું છું. વળી, અમારા શહેરમાં ફરતાં તમે અમારા શહેરમાં નહીં, અમે […]

દાગીનામાં નવીનતા ! – ડૉ. ઈન્દ્રદેવ આચાર્ય

[‘ગુજરાત’ સામાયિક (દીપોત્સવી)માંથી સાભાર.] આપણા દેશમાં હમણાં હમણાં ઈલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર વિજ્ઞાનમાં સારી એવી પ્રગતિ નોંધાઈ છે. વૈજ્ઞાનિક ઉપકરણો વધી રહ્યાં છે અને આખોય સમાજ પ્રગતિના પંથે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. એક બાજુ આ પ્રમાણે પ્રગતિ થઈ રહી છે તો બીજી બાજુ, કામના અભાવે બેકારી વધી રહી છે. કેટલાય ભણેલ-ગણેલ સાયન્સ ગ્રેજ્યુએટો અને […]

બાળભગવાન – ફાધર વાલેસ

[‘લગ્નસાગર’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] બન્નેને હું કૉલેજથી ઓળખતો હતો. એ છોકરો ને એ છોકરી બન્ને મારા વર્ગમાં બેસીને ભણ્યાં હતાં. એમનાં લગ્ન થયાં ત્યારે હું અભિનંદન આપવા ગયેલો. તેઓ તો એનાં એ જ હતાં. એકની કીમતી સાડી ને બીજાનાં સૂટ-બૂટ ખરાં, પણ હતાં તો એ જ છોકરો ને […]

જાગ ! – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

જાગ રે જાગ મુસાફર વ્હેલો : …………. રાત સિધાવે, દિન જો આવે …………. દરવાજે તુજ હજી દીધેલો ! ધરતીનાં સપનાં શું જુવે ? …………. તરુણ અરુણ ત્યાં વ્હોમે ચૂવે ! રખે સૂરજનો દેશ તું ખૂવે- …………. રખે રહે તું તિમિર-ડૂબેલો ! ચાલ ધરાનાં બંધન તોડી, …………. સુખદુઃખની કંથા લે ઓઢી, સત્વર તારી છોડીને હોડી- …………. […]

ખો-ખો – રાજ બ્રહ્મભટ્ટ

[‘સંપર્ક’ સામાયિક (કલોલ)માંથી સાભાર.] સૂર્યએ આપી ચંદ્રને ખો. અને કહ્યું : નથી ઉગતી માનવતા ભાઈ ! મારા તાપથી ! માટે, તારી શીતળતા અજમાવી જો…. સવાર પડીને ચંદ્ર બોલ્યો : શીતળતાથી તો સૂઈ ગયા લોકો…. હવે આ તો કામ છે જગાડવાનું……. માટે ફરી તમને આપું ખો… સૂર્ય બોલ્યો : છોડ, ભાઈ આ માનવતાની વાત, આપણે તો […]

ચાર ચતુર – વસંતલાલ પરમાર

[બાળવાર્તાના સુંદર પાંચ પુસ્તકો પૈકી ‘ચાર ચતુર’ પુસ્તકમાંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તકો ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આ પાંચ પુસ્તકોના નામ આ પ્રમાણે છે : ‘પાણીચોર શિયાળ’, ‘બતકનો માળો’, ‘સાહસવીર કુંદન’, ‘ચાર ચતુર’ અને ‘સોનાનો જવ’. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] રામપુર નામના નગરમાં […]

ઊઘડતી દિશાઓ – સોનલ પરીખ

[તાજેતરમાં પ્રકાશિત થયેલ કવિયત્રી સોનલબેન પરીખના (મુંબઈ) કાવ્યસંગ્રહ ‘ઊઘડતી દિશાઓ’માંથી કેટલીક રચનાઓ આજે માણીએ. રીડગુજરાતીને આ સંગ્રહ ભેટ મોકલવા માટે સોનલબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9221400688 અથવા આ સરનામે sonalparikh1000@gmail.com સંપર્ક કરી શકો છો.] [1] નિ:શેષ કહેલા શબ્દને સીમા હોય છે કાળની ને અર્થની, ભાષા અને સમજની, કહેનાર ને સાંભળનારની […]

સુખાંત – સુરેશ ગઢવી

[તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘અભિનવ વાર્તાઓ’માંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન શ્રી અજયભાઈ ઓઝા તેમજ શ્રી કલ્પેશભાઈ પટેલે કર્યું છે. પુસ્તકમાં નવોદિત વાર્તાકારોની કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. રેણુકાબેન પટેલનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] પે’લી વાત, હું કોઈ એવો લેખક-વેખક નથી ને આ […]

ઉત્તર-પૂર્વ દિશા – ઈલા આરબ મહેતા

[આદરણીય ધીરુબહેન પટેલ દ્વારા સંપાદિત ‘ઈલા આરબ મહેતાનો વાર્તાવૈભવ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’ (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] આમ તો હુંય જાણતો હતો કે આ ઘર કાઢવું મુશ્કેલ તો ખરું. થોડું મુશ્કેલ. અમથાં આ લાઈનમાં પચ્ચીસ વર્ષ કાઢ્યાં હશે ! ઘર જોઉં ને […]

