Archive for August, 2010

વાચનની વૈજ્ઞાનિક કલા – સં. પ્રા બહેચરભાઈ એમ. પટેલ

[માણસના આંતરિક વિકાસમાં વાચન બહુ મોટો ભાગ ભજવે છે. આજે જ્યારે વાચન ફક્ત અભ્યાસના પુસ્તકો કે મનોરંજનના સાધન તરીકે સીમિત થઈ ગયું છે ત્યારે વાચનના વિજ્ઞાનને સમજવું જરૂરી છે. વાચન ‘મોહનદાસ’માંથી ‘મહાત્મા’ નિર્માણ કરી શકે છે. અહીં પુસ્તકોને ધ્યાનમાં રાખીને વાચન વિશે જે વાત કહેવામાં આવી છે તે સામાયિકો, પત્રિકાઓથી લઈને આજના વેબસાઈટ જેવા માધ્યમોને […]

લૉટરી – નાનાભાઈ હ. જેબલિયા

[ અમરેલીથી પ્રકાશિત થતા ‘છાલક’ સામાયિકમાંથી સાભાર.] હમણાં તો એ ચાહી ચાહીને બજારમાં નીકળતાં અને ચાલને એવી ચૂપ રાખતા કે ન પૂછો વાત. હાથમાં રહેતો નેતરનો ડંડો પણ અવાજ ન કરતો ! પોતાનો ખાંચો પૂરો થાય, બજાર શરૂ થાય કે એક ચિકિત્સક નજરથી આગળ પાછળ જોઈ લેતા. એમને ખબર હતી કે પોતે લીંબડાવાળા ચોકમાં પગ […]

રત્નાનો કેસ – હિરલ શાહ

[ રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા:2010માં બીજા ક્રમાંકે પુરસ્કૃત થયેલી આ વાર્તા સત્યઘટના પર આધારિત છે. એક જ કુટુંબના અન્ય તેજસ્વી સંતાનો વચ્ચે એક સામાન્ય દીકરી કેવી મનોવ્યથામાંથી પસાર થાય છે તેનું સચોટ દ્રશ્ય અહીં રજૂ થયું છે. આ સમયે માતા-પિતાની ભૂમિકા કેવી હોવી જોઈએ તેનો ખૂબ ઉપયોગી સંદેશ આ વાર્તામાંથી પ્રાપ્ત થાય છે. વાર્તાના સર્જક શ્રીમતી […]

બુદ્ધિની કસોટી – જ્યોતીન્દ્ર દવે

[ શ્રી વિનોદ ભટ્ટ દ્વારા સંપાદિત ‘હાસ્યેન્દ્ર જ્યોતીન્દ્ર’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ઘણા સમર્થ વિચારકો કહી ગયા છે કે મનુષ્યનું મન એવું ચંચળ છે, કે તે એક વસ્તુ તરફ લાંબો વખત અભિમુખ થઈ શકતું નથી. એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદતા શાખામૃગની પેઠે મન પણ એક વિષય પરથી […]

અડકો દડકો – લતા ભટ્ટ

[ જાણીતા અખબારો અને સામાયિકોમાં ટૂંકીવાર્તા, લઘુકથા, નિબંધ, કાવ્યો લખતાં શ્રીમતી લતાબેનના બાળકાવ્યોના કેટલાંક પુસ્તકો પૈકીનું આ ‘અડકો દડકો’ એક પુસ્તક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ લતાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9998983815 અથવા આ સરનામે meera148@gmail.com સંપર્ક કરી શકો છો.] [1] બિલ્લી એક હતી બિલ્લી, ગઈ એ […]

વાચકોની રચનાઓ – સંકલિત

[1] કેટલાય વર્ષો તું… – કુન્દન લંગાળિયા [ ‘મા’ વિશેના સુંદર કાવ્યોની નાનકડી પુસ્તિકા ‘ઝંકૃતિ’માંથી પ્રસ્તુત રચના સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તિકા ભેટ મોકલવા માટે શ્રીમતી કુન્દનબેનનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. (પુસ્તિકા વેચાણ માટે ઉપલબ્ધ નથી.) આપ તેમનો આ નંબર પર +91 278 2567747 સંપર્ક કરી શકો છો.] કેટલાય વર્ષો તું હમસફર રહી […]

ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો – સંપાદન

[જેમનું આ જન્મશતાબ્દીવર્ષ ઉજવાઈ રહ્યું છે તેવા ગુજરાતી ભાષાના વીસમી સદીના પ્રમુખ કવિ શ્રી ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યોનું આ પુસ્તક તાજેતરમાં પ્રકાશિત થયું છે. આ પુસ્તકનું સંપાદન શ્રી નિરંજન ભગત, શ્રી ચિમનલાલ ત્રિવેદી અને શ્રી ભોળાભાઈ પટેલે કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગૂર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે […]

