બા – ઈલિયાસ શેખ

[‘શબ્દસૃષ્ટિ’ મે-2009માંથી સાભાર.]

ઉંમરના તકાદે
થોડાં ઝૂકી ગયાં છે એટલું જ,
બાકી આંખ આજ પણ તાકે છે,
આકાશના બીજા છેડાને – ઉન્નત મસ્તકે,
ખુમારીના ખમીરથી.

ક્યારેય ખૂટતાં નથી, એના સાડલાને છેડે બાંધેલા પૈસા.

એક તો અરીસામાં
ને બીજે બસ એની આંખમાં,
જોઈ શકું છું હું બાની આંખ.

મોંસૂઝણે
ગલી-ગલીએ છાણ વીણતી બા,
મને કાયમ,
રાતના ખરેલા,
તારા વીણતી પરી લાગી છે.

દીવાલ પર,
હારબંધ થાપેલાં છાણાં,
મારે મન તો જાણે મીઠા જુવારના દાણા.

અઢળક બળતણ વેચી-વેચીને,
ટાંકા-ટેભા ભરી-ભરીને,
બાએ અકબંધ રાખી છે
અમારી મુઠ્ઠીને.

રસોડાનું એક-એક વાસણ,
બની ગયું છે અક્ષયપાત્ર
બાનાં બરકતી હાથે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પુત્રવધૂનું સ્વાગત – મકરન્દ દવે
દીદી – કુલદીપ કારિયા Next »   

13 પ્રતિભાવો : બા – ઈલિયાસ શેખ

 1. sudhir patel says:

  સરસ ભાવવાહી કાવ્ય!
  સુધીર પટેલ.

 2. Rachana says:

  બા,
  મને કાયમ,
  રાતના ખરેલા,
  તારા વીણતી પરી લાગી છે……….સુંદર કાવ્ય..

 3. Pravin V. Patel [USA] says:

  સહુને સ્પર્શતી હૃદયમાંથી વહેતી કૃતજ્ઞતાની ભીની ભીની ખુશ્બુથી તન-મન મહેંકી ઊઠે છે.
  વાત્સલ્યતાના વારિને ભાઈશ્રી ઈલિયાસ શેખે માણ્યાં છે અને વધાવ્યાં છે.
  આપની માતૃભક્તિને સો સો સલામ!
  પ્રેમ વર્ષા વરસ્યા કરે–વહ્યા કરે એવી પ્રાર્થના.
  અભિનંદન અને આભાર.

 4. Kamlesh Pandya says:

  સરસ કૃતિ ….બા નુ વાત્સલ્ય સહુને સ્પર્શ કરે છે.
  Kamlesh Pandya
  (Adadrawala)

 5. P Shah says:

  …….બાકી આંખ આજ પણ તાકે છે
  સુંદર રચના !

 6. sujata says:

  રસોડાનું એક-એક વાસણ,
  બની ગયું છે અક્ષયપાત્ર
  બાનાં બરકતી હાથે.

  બ હુ જ સ ર સ્…….

 7. Veena Dave. USA says:

  સરસ….
  મારી મમ્મીએ બરકતી હાથથી પોતાનુ અને અમારુ રસોડુ અને ઘર અક્ષયપાત્ર જેવા બનાવતા શીખવાડ્યું.
  વલ્લભ વિધ્યાનગરના પીયરના ઘરેથી મારા ઘરે જવા નીકળુ ત્યારે હુ દેખાઊ ત્યાં સુધી જાળી પાસે ઉભી રહી મને હાથથી આવજો કહેતી હોય ….એ મા જતી રહી.

 8. જય પટેલ says:

  શ્રી ઈલિયાસભાઈની ભાવવહી દ્રષ્ટિમાંથી સર્જાયું સંવેદનશીલ કાવ્ય.

  ક્યારેય ખૂટતા નથી એના સાડલાને છેડે બાંધેલા પૈસા….ખૂબ સાચું.
  સાડલાને છેડે બાંધેલી દ્રવ્યની ( હૈયાની ) ગાંઠ આગળ તો કુબેરનો ભંડાર પણ શરમ અનુભવે.
  અમીમય ઝરણાંની એક માત્ર ઝલકથી છૂટતી આ ગાંઠ આગળ તો દાનવીર પણ શરમ અનુભવે.

  માને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પતું કાવ્ય.
  આભાર.

 9. gopal says:

  રસોડાનુઁ…… કડી ખૂબ જ ગમી

 10. Mukesh Pandya says:

  સુંદર રચના.

 11. nayan panchal says:

  બાનો ખોળો કેવો જાદુઈ,
  માથુ મૂકીને સૂઈ જાઊં તો,
  થાક, વિષાદ બધું જ ગાયબ.

  બની જાઉ ફરી નાનો બાળક હું…

  વધુ તો શું લખું આ રચના વિશે, મહાભારતનો એક સંવાદ યાદ આવી ગયો.
  “માતા ચાહે કિસીકી ભી હો, સદૈવ આદરણીય હોતી હૈ.”

  ઇલિયાસ ભાઈનો ખૂબ આભાર,
  નયન

 12. ખરેખર સારુ …

 13. Akbarali Narsi says:

  ‘બા’ આજે ચાલીશ વર્ષ પછી પણ ભુલાતી નથી.
  તેની હૈયા ની ગાંઠ નાં અમી જરણા. ફરી એક વાર એ
  અમી નઝર થાય તો ન્યાલ થઈ જવાય.
  ઈલ્યાસ ભાઈ ની ભાવભરી અંજલી ને ધન્યવાદ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.