માનવીના રે જીવન ! – મનસુખલાલ ઝવેરી

………..માનવીના રે જીવન !
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
………. એક સનાતન શ્રાવણ.

એક આંખે આંસુની ધારા,
બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજ-છાયાને તાણેવાણે
……….. ચીતરાયું ચિતરામણ.

એક અંધારાથી આવવું; બીજા
અંધારામાં જઈ સમાવું;
બિચમાં બાંધી આંખે પાટા
………… ઓશિયાળી અથડામણ.

આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં
જાય કરેથી મર્મ સરી ત્યાં;
ભલભલા માંહી ભૂલા પડે ત્યાં;
…………… કારમાં કેવાં કામણ ?

ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
………. એક સનાતન શ્રાવણ.
………..માનવીના રે જીવન !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મળશું – હર્ષદ ત્રિવેદી
ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Next »   

14 પ્રતિભાવો : માનવીના રે જીવન ! – મનસુખલાલ ઝવેરી

 1. Dhruti says:

  એક આંખે આંસુની ધારા,
  બીજીએ સ્મિતના ઊડે ફુવારા….
  જોરદાર!!

 2. Hitesh Mehta says:

  એક અંધારાથી આવવું; બીજા
  અંધારામાં જઈ સમાવું;
  બિચમાં બાંધી આંખે પાટા………. બહુ જ સરસ..

  હ્લિતેશ મહેતા
  ભારતી વિધાલય – મોરબી

 3. સુંદર

  “ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
  ………. એક સનાતન શ્રાવણ.”

 4. Ankit Bhuptani says:

  એક આંખે આંસુની ધારા,
  બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
  તેજ-છાયાને તાણેવાણે
  ……….. ચીતરાયું ચિતરામણ અતિ ઉત્ત્ત્મ. મોજ આવિ

 5. Hemant Jani says:

  ગુજરાતી ભાષાની મજા જુઓ..ફક્ત એક અનુસ્વાર્ (શબ્દ ઉપર મીંડુ)
  મુકાઈ જાય તો આખા વાક્યનો અર્થ ફરી જાય..ઊપરોક્ત કાવ્યમાં…
  “….કારમા કેવા કામણ્..” માં ઊપરના મીંડાએ કારમાને carમાં કરી
  નાખ્યું….

  સરસ કાવ્ય…

  હેમંત જાની…

 6. naresh says:

  ખુબ સરસ્

 7. harikrishna patel says:

  very good one.

 8. Ketan Rambhiya says:

  એક આંખે આંસુ ની ધારા………… સ્મિતના ઊડે ફુંવારા

  ખુબ સરસ કાવ્ય

 9. maitri vayeda says:

  એક સનાતન શ્રાવણ ….
  ખૂબ સુંદર કાવ્ય.

 10. nayan panchal says:

  અતિસુંદર. નાનુ પણ સચોટ કાવ્ય.

  નયન

 11. ભરત વણજારા says:

  કાવ્ય વાચી જીવનની સારી અને નરસી પળૉ યાદ કરી.
  ખુબ સરસ

 12. Rajan Shah says:

  કવિ એ સુન્દર રેીતે “જેીવન” ને સક્ષિપ્ત સ્વરુપે આલેખ્યુ. આવેી સુન્દર રચના નેી પ્રસ્તુતિ બદલ ખુબ ખુબ આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.