હું એટલે અત્યારે…. – શ્રીકાન્ત શાહ

[‘પરબ’ સામાયિકમાંથી સાભાર.] અગાશીના લંબચોરસ બાંકડે બેસી બાજુમાં ઊભેલી નાળિયેરીની ખરબચડી ગલીપચી અનુભવતો….. અમસ્તા અમસ્તા ઉભડક ઊગેલાં જાંબલી ફૂલોના ખભે માથું ટેકવી ઊંઘણશી આકાશને આત્મસાત કરતો…. દૂરદૂરના દોડાદોડ કરતા એકમેકને ખંજવાળતાં મકાનોની રમઝટ સૂંઘતો… હાંફળા-ફાંફળા પગ પાસે ઢગલો થઈ પડેલા પડછાયાઓના હોંકારા-પડકારાઓ સાંભળતો… લટાર મારવા નીકળેલા પવનમાં આંખો ઝબોળી…. ભીનાં ટપ ટપ થતાં દશ્યોમાં અનેકાનેક […]

છૂપા રુસ્તમ – બકુલ દવે

[ સંપૂર્ણ સત્યઘટના પર આધારિત આ કૃતિ ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક (ઑગસ્ટ-2010)માંથી સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ માટે પરવાનગી આપવા બદલ શ્રી બકુલભાઈનો (સુરેન્દ્રનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2752 223500 સંપર્ક કરી શકો છો.] અઠવાડિયામાં એક-બે વાર મારે ધીરુભાઈને મળવાનું અચૂક બનતું. મ્યુનિસિપાલિટી સંચાલિત પુસ્તકાલયમાં ધીરુભાઈ નોકરી કરે. પુસ્તકાલયમાં પ્રવેશતાં જ […]

સાધના વિના સિદ્ધિનો અધિકાર ન હોય – ડૉ. ઊર્મિલા શાહ

[‘જનકલ્યાણ’માંથી સાભાર.] ‘અરે ! આવ આવ આદિત્ય ! શું રિઝલ્ટ આવ્યું ? ઉષાબેન, કેમ આદિત્ય આમ ઢીલો લાગે છે ? તબિયત સારી નથી કે શું ? કેટલા માર્કસ આવ્યા ? બોલ તો ખરો.’ ‘બેન બાણું ટકા….’ ‘ત્હોય તમને સંતોષ ન થયો ઉષાબેન ? દીકરો આટલા સારા માર્કસ લાવ્યો હોય તો તો માનો હરખ સમાતો ન […]

મહાભારતની ઉપકથાઓ – યશવન્ત મહેતા

[કહેવાય છે કે આખા જગતમાં જે બધું જ છે તે મહાભારતમાં પણ છે. તેમાં અનેક રત્નો ભર્યાં પડ્યા છે. મૂળ કથાની સાથે ઘણીબધી ઉપકથાઓ વણાયેલી છે. પરંતુ આ કથાઓને તર્કબુદ્ધિથી ન જોતાં એના સારતત્વને ગ્રહણ કરવામાં આવે તો તે કોઈ પણ દેશ-કાળમાં ઉપયોગી બની શકે છે. કથાના રસને જાળવી રાખવા માટે આ ઉપકથાઓમાં કેટલીક આશ્ચર્યજનક […]

વાતોનું વર્તુળ – સંકલિત

[1] શામળો – મદનકુમાર અંજારીયા ‘ખ્વાબ’ શેઠના ભવ્ય દીવાનખંડમાં સાફસુફી કરતો દશેક વર્ષનો નોકર શામળો અચાનક થંભી ગયો ! નવા કેલેન્ડરને એ મુગ્ધ નજરે જોઈ રહ્યો. દીવાલ પર શોભતા એ રંગીન કેલેન્ડર પરનું ચિત્ર શામળાની આંખોમાં ઝીલાતું હતું – મટકીને ભોંય પર પટકીને માખણ ખાતા કાનુડાનું મનોહર ચિત્ર ! શામળાના મોંમા પાણી આવી ગયાં. ચિત્રમાનું […]

