હાસ્યાનંદ – સંકલિત

છગન : ‘એંશી વરસની ઉંમરે પણ…. મારા દાદા દરરોજ સવારે દસ કિલોમીટર દોડવા જાય છે.’
મગન : ‘પછી સાંજે શું કરે ?’
છગન : ‘દોડીને પાછા આવે.’
*************

નટુ : ‘જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ ત્રણ વસ્તુ ભુલાતી જાય છે.’
ગટુ : ‘કઈ ત્રણ ?’
નટુ : ‘યાદ નથી.’
*************

છગનબાપુ સિગારેટ પીતા’તા.
પટેલે પૂછ્યું : ‘બાપુ, કઈ સિગારેટ પીવો છો ?’
બાપુ : ‘ટુ સ્ક્વેર’
પટેલ : ‘પણ બાપુ, એવી તો કોઈ સિગારેટ જ નથ્ય…. ફોર સ્ક્વેર હાંભળી છે….’
બાપુ : ‘તે આ એનું ઠૂંઠું છે અલ્યા….’
*************

યુદ્ધમાં સંતાએ બુલેટપ્રૂફ જેકેટની જગ્યાએ મચ્છરદાની વીંટાળી.
બંટા : ‘ક્યૂં મચ્છરદાની પહેની ?’
સંતા : ‘જિસમેં મચ્છર નહીં ઘૂસ સકતે, ઉસમેં ગોલી કૈસે ઘૂસેગી યારા…..’
*************

સંતા : ‘બોર હો ગયા હું…’
બંતા : ‘ક્યું ક્યા હુઆ ?’
સંતા : ‘યહ રામદેવજી ભી ના…. શાદી નહીં કિ ઈસલિયે રોજ કહેતે હૈ : અચ્છી સેહત કે લિયે રોજ પ્રાણાયામ કરો, અપની સાસ પે કંટ્રોલ કરો. યહાં બીવી બાત નહીં માનતી તો સાસ કો ક્યા ખાક કંટ્રોલ કરે ?’
*************

છગન : ‘હું નાનો હતોને ત્યારે મારી બા મને બજારમાં મોકલતાં હતાં. રૂ. 10માં હું કરિયાણું, શાકભાજી, દૂધ ને થોડો ઘણો નાસ્તો પણ લઈ આવતો.’
દીકરો : ‘બાપુ, ઈ જમાના ગયા….. હવે એવું નો બને. હવે બધી જગ્યાએ કેમેરા લાગેલા હોય છે !’
*************

બોસ : ‘મારે મારી આજુબાજુ જીહજૂરિયા માણસો નથી જોઈતા.’
અધિકારી-1 : ‘સાચી વાત !’
અધિકારી-2 : ‘એકદમ ખરું !’
અધિકારી-3 : ‘તમે બરાબર વાત કહી !’
*************

નાથુભા બાપુએ મગનને પૂછ્યું : ‘કાં બાપુ, આજકાલ ધંધાપાણી કેવાક ? શાના ધંધામાં ?’
બાપુ : ‘અરે એકદમ ફર્સ્ટ કલાસ.’
મગન : ‘બાપુ, શાનો ધંધો કરો છો ?’
બાપુ : ‘વુડન આર્ટિકલ્સ….’
મગન : ‘એટલે ?’
બાપુ : ‘દાતણ.’
*************

સંતા : ‘મેરે પાસ ટ્વીટર હૈ, ફેસબુક હૈ, ઓરકુટ હૈ, ગુગલટૉક હૈ, એમએસએન હૈ…. તુમ્હારે પાસ ક્યા હૈ ?’
બંતા : ‘મેરે પાસ કામ હૈ !’
*************

પતિના મરી ગયા પછી પત્નીએ બીજા દિવસે છાપામાં જાહેરખબર છપાવી : ‘મારા પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.’ – લિ. રશ્મિ (ઉંમર 32, ઉંચાઈ 5-2, રંગ ગોરો, બાળકો નથી.)
*************

‘અરે દોસ્ત, રાજુ ઉપર જબરજસ્ત મુસીબત આવી પડી છે. તને ખબર છે કે નહિ ?’
‘ના. શું થયું ?’
‘મારી પત્ની એની જોડે ભાગી ગઈ !’
*************

