હવે ? – હિમાંશી શેલત

[‘જનકલ્યાણ’માંથી સાભાર. આપ હિમાંશીબેનનો (વલસાડ) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 2632 227041.]

સાત કે આઠ વર્ષની ઉંમરે એમને સહુથી વધારે દુઃખ રમતમાં હારી જવાથી થતું. સાદામાં સાદી પકડદાવ જેવી રમત હોય તો પણ મનમાં એક ચડસ કે હું હારું નહિ, મારાથી હારી જવાય નહિ. રમતની શરૂઆત પહેલાં જ આખા શરીરમાં ઝણઝણાટી વ્યાપી જતી, દોડતી વખતે ભારે ઉત્તેજનાથી મગજની નસો તંગ થઈ જતી. પછી મોટે ભાગે પહેલે જ ધડાકે ‘આઉટ’ થઈ જતા. મેદાન છોડતી વખતે એમનો ચહેરો રડમસ બની જતો. અપમાન જીરવાતું ન હોય તેમ ગરદન ઝૂકેલી રહેતી અને કલાકો સુધી કોઈની સામે આંખ મેળવીને જોઈ શકાતું નહિ.

પણ આ તો એ સાત કે આઠના હતા ત્યારની વાત. પંદરેક વર્ષના થયા ત્યારે હારી જવાની વાત એટલી બધી અપમાનજનક લાગતી બંધ થઈ ગઈ. ત્યારે વળી નવી પીડા ઊભી થઈ. ગણિતમાં કેમે કર્યું પાસ થવાય જ નહિ. આમ તો પરીક્ષા પછી રાત્રે એકનું એક સ્વપ્ન આવે જેમાં દેસાઈસાહેબ માર્કશીટ છેક આંખ પાસે લાવી પૂછે, આ બત્રીસ એટલે કોણ ? આપણો સન્મુખ શેઠ કે ? પહેલો આવ્યો છે આખા કલાસમાં, બહુ સરસ, બહુ સરસ. અને એ ટટ્ટાર થઈને પેપર લેવા જાય, બધી આંખો એમના તરફ હોય અને ગર્વથી પેપર લઈ એ પાછા આવે, એમને કેવું લખ્યું છે તે જોવા એમના પેપરની ઝૂંટાઝૂંટ થાય… એવું ક્યારેય બન્યું નહોતું એ જાણે જુદી વાત. પેપર હાથમાં આવે કે વાળીને, મચડીને એ સંતાડી દેતા. કોઈને બતાવવા જેવું હોય તો બતાવે ને ? પછી તક મળે ત્યારે એકાદ ખૂણે જઈ, ઉતાવળા, ઉતાવળા પહેલા પાનની જમણી બાજુએ જોઈ લેતા. ક્યારેક નસીબ હોય તો બારપંદર અથવા કોઈ વાર પાંચ… રોકડા પાંચ જ…. ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું એમને મન થતું.