એક હતો ‘અ’…. – અભય દેસાઈ

[વાર્તાલેખનમાં એક પ્રકાર એવો છે જેમાં સર્જક વાચકની સામે જાણે કે એક ચિત્ર મૂકી આપે છે. વાર્તામાં કશું જ સીધું કે સ્પષ્ટ કહેવામાં આવતું નથી (પિપલી [લાઈવ]ની જેમ). તેના પ્રસંગોનું અર્થઘટન વાચકે જાતે કરવાનું રહે છે. પાત્રોના મનોભાવની લિપિ વાચકે જાતે ઉકેલવી પડે છે. જેને તે લિપિ સમજાતી નથી તેને વાર્તા અધૂરી લાગે છે. ઘણીવાર […]

પંચામૃત – દેવેન્દ્ર એલ. ત્રિવેદી

[‘પંચામૃત’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] ફૂલઝાડ – ફાધર વાલેસ શિષ્યે ગુરુજીને પૂછ્યું : ‘અત્યારે કલિયુગ ચાલે છે તો જલદી સતયુગ ફરી આવે એ માટે આપણે શું કરી શકીએ ?’ ગુરુજીએ સામેથી પૂછ્યું : ‘તારે આશ્રમનાં ફૂલઝાડને રોજ પાણી પાવાનું છે એ આજે પાયું ?’ શિષ્યે કહ્યું : ‘હા, […]

કારણ વિનાની વ્રતકથા – મન્નુ શેખચલ્લી

[ ‘મન્નુ શેખચલ્લી’ ઉપનામથી લખતા શ્રી લલિત લાડના હાસ્યલેખોના પુસ્તક ‘હવામાં ગોળીબાર’માંથી સાભાર. આમ જુઓ તો આ હાસ્યલેખ છે પરંતુ હકીકતે તે ખૂબ મનનીય વાત સરળ શબ્દોમાં કહી જાય છે. આપ શ્રી લલિતભાઈનો (અમદાવાદ) આ નંબર પર +91 79 26826526 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] હે શ્રોતાજનો ! […]

મૌનની આરતી – વર્ષા તન્ના

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] જ્યારે શ્યામ વાસંળી વગાડતા હોય અને આખી સૃષ્ટિ તેને સાંભળ્યા કરે અને જે ચૂપકીદી છવાઈ ગઈ હોય તે અલૌકિક હોય છે. તે ચૂપકીદી સભર સભર હોય છે. મૌન રળિયામણું હોય છે. ત્યારે બીજા અવાજો અણગમતા હોય છે. માત્ર કૃષ્ણની વાંસળીનો સૂર ગોપીઓને સાંભળવો છે. જ્યાં પોતાના હૃદયના ધબકારા પણ ખલેલ પહોંચાડે છે. […]

વાર્તા-સ્પર્ધા : 2010 પરિણામ – તંત્રી

જેની સ્પર્ધકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે વાર્તા-સ્પર્ધા : 2010નું પરિણામ નક્કી કરેલ સમય કરતાં એક સપ્તાહ વહેલું આવી પહોંચ્યું છે. આ પરિણામની વિશેષતા એ છે કે પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલી વાર્તાના ગુણ ગત સ્પર્ધા જેટલા જ રહ્યા છે. વળી, અગાઉની સ્પર્ધાની જેમ આ વર્ષે પણ કુલ ચાર વિજેતાઓ જાહેર થયા છે. વિજેતા થયેલા […]

રૂપાની ઝાંઝરી – નિશિતા સાપરા

[‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા : 2010’માં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલી આ કૃતિના યુવાસર્જક શ્રીમતી નિશિતાબેન MCA કર્યા બાદ ‘સોફટવેર ડિઝાઈન અને ડેવલપમેન્ટ’ ક્ષેત્રે અમેરિકાની એક કંપનીમાં કાર્યરત છે. વાંચન તેમનો મુખ્ય શોખ છે. પ્રસ્તુત વાર્તા તેમની પ્રથમ કૃતિ છે. નિશિતાબેનને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +001 503 367 3251 અથવા આ સરનામે nishi.dalwadi@gmail.com […]

વાનગી વૈવિધ્ય – પૂર્વા મહેતા

[વાનગી ક્ષેત્રે પૂર્વાબેનનું નામ જાણીતું છે. ઈ-ટીવી પરથી પ્રસારિત થતા સુપ્રસિદ્ધ કાર્યક્રમ ‘રસોઈ શૉ’માં તેઓ વાનગી-નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ કુકિંગ કલાસ અને અગ્રગણ્ય હોટલોમાં સલાહકાર તરીકે કાર્ય કરી રહ્યાં છે. તેઓએ ઘણી વાનગી-સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી છે. આજ સુધીમાં તેમણે 600થી પણ વધુ વાનગીઓ રજૂ કરી છે જેમાં ગુજરાતીથી […]

