સાતમા આસમાનની ભોંય – હિમાંશી શેલત

[ યુવાવર્ગને સ્પર્શે તેવી આજના સમયને અનુરૂપ આ વાર્તા ‘નવનીત સમર્પણ’ જુલાઈ-2010માંથી સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ વાર્તા માટે પરવાનગી આપવા બદલ હિમાંશીબેનનો (વલસાડ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2632 227041 સંપર્ક કરી શકો છો.]

‘સુપડી ! ફાવી ગઈ તું તો જાડી, ફાવી ગઈ ! વાઉ ! લકી ગર્લ !’ નંદા ભાન ભૂલીને કૂદતી હતી. કાપેલા ફરફરતા વાળથી ઢંકાયેલો એનો ચહેરો ખરે જ ડરામણો દેખાતો હતો પણ એની પરવા કર્યા વિના એ ઊછળતી રહી. મોટીબહેન આ ધમાલથી અકળાયાં.
‘આ શું માંડ્યું છે, હેં ? અને નામ શા વાસ્તે બગાડે છે સુપ્રિયાનું ? તારું જોઈને અડોશપડોશનાયે સુપડી સુપડી કરતા થઈ ગયા છે.’
‘અરે, નામબામની છોડો મોટીબહેન, આપણી સપુડી ટીવી પર આવવાની, એના ફેવરિટ હીરો જોડે, માત્ર એના નહીં, આખ્ખી દુનિયાના હોટ ફેવરિટ સાથે, બોલો, હવે શું કહેશો ?

ઘર આખું બાઘું બનીને નંદાને તાકી રહ્યું. કોઈને કંઈ સમજાયું નહીં. સુપ્રિયાને શું મળી ગયું, અને ક્યો હીરો એને માટે નવરો પડ્યો, એ શોધવાનું કામ ઘર માટે સહેલું નહોતું. નંદા તો હરખમાં એવી અધ્ધર થઈ ગઈ હતી કે માંડીને વાત કરવાને બદલે મિત્રમંડળીમાં આ અજબગજબના ખબર વહેંચવા હાથમાં જકડેલા મોબાઈલ પર ફટફટ આંગળીઓ દાબતી હતી.
‘ઊભી રહે, ઊભી રહે ! આ બધું શું નાટક છે તે કહી દે એક વખત.’ મોટીબહેને આડે આવી હાથ લંબાવ્યો, અને નંદાને અટકાવી.
‘જુઓ, પહેલેથી કહું તો આ સપુડી, સોરી, સુપ્રિયા, એક કોન્ટેસ્ટ જીતી ગઈ છે. ઈનામમાં એના ફેવરિટ એકટર સાથે ટીવી પર આવવાની એ, સમજ પડી હવે ?’
‘યુ મીન સુપ્રિયા ટીવી પર લાઈવ ? એના ને આપણા ડ્રીમ-બોય સાથે ? ફેન્ટેસ્ટિક !’ સંદીપે ચોપડી બંધ કરી નંદાને તાળી આપી. નંદાએ માહિતી ઉમેરી, ‘અને સંદીપભાઈ, સુપ્રિયા માટે એનો હીરો પરફોર્મ કરશે. ગીતો ગાશે, નાચશે, બોલો, હવે કંઈ વધારે ? પણ છે ક્યાં આપણી ગોલ્ડન ગર્લ ?’
‘નહાય છે. અબઘડી આવશે. કમાલ છોકરી ! એણે તો આપણને કશુંયે કહ્યું નહીં !’
‘તે શાની કહે તમને ? ગભરાય. અંકલ-આન્ટી ભલે લંડન ગયાં, ઘરના બીજા તો ખરાને. સપુને એમ કે કોઈને ગમે ના ગમે એ કરતાં કહેવું જ નહીં. અને જીતવાનું તો સપનું, સાચું પડશે એમ થોડી જાણતી’તી ?’

ત્યાં તો પડદા પાછળથી સુપ્રિયા ડોકાઈ. નર્યા આનંદમાં ઝબોળાઈને બહાર આવેલા એના ચહેરા પર ઝગમગાટ હતો. નંદા ધસમસ્તી આવી અને એને ભેટી પડી. ફૂદરડી ફરવા મંડી.
‘સપુ….ડી ! લક્કી લક્કી ગર્લ !’
બંને તાળીઓ લઈદઈને નાચવા લાગ્યાં અને થાક્યાં એટલે સોફા પર ઢગલો થઈને પડ્યાં. ત્યાં સુધી કોઈને એકાદ શબ્દ બોલવા જેટલીયે જગ્યા ન મળી.
‘આ શું ગાંડપણ છે સુપ્રિયા ? ઘરમાં કોઈને કહ્યા વિના ઠેઠ કોન્ટેસ્ટ સુધી પહોંચી ગઈ ? ભારે કરી તેં તો ! અમિતને ખબર છે ?’ સુપ્રિયા આંખોથી મીઠું મધ હસી પડી.
‘મોટી, આવું બધું કંઈ કોઈને પૂછી પૂછીને કરવાનું હોય ? અને ધારો કે તમારામાંથી કોઈને પૂછવા આવી હોત તો તમે સંમતિ આપી હોત ?’
‘અરે મોટીબહેન, છોડો કલ કી બાતેં. જાહેરાત થઈ ચૂકી છે. ધ લકી વિનર ઈઝ સુપ્રિયા. હવે એને ટીવી પર જોવા તૈયાર થઈ જાઓ. કમર કસીને મંડી પડો તૈયારીમાં.’
‘તૈયારી શેની ? કંઈ માંડવો સજાવવાનો છે ?’ મોટીબહેન બરાબરનાં તપ્યાં, ‘આજકાલનાં ગાંડાં છોકરાં, નાદાન !’
‘માંડવો તો કંઈ વિસાતમાં નથી. એનાથીયે દિલધડક અને જબરદસ્ત આ તો ! લાખોં દિલોં કી ધડકન, ચાર્મિંગ, અમેઝિંગ લવર બોય અપની સુપ્રિયા કે સાથ…..’