કૉલેજમાંયે એક વર્ષ બગડ્યું. પેપર તો ખાસ્સું ખરાબ ગયેલું પણ ઘરમાં એમ જ ચલાવેલું કે બહુ ‘ટોપ’ ગયું છે. આ વખતે હાયર સેકન્ડ કલાસ નક્કી. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે છાપામાં નંબર ગાયબ. હાયર સેકન્ડ તો દૂર રહ્યો, થર્ડમાંથી પણ ગયા. બાપાજીએ આદત પ્રમાણે ઘાંટા પાડ્યા, ડોબો છે સાવ તે આર્ટ્સમાં નાપાસ થયો. ગામ આખું જાણશે કે શાંતિલાલનો સન્મુખ એવો ડફોળ કે છેક ઊડી ગયો, બાને પણ વગર કારણે ધમકાવી, તારે આ નબીરાને ડૉક્ટર ને એન્જિનિયર બનાવવો હતો, એમ ? – તે દિવસોમાં એમને બહુ ખરાબ લાગેલું. એટલો ચચરાટ થયા કરે કે કોળિયા ગળે અટકી પડે અને બાપાજી જોડે વાત પણ ન થાય. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ખરાબ લાગવાનું ઓછું થતું ગયું અને છેવટે પાસ થઈને કોલેજમાંથી નીકળી ગયા. તે જ અરસામાં લતાની ઓળખાણ થઈ ગઈ. એ પણ ટાઈપના કલાસમાં આવતી. એકબીજાની રાહ જોવાનું, વારંવાર સામે જોઈને મરકી લેવાનું લગભગ નિયમિત બની ગયું. એટલે એમણે માની લીધું કે આ જે થાય છે તેને પ્રેમ કહેવાય. લતા ઘણી ‘સ્માર્ટ’ હતી. સાથે ચાલતાં હોઈએ ત્યારે હવામાં ઊડતાં હોઈએ એવું થાય. કોઈ વાર હોટલમાં પણ જવાનું બનતું. ખુશ થઈને ગીતો ગાવાના આ દિવસોમાં પેલી પકડદાવની રમતમાં હારી જવાતું તે ને નપાસ થવાતું તે યાદ આવતું નહોતું.

આમાંથી, એટલે કે આ સ્વાનુભવમાંથી એમણે તારણ કાઢ્યું કે ચચરાટ થાય, પીડા થાય, અપમાન લાગે એવા તમામ બનાવોની આગળ નીકળી જવું. એવું વિચારવું કે દસ-પંદર વર્ષ પછી આ પ્રસંગ યાદ આવે તો આટલું દુઃખ થાય ? ન જ થાય, કારણ નહોતું થતું એવો તો એમનો પોતાનો અનુભવ હતો. એટલે કલેશકર બનાવ માનો કે અત્યારે, આ ઘડીએ બન્યો તો એની આગળ આપણે દોડી જવું. આ કીમિયો હાથ લાગ્યો એટલે એમને તો મઝા થઈ ગઈ. એ કીમિયો એવો તો અકસીર કે હાથમાં કંકોતરી આવી જેમાં રૂપાળા લાલ અક્ષરે લખેલું કે વૈશાખ સુદ ત્રીજને શુભ દિવસે સૌ.કાં. લતાનું લગ્ન…. અને એમણે મરણિયા થઈ વિચારવાનો પ્રયત્ન કરેલો કે પંદર વર્ષ પછી લતાના લગ્નનું શું મહત્વ ? સામે મળે તો કંઈ એટલું બધું દુઃખ ન લાગે, પોતેય પરણ્યા હોય, છૈયાંછોકરાં હોય. કંઈ થાય નહિ, રૂવાંડુંયે ફરકે નહિ. હસીને કેમ છો, કેમ નહિ જેવી વાતો થાય. આ નાના હતા ને પકડદાવમાં હારી જતા તે ત્યારે મરવા જેવું લાગતું, આજે હવે છે કંઈ ? એ તો એવું, પકડદાવના જેવું જ. બીજું શું ત્યારે ?

અને ખરેખર, ઈલાજ રામબાણ કહેવાય. એ પરણી શક્યા, નોકરી કરી શક્યા, વહેવાર સાચવી શક્યા અને પોતાના વાળ ધોળા થયા હોવા છતાં કાળા વાળવાળા છોકરડા જેવા ‘બૉસ’ના ઠપકા પણ ગળી શક્યા. જીવનનાં સુખદુઃખમાં સાથ આપવા માટે થોડી ઉદાસીન અને થોડી કર્કશ એવી જ્યોત્સ્ના મળી તેને પણ વેઠી લીધી. કીમિયો પેલો હાથવગો રાખેલો. વેદના કે અપમાન, પછડાટ કે પીડા, સો દુઃખની એક દવા, આગળ નીકળી જવું.