ચોમાસું – ભૂપેન્દ્ર શેઠ ‘નીલમ’

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] બેઠું છે કણ કણ ચોમાસું મનગમતું વળગણ ચોમાસું જે વરસે આલિંગન દેતાં- એવી છે સમજણ ચોમાસું તારું-મારું છે સહિયારું- બાંધે છે સગપણ ચોમાસું સારાં કે માઠાં વરસોને, દેખાડે દર્પણ ચોમાસું. મારું છે પ્રિયજન, છો વરસે છલકાવે આંગણ ચોમાસું ગોધણ પાછાં વળતાં વરસે ગાતો છે ચારણ ચોમાસું માગે ના વરસે, ના માગે વરસે, […]

મારે સ્કૂલે જવું નથી – ડૉ. વીરબાળા ર. ઉમરાજવાલા

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] વેકેશનમાં છોકરાઓ રોકટોક વિના હર્યાફર્યા હોય, રમ્યા હોય, ખેલ્યા હોય, વિવિધ વાનગીઓ આરોગી હોય, મજા માણી હોય, કોઈ બંધન નહીં અને કશી ચિંતા નહીં. પણ વેકેશન પૂરું થવા આવે એટલે એમના મનમાં ચિંતા સવાર થઈ જાય છે. વળી પાછી એ જ રોજિંદી રફતાર શરૂ થવાની. નવો અભ્યાસક્રમ, હોમવર્ક, પ્રોજેકટ-વર્ક બધું જ પાછું […]

પ્રેમથી રહો – પ્રવીણભાઈ મહેતા ‘બાલપ્રેમી’

[ રીડગુજરાતીને આ બાળવાર્તા મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર.] એક વિશાળ જંગલમાં કરસન બાવા સુંદર ઝૂંપડી બનાવીને રહેતા હતા. ઝૂંપડીની ચોતરફ ઊંચા ઊંચા ઝાડો હતાં ને નજીકમાં નાના બગીચામાં જાતજાતનાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતાં. વાતાવરણ સુગંધભર્યું હતું. થોડે દૂર એક સુંદર સરોવર હતું. એક ઝાડ ઉપર ચકલી માળો બાંધતી હતી, અને એ […]

ઓગણીસમો અધ્યાય – ગુણવંતરાય ભટ્ટ

[તાજેતરમાં પ્રકાશિત થયેલ ટૂંકીવાર્તાઓના પુસ્તક ‘લપસતી સડકો’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] વસુબહેને તેમના નાના બંગલામાં એક સુંદર દેવસ્થાન બનાવડાવ્યું હતું. સુપ્રભાતે સ્નાનાદિ પતાવીને ત્યાં બેસી પૂજા કરવાનો તેમનો નિત્યનિયમ હતો. દેવસ્થાનમાં રાખેલી ભગવાનની છબીઓ તે ત્યાં રાખેલા કપડાથી લૂછ્યા […]

એરકન્ડિશન સોસાયટી – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] બળબળતા ઉનાળાની એક બપોરે ટ્રેનમાંથી ઉતરી સ્ટેશનની બહાર ઊભેલી રીક્ષાઓમાંથી એક આગળ ઊભાં રહી અંદર બેગ ગોઠવી કે પેસેન્જરની રાહ જોતાં રીક્ષાવાળાએ મીટરનો ફલેગ ડાઉન કરતાં પૂછ્યું : ‘ક્યાં જવાનું ?’ ‘સાકેત સોસાયટીમાં.’ ‘સાકેત સોસાયટી ? એ ક્યાં આવી ?’ રીક્ષાવાળાએ મારી સામે જોતાં પૂછ્યું. મેં ગજવામાંથી ડૉ. હર્ષદ ભટ્ટીનું વિઝિટીંગ […]

ઝરૂખો – વિકાસ નાયક

[ ‘ઈન્ટરનેટ કૉર્નર’ શ્રેણીના ‘મહેક’, ‘કરંડિયો’, ‘કથા કોર્નર’, ‘આભૂષણ’ જેવા પુસ્તકો આપનાર યુવા સર્જક શ્રી વિકાસભાઈ નાયકનું તાજેતરમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક છે ‘ઝરૂખો.’ ‘ઈન્ટરનેટ’ના ખજાનામાંથી ગૂંથેલી રસપ્રદ લેખમણકાની માળા જેવું આ પુસ્તક જીવનમાં હકારાત્મક દષ્ટિકોણ કેળવવાનું શીખવી જાય છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. વિકાસભાઈનો આપ આ નંબર […]

Copy Protected by Chetan's WP-Copyprotect.