નંદાએ વાક્ય પૂરું કર્યું ત્યાં જ શૈલ, સુકુમાર અને નેહાનું વાવાઝોડું ઝીંકાયું. ઘર હેલે ચડ્યું. કાને પડ્યો શબ્દ સંભળાય નહીં એટલું તોફાન. મોટીબહેન, ભાઈ-ભાભી અને બીજાં આઘાંપાછાં થઈ ગયાં. હવા રંગબેરંગી અને સુગંધી બની ગઈ. ડ્રેસ ક્યો ? નવો જ વળી. હેર સ્ટાઈલ ક્યાં ? માય ફેર લેડીમાં જ વળી. સ્કિનકેર, ફૂટવેર, પરફ્યુમ, ડાયમંડ કે પર્લ, ગોલ્ડ કે સિલ્વર…., વાતોનાં પતંગિયાં આમતેમ ઊડાઊડ અને સુપ્રિયા વાયરે ચડી ચારેકોર ભમતી રહી. જીવન આટલું અદ્દભુત હોઈ શકે, એમ ?
******

એ અસાધારણ અને અવિસ્મરણીય ઘટના ઉદ્દભવી અને વિલીન થઈ ગઈ, હવામાં ઝીણા, આસમાની પરપોટા છોડીને. આ દશ્ય જોતી વખતે ઉત્તેજનાની ચિચિયારીઓથી સુપ્રિયાના મિત્રોએ ઘરની છતને એટલા સમય પૂરતી અધ્ધર કરી નાખી. આ પાગલ ઉત્સાહ પાછળથી મોટીબહેનનેયે જરાક અડી ગયો. એમણે આઈસ્ક્રીમ-પાર્ટી ગોઠવી દીધી. સુપ્રિયાનો ઠાઠ જોઈને એવો વિચાર આવી ગયો કે અમિત નસીબદાર. એની ગેરહાજરી સહેજ કઠી. ચેન્નાઈમાં એણે આ પ્રોગ્રામ જોયો કે નહીં, શી ખબર ! એને કદાચ આ કોન્ટેસ્ટવાળી બાબતની ખબર સુદ્ધાં નહીં હોય. સુપ્રિયાએ કહ્યું હશે કે નહીં ?

સુપ્રિયાના રાજકુમારે પોતાની અત્યંત લોકપ્રિય ફિલ્મનું એટલું જ જાણીતું ગીત અભિનય સાથે રજૂ કર્યું. એ સુપ્રિયાનો હાથ પકડીને નાચ્યો, પ્રેમીની જેમ ભીની ભીની નજરથી એણે સુપ્રિયાને જોઈ, ઘૂંટણિયે પડી સુપ્રિયાને લાલ ગુલાબ ધર્યું. વાહ વાહ !
‘કેવું અનુભવો છો અત્યારે ?’
કાર્યક્રમના સૂત્રધારે બધું પતી ગયા પછી પૂછ્યું. થોડી ક્ષણો માટે તો ભાવભરતીમાં ઊછળતી સુપ્રિયા બોલી જ ન શકી. વેઠી ન શકાય એવા આનંદમાં એની આંખો રેલાતી હતી. હર્ષાશ્રુ વિશે એણે વાંચેલું અને સાંભળેલું, પણ એ સાચેસાચ શું છે તેની આજે જ ખબર પડી. સાતમું આસમાન એટલે આ, આઉટ ઓફ ધિસ વર્લ્ડ. લગોલગ અનુભવ આવો હોય. પોતાને આવું ભાગ્ય મળ્યું એ બદલ અદશ્ય શક્તિને એણે હાથ જોડ્યા, અને પછી તાળીઓના ગડગડાટ.