નિવૃત્ત થયા ત્યારે સહુએ એમના સ્વાસ્થ્યની પ્રશંસા કરી, એમના ઠંડા સ્વભાવનાં ભારોભાર વખાણ થયા. ત્યારે હિંમત કરીને ધ્રૂજતે અવાજે એમણે પોતાના સાથીઓને બે શબ્દ કહ્યા કે ‘જીવનમાં ટકી શકાયું તેનું રહસ્ય આ અને સુખી થવું હોય તો પણ આ જ યાદ રાખવા જેવું છે કે જ્યારે દુઃખ થાય કે ભાંગી પડાય ત્યારે એવા પ્રસંગને પાછળ હડસેલી આગળ નીકળી જવું, દસ-પંદર વર્ષ આગળ અને એટલે દૂરથી પેલા પ્રસંગને જોવો. મારો અનુભવ છે કે એમ કરવાથી…’ ઑફિસનું છેલ્લું પગથિયું ઊતરતી વખતે ડૂમો તો ભરાઈ આવેલો પણ ત્યારેય હૃદયરોગનો દર્દી જેમ ઝટપટ જીભ નીચે ગોળી મૂકે તેમ એમણે પેલા કીમિયાનો આધાર શોધેલો. આજે નવું નવું છે એટલે, પછી તો ઑફિસ યાદ પણ નહિ આવે. બેચાર મહિનામાં ટેવાઈ જવાશે અને દસ-પંદર વર્ષ પછી તો….

બસ, અહીં એ ખોટકાઈ પડ્યા છે. તે દિવસના જે ખોટકાયા છે તે આજ સુધી એવું જ છે. આગળ જઈ શકાય એવું રહ્યું નથી. હજીયે મરણિયા થઈ થઈને વિચારવા પ્રયત્ન કરે છે કે દસ વર્ષ પછી આ નિવૃત્તિ ને ઑફિસને બધી માથાકૂટ ભુલાઈ જશે પણ એટલાં વર્ષ પછી તો કદાચ એ પોતે પણ….. દિશાઓ બંધ થઈ ગઈ છે. પગ એક જ સ્થળે, એક જ સમયમાં ખોડાઈ ગયા છે, જડાઈ ગયા છે, આઘાપાછા થવાય એવું રહ્યું નથી.

રોજ સાંજે નદીકિનારે એકલા એકલા બાંકડા પર બેઠા હોય ત્યારે રમતના મેદાનમાંથી ભાંગેલા પગે, ઉદાસ ચહેરે પાછો આવતો પેલો છોકરો એમને યાદ આવી જાય છે. બાપાજીના ઘાંટા પણ સંભળાય છે, લતાની કંકોતરી આંખ સામેથી ખસતી નથી. ઑફિસમાં પ્રમોશન ન મળ્યું તે, જ્યોત્સ્ના અને છોકરાઓ અવગણના કરે છે તે ગમે તેટલા પ્રયત્ને પણ પાછળ મુકાતું નથી, આગળ જવાતું નથી. આમ જુઓ તો એમને આગળ જવાનું તો છે જ, આ બધી પીડાઓ અને અપમાન છેવટે તો પાછળ રહી જવાનાં છે પણ એ આગળ જવાની વાત જરા જુદી છે. એટલે જ કદાચ એ પેલા કીમિયાની વાત હવે કોઈને કહેતા નથી. મોટે ભાગે તો કોઈની જોડે બોલતા જ નથી. એમની સ્થિતિ જરા ચિંતાજનક તો કહેવાય, સ્થિતિ એટલે માનસિક સ્થિતિ, પણ આમાં હવે શું થઈ શકે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સમીપ – વીનેશ અંતાણી
માનવતાના મશાલચી – સંકલિત Next »   

30 પ્રતિભાવો : હવે ? – હિમાંશી શેલત

 1. harikrishna patel says:

  વેરિ ગુડ્

 2. Avadhut Bramhabhatt says:

  Nice story.

 3. Namrata says:

  Very nice presentation. Writer has a good grip in human nature analysis.

