પ્રેમની પરિપકવતા – અવંતિકા ગુણવંત

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ અવંતિકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો.]

ઈના ઓગણીસ વર્ષની ઉંમરે એના સહાધ્યાયી શ્રેણીક સાથે પરણી. પણ આ શું ? અભ્યાસ દરમ્યાન જે શ્રેણીકનો એને પરિચય થયો હતો એના કરતાં આ પતિ થયેલો શ્રેણીક સાવ જુદો જ નીકળ્યો. અભ્યાસ દરમ્યાન શ્રેણીક બુદ્ધિશાળી, ખૂબ ઉત્સાહી, સ્ફૂર્તિવાળો અને મહેનતુ લાગતો હતો; પરંતુ લગ્ન પછી એનો એ તરવરાટ, થનગનાટ ક્યાં ગયા એની ઈનાને ખબર પડી નહિ.

શ્રેણીકના પપ્પાને કાપડનો ધંધો હતો. પપ્પાની દુકાને જઈને કામ કરવાના બદલે એ ઘેર બેસી રહેતો. નિવૃત્ત વૃદ્ધ માણસની જેમ આખો દિવસ એની રૂમમાં પડી રહેતો અને સાંજે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવતો. શ્રેણીક કોઈ ઉદ્યમ કરવાના બદલે આવી રીતે પડી રહે તેથી શ્રેણીકના પિતા અવાનવાર એને ટોકતા, વઢતા ત્યારે શ્રેણીક પિતાની સલાહ સાંભળવાના બદલે ઝઘડો કરતો. ઉત્પાત મચાવતો. દીકરાએ અભ્યાસ પૂરો થાય પછી પપ્પાને ધંધામાં સહયોગ આપવો જોઈએ, પપ્પાના હાથ નીચે તૈયાર થવું જોઈએ એના બદલે શ્રેણીક કેમ ઘરમાં જ પડી રહે છે એ કોઈને સમજાતું નહિ. શ્રેણીકના આવા બેજવાબદાર વર્તન માટે એના માબાપ ઈનાને દોષી ઠરાવીને ઠપકો આપતાં, એનો તિરસ્કાર કરતાં. તેઓ માનતાં કે ઈના સાથે લગ્ન કરવાથી શ્રેણીક આવો થયો છે. શ્રેણીકની આવી નફફટ નિષ્ક્રિયતા અને સાસરિયાંનાં વર્તનથી અકળાઈને ઈના શ્રેણીક સાથે ઝઘડો કરતી, સખત ઝઘડો કરતી. શ્રેણીક પણ ઘાંટાઘાંટ કરી મૂકતો. ક્યારેક બે વચ્ચે મારામારી પણ થઈ જતી, અને ઈના રિસાઈને પિયર જતી રહેતી.

શ્રેણીક એને મનાવવા જતો નહિ. શ્રેણીકને પોતાના જીવનની જો કંઈ પડી ન હતી તો પત્ની કે દામ્પત્યજીવન વિશે શું વિચારે ? ઈના પિયર રહીને કંટાળતી ને પાછી સાસરે આવતી. એને આશા રહેતી કે શ્રેણીક સુધરશે, કોઈ કામ-ધંધે વળગશે પણ શ્રેણીકને બાપની કમાઈ પર ખાઈને તાગડધિન્ના કરવામાં શરમ આવતી નહિ. એને જીવનનું કોઈ ધ્યેય ન હતું. સ્વમાન ન હતું. અંતે ઈના થાકી. એને થયું પ્રેમ અને સ્વમાન વગરની આવી કકળાટભરી જિંદગી જીવવાનો શું અર્થ ? એણે શ્રેણીકથી છૂટા થવાનો નિર્ણય કર્યો.