બંતા ટેક્સીમાં જતો હતો. અચાનક ટેક્સીવાળો બોલ્યો : ‘અપની ટેક્સી કા બ્રેક ફેઈલ હો ગયા હૈ !’
બંતા કહે છે : ‘ઓય ફિકર મત કર, અગલી બાર પાસ હો જાયેગા !’
*************

વગર ટિકિટે બસમાંથી ઉતરીને ભાગવા જતાં કડકાસિંહનો પગ મચકોડાઈ ગયો. લંગડાતા ઘરે આવીને કડકાસિંહે એના દીકરાને કહ્યું : ‘જા, પડોશમાંથી આયોડેક્સની શીશી લયાવ….’
દિકરાએ કહ્યું : ‘ઈ નથી દેવાના…’
કડકાસિંહ બબડ્યા : ‘કેવા કંજુસ પડોશી હાર્યે ગુડાણા છીએ ! ઠીક છે, જા આપણી શીશી લયાવ….’
*************

‘ઘડિયાળમાં તેર ટકોરા પડે તો કેટલો સમય થયો કહેવાય ?’
‘ઘડિયાળ રીપેર કરાવવાનો….!’
*************

પતિ : ‘તેં નવીન વાનગી બનાવી છે, તે કાચી કેમ લાગે છે ?’
પત્ની : ‘મેં તો બરાબર બુકમાં જોઈને બનાવી છે. ફકત તેમાં 4 વ્યક્તિ માટે સામગ્રી અને સમય હતો. તે મેં અર્ધું કરી નાખ્યું, કારણ કે આપણે તો બે જ છીએ !’
*************

રાજુ : ‘મગન, તને એક વાત ખબર છે ?’
મગન : ‘કઈ વાત ?’
રાજુ : ‘ઊંડા શ્વાસ લેવાથી શરીરના વિષાણુઓ મરી જાય છે !’
મગન : ‘પણ યાર, એમને ઊંડા શ્વાસ લેવાનું કહેવું કઈ રીતે ?’
*************

દીકરી : ‘પપ્પા, મારે માટે તમને રમેશ જરૂર પસંદ પડશે.’
પિતા : ‘એમ ? એની પાસે કેટલા પૈસા છે ?’
દીકરી : ‘તમને પુરુષોને આ તે કેવી ટેવ ? રમેશ પણ વારંવાર આ જ સવાલ પૂછે છે ?’
*************

નેપોલિયન : ‘તને ખબર છે ?’
ગટુ : ‘શું ?’
નેપોલિયન : ‘મારી ડિક્સનેરીમાં ઈમપોસીબલ નામનો શબ્દ જ નથી.’
ગટુ : ‘તો ડિક્સનેરી જોઈને લેવી જોઈએ ને ! જોયા વગર જ લઈ લીધી ?’
*************

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અંકુરણ – સંકલિત
ડૉ. ઈલા ભટ્ટ : એક ગોષ્ઠિ – આરાધના ભટ્ટ Next »   

23 પ્રતિભાવો : હાસ્યાનંદ – સંકલિત

 1. nayan panchal says:

  હા, હા, હા.

  મજા આવી ગઈ.

  આભાર,
  નયન

  Banta: Don`t you find writing a thankless job?
  Santa: On the contrary, everything I write is retuned with thanks.

  ————————————————————————————-

  Banta: Name a product in which the supply always exceeds the demand.
  Santa: Trouble.

  ————————————————————————————

  Banta: Why were Adam and Eve so happy?
  Santa: Bcoz neither of them had in-laws.

  ——————————————————————————–

  Santa aadhi raat ko apni moti bibi se bola k sisak sisak ke marna theek hai ya ek dum.
  Jeeto: Ek dum.
  Santa: To apni dusri tang bhi mujh per rakh do.

  ——————————————————————————

  Aunty, mummy ne chini mangi hai.
  Aunty: Aacha aur kia kaha mummy nay?
  Kid: Agar woh kamini na de, to Pinki aunty se lay aana.

