બા – દિલીપ જોશી

[‘પરબ’ સામાયિક માર્ચ-2010માંથી સાભાર.]

બા ! મને પ્હેલાં કરતી’તી એવું વ્હાલ કર….
હળુહળુ મમતાળો હાથ મૂક માથા પર
………..કિલ્લોલે આખુંયે ઘર….

પહેલાંની જેમ ફરી, હોંશીલી છોળ ભરી
………..ઝાંખ હવે ઝરમર વરસાદ
ઝળઝળિયા આંજેલી આંખોમાં તગતગતી
………..કાયમની મારી ફરિયાદ
બા ! મને ગમતું નથી રે ક્યાંય તારા વગર….

રજાઓમાં આવતો હું, ત્યારે પીરસતી તું
………..થાળીમાં આખો સંસાર !
આજે કાં દેહ તારો ચેતન વિહોણો ને
………..ધબકે છે કેવળ સંચાર !
બા ! જરા પડખું ફેરવ તો બને સહુનો અવસર !….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચકોની કૃતિઓ – સંકલિત
સચ કા સામના – રિષભ મહેતા Next »   

12 પ્રતિભાવો : બા – દિલીપ જોશી

 1. Jigna says:

  “બા” અતિ ઉત્તમ. બહુ હ સરસ શબ્દો વાપરીને દિલને જિતિ લિધુ.
  બા ! મને ગમતું નથી રે ક્યાંય તારા વગર…. – મારા દિલ ને વાત કહિ હોય એવુ લાગે ચે.

 2. nayan panchal says:

  બા વિશેની વાત હ્રદયને ન સ્પર્શે તો જ નવાઈ.

  ખૂબ સરસ.
  નયન

 3. ખરેખર “મા” વગરનો સંસાર સાવ મોળો લાગે..

  “રજાઓમાં આવતો હું, ત્યારે પીરસતી તું
  ………..થાળીમાં આખો સંસાર !
  આજે કાં દેહ તારો ચેતન વિહોણો ને
  ………..ધબકે છે કેવળ સંચાર !
  બા ! જરા પડખું ફેરવ તો બને સહુનો અવસર !….”

 4. dhiraj says:

  “રજાઓમાં આવતો હું, ત્યારે પીરસતી તું
  ………..થાળીમાં આખો સંસાર !”

  મને પણ થાળીમાં આખા સંસાર ને જોવાનો લાભ મળ્યો છે.

 5. trupti says:

  મા, માતા, મમ્મી, આઈ, બા, અમ્મા…………..કોઈપણ નામે બોલાવો, માનો મહિમા અપરંમપાર છે. મા ને માટે કેટકેટલી કવિતાઓ, ગઝલ અને કથાઓ લખાય ગઈ પણ જેટલીવાર મા ની ઉપર કોઈ પણ લેખ, ગઝલ કે કવિતા વાંચવા મા આવે ને દિલ ગદગદ થઈ જાય.
  ધર મા ની હાજરી વગર ઘર નથી લાગતુ પણ એ હકિકત મા ની હયાતિ મા કોઈને નથી સમજાતી પણ તેના ગયા પછી તેનો મહિમા સમજાય છે પણ અફસોસ ત્યારે ધણુ મોડુ થઈ ગયુ હોય છે.
  પહેલા જ્યારે રડવુ આવતુ ત્યારે મા યાદ આવતી….
  હવે જ્યારે મા યાદ આવે ત્યારે રડવુ આવે છે.

 6. Pravin V. Patel [USA] says:

  પોતાનાં સંતાન માટે જગતભરનાં કષ્ટો સહન કરતી મમતામયી ”મા”ની સર્વોપરિતાને કોઈ આંબી શકે તેમ નથી.
  પણ
  પોતાના માની લીધેલા સુખ ખાતર સંતાનને તરછોડી જતી ”મા” માટે શું કહેવું?

 7. ghanshyam says:

  બા ! મને ગમતું નથી રે ક્યાંય તારા વગર
  બા તારા વગર સુનુ લાગે ઘર

  ઘનશ્યામ વઘાસિયા

 8. Ravie says:

  જેમ આપણે કહિયે કે હરિ તારા હજાર નામ તેવિ જ રિતે મા ને પણ આપણે ગમે તે નામે બોલાવિએ પણ તેમા રહેલો પ્રેમ તો છલકાય જ.

  “રજાઓમાં આવતો હું, ત્યારે પીરસતી તું
  ………..થાળીમાં આખો સંસાર !”

  આ પન્ક્તિ જેને અનુભવિ હશે તે વધુ સારિ રિતે સમજિ શકે…

 9. Nilesh says:

  Appreciate the way Trupti has shared her feedback:

  પહેલા જ્યારે રડવુ આવતુ ત્યારે મા યાદ આવતી….
  હવે જ્યારે મા યાદ આવે ત્યારે રડવુ આવે છે.

 10. Ashish Dave, Sunnyvale, California says:

  Heart touching…

  Ashish Dave

 11. raxa patel says:

  દિલીપભાઈ જોષી ની આ રચના ખુબજ હ્રદયસ્પર્શી રહી, વાચી આખો ભરાઈ ગઈ. બા ના ગયા પછી એના અહેસાસ ને કેમ ભુલી શકાઈ. અને એ પણ એવી મા જેનુ હ્રદય પરદેશ મા વસતી દિકરી ને જખતુ હોઈ અને અન્તિમ સમય મા દિકરી બા પાસે ન હોઈ.
  તમારી કવિતા એ ફરી માના વિરહ ની વેદના જાગ્રત કરી દીધી.
  મા, તારો અવાજ સાભડવા ને તરસી છુ
  ક્યારેક તો કહી દે હેલો—————–
  રક્ષા,
  કેનેડા

 12. Bhargav(GuRu) Patel says:

  “Ma te ma bija badha vagadana VA”…

  Jena lidhe chhe aa aakho sansar enu nam j “Maa”….Jetali thay tetali seva kari lejo maa-Baap ni baki to aapani chamadi na jutta banavine ma-baap ne paheraviye to pan emana run chukavi sakiye em nathi….

  Regards,
  Bhargav(GuRu) Patel

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.