 4. Mahendrasinh says:

  સરસ વાર્તા ખુબ ગમિ

 5. જગત દવે says:

  અહીં મુખ્ય પાત્ર (સન્મુખ) એ કર્મથી પલાયન-વાદ અપનાવ્યો છે (આ જ અભિગમ ભારતમાં મોટા-ભાગનાં લોકોનો છે) અને તેથી જ્યારે કર્મ કરવાનો સમય હોય ત્યારે તેનાંથી ભાગી ને તેને ૧૦-૧૫ વર્ષ દુર જઈ ને ઘટનાને જોવાની ફિલોસોફી તેમણે ઊભી કરી છે. (સારું છે…..ભારતમાં તો કર્મને આવતા જન્મે જ ટ્રાન્સફર કરી નાખવાનો રિવાજ છે અને બિન્દાસ્ત અકર્મણ્યતા (ભ્રષ્ટ-આચરણ) અપનાવાય છે. આમ કરવાથી શાંતિ તો મળે છે પણ તે શાંતિ અનેક પીડાઓ પણ ઊભી કરે છે.

  પાત્રમાં એટલી સંવેદનશીલતા બચી છે કે તે નિવૃતિમાં તે આ બાબતે વિચાર કરે છે…… બાકી લોકોતો તો ભ્રષ્ટ-આચરણ કરી ને તેમનાં હિસાબમાં “બાકી આગળ લઈ ગયા” (આવતા જન્મે) લખીને આ ફાની દુનિયામાંથી વિદાય થઈ જાય છે. અલબત પ્રજાને રડતાં મુકીને… 🙂

  • krishna says:

   Mitra,

   it is not excaptism, it is different point of view how you react to the situation or “dukh”, if he was escapist then why he got married though Lata got married ? (ene sansar tyaji diho hot jo e palayanvadi hot to) why he continued the job? he knows that these all emotional or sansarik dukhs are not eternal…. there is no co relation between karma , “palaynavad” and bhrashtachar. it is sakshibhav of viewing karma……

   • Navin N Modi says:

    શ્રી ક્રિશ્ના,
    કર્મને સાક્ષીભાવે જોવું એ સુખમય જીવન માટે શ્રેષ્ઠ ઉપાય છે એ આપની વાત ખરી છે. પરંતુ આ વાર્તાના નાયકના કિસ્સામાં એ લાગુ પડતી નથી. સાક્ષીભાવમાં વર્તમાનથી ભાગીને આગળ નીકળી પરિસ્થિતિ જોવાની વાત નથી. એમાં વર્તમાનમાં જ રહી જે છે તે પરિસ્થિતિ સ્વીકારવાની વાત છે. આથી આ વાર્તામાંના નાયકનું વર્તન ભાગેડુવૃત્તિ (escapism) જ છે.

    • Mohit says:

     I agree with Krishna,

     if it was escapism then he wouldnt have been marreid or did job. Escapism was Arjun’s feelign when he said he doesnt want to take part in The Mahabharat yuddha…. but if you do something it becomes karma here he is doing karma just viewing from different point of view….point of view can not be Escapisam …Escapism is only when some one refuses to do anything…here he got married, did job …..in this article there is no sakshibhav h
     its just different approach but not at all escapism….

 6. nikhil patel says:

  સરસ વર્તા ચે, મને ખુબ ગમિ………………

 7. Sonali says:

  બહુ સાચી વાત …. જે વાત પર દુખ થયુ હતુ એ અત્યારે તો બહુ સામાન્ય લાગે ….