પિયર જઈને ઈનાએ એનો નિર્ણય જણાવ્યો.
ઈનાના મા-બાપે કહ્યું : ‘તું લગ્ન કરવા ઉતાવળી બની હતી ત્યારે જ અમે કહ્યું હતું થોભી જા, શ્રેણીક બરાબર કમાતો થાય પછી લગ્ન કર. પણ તેં અમારું સાંભળ્યું જ ન હતું. તારા મનમાં એક જીદ ભરાઈ હતી ને તેં ધાર્યું કર્યું. તારી એ ભૂલ જ હતી. સ્વચ્છંદી અને અધીરી બનીને કરેલી ભૂલ. પ્રેમના નામ પર કરેલી ભૂલ. આજે અમે તને પૂછીએ છીએ કે હવે તારો પ્રેમ ક્યાં ગયો ? શ્રેણીકને તેં પાગલની જેમ પ્રેમ કર્યો હતો ને આંખો મીંચીને પરણી હતી તો એને લાઈન પર લાવવાની, ધંધે ચડાવવાની તારી ફરજ છે. એમ કરતાં જે તકલીફ પડે એ તારે પ્રેમના ખાતર ધીરજ રાખીને સહન કરવી જોઈએ. બેટા, જિંદગી એવી સામાન્ય નથી કે ઈચ્છો ત્યારે કોઈની સાથે જોડી દો ને મનમાં આવે તો એ જોડાણ કાપીને ફેંકી દો. લગ્ન રમકડું નથી. ખેલ નથી. બેટા, તું સમતા રાખ ને શ્રેણીકને પ્રેમથી સમજાવ. જિંદગી આપણી ધારણા મુજબ આકાર ન લેતી હોય, બધું વિપરિત જતું લાગતું હોય ત્યારે હાર નહિ સ્વીકારી લેવાની.’ ‘Life is a struggle.’ દરેકના જીવનમાં સંઘર્ષ હોય છે જ ને એ તો જિંદગીની મઝા છે. સંજોગો સામે લડવાની ખુમારી જોઈએ, જુસ્સો જોઈએ.

ઈના, તું એક સ્ત્રી છે. ઈશ્વરે સ્ત્રીને એવું નાજુક સંવેદનશીલ હૃદય આપ્યું હોય છે કે એના પ્રેમથી ગમે તેવા હૃદયને ફેરવી શકે. સ્ત્રીમાં આ પ્રેમ અને કલા જન્મદત્ત હોય છે. તું શ્રેણીકનું મન બદલાય એ રીતે એને પ્રોત્સાહન આપ, પ્રેરણા આપ. તું તારી જાતમાં શ્રદ્ધા રાખ. તારા પ્રેમમાં શ્રદ્ધા રાખ, ને પ્રયત્ન કર. શ્રેણીક જરૂરથી બદલાશે. તું આશા રાખ. શુભ શુભ વિચાર. જીવનમાં બધુ શુભ મંગલ થશે. તું નિરાશ ના થઈશ, આશા રાખ અને તારા સાસરે જા.’
ઈના બોલી : ‘પપ્પા-મમ્મી, તમે આવું બધું કહો છો ત્યારે હૈયામાં જોમ પ્રગટે છે પણ શ્રેણીકની પાસે જાઉં છું ને હું હતાશ થઈ જાઉં છું. મને થાય છે એ તો પાયમાલીના પંથે પ્રવૃત્ત થયો છે પણ એની સાથે રહીશ તો હુંય પાયમાલ થઈ જઈશ. મારે એનાથી છૂટવું જ જોઈએ. આવા આળસુ પ્રવૃત્તિહીન ઝઘડાળુ માણસ સાથે જીવાય નહિ.’

