ઊઘડતી દિશાઓ – સોનલ પરીખ

[તાજેતરમાં પ્રકાશિત થયેલ કવિયત્રી સોનલબેન પરીખના (મુંબઈ) કાવ્યસંગ્રહ ‘ઊઘડતી દિશાઓ’માંથી કેટલીક રચનાઓ આજે માણીએ. રીડગુજરાતીને આ સંગ્રહ ભેટ મોકલવા માટે સોનલબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9221400688 અથવા આ સરનામે sonalparikh1000@gmail.com સંપર્ક કરી શકો છો.]

[1] નિ:શેષ

કહેલા શબ્દને સીમા હોય છે
કાળની ને અર્થની, ભાષા અને સમજની,
કહેનાર ને સાંભળનારની તૈયારીની.
ન કહેલું તો અસીમ, અનંત, મુક્ત….

દષ્ટિ, ક્યાંક તો અટકે
બંધ આંખોની ગતિ તો અનવરુદ્ધ
સ્થળ અને સમયની તમામ મર્યાદાઓથી મુક્ત.

અજવાળાને ક્યાંક તો હદ હોય, આકારનું બંધન હોય,
અંધારું તો અનહદ, નિરાકાર,
જાણે અનાદિ, અનંત, અછેદ, અખંડ, અભેદ ઈશ્વર….

સ્પર્શની સીમા ત્વચા સુધી
ને સ્પર્શાતીતતા તો વિસ્તરે આત્મા સુધી,
અસ્તિત્વની ગહનતા સુધી.

ઈશ, તું
મને શબ્દમાં મળ,
દષ્ટિમાં મળ,
ઉજાસમાં મળ,
સ્પર્શમાં મળ
ને મળ એ બધાંને ઓળંગી ગયા પછી પણ.
જ્યાં કશું જ નથી તે આકાશમાં,
જ્યારે બધું જ ખલાસ થઈ જાય છે
પછી બચે છે જે,
કેવળ તે લઈને.

[2] ઈષ્ટદેવ


ટ્રેનમાં ચોથી સીટ પર છે
હું પણ.

એ વાંચે છે
ગણેશસહસ્ત્રનામ,
હું કવિતાનું એક પુસ્તક….

લાંબી મુસાફરીમાં
ભીડમાં અડધાં લટકતાં અમે બંને
દોડધામભર્યા દિવસમાંથી
થોડી ક્ષણો ચોરી
ભજી રહ્યાં છીએ
પોતપોતાના ઈષ્ટદેવને….

[3] એવું મન

એક એવું મન મળે
જે આવનાર માટે ખુલ્લું હોય
વિદાય લેનાર માટે પણ
અને
આવતાં આવતાં
કે જતાં જતાં
ક્ષણભર અટકનાર માટે પણ.

[4] ન ચાલે

તું મને
પથ્થર બનાવી ઠેબે ચડાવે
કે પછી
પાણી બનાવીને જ્યાં ત્યાં ઢોળી નાખે
તેવું તો ન ચાલે
કારણ
હું પથ્થર કે પાણી
થઈ શકું નહીં.

જો તું પાણી પાઈ
માટીમાં રોપે
તો પથ્થર તોડી
ફૂલ બની
ફરફરી શકું ખરી.

[5] સન્નાટામાં ગુંજતું ગીત

જેમ જેમ
આજુબાજુ ભીડ વધતી ગઈ છે,
ગાઢ થતો ગયો છે
અંદરનો સન્નાટો.
એ સન્નાટો
આજકાલ જે ગીત ગુંજે છે
ઈશ,
તે તું છે.

[6] યુદ્ધ

ફક્ત દુનિયા સાથે યુદ્ધ છે,
એવું નથી.
અંદર પણ
કોઈક બેઠું છે
હથિયારો સજાવીને.

[7] હશે ?

કોઈ એવી જગા હશે
જ્યાં જઈ
કશું કારણ આપ્યા વિના
બસ રોઈ શકાય ?

કોઈ એવી વ્યક્તિ હશે
જે કશું ન પૂછે
પહેલાં કે પછી
બસ માથે હાથ મૂકે ?

[8] શાંત હોવું

શાંતિથી જોઈ રહી છું.
મારામાં ભભૂકતો અગ્નિ.
સુંદર જવાળાઓ પાછળ જે કંઈ સળગી રહ્યું છે
તેના ધુમાડાનું પણ એક સૌંદર્ય છે
અગ્નિ અને ધુમાડો
મને બિલકુલ ડરાવતા નથી
ડરાવી રહ્યું છે મને, તે તો છે
મારું આ શાંત હોવું….