 8. Navin N Modi says:

  શ્રી જગતભાઈ,
  સાક્ષીભાવ આદર્શ છે એ ખરું, પરંતુ એ અપનાવવો અત્યંત દુષ્કર છે. પલાયન-વાદ ભલે આદર્શ નથી, પરંતુ કેટલીક હદે એ અત્યંત ઉપયોગી છે. પરિસ્થિતિ જ્યારે વ્યક્તિને હતાશામાં ધકેલી ત્યારે માનસિક બિમારી નોતરવા કરતા પલાયન-વાદનો ઉપયોગ ખોટો નથી. એ ખરું કે એનો ઉપયોગ અતિ મર્યાદિત, દવા તરીકે જ, કરવો જોઈએ – આદર્શ તરીકે નહિં. આથી એક વાત એ પણ સિદ્ધ થાય છે કે આપણે જેને દુર્ગુણ માનીએ છીએ એવી વૃત્તિઓ પણ ઈશ્વરના આશિશ જ છે, જો આપણે તેનો યોગ્ય સમયે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ તો! એ માટે જ તો મનુષ્યને ઈશ્વરે બુદ્ધિરુપી વરદાન આપેલું છે.
  જે પણ અન્ય વાંચકો માનવીય વૃત્તિઓ વિશે ચિંતન કરતા હોય અને પોતાના વિચારોની આપલે કરવા ઈચ્છતા હોય તેમને મારો navinnmodi@yahoo.com પર સંપર્ક કરવા નિમંત્રણ છે.

 9. Hetal says:

  good story- everyone uses different view to deal with “dukh”, some keep on crying- remembering it again and again, some move on with hope that it will be okay sooner or later and some like the writer take their mind into future and try to fool their mind that this how you will feel 10-15 years later- so feel that way right now. It is like temporary solution and all those feelings that you tried to push back, eventually came back to the mind and now you can not fool your mind anymore and it then hurts more. This story had sad ending but nothing one can do to really help the man!!!

 10. Sandhya Bhatt says:

  ખરું જોતા આવું આગળ નીકળી જઈએ, ત્યારે પીડા ઓછી અનુભવાય એવો આપણો સૌનો અનુભવ છે. આ વાત પર આંગળી મૂકીને કહેવાનું તાટસ્થ્ય અને બીજાઓ પ્રત્યેનો સમભાવ તેમની પાસે આવું લખાવડાવે છે, એમ કહેવું પડે.

 11. hardik says:

  Ms Himanshi,

  Congrats for nice article. I feel there is some personal philosophical thinking involved behind depiction of main character. It’s good and i guess it’s true. You have really nice understanding of yourself and human nature. I think that’s why people say,”Know yourself and you know the world”.

  Regards,
  Hardik

 12. જય પટેલ says:

  વિપરીત પરીસ્થિતીમાં દુઃખ હળવું કરવાના અનેક ઉપાયોમાંનો એક.

  જીવનના ગણિતરૂપી કોયડા ઉકેલવામાં બધા જ સફળ થતા નથી.
  પ્રસ્તુત વાર્તામાં સન્મુખલાલે પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા પરંતુ સફળતાથી વંચિત રહ્યા.
  જે માણસ સફળ થવા પૂરતા પ્રયત્નો કરતો હોય તેને પલાયનવાદના વાઘાં પહેરાવવાં વધુ પડતું કહેવાશે ?

  પલાયન એટલે કર્મથી ભાગવું…અત્રે સન્મુખલાલ કર્મથી ભાગ્યા વગર પ્રયત્નો કરે છે…!!

 13. dhiraj says:

  પલાયનવાદ કરતા મને વાર્તા નાયક માં સાંખ્ય વિચાર વધારે લાગ્યો
  કોઈ પણ પરિસ્થિતિમાં “જે થયું તે ______ કરતા પણ ખરાબ તો નથી થયું ને !! ” એવો વિચાર ઘણી વખત આઘાત માંથી ઉગારી લે છે જોકે તે આદર્શ રીત તો નથી જ
  તો કઈ છે આદર્શ રીત કે જેનાથી દુખના સમય માં પણ ધીરજ રહે ?