  —————————————————————————

  New Examination Patttern in India (Revised):
  General Students: Answer All questions
  OBC: Write Any One question
  SC: Only read questions
  ST: Thanks for coming.
  Cheers to Reservation

 2. 🙂

  હાસ્યમેવ જયતે……શુભ સવાર માટે પૌષ્ટિક નાસ્તો.

 3. Kamlesh Pandya says:

  આવિ સામગ્રિ પિરસતા રહો….

  આભાર..

  Kamlesh Pandya

 4. sima shah says:

  મઝા પડી ગઈ……….
  આભાર,
  સીમા

 5. Nirali says:

  santa: Aaj mere pas gadi hai, mobile hai, business hai, tere pas kaya hai?
  Banta; mere pas bhi gadi hai, mobile hai, business hai?
  santa; abe to hamari MA kiske pas hai?

 6. preeti dave says:

  khoob saras..khadkhdat hasave eva jokes..

 7. Dipti Trivedi says:

  now a days to find new jokes is hard. some are really new and funny. like–રાજુ : ‘ઊંડા શ્વાસ લેવાથી શરીરના વિષાણુઓ મરી જાય છે !’
  મગન : ‘પણ યાર, એમને ઊંડા શ્વાસ લેવાનું કહેવું કઈ રીતે ?’
  *************
  છગન : ‘હું નાનો હતોને ત્યારે મારી બા મને બજારમાં મોકલતાં હતાં. રૂ. 10માં હું કરિયાણું, શાકભાજી, દૂધ ને થોડો ઘણો નાસ્તો પણ લઈ આવતો.’
  દીકરો : ‘બાપુ, ઈ જમાના ગયા….. હવે એવું નો બને. હવે બધી જગ્યાએ કેમેરા લાગેલા હોય છે !’
  *************
  એક વધુ—–મોલમાં પ્રવેશતાં ગટુએ પૂછ્યું કે આપણે કેમ હાર્ડવેર(ટુલ અને મશીનરી) સેક્શનમાંથી જઈએ છીએ?
  મમ્મી એ જવાબ આપ્યો, તારા પપ્પને જરા ચેન્જ મળે ને, આખું વીક સોફ્ટવેરમાં કામ કર્યા પછી .

 8. RUPEN says:

  વરસાદી મોસમમાં હસતા હસતા વાંચવાની અને વાંચતા વાંચતા હસવાની મજા આવી ગયી.
  હસતા રહેજો , હસાવતા રહેજો ને વધુ સંકલિત કરતા રહેજો.

 9. Jagruti Vaghela USA says:

  મજા આવી ગઈ.

  A young businessman had just started his own firm. He had just rented a beautiful office and had it furnished with antiques.

  He saw a man come into the outer office. Wishing to appear the hot shot, the businessman picked up the phone and started to pretend he had a big deal working. He threw huge figures around and made giant commitments.

  Finally he hung up and asked the visitor, ”Can I help you?”

  ”Yeah, I’ve come to activate your phone lines.”

 10. Ramesh Desai. USA says:

  હસો અને હસાવો.

 11. Vraj Dave says:

  અરે ખુબજ હસાવ્યા, આવું સંકલન મુકતા રહો, હસ્તારહો-હસાવતા રહો.
  જીવનમા હાસ્યનું ટોનીક ખુબજ જરુરી છે, અને તે પણ આજના યુગમાં.
  આભાર.
  વ્રજ દવે

 12. hemant says:

  આનન્દ હિ આનન્દ .

 13. Bhalchandra, USA says:

  I enjoyed all jokes, thanks for fun.

 14. hitesh says:

  મઝા પડી ગઈ……….
  આભાર,

  hitesh bodar

 15. shpadaya says:

  maja avi gyi ho…..

 16. aakash says:

  These all are very funny, qeuit & mind-freshner.
  more free jokes will come that i hope

 17. nilesh says:

  બહુ સરસ

 18. Akhil Patel says:

  Really enjoyed a stuff and good collection of small jokes.

 19. Nisha says:

  આનન્દમ પરમાનન્દમ્….

 20. vijay shah says:

  I enjoy allyour jokes keep it up

 21. BHARAT DALSANIYA says:

  VERY NICE JOKS
  THANK YOU VERY MUCH

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.