મેઘધનુષ સમેટાઈ ગયું. એ સતરંગી પાથરણું સંકેલીને પટારામાં ગોઠવી દીધું સુપ્રિયાએ. મન થાય ત્યારે પટારો ખોલી જોઈ લેવાનું. સુવાંગ એનું પોતાનું. સુપ્રિયા પૂરેપૂરી ભોંય પર આવી ગઈ એનું મુખ્ય કારણ તો ચેન્નાઈથી પાછો આવેલો અમિત. એણે તરત ફોન કરીને પ્રવાસની અને પોતાના કામની સફળતાની કથા સંભળાવી દીધી.
‘તારા શા સમાચાર ? કંઈ નવાજૂની ?’
‘ખાસ કંઈ નહીં, ચાલ્યા કરે છે બધું.’
‘નથિંગ એક્સાઈટિંગ ?’
‘ના રે, અહીં શું એક્સાઈટિંગ હોય ? એ જ રફતાર.’ કોન્ટેસ્ટ જીતવાની પરીકથા સુપ્રિયાના હોઠ સુધી આવી આવીને પાછળ ધકેલાઈ. કશુંક નડતું હતું.
થોટલેસ ઍન્ડ મીનિંગલેસ ચીપ એન્ટરટેઈનમેન્ટ – અમિત ટીવીના મોટા ભાગના કાર્યક્રમો માટે આ જ અભિપ્રાય આપે. જોકે એ એની માન્યતા, આપણે એ સાથે લેવાદેવા નહીં.
‘કેમ લેવાદેવા નહીં, તું એને પરણવાની છે. પૂછ તો ખરી કે એને તારા શોની ડીવીડી જોવી છે કે નહીં ! આખી દુનિયાએ જોયો છે પ્રોગ્રામ, અમિતથી સંતાડવા જેવું શું છે એમાં ?’ નંદાનું કહેવું ઠીક જ હતું. સુપ્રિયા જાતને પૂછતી રહી, કે કેમ અમિત જોડે આ અંગે વાત નથી થતી ! કોઈકે કહ્યું તો હશે જ અમિતને. મોટી ઘટના હતી, ચોમેર ચર્ચા હતી. અમિત પૂછે ત્યારે કહેવાશે. એમાં ક્યો અપરાધ છે તે ગોપનીય રાખવાનો ?
******

ભેગા થઈને ઉજવણી કરવાનું નિમિત્ત આવી મળ્યું. મોટીબહેનનું મન સહુએ પલાળ્યું. હવે ધમાલમસ્તીમાં અવરોધ નહીં. શૈલના ફાર્મહાઉસ પર જવાનું. અમિત પણ આવવાનો. સુપ્રિયા પૂરી એકાગ્રતાથી તૈયાર થઈ.
‘ગોર્જિયસ !’
એ દિવસે એના પ્રિય અભિનેતાએ આ જ શબ્દ ઉચ્ચારેલો અને એ ક્ષણે જે સુખ ફોરેલું તે અમિત સુધી હજી પહોંચાડી નહોતું શકાયું. અમિતે પેલો સ્વપ્નલોક દીઠો જ ક્યાં હતો ! આ તો જોવાની વાત, વર્ણવવાની નહીં. પણ ફાર્મહાઉસમાં નંદા ઝાલી ઝલાય તેવી રહી નહીં. બીજા દોસ્તોયે પાછળ રહે નહીં. મચી પડ્યા બધાયે.
‘યાર, અમિત ! યુ રિયલી મિસ્ડ સમથિંગ ! શો ઠસ્સો સપુડીનો ! અને પેલો તો સાચમસાચ પ્રેમમાં હોય અને પ્રપોઝ કરતો હોય એમ ઘૂંટણિયે પડીને…. માન ગયે યાર !’
‘હવે એક્ટરો માટે તો આ રોજના ખેલ, દહાડામાં દસ વાર પ્રપોઝ કરે, અભિનય કરવાનું એમને સહેલું.’
‘અરે ! સુપ્રિયાની આંખમાં આંખ પરોવી એ જે રીતે એને એકીટશે જોઈ રહેલો ! અને બેકગ્રાઉન્ડમાં પેલું ગીત…. કે બન ગયે હો તુમ મેરે ખુદા…. હી વોઝ સો ઈન્ટેન્સ, સો ઈમોશનલ, માય ગોડ ! અમિત, તું જુએ તો જ તને સમજાય. શબ્દોમાં એ ન લવાય.’
‘એટલે અમિતે હજી ડીવીડી નથી જોઈ ? હોય નહીં ! સાલો જેલસ….’ શૈલે અમિતને ધબ્બો લગાવ્યો.
‘નો યંગમેન, નોટ જેલસ. મને એ ટૂંકા ગાળાનાં નાટકોમાં રસ નથી. તેયે સાવ ઉપરછલ્લાં. મારી પાસે એવો ફાજલ વખત નથી.’

નંદાએ નોંધ્યું કે સુપ્રિયા અચાનક લેવાઈ ગઈ, એનો ચહેરો ઝાંખો પડી ગયો.
‘અમિત, તું જેને ટૂંકા ગાળાનું નાટક કહે છે એમાં સુપ્રિયા કેવી આનંદસમાધિમાં આવી ગયેલી તે એને જ પૂછ ! એનો હાથ પકડી પેલાએ જ્યારે હોઠ અડાડ્યો ત્યારે સુપ્રિયા ખરેખર રડતી હતી, ખરું કે નહીં સપુ ?’ સુપ્રિયાએ અવઢવમાં ડોક નમાવી. નંદાએ એને માથે ટપલી મારી.
‘ફિકરમાં શું પડી ગઈ ? અમિત તને ખાઈ નહીં જાય. એ કંઈ અઢારમી સદીનો મેઈલ પિગ નથી.’
અમિતે નંદાને ખભે હાથ મૂકી ‘થેન્ક્યુ’ કહ્યું. સુપ્રિયા ત્યારે મોટીબહેનને યાદ કરતી હતી. છોકરીનું ગોઠવાઈ જાય પછી બહુ ધ્યાન રાખવું પડે. ખુલાસો કરવો પડે. કોન્ટેસ્ટમાં ભાગ લીધો તેમાં શેનો ખુલાસો કરવાનો ? ભૂલ થઈ ગઈ એમ કહેવાનું ? પણ એ તો જૂઠાણું કહેવાય. ભાગ લેવાની કોઈએ ફરજ નહોતી પાડી. મરજીથી ભાગ લીધો અને જીતવાની ઈચ્છા હતી, તીવ્ર ઈચ્છા હતી એ પણ સાચું. જીતનો નશો બરાબર ચડેલો, એમાં ખોટું કંઈ જ નહીં. બચાવ નથી કરવો. જે ગમ્યું એ કર્યું છે, અપરાધ નથી એમાં. સાથે રહેવાનું થાય તે પહેલાં આટલી સ્પષ્ટતા હોવી જોઈએ.
******