  મારા મત મુજબ, “કર્તા હર્તા ભગવાન છે, જે થયું તે ભગવાન ની ઈચ્છા થી થયું છે ” આ વિચાર રામબાણ ઈલાજ છે

  નોધ:- ફક્ત, “ભગવાન નું અસ્તિત્વ” સ્વીકારતા હોય, તેવા માટે

  • જગત દવે says:

   સારું છે દ્રૌપદીનાં ચીર-હરણ સમયે આ “રામબાણ ઈલાજ” ભીમ અને કૃષ્ણ એ ન અપનાવ્યો.

   જો કે ત્યાર બાદ ભારતમાં તો આ જ “રામબાણ ઈલાજ” જ વધારે અપનાવાયો. ૧૭ વાર સોમનાથ લુંટાયુ તોય આ ફિલસુફી ને આંચ ન આવી કે “કર્તા હર્તા ભગવાન છે, જે થયું તે ભગવાન ની ઈચ્છા થી થયું છે”. બહું જ થોડા વર્ગને બાદ કરતાં મોટાભાગનાં લોકો ને ગુલામીનું જીવન આવા જ કારણો સર માફક આવી ગયું હતું. આજે જેમ ભ્રષ્ટાચાર માફક આવી ગયો છે તેમ જ.

   આપણાં વિચારો કરવાની પધ્ધતિની બ્લ્યુ-પ્રીન્ટમાં જ ક્યાંક ખામી છે. બધા જ કોઈ ને કોઈ બૌધ્ધિક પલાયન શોધી જ લે છે.

   મૃગેશભાઈની માફીની અપેક્ષા સહ ઊપરનાં વિચારો રજુ કર્યા છે. આપનાં બ્લોગને યોગ્ય ન લાગે તો “delete” કરી દેશો.

  • hiral says:

   ધીરજભાઇ,

   તમને નમ્ર વિનંતિ કે સમય મળ્યે એક વાર આ બુક વાંચજો Culture Can Kill: How Beliefs Blocked India’s Advancement.

 14. hiral says:

  દસ-પંદર વરસ દુર જઇને વિચારવું એનાં કરતાં પોતે ક્યાં ભૂલ કરી અથવા ક્યાંક પોતે યોગ્ય આત્મવિશ્વાસમાં ઉણાં તો નથી ઉતર્યા ને? એવું આત્મનિરીક્ષણ ક્રમે કરીને ઉત્તરોત્તર વધુ જીવંત જીવી શક્યા હોત. બધું આપણે ધારીએ એ પ્રમાણે નથી થતું એ વાત સાચી પણ હંમેશા દસ-પંદર વરસ પછીની કલ્પના કરીને યોગ્ય આત્મનિરીક્ષણથી વંચિત રહેવું કેટલી હદે યોગ્ય કહેવાય?

  મારી મમ્મી હંમેશા કહેતી કે અમે તમને સ્કૂલમાં ભણવા મુકી શકીએ, પણ સાહેબ પૂછે તો જવાબ આપવા હાથ ઉંચો કરવાની આવડત તો તમારે પોતે જ કેળવવી પડે. એ હંમેશા કહેતી, વિચારશક્તિ ખીલવો, બાકીનું બધું એની મેળે આવી જશે. પોતાની ભૂલો શોધતા શીખો. ભૂલ કરવી એ ખોટું નથી પણ એ ભૂલને નસીબનું નામ આપી છટકી જવું એ ગુનો છે. (આ સૂક્ષ્મ ગુનો છે જેની સજા આપણે પોતે જ ઉત્તરોત્તર એક યા બીજી રીતે ભોગવતા હોઇએ છે.)

  પ્રસ્તુત વાર્તામાં પણ એ જ કહેવાયું છે કે આખી જીંદગી દુરનું જોઇને એ પોતાની જાતને શાંત્વના આપતાં, પણ જ્યારે ખરેખર દસ-પંદર વરસ પછી પોતે નહિં હોય એ વાસ્તવિકતા સામે એમની જીંદગીની ફિલોસોફી સામે એ પોતે જ નિરાધાર થઇ જાય છે અને છેલ્લે જુની પીડાદાયી વાતો મનોવિગ્યાનની દ્રષ્ટિએ ફરી ફરીને નજર સામે આવે છે ત્યારે એ છટકીને દસ-પંદર વરસ દુર જવાથી પણ ઘભરાય છે (જેનું નામ છે મૃત્યુ).