ઈનાની મમ્મી બોલી : ‘બેટા, તું જો શ્રેણીકથી છૂટી થઈશ તો એ તારી જિંદગીની બીજી મોટી ભૂલ હશે. તું સંકલ્પ કર કે શ્રેણીકને કોઈ કામે વળગાડીશ જ. તને ઠીક લાગે, જરૂર લાગે તો શ્રેણીકને કોઈ મનોચિકિત્સકને બતાવ. જો કે અમારી નજરે તો ઘરમાં પ્રેમાળ પત્ની હોય તો પછી કોઈ મનોચિકિત્સકની જરૂર નથી. આ સમસ્યા તું પોતે હલ કરી શકીશ જ. સ્ત્રીમાં પતિને સમજવા માટે અપાર ધૈર્ય હોય છે. તું એના હૈયાને ફંફોસ કેમ એ આવો થઈ ગયો છે ? ક્યાંક એને ઘા વાગ્યો છે, ઘસરકો પડ્યો છે એ તપાસ અને એનો ઈલાજ કર. અને એક વાત તું યાદ રાખ. જીવનમાં કોઈનેય માત્ર સુખ સુખ અને સુખ જ નથી મળતું. જીવનમાં તકલીફો, સંકટ આવે જ છે. એ આપણા જીવનનો હિસ્સો છે એ સ્વીકારીને આગળ વધવાનું. આપણે મહેનત કરીએ ને તરત ધારી સફળતા ન પણ મળે. તોય નિરાશ નહીં થવાનું. મચ્યા રહેવાનું. અને બીજી એક વાત, લગ્નજીવનમાં એક જીવનસાથી નિર્બળ પડી જાય તો બીજાએ એનો ભાર ઉપાડી લેવો જોઈએ, એ જીવનસાથી તરીકેની ફરજ છે.’ ઈનાએ લગ્ન પછીની જવાબદારીનો જરાય વિચાર કર્યા વિના ઉતાવળિયાં લગ્ન કરી નાખ્યાં, પરંતુ પતિ બેજવાબદાર નીકળ્યો ત્યારે એ પડી ભાંગી. આવી આપત્તિનો તો એને વિચાર જ નહતો આવ્યો.

યુવાવર્ગમાં ક્યારેક માનસિક પરિપકવતાનો અભાવ હોય છે ત્યારે તકલીફભરી પરિસ્થિતિનો સ્વીકાર કરવામાં તેઓ પીછેહઠ કરે છે. કોઈપણ ધર્મની લગ્નવિધિમાં વરકન્યા દ્વારા આજીવન સાથ નિભાવવા માટે લેવાતી પ્રતિજ્ઞાનો મહિમા હોય જ છે. સુખમાં અને દુઃખમાં કદી સાથ નહિ છોડે અને એકબીજાનો પૂરો સ્વીકાર કરશે એની જાહેરમાં ખાતરી અપાય છે. પરંતુ તે પળાતી નથી. કેમ આવું થાય છે ? આજનાં યુવક-યુવતી પહેલાં જેટલાં સહનશીલ નથી. તેઓ મોહ અને અધીરાઈમાં લાંબું વિચાર્યા વગર, જવાબદારીની સમજ વગર ઊર્મિવશ થઈને રોમેન્ટિક મૂડમાં લગ્ન કરી નાખે છે. એમની ઉંમર કાચી હોય છે, બાહ્ય આકર્ષણને વશ થઈને પરસ્પરનો થોડોક જ પરિચય હોવા છતાં જીવનભર સાથે રહેવાની પ્રતિજ્ઞા લઈ લે છે, તેમનામાં કષ્ટમય જીવન વેઠવાની માનસિક દઢતા નથી હોતી. એકબીજાના સ્વભાવ, રૂચિ વગેરેનો સાચો પરિચય હોતો નથી તેથી વિસંવાદ ઉપસ્થિત થાય છે.

આવા સમયે જો માબાપ ધીરજથી તેમને માર્ગદર્શન આપે તો લગ્ન ટકી જાય છે. માબાપે દરેક તબક્કે સંતાનોને યોગ્ય સહાય અને સલાહ આપવાં જોઈએ. સંતાનો પરણી જાય પછી માબાપની ફરજ પૂરી નથી થઈ જતી. સંતાન જ્યારે લડખડાય ત્યારે માબાપે હાથ પકડીને યોગ્ય પંથે વાળવાં જોઈએ, એ એમનું કર્તવ્ય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાળાં પાણીના ટાપુઓનો પ્રવાસ – અશ્વિન શાહ
પરમને પ્રણામ – ધૂની માંડલિયા Next »   

29 પ્રતિભાવો : પ્રેમની પરિપકવતા – અવંતિકા ગુણવંત

 1. સુંદર વાત.

