ચાલ સખી… – અરવિંદ ટાંક

[‘તાદર્થ્ય’ સામાયિકમાંથી સાભાર.]

ચાલ સખી,
ભીતરના ભેદ ઉકેલાવીએ.

………….ડુંગરની ધાર એક વારતા ઝરે ને
………….છાના પડછાયા ચાલે રે કેડીએ,
………….વાસંતી મઘમઘતા વાયરાના સમ દૈ
………….શમણાંનો ભાર પૂછે મેડીએ.

ચાલ સખી,
છાની કોયલને ટહુકાવીએ.

………….ડૂંડાં ડોલે ને રમે રેશમિયા પાલવમાં
………….કલરવના ગામને જગાડતી.
………….શેઢો કૂહુને છાની ઢેલ રમે પંચમમાં
………….ઢોલ તાલે મોરને નચાવતી

ચાલ સખી,
મેળામાં ગમતું ત્રોફાવીએ.

………….મોંઘેરી વાતોમાં એવી ઊભરી કે
………….બેઠી અકબંધ કાયા લૈ માપવા.
.…………છાની રાખુને વાત અમથી ફૂટે ને
………….જાય પગલાં કંકુના રે છાપવા.

ચાલ સખી,
આંખોમાં આંખો ઝુકાવીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – રશીદ મીર
હૈયું-મસ્તક-હાથ – ભદ્રાયુ વછરાજાની Next »   

3 પ્રતિભાવો : ચાલ સખી… – અરવિંદ ટાંક

 1. dhiraj says:

  “ચાલ સખી,
  ભીતરના ભેદ ઉકેલાવીએ.”

  જોરદાર પંક્તિ

  વાહ અરવિંદ ભાઈ વાહ

 2. nayan panchal says:

  સુંદર રચના.

  આભાર,
  નયન

 3. Anil Limbachiya says:

  “ચાલ સખી,
  ભીતરના ભેદ ઉકેલાવીએ.”
  સુંદર પંક્તિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.