ભરતી નહોતી એટલે દરિયે જવાનું ન રાખ્યું હોત તો સારું થાત એમ સુપ્રિયાને થયું પણ હવે આવી ગયા પછી એ વિચાર નિરર્થક. શું બોલવું અને કેવી રીતે કહેવું એ માટે ખાસ્સી ગડભાંજ બાદ મનમાં વાક્યો ગોઠવ્યાં, એમાં છેકછાક અને સુધારાવધારા કરીને અંતે એક સુઘડ વાક્ય બહાર ધકેલ્યું.
‘તને ખરાબ તો નથી લાગ્યુંને ?’
‘ખરાબ ? કઈ બાબતમાં ?’
‘આ ટીવી શો અને કોન્ટેસ્ટવાળી બાબતે.’
‘જા, જા, ડોન્ટ ટોક રબિશ. આ પૂછવું પડે એટલે તું મને નથી ઓળખતી એવું થયું.’
‘એમ નહીં. તું મૂડલેસ લાગે છે. તેં મારી સાથે કોન્ટેસ્ટને લગતી વાત સુધ્ધાં નથી કરી. ઘરમાંથી કોઈને ન ગમ્યું હોય, એમણે કદાચ પ્રોગ્રામ જોયો હોય અને…..’
‘આપણે ત્યાં કોઈ જુનવાણી નથી. તને ખબર છે.’
‘જુનવાણી નહીં પણ કંઈક ન ફાવે, ન ગમે એવું.’
‘ના, એવું કશું નથી.’

રેતીમાં હાથ ખોસી મુઠ્ઠીમાં રેત લઈ એને સરવા દેતા અમિતે સૂરજને જોયો.
‘સૂર્યાસ્ત જોઈને જવું છે ને ?’
સુપ્રિયાને ખીજ ચડી, ‘સૂર્યાસ્તને છોડને ! તારી પોતાની વાત કર. ચેન્નાઈથી આવ્યા પછી તું બહુ ગંભીર થઈ ગયો છે. એની પ્રોબ્લેમ ?’
‘નથિંગ પર્ટિક્યુલર. અમથું જ તને એમ લાગે છે. કદાચ તારા એકદમ થ્રિલિંગ અનુભવ પછી બધું ડલ અને લાઈફલેસ લાગવાનો સંભવ છે.’
‘જો, હવે આવ્યો લાઈન પર. સો યુ ડિડ નોટ લાઈક ઈટ. ચોખ્ખું કહી શકે છે.’
‘તને ગમ્યું એ તેં કર્યું. મારા અણગમા-ગમાનો સવાલ જ નથી અહીં ! આપણા સંબંધમાં એ નડતર નથી રહેવાનું.’
‘સવાલ છે. આપણે બે વરસ પછી સાથે જીવવાનું હોય તો એનું મહત્વ છે.’
‘તું અમથી જ પાછળ પડી ગઈ છે. ફરગેટ ઈટ. કોઈ બીજી વાત કરીએ. ભેળ ખાવી છે ?’
‘તું વાત બદલવા મથે, તોયે આજે હું તંત છોડવાની નથી. ચાલ, બીજી રીતે કહું. તેં ડીવીડી કેમ ન જોઈ ? આમ તો તું મારામાં રસ લે છે, ભલે ચીપ એન્ટરટેઈનમેન્ટ ગણે તો તેમ, તને મારો પ્રોગ્રામ જોવાનું મન કેમ નથી થતું ? મારે માટે એટલો ટાઈમ નથી તારી પાસે ?’
‘એમાં ટાઈમની વાત નથી. મને આવુંતેવું જોવાનું પસંદ નથી અને તું એ જાણે છે.’
‘આવુંતેવું એટલે ? એટલું ઊંચે જોઈને ચાલવાનીયે જરૂર નથી, અમિત. અને તું જેને ચીપ કહે છે એવા જ પ્રકારના બીજા પ્રોગ્રામો તું જુએ છે. આ ક્રિકેટના ભવાડા કંઈ ઓછા નથી !’
‘જવા દે કહું છું ! આમાં નકામી તડાતડી થશે અને સાંજ બગડશે.’
‘બગડે તો ભલે બગડે, આજે જાણીને જ રહું કે તારા મનમાં શું છે ! સાચું બોલી દે એટલે પત્યું.’