  જવાબદારી સ્વીકારવાની હિંમત ન હોય તો લગ્ન કરી ને એકબીજાની જીંદગી બગાડવાનો કોઇને અધિકાર નથી.

  • Navin N Modi says:

   ઓગણીસ વર્ષની ઉંમરે જવાબદારી સમજવાની ક્ષમતા પણ ઘણુંકરી હોતી નથી. આથી આટલી નાની ઉંમરે લગ્નનો વિચાર જ ન કરવો એવી વિચારધારા સમાજમાં પ્રચલિત કરવાના પ્રયત્નમાં આ લેખ સારો ફાળો આપી શકવા સક્ષમ છે.

  • ASHOK PABARI says:

   LOVE IS VERY,VERY BIG…
   I THINK IT IS CRORE TIME BIGGER THEN I KNOW ABOUT IT.!!!!!
   MERRIAGE IS A BIG BIG RESPONSIBILITY..IT IS TOUGH EXAM.
   I THINK A VERY FEW PEOPLE GET PASSED IT.

  • Himen Patel says:

   સાચિ વાત…

 2. krupal patel says:

  ખુબ જ સુન્દર વાત.
  આજ ના યુવક યુવતીઓ માટૅ સમજવા જેવી વાત.

 3. sima shah says:

  ખૂબ જ સુંદર અને સાચી વાત ,છતાંયે આ જમાનામાં આટલી ધીરજ અને સહનશીલતા માટે સંતાનોને પ્રેરિત કરવા એ અશક્ય નહીં તોય ઘણું અઘરુ કામ છે.
  સીમા

 4. trupti says:

  ૧૯ મે વરસે પ્રેમ લગ્ન?
  પ્રેમ કોને કહેવાય? તેનુ પણ ભાન એ ઉંમરમા હોય છે? સરકારે ભલ્લે છોકરી માટૅ ૧૮ અને છોકરા માટે ૨૧ ની વય મર્યાદા લગ્ન માટે બાંધિ પણ મારા મતે છોકરી ૨૨-૨૩ અને છોકરો ૨૭-૨૮ નો ન થાય ત્યાં સુધી તેમને લગ્ન બંધન મા ન બાંધવા જોઈએ કારણ કાચિ ઉંમરે સમજણ અને સહન શ્ક્તિ નો અભાવ બેવ પક્ષે હોય માટે બાંધ છોડ કરવા કોઈ તૈયાર ન હોય માટે ઝગડા અને કંકાસ થવાના ફુલ ચાન્સ હોય. ટીન એજર જેને પ્રેમ કહે અને સમજી બેઠા હોય છે તે પ્રેમ નહીં પણ Infatuation હોય છે અને પ્રેમ અને Infatuation વચ્ચે જમીન આસમાન નો ફરક હોય છે.
  Marriage is not full bed of roses, that the infatuated couple does not realize, and when they realize the same, it may be too late to understand. Courtship time is the golden period of the couple’s life (this applies to the couple who have entered in to the arranged relation) but the real introduction of your life partner you are getting once you start staying together. The good reason for the same is, during your courtship time, you are meeting your partner for few hours in a day and at that time, each one wants to impress their respective spouse, that’s why their behavior is not natural, and they try to show only the brighter side of them. The other reason is, everything is very rosy during that time and many weaves are going on in their mind that also reflects in their good behavior with their spouse.

  • કલ્પેશ says:

   સમજણ અને સમજશક્તિ ઉંમર સાથે નથી આવતી. જો એમ હોત તો બધા જ સમજણા હોત.
   ઉંમર જતા આપણને સમાજનો ડર, લોકો શુ કહેશે એનો વિચાર વધુ આવે છે એટલે ના ગમતા પાત્રને પણ ચલાવી લેવાય છે.

   અને પ્રેમની સમજ મોટેભાગે સ્મ્શાન સુધી નથી આવતી.
   ૨૭ વર્ષે શુ લોકોને પ્રેમ શુ છે એ સમજાઇ જાય છે?

