પુત્રવધૂનું સ્વાગત – મકરન્દ દવે

(ઢાળ : નાણાવટી રે સાજન બેઠું માંડવે)

આજ લખમી આવ્યાં મારે આંગણે
લાવ્યાં સો સો કમલની સુગંધ,
ઓચ્છવ મારે આંગણે.

મારી અડવી ભીંતોને એનાં આંગળાં
જ્યાં જ્યાં પરશે ત્યાં સોહે શણગાર,
ઓચ્છવ મારે આંગણે.

એને વેણલે વ્હાલપ નીતરે
એને ટોડલિયે ટહુકાર,
ઓચ્છવ મારે આંગણે.

એ તો ઘરનું છત્તર, ઘરની છાંયડી
ઘરની અગાસીનું ખુલ્લું આકાશ,
ઓચ્છવ મારે આંગણે.

એણે બબ્બે તે કુળને ઉજાળિયાં
હૈયે હૂંફ ને જીવતરની હાશ,
ઓચ્છવ મારે આંગણે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રાધાની પ્રાર્થના – શ્રી માતાજી
બા – ઈલિયાસ શેખ Next »   

6 પ્રતિભાવો : પુત્રવધૂનું સ્વાગત – મકરન્દ દવે

 1. ખુબ સુંદર……

  “ઘરની અગાસીનું ખુલ્લું આકાશ”……..બસ જો બધી જ પુત્રવધૂને ખુલ્લું આકાશ મળે તો એ મનભરીને એ આકાશમાં વિહરી શકે……!

 2. Ankit says:

  ખુબજ સરસ
  you remind my childhood.

 3. Vinod and Jayshri Mirani says:

  આભાર શ્રેી મકરન્દભાઇ દવે
  આપના શબ્દો,અમારેી લાગણેી
  પુત્રવધુ ને સપ્રેમ સમર્પિત્
  ( અમારેી પાસે શબ્દો ના હતા અમારેી પુત્રવધુ ને બેીરદાવવા માટે.થેન્કસ )

 4. Rachana says:

  સરસ કાવ્ય

 5. Jagruti Vaghela USA says:

  દરેક પરિવારમાં પુત્રવધૂનું સ્વાગત આવી રીતે થાય તો કેવું સરસ.

 6. nayan panchal says:

  ખૂબ સરસ. દરેક પુત્રવધૂ આવા જ સ્વાગતની હકદાર છે.

  ખૂબ આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.