અમિતે ઊંડો શ્વાસ લીધો, દૂર દૂર કાગડાઓનું ટોળું, ઘડી ઘડી આકાર બદલતા વાદળ જેવું, જંગલ તરફ ધસી રહ્યું હતું.
‘તેં કોન્ટેસ્ટમાં ભાગ લીધો, તારી મરજીથી, બરાબર ?’
‘બરાબર.’
‘તારે જીતવું હતું અને એનું મુખ્ય કારણ તારો ફેવરિટ એક્ટર જીતનાર સાથે પરફોર્મ કરવાનો હતો, સાચું ?’
‘એકદમ સાચું.’
‘તું જીતી, તારું સપનું પૂરું થયું. તને એનો ખૂબ જ આનંદ હતો જે સ્વાભાવિક ગણાય, એમ આઈ રાઈટ ?’
‘હા, સોએ સો ટકા. પણ આ શું ગોળ ગોળ ફેરવે છે ? મૂળ મુદ્દા પર પહોંચ ઝટ. સાંજ પડી અને આજે મારે ઘેર ઘણાં કામ છે. મોટીબહેનને શરદી છે, આરામની જરૂર છે એમને.’
‘ચાલ, તો આ મારો મુદ્દો. આ એક્ટર, જે તને ફરી વાર કદાચ ક્યારેય મળવાનો નથી એવો એક્ટર, તને ખોટેખોટું પ્રપોઝ કરે, તને મેળવવા આતુર હોય એવો અભિનય કરે, માત્ર અભિનય, અને તું ખુશીની મારી રડી પડે. સાચેસાચું રડી પડે. તારો આનંદ એ કોઈ એકટિંગ નહોતી. કબૂલ છેને આટલું ?’
‘યસ, હું એકદમ ઓવરવ્હેલ્મ થઈ ગઈ. એ આનંદ….. ઈટ વોઝ જસ્ટ ટૂ મચ, અસહ્ય આનંદ જેવું જ….’
‘તેં જ કહ્યું છે આ. હવે યાદ કર. મેં પણ પ્રપોઝ કર્યું, તને વીંટી પહેરાવી, ગુલાબ આપ્યાં, હાથમાં હાથ લીધો. એકેય વખત તારી આંખ હરખથી છલકાયેલી જોવા ન મળી. સો આઈ વોઝ જસ્ટ થિકિંગ કે આ સાલું છે શું ! સાચેસાચ અને નક્કર ઘટનાનું, અભિનય ન કરતો હોય તેવા માણસનું મૂલ્ય, પેલી આખેઆખી ઊપજાવી કાઢેલી ઘટનાની સરખામણીમાં કેટલું ? બસ, આ ગૂંચમાં પડ્યો છું અહીં આવ્યો ત્યારનો….. ઊઠીશું હવે ?’

અમિતે પૂછ્યું તો ખરું પણ પછી જોયું કે સુપ્રિયા ઊભી થઈ જ ગઈ હતી.
પાછા ફરતાં કશી વાત ન થઈ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બૃહદ સુવાક્યસંચય – સં. શાંતિલાલ શાહ
તમે શું કહો છો ? – ભગીરથ મ. દરૂ Next »   

33 પ્રતિભાવો : સાતમા આસમાનની ભોંય – હિમાંશી શેલત

 1. b.boricha says:

  ખુબ જ સરસ

 2. ketan shah says:

  This is good

 3. ખુબ સુંદર…..

  કલ્પનાલોકની બહાર…..ક્યાંક માણસને જીવંત લાગણીઓ મળે છે…પણ એને પારખી કેટલા શકે.

 4. harikrishna patel says:

  amazing story.

 5. જગત દવે says:

  અત્યંત નાટકીય અને અતિ-આવેશપૂર્ણ મનોભાવો ટી. વી. ધારાવાહિકોમાં વારંવાર જોઈને-અનુભવીને માણસ ખરા સમયે કે પ્રસંગે યોગ્ય લાગણીઓ પ્રદર્શિત કરતી વખતે ઠંડો પડી જાય છે. અને તેની ગંભીર મનો-વૈજ્ઞાનિક અસરો સમગ્ર સમાજ પર પડી ચુકી છે.

  આ તો એક બહું સામાન્ય ઊદાહરણ માત્ર છે. જો તમારા ઘરનાં જ લોકોનું અથવા આપણા પોતાના જ મનોભાવો નું શુક્ષ્મ નિરીક્ષણ કરીએ તો આ મનો-વૈજ્ઞાનિક અસર ને ખુબ સરળતાથી ઓળખી શકાશે.

 6. અશોક જાની 'આનંદ' says:

  રિયલીટી શૉની પોકળતા અને તેમાં ખોવાઇ જતી આજની પેઢીનો સાચુકલો ચિતાર હૈયે સ્પર્શી ગયો.

 7. Deval Nakshiwala says:

  ખુબ જ સુઁદર વાર્તા.

 8. shilpa merai says:

  well….nice story for sure……but there are some other point than the reality show that i think author is trying to say..
  .
  one is supriya’s happiness wasn’t for five minutes of proposing……it was about thrill to see her favorite hero which she thought will be impossible in real world……now you don’t get that thrill in everyday life by seeing your parents and finance and friend and everybody because you see them everyday…..in this case…amit really misunderstood…well from my opinion…
  second…..amit should have take a little interest in her lift and whatever she was doing….. it might have cheered her up and he would see his missing thrill in her life….

  There is a little about reality show and more about taking interest in each others life…..our society is missing that and because of that people likes to live is this fantasy world.

  shilpa

  • Navin N Modi says:

   Your comment about Amit is not justified. Supriya is no different in this respect. Keep aside her decision to participate in the contest with out even informing him,( please do’nt misunderstand this for taking his permission, it is about sharing the pleasure of participating ) she did not share even her pleasure of winning with him. The story brings out the fact that expectations from loved ones becomes the reason for ‘love loss’. Why can’t partners share & enjoy the common interests with out expecting partner’s involvement in matters in which he/she is not interested.