   હું જવાબ નથી માંગતો. એમ જ કહેવા માંગુ છુ કે આવા કોઇ નિયમ નથી હોતા.

   • Namrata says:

    મારા મત પ્રમાણે સફળ લગ્નજિવન માટે પ્રેમ કરતા સમજણ વધુ મહત્વની છે.

    • કલ્પેશ says:

     અને સમજણને ઉંમર જોડે કોઇ લેવાદેવા નથી.
     I am concluding the comment here & there isn’t anything that we can discuss about.

     Thanks!!

    • dharmendrasinh says:

     for happy marriage life ( jeevan sathi),

     jeevan sathi evo pasand karo ke je tamne prem karto / karti hoy,

     je sachu svikar karto hoy,ane biji var bhul na thay te mate prayant kare,

     lagn be vyakti jode nahi pan be family ma thay che ….. je aa swikare

     tandurast hoy.

 5. Parul says:

  પ્રેમ મા ત્યાગનિ સમજ હોય તો પ્રેમ લગન મા વાધો નથિ આવતો.

 6. Satishswami says:

  19 years old Girl may physically fit to get marry but not with resposibilty of her family and society.

  • dharmendrasinh says:

   19 years old girls,

   responcibility will be come with experience…..family ,society…..day by day…..
   and physical fitness will be go down ……year by year…

 7. riddhi says:

  saras . samajva jevi kruti. i think : “marrige can only survive when there is a love , understanding & responsibility from both the side.”

 8. જય પટેલ says:

  વાર્તા અધુરી લાગી.

  પત્ની તરીકે એદી પતિ શેઠશ્રી શ્રેણિકને ઠેકાણે લાવવા ઈનાએ શું કસબ અજમાવ્યો
  તેના પર પ્રકાશ ફેંક્યો હોત તો સમાજની ઘણી ઈનાઓને કામ લાગત..!!

  વાર્તાકાર તરીકે લેખિકા પોતાની વિચારધારા પ્રસ્તુત કરે તે ઠીક છે પણ
  સમાજને કંઈક સંદેશો મળે તે પણ જરૂરી છે….૧૯ મા વર્ષે લગ્ન કરવું અપરિપકવ છે…પુરતું નથી.

 9. Hetal says:

  Writer has indicated that parents can guide their impatient kids and make them understand their responsibilities and such, but as far as my eyes read was only Ina’s parents were trying to convince her. Shrenik’s parents were just arguing with him and top of it- blaming Ina for his irresponsible behavior. Why didn’t she mention about how they tackled their own sons’ issue?? Everyone in society is always ready to give lecture, suggestions and advice to woman, young girl or her parents. In my view, if all the guys or mans put their ego behind then 50% marriage issues will be resolved. I think such happy couple( ego less) will produce responsible, mature and friendly individuals ( boy or girl) . But, who has time- everyone wants to live in patriarch society and women has accepted it that they should teach their daughters about how to handle their man; they don’t need to teach anything to their sons.

  • hiral says:

   Well said, Hetal,

   Why didn’t she mention about how they tackled their own sons’ issue?? Everyone in society is always ready to give lecture, suggestions and advice to woman, young girl or her parents.

   agree with this.

  • Ashish Dave, Sunnyvale, California says:

   Hetalbahen,

   I totally agree with you. Male ego is worst and can go to places to shine.

   Ashish Dave

 10. Aniruddh Brahabhatt says:

  સુંદર લેખ!! પણ એક વાત ખબર નથી પડતી., આટલા બુદ્દ્દીશાળી માનવીયૉ હોવા છતાં કેમ આપણો દેશ બીજા દેશોની સરખામણી માં અવિકસીત છે?

 11. Vaishali Maheshwari says:

  Deep meaning behind this small story. There is a lot to understand and definitely young generation needs to understand the importance of “Marriage”. I wish everyone’s parents be like Ina in terms of explaining their kids to keep patience, give courage and show them the right way to get the problems sorted out.

  Thank you Ms. Avantika for this beautiful story and its good moral.

