કરુણામય ક્રીડા – મકરન્દ દવે

રે, તું ટહુક, પ્રાણપંખીડા
તારે માટે ખાસ પધારી
………. મહાનંદની પરમ દૂતિકા પીડા.

સ્વાગત કર તું, આસન ધર તું
………… આદર થકી વધાવી
શિરે ધારી તું સમજ પલકભર
………… આ કરુણામય ક્રીડા

નયન ખોલ, આદેશ-બોલ સુણ
………… તન-મન સકલ સમર્પી
સહજ સુખમણા-મારગ ચલ તું
.……….. શું પીંગળા ? શું ઈડા ?

ધન્ય ધન્ય પૂરણની લીલા
.……….. કાલ તણી મધુકુંજે
આનંદે મકરન્દ વિહર તું
………… આ નવ-નભ, નવ-નીડા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ડિગ્રી અને નોકરી – વિનોબા ભાવે
વાચકોની કૃતિઓ – સંકલિત Next »   

1 પ્રતિભાવ : કરુણામય ક્રીડા – મકરન્દ દવે

  1. nayan panchal says:

    પીડા ને પણ પ્રસાદ માનીને ચાલો. ખૂબ જ સુંદર.

    આભાર,
    નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.