 9. Rachana says:

  સરસ વાર્તા….

 10. Very good story.
  Title of the story is, self explanatory.
  There is a thick line between reality and fantasy.
  Which ever gives them joy and pleasure it is their choice and vision.

  Karasan Bhakta

 11. Veena Dave. USA says:

  અમિતનો જડબાતોડ જવાબ.
  સરસ શિષૅક.
  શ્રી જગતભાઈની કોમેન્ટ સાથે સહમત્.

 12. yogesh says:

  ઘણુ ખરૂ ગુડી મુવી જેવુ, પણ ઘણૂ સચોટ્.
  આભાર્

  યોગેશ્

 13. rita jhaveri says:

  VERY NICELY WRITTEN.!
  IT MAY BE A TRUE STATEMENT- THAT MEN CAME FROM MARS , & WOMEN FROM VENUS!?
  A BIG FUNDAMENTAL DIFFRENCE.BUT STILL’
  & IMAGINE—- IF AMIT HAD TAKEN PART IN THIS KIND OF CONTEST HE WOULD HAVE DRAGGED SUPRIYA IN THIS ALL THE WAY. OR NOT?

  IT IS A DIFFRENT STORY ABOUT ALL THIS HYPED UP (UN)-REALTY SHOW CULTURE THAT IS GOING OUT TOO FAR.-
  RITA JHAVERI

 14. Hetal says:

  I completely agree with you Navin. I wish i had such a life partner who understands that even I have my own interests and I like to spend time on it and enjoy it. my partner also thinks that I should enjoy with him whatever he likes to do, but when it comes to my own interest then it becomes you can do whatever you want to do, i have not said no to you and such and then his attitude and behavior changes drastically..i think one should have open mind for it to understand their partner. mostly girls always have this fear in their mind ” if partner will like it or not? my in-laws will like it or not if i do this and that for my own pleasure. ..girls behave with this burden to please her family and most often just forget about her interests and hobbies once they are married. I have seen almost every other women that says this :after marriage either i dont have time or my family dont like it..about her interest, hobby or skill or whatever you call it…

  • trupti says:

   હેતલબહેન ને શિલ્પા બહેન,

   હું તમારી સાથે સંમત છુ. મને લાગે છે ત્યાં સુધિ દરેક સ્ત્રી આ રસ્તે થી પસાર થઈ ચુકી છે. મારો દાખલો આપુ તો. મારા લગ્ન થયે ૩-૪ મહીના થયા હતા અને મારી ઓફિસ માથી મારુ નામ computer trainning માટે સિલેક્ટ થયુ હતુ. (આજ થી લગભગ ૨૦ વરસ પહેલા ની વાત છે અને કોમ્યુટર ત્યારે આપણે ત્યાં કોરપોરેટ જગત મા નવુ નવુ આવ્યુ હતુ) અને હું ઘણી ખુશ હતિ, ઘરે આવી ને મે જ્યારે મારા પતી ને વાત કરી તો, તેને કહ્યુ કે તેને તેની મમ્મી ને પુછવુ પડશે કારણ ટ્રેનીંગ નો ટાઈમ સાંજે ૫ થી ૭ નો હતો (મારો ઓહિસ ટાઈમ ૫.૩૦ વાગ્યા સુધી નો હતો) અને ઘરે આવતા મોડુ થાય તો રસોઈ કોણ બનાવે? હું તો મારા વરનો જવાબ સાંભળી ને છક્ક જ થઈ ગઈ, કારણ મારા ઘરે મે આ પ્રકારનુ વાતાવરણ જોયુ ન હતુ. આપણ ને નાનપણ થી સિખડાવવા મા આવે કે સાસરા મા જઈને કેવી રિતે વરતવુ વિ…….. હેતલ બહેને કહ્યુ તે પ્રમાણે તેમની ખુશી મા આપણે સામેલ થવાનુ પણ આપણી ખુશી સેમા છે તે જોવાની પરવા તેમને નહીં કરવાની. અત્યારની કથાના નાયકે થોડી નાયીકા ના દિલને અને તેના ગમા-અણગમાની પરવા કરી હોત તો?

   • hiral says:

    તમારી વાત સાંભળીને કોઇ પણ છક્ક થઇ જાય તૃપ્તિબેન.

    પણ અહિં વાત રિયાલીટી શોમાં જ્યારે બધું જ નાટક હોવા છતાં આપણે સામાન્ય લોકો એમાં કેટલાં ઓતપ્રોત થઇ જતાં હોઇએ છીએ એ વિશે વધુ છે. ઘણી છોકરીઓ વાસ્તવિકતાથી દુર ફેન્ટસીની દુનિયામાં વધારે રહેતી હોય છે. (જેને મોર્ડન મીરા કહી શકાય). બની શકે અમિત એકદમ વાસ્તવવાદી અને વધુ વ્યસ્ત વ્યક્તિ હોય. એણે રસ લેવો જોઇએ એની ના નહિં પણ સુપ્રિયાએ જણાવવું પણ તો જોઇએ ને સામે ચાલીને…..પહેલી ભૂલ તો સુપ્રિયાની પણ કહેવાય જ ને.