[કુલ પાન : 124. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : શુભમ પ્રકાશન 303 (એ), ક્રિષ્ણા વિહાર, ટાટા કમ્પાઉન્ડ, વિલે પાર્લે-(પ.). મુંબઈ-400056. ફોન : +91 22 26704876. ઈ-મેઈલ : satishcvyas@gmail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખાંત – સુરેશ ગઢવી
ચાર ચતુર – વસંતલાલ પરમાર Next »   

9 પ્રતિભાવો : ઊઘડતી દિશાઓ – સોનલ પરીખ

 1. ખુબ સંદર. સોનલબેનને એમના પુસ્તક માટે અભિનંદન.

  ૧/ શબ્દ, સ્પર્શ, ઉજાસ, દ્રષ્ટિ ની પર પહોંચીએ એટલે ઇશ્ની પાસે પહોંચવું એમ જ.

  ૨/ સૌના ઇષ્ટદેવ છે, પણ અલગ અલગ સ્વરુપે.

  ૪/ “તો પથ્થર તોડી ફૂલ બની ફરફરી શકું ખરી”……….ખુબ સુંદર વાત….સાવ નિર્જવ પથ્ત્થર કરતાં એ તોડી ને બહાર આવતા ફૂલની તાકાત વધુ છે.

  ૫/ ક્યારેક આજુબાજુ ની ભીડ કરતા આપણી અંદરનું એકાંત વધુ નજીક હોય છે

  ૭/ હશે??? ——– માનો ખોળો

  • Durgesh Modi says:

   ૭/ મા કશુ પણ પુછ્યા વગર માથે હાથ મુકિ શકે પણ …… સન્તાન રડ્તુ હોય અને મા પુછ્હે નહિ કે બેટા શુ થયુ તો તે મા નહિ ; )

 2. maitri vayeda says:

  ખૂબ સુંદર કાવ્યો…..

 3. ખૂબ સરસ રચનાઓ. સોનલબેનને મારા અભિનંદન.
  દરેક શબ્દ દિલને સ્પર્ષિ જાય તેવા
  .
  શાંતિથી જોઈ રહી છું.
  મારામાં ભભૂકતો અગ્નિ.
  સુંદર જવાળાઓ પાછળ જે કંઈ સળગી રહ્યું છે
  તેના ધુમાડાનું પણ એક સૌંદર્ય છે
  અગ્નિ અને ધુમાડો
  મને બિલકુલ ડરાવતા નથી
  ડરાવી રહ્યું છે મને, તે તો છે
  મારું આ શાંત હોવું….
  બહુજ સુંદર . કાવ્યસંગ્રહ માટે ફરી શુભકામના………………..
  કીર્તિદા

 4. Kirangi says:

  Really very nice and flowful thoughts.
  ફક્ત દુનિયા સાથે યુદ્ધ છે,
  એવું નથી.
  અંદર પણ
  કોઈક બેઠું છે
  હથિયારો સજાવીને.

  The most imp thing is to fight with thy self………

 5. સુંદર કાવ્યો.

  ‘ઊઘડતી દિશાઓ’ સંગ્રહ વિશલિસ્ટમાં મૂકવો પડશે.

 6. Hitesh Mehta says:

  શાંતિથી જોઈ રહી છું.
  મારામાં ભભૂકતો અગ્નિ.
  સુંદર જવાળાઓ પાછળ જે કંઈ સળગી રહ્યું છે
  તેના ધુમાડાનું પણ એક સૌંદર્ય છે
  અગ્નિ અને ધુમાડો
  મને બિલકુલ ડરાવતા નથી
  ડરાવી રહ્યું છે મને, તે તો છે
  મારું આ શાંત હોવું….
  બધા કાવ્યો સારા…… ખુબ ખુબ બધાને ગમે તેવા…..
  Hitesh Mehta
  Bharti Vidhyalay- Morbi

 7. ASHOK PABARI says:

  very good poems… very fresh….
  congratulations… i like the most…

 8. Tosha Raval says:

  પ્રિય સોનલ બેન
  આપ નેી કવિત ખુબ જ ગમેી મારા મમ્મેી નિરુપમા રાવલ આપ ના શિક્ષક હતા.આપ મારા સહોદર હો અવો ભાવ અનુભ્વ્યો

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.