મોટા કહે તેમ કરીએ, કરે તેમ નહિ – મંજરી ગાંધી

[‘કપોળ સમાજ દર્પણ’ સામાયિકમાંથી સાભાર.]

‘પિન્કી, પપ્પા તારા માટે દુબઈથી શું લાવ્યા ?’ પિન્કીના રેણુ ફોઈએ પિન્કીના વાળ સરખા કરતા પૂછ્યું.
‘મારા માટે તો ડાયમન્ડની બૂટ્ટી, બ્રેસલેટ અને ફ્રોક લાવ્યા છે. પણ ફોઈબા, તમારા માટે પણ સાડી, સેટ, ઘડિયાળ અને….’ પિન્કી વાક્ય પૂરું કરે તે પહેલાં જ તેની મમ્મીએ તેને પગ મારતાં કહ્યું :
‘ચલ જુઠ્ઠી…., ઘડિયાળ ને સેટ વળી ક્યાં લાવ્યા છે ?’
પિન્કી મમ્મી સામે જોઈ રહી. મમ્મીની આંખોમાં રહેલો ‘ના’નો ભાવ એ છ-સાત વર્ષની માસુમ બાળકી સમજી ન શકી. એને એ ન સમજાયું કે પપ્પા મમ્મી અને ફોઈબા બધું સરખું જ લાવ્યા છે છતાં મમ્મી શા માટે આમ કહેતી હશે ?

આમાં રાખેલી બધી દ્રાક્ષ તું એકલી ખાઈ ગઈ, પિન્કી ? ભાઈ માટે જરા પણ ન રાખી, કેમ ?’ પિન્કીને હળવેથી થપ્પડ મારતા મમ્મીએ કહ્યું.
‘તેં મને ક્યાં કહેલું ? મને તો ભૂલ લાગી તે ખાઈ ગઈ….’ પિન્કીએ નિર્દોષતાથી કહ્યું.
‘ભૂખ લાગી’તી તો એકલા ખાઈ જવાનું ? ભાગ પાડતા શીખતી જ નથી. કેટલી વાર કહ્યું કે જે વસ્તુ હોય તેમાં ભાગ પાડીને ભાઈ-બહેને ખાવાનું, પણ સમજતી જ નથીને. જો હવેથી આમ એકલી-એકલી નહિ ખાઈ જતી, ભાઈનો ભાગ રાખજે. એમ નહિ કરે તો કશું નહિ લાવી આપું.’ મમ્મીએ ધમકાવતાં કહ્યું. પરંતુ પિન્કી મમ્મીની વાત સમજી ન શકી. એને થયું કે પપ્પા અને ફોઈ પણ અમારી જેમ ભાઈ-બહેન જ છે ને, તો પછી પપ્પાએ લાવેલ ઘડિયાળ અને સેટ મમ્મીએ ફોઈને કેમ ન આપ્યા ? પાછી મમ્મી તો મને ભાઈનો ભાગ રાખવાનું કહે છે !

‘એય પિન્કલી, લેસનના ટાઈમે કેમ રમવા બેસી ગઈ ? ખબર નથી કાલે પરીક્ષા છે તે…’ પિન્કીને વિડિયોગેમ રમતાં જોઈને એની મમ્મીએ બૂમ પાડી.
‘પણ મમ્મી, તું ક્યાં ગઈ હતી અત્યાર સુધી ? મને ક્યારની કેટલી બધી ભૂખ લાગી હતી. કંઈ નાસ્તો પણ કરીને ન ગઈ.’ મમ્મી પાસે જતાં પિન્કી રડમસ અવાજે બોલી.
‘ક્યાં તે વળી શાકભાજી લેવા ગયેલી. પાછા વળતાં દર્શન કરીને આવી. રસ્તામાં કોઈને કોઈ મળે એટલે મોડું તો થાય જ ને ?’ ઉતાવળા સ્વરે મમ્મીએ કહ્યું.
‘મને કેટલી બધી ભૂખ લાગેલી. તું કેમ કંઈ બનાવીને ન ગઈ….’
‘બે-ત્રણ બ્રેડ તો પડી હતી. ખાઈ લેવી હતી ને ?’
‘ના, મને બ્રેડ એકલી ક્યાં ભાવે છે ?’ પિન્કી દાદર ચઢતાં બોલી.
‘અત્યારથી આ ન ભાવે ને તે ન ભાવે…. બસ, રખડવા નીકળી પડી છે. કાલે ટેસ્ટ છે તો લેસન કરવું જોઈએ એની ખબર નથી પડતી…’ મમ્મીએ ગુસ્સે થઈને કહ્યું. પિન્કીએ ભવાં ચઢાવીને મનોમન વિચાર્યું કે કાલે ટેસ્ટ છે તો મારે લેસન કરવું જોઈએ, પણ સવારથી હું સ્કૂલમાં ગઈ છું તો મારે માટે મમ્મીએ નાસ્તો બનાવીને બહાર ન જવું જોઈએ ?