  • Navin N Modi says:

   Thanks for appreciating my idea. What I said is not just ideal, we have experienced the sweet fruits of practising this. My sincere request to couples reading this is to try the idea themselves. I am sure that will result in better relationship. Those who like to share such thoughts may contact me at ‘ navinnmodi@yahoo.com

 15. જય પટેલ says:

  રાજકુમારોના પ્રપોઝ-યુધ્ધ પર આધારિત વાર્તા પ્રવાહિતા જાળવી શકી નથી.

  સપનાની દૂનિયાના રાજકુમાર અને ધરતી પરના રાજકુમારના પ્રપોઝ-યુધ્ધમાં ટોર્ન થયેલી
  સુપિયા અમિતના જવાબથી સડક થઈ ગઈ…!!
  સુપિયાનું ચંચલ મન અમિતની ગેરહાજરીમાં રીયાલિટી શૉના રાજકુમાર પર અઢળક પ્રેમ ઢોળે છે.
  સુપ્રિયા કૃત્રિમ પ્રપૉઝલથી ઑવરવ્હેલ્મ થઈ જાય છે…અને અમિતનું મન ચકરાવે ચઢે છે.
  મારા પ્રેમમાં ક્યાં કમી રહી ગઈ ?

  એકેય વખત તારી આંખ હરખથી છલકાયેલી જોવા ના મળી…દર્શાવે છે કે પ્રેમની ઉત્કંઠા એકપક્ષીય છે.

  અર્વાચીન ભારતવર્ષની વિદેશી ચેનલો ભારતીય સંસ્કારથી રંગાયેલી સુસંસ્કૃત પ્રજાની ભાવનાઓને બખૂબી
  એક્સપ્લૉઈટ કરી અઢળક નાણાં રળે છે….કાળા અંગ્રેજોને ડિપ્લોઈટ કરીને…!!

 16. dhiraj says:

  પ્રેમ નું પ્રદર્શન જરૂરી છે ?
  ગીફ્ટ, પ્રપોઝ, પાર્ટી વગેરે પ્રેમ અભિવ્યક્ત કરવાના રસ્તાઓ છે ખુદ પ્રેમ નહિ
  કૈક કેટલાય દંપતી આખી જીંદગી એક બીજા માટે એક બીજા સાથે પ્રેમ થી પૂરી કરતા હોય છે પણ એમનો પ્રેમ અભિવ્યક્ત કરવાનો રસ્તો અલગ હોય છે
  રીડગુજરાતી માં જ વાંચ્યું હતું “દાદાને પગ નો વા હોવા છતાં દાદી ના પગ ના નાખ કાપી આપે છે ” આ પ્રેમ છે

 17. kumar says:

  ખરેખર ખુબ સરસ …

 18. Moxesh Shah says:

  “સો આઈ વોઝ જસ્ટ થિકિંગ કે આ સાલું છે શું ! સાચેસાચ અને નક્કર ઘટનાનું, અભિનય ન કરતો હોય તેવા માણસનું મૂલ્ય, પેલી આખેઆખી ઊપજાવી કાઢેલી ઘટનાની સરખામણીમાં કેટલું ? ”

  For Women, their fantasy is always of prime importance then the reality.

  And that’s why there is a saying that “Nobody can understand woman, even God”.

 19. nayan panchal says:

  વિચારવુ પડે એવી વાર્તા.

  વાર્તાનો મુખ્ય મુદ્દો એ નથી કે સુપ્રિયાએ સ્પર્ધામાં પોતાના ભાગ લેવા વિશે જણાવવુ જોઈએ કે નહીં. મારા હિસાબે હોવો જોઈએ. સુપ્રિયા અન્ય કોઈ સાથે ભલે મુક્ત રીતે વાત ન કરી શકે, પરંતુ અમિત સાથે તો મુક્ત મને વાત કરી શકે એમ હોવુ જ જોઈએ. સુપ્રિયા અમિત સાથે મુક્ત મને વાત નથી કરી શકતી તે ખટકે છે.

  સુપ્રિયાનુ સ્પર્ધા જીતવુ અને તે પછીનો અનુભવ Once in a Life Time જેવો છે. તે રોમાંચિત થવાની જ. સુપ્રિયાને ખબર છે કે ફિલ્મી હીરો અભિનય કરે છે તે છતા પણ. અમિતને ખબર હોવી જોઈએ કે તેનુ સ્થાન અન્ય કોઈ લઇ શકવાનુ નથી, તે શા માટે પોતાની સરખામણી અન્ય સાથે કરે છે. રહી વાત રોમાંચની, તો જો કશુક સામાન્ય-રૂટિન થઈ જાય તો તેમાથી રોમાંચ થોડો તો ઓછો થવાનો જ.

  મને તો આખી વાતમાં છેલ્લે એવુ લાગે છે કે અમિતનો મેલ-ઈગો હર્ટ થયો છે. અમિતના વ્યક્તિત્વને સમજવા માટે નીચેની લાઈનો પૂરતી થઈ પડશે.
  ———————————————————————————————–
  એણે તરત ફોન કરીને પ્રવાસની અને પોતાના કામની સફળતાની કથા સંભળાવી દીધી.
  ‘તારા શા સમાચાર ? કંઈ નવાજૂની ?’
  ‘ખાસ કંઈ નહીં, ચાલ્યા કરે છે બધું.’
  ‘નથિંગ એક્સાઈટિંગ ?’
  ‘ના રે, અહીં શું એક્સાઈટિંગ હોય ? એ જ રફતાર.’ કોન્ટેસ્ટ જીતવાની પરીકથા સુપ્રિયાના હોઠ સુધી આવી આવીને પાછળ ધકેલાઈ.
  ————————————————————————————————

  જીવનમાં બધુ બ્લેક એન્ડ વ્હાઈટ નથી હોતું, ઘણુ બધુ ગ્રે હોય છે.

