દીદી – કુલદીપ કારિયા

[‘અખંડ આનંદ’ જૂન-2010માંથી સાભાર.]

ચાંદો-સુરજ તારા દીદી
સૌથી વ્હાલાં મારાં દીદી

ખાટ્ટો મીઠ્ઠો પ્રેમનો દરિયો
સ્હેજ સ્વભાવે ખારાં દીદી

મમ્મી-પપ્પા ઘરનું દિલ છે
તું ઘરના ધબકાર દીદી

સાંજ પડે ને યાદા’વે છે
હીંચકો બાગ ફુવારા દીદી

ફળ મળશે એ બાળવ્રતોનું
ઊગશે પ્રેમ જવારા દીદી

દુલ્હો મળશે તમને એવો
ઝૂકશે ચાંદ-સિતારા દીદી

પરણી વટશો ઉંબર ત્યારે
રડશે તુલસી ક્યારા દીદી

પાછાં મળતાં રહેજો, હોને;
પ્યારાં પ્યારાં પ્યારાં દીદી

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બા – ઈલિયાસ શેખ
વણઝારા રે…. – યશવન્ત મહેતા Next »   

8 પ્રતિભાવો : દીદી – કુલદીપ કારિયા

 1. P Shah says:

  પ્યારા દીદીની પ્યારી પ્યારી રચના !

 2. ખુબ ભાવસભર રચના. ભાઈ-બહેન એક સાથે રમ્યાં હોય, ભણ્યા હોય, સુખ દુઃખના કેટકેટલા પ્રસંગો સાથે રહીને વીતાવ્યાં હોય. અને પછી જ્યારે દીદી સાસરે જવાના થાય ત્યારે ભાઈને મનમાં અક્થ્ય દુઃખ થાય અને દીદીથી વિખુટા પડવું બીલકુલ ન ગમતું હોવાને લીધે કહે છે કે પાછા મળતા રહેજો.

  રીડ ગુજરાતી ઉપર કેટકેટલું ઉત્કૃષ્ટ સાહિત્ય વાંચ્યું છે. ઘણી વાર આક્રોશ આવ્યો છે, ઘણી વાર નીરાશાની ગર્તામાં ડુબ્યો છું, ક્યારેક હસ્યો છું, ક્યારેક રડ્યો છું ,ક્યારેક લડ્યો છું તો ક્યારેક મુંગો મંતર થઈ ગયો છું.

  મૃગેશભાઈ તમારો ભગીરથ પુરુષાર્થ કાબીલે દાદ છે.

 3. જય પટેલ says:

  શ્રી અતુલભાઈ

  રીડ ગુજરાતી પર પીરસાતું ઉત્કૃષ્ટ સાહિત્ય અને તેના પર ભાષાની મર્યાદા જાળવી થતી ચર્ચાને
  કારણે રીડ ગુજરાતી અનોખું છે.

  આપ ઘણીવાર આક્રોષ…નિરાશા વિગેરે જેવી માનવીય મર્યાદામાંથી પસાર થઈ વિચાર શૂન્ય થયા તે જ
  સાહિત્યની તાકાત છે. ઉત્તમ સાહિત્ય એટલે વિચારોના વમળો પ્રગટાવી છેવટે માનવને વિચાર શૂન્ય કરે.
  ધૃણાના બંધનમાંથી મુક્તિ અપાવે…સ્વની ઓળખ કરાવે.

  શ્રી મૃગેશભાઈના સાહિત્ય યજ્ઞમાં મળતા રહીશું.
  આભાર.

 4. Veena Dave. USA says:

  સરસ લાગણીસભર કાવ્ય.

 5. Sandhya Bhatt says:

  ખૂબ સુંદર, ભાવવાહી કવિતા.

 6. Mukesh Pandya says:

  ખૂબ જ સુંદર, સરળ અને ભાવસભર રચના. દીદીના વ્હાલને યાદ કરાવી દે તેવું કાવ્ય.

 7. nayan panchal says:

  દીદીમય બનાવી દે એવુ લાગણીથી છલોછલ કાવ્ય.

  અતુલભાઈ અને જયભાઈએ કહ્યુ તેમ રીડગુજરાતી વિવિધ મનોભાવની યાત્રા કરાવ્યા કરે છે.

  ખૂબ આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.