રામપ્રસાદ બક્ષી : નસેનસમાં વિદ્યાપ્રેમ છલકાતો – ધીરુબહેન પટેલ

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક નવેમ્બર-1996 દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર.] સાન્તાક્રુઝ, પોદાર હાઈસ્કૂલ, હાઈસ્કૂલના મકાન પર કંડારેલી મયૂરવાહિની વીણાવાદિની સરસ્વતીની મૂર્તિ અને અમારા રામભાઈ મારા બાળપણનાં સંભારણાંમાં એવાં ઓતપ્રોત થઈ ગયાં છે કે લગભગ એક સાથે જ – એકાકાર થઈને યાદ આવે. ત્યારે મારી ઉંમર સાત આઠ વર્ષની હશે. નોટબૂકની એક બાજુએ કોઈ મનગમતું ચિત્ર ચોંટાડવાનું અને બીજી બાજુએ […]

રણ તો લીલાંછમ – ગુણવંત શાહ

[‘રણ તો લીલાંછમ’ પુસ્તકમાંથી સાભાર.] [1] નાનકડું એ રૂપકડું સુખી લોકોનું એક લક્ષણ હોય છે. તેઓ થાક ન લાગે તોય આરામ કરી શકે છે. ભૂખ ન લાગી હોય તોય તેઓ ખાતાં રહે છે. તરસ ન લાગી હોય ત્યારે પણ શરબત પીવાની ટેવ ખબર ન પડે એમ પડી જાય છે. કોઈ ખાસ આપત્તિ વગર પણ તેમનો […]

આ અફીણના બંધાણમાંથી ક્યારે છૂટીશું ? – કાન્તિ શાહ

[‘ભૂમિપુત્ર’ જુલાઈ-2010માંથી સાભાર.] માર્કસે કહેલું કે ધર્મ અફીણનું કામ કરે છે. આજે ‘વિકાસ’નો એક નવો આધુનિક ધર્મ ઊભો થયો છે, તે પણ એ જ કામ કરી રહ્યો છે. તે આજે અફીણની ગરજ સારે છે ! દેશ-દુનિયામાં આજે બધે વિકાસનો ભૂવો ધૂણી રહ્યો છે. તેણે અફીણ ઘોળી-ઘોળીને પીધું છે અને બીજા સહુનેય પાયું છે. એટલે અફીણની […]

ઊઘડવાની અવસ્થા – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’માંથી સાભાર.] વર્ષો પછી આ રીતે તરબોળ ભીંજાઉં છું, બલ્કે ભીંજાવું પડે છે. પહેલાં તો ભીંજાવા માટેનાં અનેક બહાનાં હતાં. જેમ કે, છત્રી ભૂલી જવાતી, રેઈનકોટ ન જડતો, કશેક પહોંચવામાં મોડું થઈ જતું. વરસાદ ત્રાંસો આવતો, છત્રી કાગડો થઈ જતી…. હવે ન ભીંજાવાનાં અનેક કારણ અથવા બહાનાં છે. પણ, આજે પહેલા નહિ […]

શીંગડા માંડતાં શીખવશું ! – મનુભાઈ પંચોળી ‘દર્શક’

[ શ્રી નાનાભાઈ ભટ્ટની 80મી જન્મજયંતી પ્રસંગે, એમના જીવનપ્રસંગો મારફત દક્ષિણામૂર્તિ સંસ્થાની કથા કહેતું ‘નાનાભાઈ’ નામનું નાનું પુસ્તક શ્રી ‘દર્શકે’ 1961માં આપેલું. તેનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ઉપરોક્ત શીર્ષક હેઠળ ખિસ્સાપોથી તૈયાર કરી છે. આજે આ નાનકડી પુસ્તિકામાંથી નાનાભાઈ ભટ્ટના કેટલાક જીવનપ્રસંગો માણીએ. પુસ્તિકા પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] નાનાભાઈનું મૂળ […]

મોબાઈલની મોંકાણ – પરાગ ત્રિવેદી

[ રમૂજી લેખ : ‘અખંડ આનંદ’ જુલાઈ-2010માંથી સાભાર. આપ લેખકશ્રી પરાગભાઈનો (જૂનાગઢ) આ નંબર પર +91 9898357357 સંપર્ક કરી શકો છો.] ‘એ….ભાઈ, કોઈ પૈસા માગે છે ? ફોન ઉપાડો ને ! કોઈ ઉઘરાણી કરે છે ? ફોન કેમ નથી ઉપાડતા ? ફોન ઉપાડો ફોન…. એ ભાઈ… ફોન ઉપાડોને…’ ‘મૈં ચાહે યે કરું મૈં ચાહે વો […]

આફત આવ્યા પહેલાં – મોહમ્મદ માંકડ

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.] આ મહિનામાં, આ તારીખે અત્યારે તમે આ લેખ વાંચી રહ્યા છો. પરંતુ ગયા વર્ષે આ મહિનામાં આ તારીખે આ સમયે તમે શું કરતા હતા તે કહી શકશો ? મોટા ભાગે નહીં કહી શકો, અરે, ચોક્કસ નહીં કહી શકો. એ જ રીતે આવતા વર્ષે આ મહિનાની આ તારીખે તમે શું કરતા હશો તે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.