જાગ ! – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

જાગ રે જાગ મુસાફર વ્હેલો :
…………. રાત સિધાવે, દિન જો આવે
…………. દરવાજે તુજ હજી દીધેલો !

ધરતીનાં સપનાં શું જુવે ?
…………. તરુણ અરુણ ત્યાં વ્હોમે ચૂવે !
રખે સૂરજનો દેશ તું ખૂવે-
…………. રખે રહે તું તિમિર-ડૂબેલો !

ચાલ ધરાનાં બંધન તોડી,
…………. સુખદુઃખની કંથા લે ઓઢી,
સત્વર તારી છોડીને હોડી-
…………. સંઘ ગયો તું રહ્યો એકલો !

પ્રાચીનાં નયનો જો ખૂલે,
…………. પરિમલ સૂતા જાગે ફૂલે;
જાહ્નવી જગની જોને ઝૂલે
…………. પનઘટ પર જામ્યો છે મેળો !
…………. જાગ રે જાગ મુસાફર ! વ્હેલો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખો-ખો – રાજ બ્રહ્મભટ્ટ
બાળભગવાન – ફાધર વાલેસ Next »   

2 પ્રતિભાવો : જાગ ! – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

  1. Divyesh says:

    hello,

    Really It’s very intersting Poems.

  2. Kumi says:

    આ ગીત સી એન વિદ્યાલયના પ્રાર્થનામન્દિરમા ગવાતુ – prarthnamandir.wordrepss.com વેબ સાઇટ પર સામ્ભળવા મળશે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.