ખો-ખો – રાજ બ્રહ્મભટ્ટ

[‘સંપર્ક’ સામાયિક (કલોલ)માંથી સાભાર.]

સૂર્યએ આપી ચંદ્રને
ખો. અને કહ્યું :
નથી ઉગતી માનવતા
ભાઈ ! મારા તાપથી !
માટે, તારી શીતળતા
અજમાવી જો….
સવાર પડીને ચંદ્ર
બોલ્યો :
શીતળતાથી તો
સૂઈ ગયા લોકો….
હવે આ તો કામ છે
જગાડવાનું…….
માટે ફરી તમને આપું
ખો…
સૂર્ય બોલ્યો : છોડ, ભાઈ
આ માનવતાની વાત,
આપણે તો રમતા રહીએ ખો…ખો….
કોણ જાણે… ક્યારે….
રમત-રમતમાં
જાગી જાય આ
લોકો….!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાર ચતુર – વસંતલાલ પરમાર
જાગ ! – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ Next »   

3 પ્રતિભાવો : ખો-ખો – રાજ બ્રહ્મભટ્ટ

  1. Jigar Shah says:

    બહુજ સુંદર…ઃ-)

  2. harikrishna patel says:

    good one

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.