  છેલ્લે એક જ વાક્ય યાદ આવે છે, “કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.”

  આભાર,
  નયન

 20. Jagruti Vaghela U.S.A. says:

  આ. હવે યાદ કર. મેં પણ પ્રપોઝ કર્યું, તને વીંટી પહેરાવી, ગુલાબ આપ્યાં, હાથમાં હાથ લીધો. એકેય વખત તારી આંખ હરખથી છલકાયેલી જોવા ન મળી. સો આઈ વોઝ જસ્ટ થિકિંગ કે આ સાલું છે શું ! સાચેસાચ અને નક્કર ઘટનાનું, અભિનય ન કરતો હોય તેવા માણસનું મૂલ્ય, પેલી આખેઆખી ઊપજાવી કાઢેલી ઘટનાની સરખામણીમાં કેટલું ? બસ, આ ગૂંચમાં પડ્યો છું અહીં આવ્યો ત્યારનો…..

  સરસ. અમિતે સુપ્રિયાને સાતમાં આસમાનમાંથી ભોંય બતાવી દીધી.

 21. tilumati says:

  ખુબ જ સરસ વાર્તા છે.

 22. Vraj Dave says:

  સરસ વાત કહી પણ સમજો તો સારું છે. બાકી દરેકે પોતાની ફરજતો નીભાવવી જ પડે છે,અને તેનું નામ જ જિંદગી છે.
  વ્રજ દવે

 23. riddhi says:

  ‘a very good story.’ “je vastu manasni pahochni bahar ane kalpanama hoy chhe tene j pamvani manasne sauthi vadhu utkantha hoy chhe. tethij to- Amitno prem real hova chhata jene pamvani lakho girls aasha rakhe chheeva herono abhinayvalo prem pan Supriyane satma aasmane pahochade chhe. …… I think, supriyana mate e reality show romanchak ghatana chhe, eni vastavik jindagima Amitnu mahatva chhe tethi Supriya tene show vishe puchhe chhe.- Amite e samajvani koshish karvi joiye.”

 24. Sandhya Bhatt says:

  આટલા બધા અને આટ્લા વૈવિધ્યપૂર્ણ અભિપ્રાયો બતાવે છે કે, વાર્તામાં કંઈક એવું છે જે આપણને આ દિશામાં વિચાર કરતા કરી દે છે અને તે જ તેની સફળતા છે.

 25. જિજ્ઞેશ શનિશ્વરા says:

  વાર્તા તો વિચારતા કરી મુકે તેવી છે જ. પરંતુ અભિપ્રાયો પણ જબરદસ્ત છે.
  હું એક વાત કહેવા માગું છું. કોઇ પણ લાગણીઓનો ટીવી પર અતિરેક હોય છે, અને તેના કારણે તે લાગણીઓની રિયલ લાઇફમાં અસર ઘટતી જાય છે. સિરિયલોમાં લાગણીઓની ઓવર એક્ટિંગ, સ્ક્રિપ્ટ આધારિત રિયાલીટી શો (???, તો પછી રિયાલીટી ક્યાં).
  જે તે પ્રોગ્રામ નિયમિત રીતે જોવાથી, તેની અસર જાણે-અજાણે મન પર થતી જ હોય છે. (તે ટીવી પ્રોગ્રામ છે તે જાણવા છતાં પણ).
  ફક્ત બાળકો પર નહિ, મોટાઓ પર પણ.
  માણસના વ્યક્તિત્વ પર તે શું વાંચે છે તે ઉપરાંત તે કેવા પ્રોગ્રામ જોવે છે તેની પણ અસર થાય છે.

 26. Vaishali Maheshwari says:

  Good one!!! Thank you Ms. Himanshu Shelat.

 27. lajja says:

  બહુજ સરસ વાત પણ સુપ્રિયા અન્તમ પસ્તાવામા રડી પડી હોત તો વધુ સુન્દર લાગત.

 28. Frequent Reader says:

  In my opinion, this story is not about the reality shows effect on one. It could have been any other thing that Supriya’s family/ Amit did not like. Supriya would have done the same thing.

  It is not even about the honesty and openness in the marital relationships only. Supriya hide participating in the contest not only from Amit but her family as well.

  In my opinion, it is about how our psyche has been fed to not express our interests/hobbies/passion about something openly thinking about the related people’s negative reactions /dislikings. It is about not having strong self-esteem to stand for own likings against other person’s. It is about a scary/fearful presentation about the husband/after-marriage-life. છોકરીનું ગોઠવાઈ જાય પછી બહુ ધ્યાન રાખવું પડે. ખુલાસો કરવો પડે.

  The learning message one could take from this is to love one-self first, standing up for own passions/ achievements, also show some interest in your relative’s /life partner’s happiness. Last but not the least, you cannot choose where you are born, but definitely select your life-partner that may have different interests but can appreciate you the way you are.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.