મળશું – હર્ષદ ત્રિવેદી

ઓણ મળશું પોર મળશું નહિતર પરાર મળશું
અમે નદીના કાંઠે,
……………………. નહિતર દરિયે ધરાર મળશું !

તમે કોઈ સસલાની ઝડપે ખેતર મેલી ભાગ્યાં,
અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા !
પગલાંનું તો એવું-
પડશે નહિતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું !
…………………………………………..ઓણ મળશું….

અમે એક સપનાને ખાતર પૂરું જીવતર ઊંઘ્યા,
તમે ઊંઘવા ખાતર સપનાં ભોર થતાં લગ સૂંઘ્યાં !
સપનાનું તો એવું-
મળશે નહિતર ટળશે નહિતર અંદર ભડભડ બળશું !
…………………………………………..ઓણ મળશું….

એ હતી અમાસી રાત તે કાજળ આંખ ભરીને આંજ્યાં,
આ ઊગી અષાઢી બીજ તે માંજ્યા, બેય અરીસા માંજ્યા !
ચહેરાનું તો એવું-
મલકે નહિતર છણકે નહિતર એકમેકને છળશું !
…………………………………………..ઓણ મળશું….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મેઘદૂત : સચિત્ર સમશ્લોકી ગુજરાતી અનુવાદ સાથે – સં. રજનીકુમાર પંડ્યા
માનવીના રે જીવન ! – મનસુખલાલ ઝવેરી Next »   

12 પ્રતિભાવો : મળશું – હર્ષદ ત્રિવેદી

 1. G2 says:

  એક આંખે આંસુની ધારા,
  બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
  તેજ-છાયાને તાણેવાણે
  ……….. ચીતરાયું ચિતરામણ.

  જાણૅ મારા માટે જ આ કૃતિની રચના કરી હોય તેવુ લાગ્યુ. ખુબ ખુબ આભાર…….

 2. Kamlesh pandya says:

  સરસ કૃતિ….

 3. Mukesh Pandya says:

  ખૂબ જ સુંદર રચના.

 4. Ankit Bhuptani says:

  અમે એક સપનાને ખાતર પૂરું જીવતર ઊંઘ્યા,
  તમે ઊંઘવા ખાતર સપનાં ભોર થતાં લગ સૂંઘ્યાં !
  સપનાનું તો એવું-
  મળશે નહિતર ટળશે નહિતર અંદર ભડભડ બળશું !
  …………………………………………..ઓણ મળશું
  ખૂબ જ સુંદર કૃતિ….
  ખુબ ખુબ આભાર…….

 5. Hemant Jani says:

  ખુબ જ હ્રદયસ્પર્શી કાવ્ય…
  ખરેખર મ્રુગેશભાઈ, આપનું કાવ્યો અને ક્રુતિઓનું સિલેક્શન
  ખુબ જ સારું હોય છે….

  જાની…

 6. komal says:

  ખુબ જ સરસ… વન્ડરફુલ્….

 7. અશોક જાની 'આનંદ' says:

  મજાનું અર્થ સભર ગીત..

 8. sudhir patel says:

  ખૂબ સુંદર અનોખો લય ધરાવતું ગીત!
  સુધીર પટેલ.

 9. nayan panchal says:

  આ રચના વાંચીને મને Only Love is Real નામના પુસ્તકની યાદ આવી ગઈ.

  સુંદર રચના. આ જન્મમાં નહીં તો આવતા જન્મે મળીશું.

  ખૂબ આભાર,
  નયન

 10. sanjay makwana says:

  શ્રી હર્ષદભાઈ,
  ગુજરાતી ભાષાને સરસ ગીત રચના મળે તેનો આનંદ તો હોય જ.
  ગુજરાતી કવિતામાં તમારી પ્રયોગશીલતા જુદી જ ભાત પાડે છે.
  આ ગીતમાં પ્રાસાનુપ્રાસ અને તળપદા શબ્દપ્રયોગો જેવા કે પડશે નહિતર જડશે,મળશે નહિતર ટળશે,મલકે નહિતર છણકે કે પછી
  ઓણ,પોર, પરાર, ધરાર,મેલી,કને, લગ ,વગેરે શબ્દો મોટેથી પાઠ થાય તો આકર્ષક ગીત સાંભળવાનો આનંદ રોકી શકાય નહિ તે સ્વાભાવિક છે.
  અભિનંદન અને આભાર
  સંજય મકવાણા

 11. Ashish Dave, Sunnyvale, California says:

  Too good…

  Ashish Dave

 12. Tosha Raval says:

  પ્રિય હ્ષદભાઈ
  આપણ તો પરીષદ મા ધરાર મલીશુ તમારી કવિતા સ-રસ સભર લાગી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.