  લેખકે બહુ સૂક્ષ્મ રીતે આ જ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય એવું મને લાગે છે કે ભાગી ભાગીને ક્યાં સુધી ભાગશો?
  જે સહન કરવાનું આવે એને હિંમતથી હસતે દિલે સહન કરવું જોઇએ અને આત્મનિરીક્ષણ કરવું જોઇએ નહિં કે વર્તમાન સમયમાંથી ભાગવું જોઇએ.

 15. Mital Parmar says:

  ખુબ જ સરસ વાર્તા….

 16. Vaishali Maheshwari says:

  Nice story Ms. Himanshi.
  Wonderful description of different situations at different stages of life.
  Thank you.

 17. gopal says:

  સિનિયર સિટિઝનોએ સમજવા જેવી વાતો

 18. સાચી વાત છે આપણી બ્લ્યુ પ્રિન્ટ માં જ ખામી છે.મારો મોરારીબાપુના ગુણગાન ગાતો શિક્ષણ વિષે નાં લેખ નીચે આપેલો પ્રતિભાવ વાંચી લેવો.અકર્મણ્યતા ભારત નું મોટું કલંક છે.૫૦ લાખ સાધુઓ ભારત માં છે જે કશુજ કામ કરતા નથી.અન્પ્રોડક્ટીવ વેસ્ટ છે.એમની ખાવાપીવાની જવાબદારી સામાન્ય જન નાં માથે છે.વર્ષે દહાડે ૯૦૦૦ કરોડ કરતા વધારે બોજો લોકોના માથે છે.એમના આત્મકલ્યાણ નાં બીલ આપણે ભરવાના.અને લોકો ભરીજ રહ્યા છે.ધર્મગુરુઓ પણ કશું કર્યા વગર એક ની એક ચવાઈ ગયેલી કથાઓ કરી કરી ને કરોડો રૂપિયા પ્રજા નાં સેરવી ને એમના બેંક બેલેન્સ તગડા કરી રહ્યા છે.૫૦ લાખ સાધુઓ ગંગા ને અને બીજી નદીઓ ને ગંદી કરી રહ્યા છે.આ બધા સાધુઓ ને રોડ રસ્તા સાફ કરવા લગાવી દેવા જોઈએ તોજ ભાઈ ખાવા મળશે,બીડી પીવા મળશે,તો હાલ ધરમ ધ્યાન,આત્મકલ્યાણ,મોક્ષ બધું હવાઈ જાય.કામ કરવાની જવાબદારીઓ માંથી છટકેલા લોકો ને પૂજ્ય માનો એટલે એમની બહુમતી વધવાની જ છે.આ મોરારીબાપુ ને કહો કે હવે એક ની એક કથા બહુ સાંભળી લીધી હવે કશું કામ કરો તો જ પૈસા મળશે તો એમને કોઈ ક્લાર્ક માં પણ નાં રાખે.જોકે એમણે સાત પેઢી ચાલે તેટલો પૈસો ભેગો કરી લીધો હશે.

 19. Dhaval B. Shah says:

  કૈક અધુરુ લાગ્યુ.

 20. Ashish Dave, Sunnyvale, California says:

  Well written depiction… very useful for people who keep getting worried for almost anything. The stuff that is important today may not be part of our life many years down the road. No point in worrying or escaping, facing it and solving the problem is the only way out.

  Ashish Dave

 21. tilak says:

  no. mr raol is absolutely right. i m journalist from delhi. i also came to know that he has 300 crores of property in only bank. other are not mentioned. so that he can give awards to writers and poets of very big amount.

 22. tilak says:

  also other saints are same like him. no saints are different exept swami sachchidanandji.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.