 12. ketan shah says:

  i dont think that there is any mesage in this story.n 19 years of age no body is matuar for anything,ena is wron for her desion to marry with shreenik.

 13. nayan panchal says:

  અવંતિકાબેનની વાર્તામાં ઊંડાણ ખૂટે છે. વાર્તાનો સંદેશો આજની યુવાપેઢીને ખાસ પ્રસ્તુત છે, તેથી આ લેખનુ મહત્વ ઘણુ વધી જાય છે.

  લગ્નની વાત જવા દો, આજે જ્યારે કિશોરો ૧૪-૧૫ વર્ષની ઉંમરે જ ‘પ્રેમસંબંધો’માં ઝંપલાવી દે છે. માની લો કે એકવાર ભૂલ સમજાઈ જાય પછી તેઓ પ્રેમસંબંધમાંથી બહાર પણ આવી જાય, તો યે તે ઘસરકા છોડી જાય છે. એમાય જો કિશોરી કોઈ લબાડ કે મવાલી પ્રકારના છોકરા સાથે સંકળાઈ ગઈ તો હેરાન થઈ જશે.

  પ્રેમ શબ્દ બહુ આભાસી, બહુ છેતરામણો છે. માનવનુ મન પણ અકળ છે. નાની ઉંમરે જ્યારે આપણે પોતાને જ ન સમજી શકતા હોઈએ ત્યારે સામેવાળાને સમજવાનુ તો ઓર મુશ્કેલ થઈ જાય છે. આકર્ષણ તો દૂધના ઊભરા જેવુ હોય છે, તેને ઓસરતા વાર નથી લાગતી.

  ઘણીવાર લોકો સંબંધોમાં ‘જો હોગા દેખા જાયેગા’ વિચારીને ઝંપલાવી દે છે. કોઈ ભવિષ્ય નથી જાણી શકતુ, પરંતુ ક્ષણિક સુખને બાજૂ પર રાખીને પૂરતો વિચાર કર્યા પછી જ આગળ વધવુ હિતાવહ છે. ઠોકર ખાઈને શીખવા કરતા સાચવીને ચાલવુ વધુ ઈચ્છનીય છે.

  લગ્નતો ઓર ગંભીર બાબત છે. તેની ગંભીરતા સમજો અને આગળ શું કરવુ તે નક્કી કરો.
  પ્રભુ સૌનુ ભલુ કરે.

  નયન

 14. Deval Nakshiwala says:

  આ કૃતિ વાર્તા કરતાઁ નિબઁધ વધુ લાગ્યો.

 15. ૧૯ મા વષૅ લગ્ન કરવા એ યોગ્ય નથી પણ એકબીજા ના આકષણ થી લગ્ન કરી લીધા હોય એવુ ઘણી વાર બને પણ એ વ્યકતી એ પોતાની જવાબદારી સમજવી જોઇ એ.ર્વાતા અધુરી છે પણ સરસ છે તમને વિનતી છે કે ર્વાતા નો અંત યોગ્ય આપોં.જેથી કરી ને લોકો નેસમજાય કે આગળ શુ કરવુ thanks

 16. રશ્મિ મેકવાન says:

  લગ્નજીવન કંઈ ઢીંગલા-ઢીંગલીનો ખેલ નથી-એ વાત તમારી વાર્તા પરથી તરત બયાન થાય છે. ખરેખર! રસર પ્રયાસ છે. આજના નવાયુગ પ્રમાણે લગ્ન કરવા માંગતા યુવાનો માટે “કૉર્ટશીપ” (સગાઈ-લગ્ન પહેલાં સાથે ફરીને એકબીજાને ઓળખવા)બહુ જરૂરી છે. પ્રેમ આંધળો હોય છે, પણ આંધળા લોકો પણ લાકડીને સહારો લે છે. કોર્ટશીપ પણ સહારો આપી શકે.

 17. Falgun Dave says:

  વાત મા કઇ દમ નથી. મજા ના આવી. મુદ્દ્દા ની રજુઆત યોગ્ય નથી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.