‘પિન્કી, ક્યારની બૂમ પાડું છું તો સાંભળતી કેમ નથી ?’ મમ્મીએ ઘાંટો પાડીને કહ્યું.
‘અરે શું છે મમ્મી ? શું કામ છે ? અમે કોમ્પ્યુટર પર ગેમ રમીએ છીએ. પ્લીઝ, તું ડિસ્ટર્બ ન કર.’ પિન્કી સાંભળ્યું ન-સાંભળ્યું કરીને ફરી ગેમ રમવા લાગી.
‘પહેલાં અહીં આવ જોઉં. એક તો મારું માથું સખત દુઃખે છે અને તું ક્યારથી મોટેથી અવાજ કરે છે.’ મમ્મીએ ગુસ્સાથી કહ્યું.
‘સોરી… મમ્મી…. હવે ધીમેથી બોલીશું.’ પિન્કીએ તેની બહેનપણીને ધીમેથી બોલવા ઈશારો કર્યો.
‘આમાં સોરી નહીં ચાલે. મારું માથું સખત દુઃખે છે એટલે જો સામે પેલી બામની બોટલ પડી છે તે જરા મને લગાડી દે.’ મમ્મી બોલી.
‘પણ મમ્મી….’
‘મમ્મી-મમ્મી શું કરે છે ? જો મારી ડાહી દીકરી છે ને ? થોડી વાર ઘસી દે ને દીકરા..’ મમ્મીએ પ્રેમાળ સ્વરે કહ્યું અને પિન્કી મમ્મીને બામ ઘસવા બેસી ગઈ. પરંતુ પિન્કીને એક વાત ન સમજાઈ. ગઈકાલે રાત્રે મોટીબાને પણ છાતીમાં કેટલું દુઃખતું હતું. તેઓ બામ લગાવવા બૂમો પાડતા રહ્યા પણ મમ્મીએ બારણું જ ખોલ્યું નહિ. પપ્પાએ બારણું ખોલીને બામ આપવાનું કહ્યું ત્યારે મમ્મીએ કહેલું કે તમારે જવું હોય તો જાવ. એમને તો આદત પડી છે… આમ કહી મમ્મી પડખું ફરીને સૂઈ ગઈ. શા માટે મમ્મીએ આમ કર્યું હશે ? આદત પડે તો જ શું દુઃખે ?

પિન્કી ઘણું વિચારે છે. તેને થાય છે કે મમ્મી જે તેને કરવાનું કહે છે તે બધું આ મમ્મી-પપ્પા લોકો કેમ નથી કરતાં ? પપ્પા પણ હું જરાક પેન્સિલ મોઢામાં નાખું તો કેટલા ગુસ્સે થાય છે અને પોતે આખો દિવસ સિગરેટ મોઢામાં રાખે છે એનું કંઈ નહીં ? કાંઈ નહીં, જવા દો એ તો બધા મોટા લોકો છે. એ લોકો કહે તે કરવાનું….. કરે તેમ નહિ. ‘બસ મમ્મી, બામ બરાબર લગાઈ ગયો ? તો હું જાઉં છું…..’ કહીને પિન્કી બધું ભૂલીને તેની નિર્દોષ દુનિયામાં રમવા ચાલી ગઈ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
નદિયા ગહરી, નાવ પુરાની – અમૃતલાલ વેગડ Next »   

17 પ્રતિભાવો : મોટા કહે તેમ કરીએ, કરે તેમ નહિ – મંજરી ગાંધી

 1. dr. arvind says:

  Khubaj saras. Kharekhar aavuj thae cche.

 2. જગત દવે says:

  બાળ મનોવિજ્ઞાનનું સુંદર નિરુપણ. બાળક ને બાળ-વાર્તામાં, પાઠ્યપુસ્તકોમાં, સ્કુલમાં આપણે આદર્શ ગુણોનું સિંચન કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ બહારની દુનિયા આનાથી તદ્દ્ન વિરુધ્ધ છે અને તે બાળકનાં મનમાં દ્વ્ંદ ઊત્પન્ન કરે છે.

  મા-બાપ, શિક્ષક, મિત્રો અને માધ્યમો આ દ્વ્ંદ નું સમાધાન સમજાવવામાં મોટાભાગે નિષ્ફળ જાય છે અને આ પ્રક્રિયા દરમ્યાન બાળકનાં માનસનું સારું-નરસું ધડતર થા છે. દરમ્યાનમાં જો તેમને પ્રેમ-હુંફ અને થોડી લાગણી મળે તો માનસિક ધડતર સારું થાય અન્યથા વિધ્વંસક ગુણો તેનાં પર હાવી થઈ જાય.

 3. Jigar Shah says:

  Amazing story…very very true..most of the examples given here..i m sure happen in every single family..

 4. Satishswami says:

  I see this practice from my childhood.All people pretending.There balance are different from man to man.

 5. nayan panchal says:

  બાળકોને નાના સમજવા ભૂલભરેલુ છે. તેમની નિરીક્ષણ કરવાની શક્તિ, અનુકરણ કરવાની ટેવ વગેરે બાબતો મોટાઓએ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.

  લેખિકાએ એકદમ સાદા પ્રસંગો વડે મહત્વની વાતો સમજાવી દીધી છે.

  ખૂબ આભાર,
  નયન

 6. Vaishali Maheshwari says:

  Very true. Kids are so smart and they observe all behaviors very minutely. It will become easier for kids to learn good things if we teach them those by our deeds / actions and not just merely by words. They observe how we behave and learn from it very fast.

  Here, I recall a famous proverb by Dr. Haim Ginott: “Children are like wet cement. Whatever falls on them makes an impression.” I guess, if we do all good, we will not even need to teach kids to do good. They will just watch us doing all good and try to imitate us.

  Thank you Ms. Manjri for this wonderful story.

 7. Bhumir Sheth says:

  Very true.

  Always we should be very careful about our behavior as we grow and become more responsible. The time has been changed, today’s generation grasp very fast and learn from others.

  This story is equally important in professional life when we are as a leader. Actual leaders are the role models for their team or followers. So, leaders should be very careful about their behavior, decisions and actions.

 8. જય પટેલ says:

  બાળકોના સંસ્કાર-સંવર્ધન પર પ્રકાશ ફેંકતી સુંદર ટચુકડી વાર્તા.

  શિક્ષીત માતા એક યુનિવર્સિટી બરાબર છે…પણ માતા દિક્ષીત ના હોય તો ?
  આજના ઈ-યુગના બાળકો એટલા પણ ભોટ નથી કે માતા-પિતાની કરની-કથનીનો ભેદ પારખી ના શકે.
  બાળકની ગળથુથીમાં અસત્યના છોડ પર સત્યના ફળની આશા નિરાશામાં જ પરિણમે..!!

  બાળકોને સત્યના રાહ પરથી ગુમરાહ કરનાર છેવટે બાળકોની નજરમાંથી જ ઉતરી જાય છે.

 9. Harish S. Joshi says:

  એક અતિ સુન્દર લેખ્ જ્યારે ” કથનિ અને કર્ણિ” મા ભેદ દેખાયે છે ત્યારે બાળક તો શુ મોટા પણ મુન્જયિ જાયે..
  પ્રશન્સનિય અને અભિનન્દન ને પાત્ર .

 10. Avadhut Bramhabhatt says:

  ખુબ જ સુંદર લેખ્.

 11. trupti says:

  સરસ લેખ

  આપણે જ ઘણી વાર બળકો ને ખોટુ બોલતા શિખવાડીયે છીએ.

  આપણે બાળક ને શીખડાવવીયે કે ખોટૂ બોલવુ પાપ છે પણ જયારે કોઈ અણમાનીતુ કે ચીટકુ વ્યક્તી નો ફોન આવે કે બારણે ઉભો રહે ત્યારે આપણે બાળક ને જ જવાબ આપવાનુ કહીયે કે અંકલકે આંટી ને કહી દે કે ” મમ્મી કે પપ્પા ઘરમા નથી.બાળક તો બીચારો દુવીધા મા પડી જાય કે મા-બાપ ની કઈ વાત માનવિ ને કઈ નહીં, એક અબાજુ કહે ખોટુ નહી બોલવાનુ ને બિજી બાજુ પોતે જ ખોટુ બોલવાનુ કહે છે!!!!!!!!!!!!!

  મા-બાપ કહે ગાળ બોલવી ખરાબ છે પણ બાપજ શિધ્ધ સુરતિ સરસ્વતી વરસાવ તો હોય!!!!!!!!!!!!

  ચોરી કરવી પાપ છે અને સરકારી કે ખાનગી કર્મચારી લાંચ લિધા વીના કાજ ન કરતા હોય!!!!!!!!!!

  સિગરેટ પીવાની કે શરાબ પીવાની મા-બાપ પોતાના સંતાનને ના પાડે અને ન કરે નારયણ ને બાળક પીતો થઈ જાય અને મા-બાપ તેની ચોરિ પકડિ પાડે તો જે મેથી પાક બિચારા બાળક ને મળે તે તો બિચારો બાળક જ કહી શકે.પણ તેજ મા-બાપ મદિરાપાન કરિ ને ડ્રાઈવ કરતા પક્ડાય કે સિગરેટ પીતા હોય તે મા-બાપ ને શું કહેવુ?

  મા એક જિવતિ જગતિ યુનિવર્સીટી છે જો મહાવિદ્યાલય જ જો કાચુ શિક્ષણ આપશે તો બાળક ની જીદગી નો પાયો કાચોજ રહેવાનો.

  એક દાખલો આપવા માંગુ છુ.

  હું જ કંપની મા કામ કરુ છુ ત્યાં એક સ્ત્રી જેની ઉંમર ૨૮-૨૯ વરસની છે , પરણિતછે અને એક ૧ ૧/૨ ની બાળકી ની માતા છે અને કંપની સેક્રેટ્રી જેવા ઉંચ્ચા હોદ્દા પર છે પણ તેનો પહેરવેષ જુઓતો થાયકે પિકનીક પર આવીછે અને એક ચોક્ક્સ સાથી કર્મચારિ જે પણ ડે.જીએમ ના હોદ્દા પર છે, પરણિત છે બે સ્કુલ જતા બાળકો છે અને ત્રણ પ્રોફેસનલ ડિગ્રીઓ ધરાવે છે ની જે પ્રમાણે નુ વર્તન કરે છ કે આખિ ઓફિસમા તેમની ચર્ચા છે. ત્યારે મને ઘણી વાર થાય કે જો મા નુ આવુ વર્તન છે તો તે પોતાની દિકરી ને શું સંસ્કાર આપશે?
  આવુજ બાળકોની હાજરી મા ઝગડતા મા-બાપ નુ છે. પણ તેની ચર્ચા અત્યારે અસ્થાને છે માટે કરતી નથી.

  લેખકને અને મ્રુગેશ ભાઈને સુંદર લેખ આપવા બદલ અભિનંદન.

 12. sima shah says:

  ખૂબ જ સરસ લેખ અને એકદમ સાચી વાત……..
  સીમા

 13. Veena Dave. USA says:

  સરસ લેખ્ . બાળકો મોટા થઈને જે નાનપણમામ શીખ્યા હોય એ જ અમલમાં મુકે છે… ત્યારે માબાપને ભાન થાય કે આપણે જે કર્યુ એ જ પુનરાવતૅન થયુ.

 14. Deval Nakshiwala says:

  સરસ વાર્તા.

 15. જિજ્ઞેશ શનિશ્વરા says:

  દરેક માબાપ ઇચ્છે છે કે બાળક તેઓ કહે તેમ કરે પણ તેઓ એ નથી સમજતા કે બાળકો મોટા કહે તેમ નહી પણ કરે તેમ જ કરે છે. બાળકના દ્રષ્ટિકોણથી સરસ નિરુપણ કર્યું છે.

 16. nayana says:

  મલ્ મલ્

 17. tulsi says:

  i m mother of 2 children and. lots of parent are doing this thing.i want to give my children high thoughts but sometimes i found that this high thinking is showing my children fool compared toother children , what i shoud do?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.