આપણી આસપાસની નવી દુનિયા – સંકલિત

[1] વિકાસ : વ્યક્તિનો અને સમષ્ટિનો – રમેશ તન્ના

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર. લેખક ‘ગુજરાત ટાઈમ્સ’ના નિવાસીતંત્રી છે. આપ શ્રી રમેશભાઈનો (અમદાવાદ) આ નંબર પર +91 9824034475  સંપર્ક કરી શકો છો.]

વાત અમદાવાદની છે. વિસ્તાર કોઈ પણ ફૂટપાથ. એક ઑફિસર સજ્જન ફૂટપાથ પરથી પસાર થઈ રહ્યા હતા. ઉતાવળમાં હતા. રસ્તામાં કોઈ શ્રમિત રહેતા હશે તેના માટલા સાથે તેમનો પગ અથડાયો. ઓફિસર ગુસ્સે થયા. તેમણે આજુબાજુ નજર કરી. એક મહિલા ચૂલામાં ફૂંકો મારીને બળતું કરવાનો પ્રયાસ કરી રહી હતી. તેની આંખો ધુમાડાને કારણે લાલઘૂમ થઈ ગઈ હતી. ઓફિસરે ગુસ્સામાં બૂમ મારીને કહ્યું કે, ‘શું માંડ્યું છે આ ? રસ્તામાં માટલું મુકાતું હશે ? તમે તો કેવા લોકો છો, અહીં રસ્તામાં રહો છો ? આ રીતે ખુલ્લેઆમ રસ્તામાં રહેતાં તમને શરમ નથી આવતી ?’
એ મહિલાએ બે હાથ જોડીને ઓફિસરની માફી માગી. પછી ધીમેથી બોલી, ‘ભાઈસાહેબ, અમને અહીં રસ્તામાં રહેતા ઘણી તકલીફ પડે છે અને શરમ પણ બહુ આવે છે, પણ સાહેબ, તમને કોઈના ઘરની અંદર ચાલતાં શરમ નથી આવતી ?’

બીજી એક વાત. જાણીતી અભિનેત્રી શબાના આઝમી એકવાર રાજસ્થાનની મુલાકાતે ગઈ હતી. કોઈ ઝૂંપડપટ્ટીમાં તે એક શ્રમિકના ઘેર ગઈ. એક ઘરમાં ત્રણ બાળકો અને તેની માતા હતાં. શબાનાએ થોડી વાત કરીને ત્રણેય બાળકોને એક એક કેળું આપ્યું. તેણે કહ્યું પણ ખરું, બચ્ચા લોગ ખાઓ. જો કે ત્રણમાંથી એક પણ બાળકે કેળું ન ખાધું. શબાનાએ બીજીવાર કહ્યું તો પણ ના પાડી. શબાનાને નવાઈ લાગી. તેણે બાળકોની માતાને કહ્યું કે આ બાળકો કેમ કેળું ખાતાં નથી ? એમને નથી ભાવતું ?’
માતાએ જવાબ આપ્યો : ‘ના, એવું નથી. અમને ખાવાનું મળતું નથી એટલે અમે આંતરે દા’ડે (એકપછીના બીજા દિવસે) ખાઈએ છીએ. આજે અમે જમી લીધું છે, હવે આ બાળક આજે નહિ ખાય, પરમદિવસે જ ખાશે.’ શબાના આ જવાબથી અવાક બની ગઈ.

એવી એક ત્રીજી વાત. એકવાર એક આદિવાસી વિસ્તારમાં કંઈ કાર્યક્રમમાં જમણવાર હતો. આદિવાસી બાળકો જમવા માટે લાઈનસર બેસી ગયાં હતાં. એકવખત બધું પીરસવામાં આવ્યું અને બાળકોએ જમી લીધું. બીજીવખત પીરસનારા ગયા ત્યારે બાળકો વાનગી લેવાની હા કે ના નહોતાં પાડતાં. તેઓ દ્વિધા અનુભવતાં હતાં. જ્યારે આ વિશે ત્યાંના અગ્રણીને પૂછવામાં આવ્યું ત્યારે જવાબ મળ્યો કે હજી આગળ ખવાય કે નહિ ? તેની આ બાળકોને ખબર નથી. તેનું કારણ એ છે કે તેમણે પોતાના જીવનમાં ક્યારેય ધરાઈને ખાધું નથી. એ પ્રકારનો કોઈ અનુભવ તેમને થયો નથી.

[2] નરકમાંય જગ્યા નહીં મળે ! – મૃગેશ શાહ

રોજની એકધારી નિયમિત પ્રવૃત્તિથી આપણું જીવન ક્યારેક એટલું બધું સીમિત થઈ જાય છે કે આપણને આપણી આસપાસમાં ચાલી રહેલું બીજું જગત નજરે ચઢતું નથી. એ જગતને ઓળખવા માટે ક્રમ તોડીને નીકળી જવું પડે છે. આમ વિચારીને ગત સપ્તાહે કોઈ સરકારી શાળાની મુલાકાત લેવાનું મેં નક્કી કર્યું. મનમાં થયું કે લાવ, જોઈએ તો ખરા કે સરકારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓની શું સ્થિતિ છે ? પ્રશ્ન એ થયો કે ત્યાં પહોંચવું કઈ રીતે ? કઈ સ્કૂલમાં જવું ? એટલામાં એક પરિચિત શિક્ષિકાબેનનું સ્મરણ થઈ આવ્યું. તેઓ જ્યાં નોકરી કરતાં હતાં તે પ્રાથમિક સરકારી કન્યાશાળાનું મને સરનામું, વિદ્યાર્થીનીઓની સંખ્યા, શાળાનો સમય વગેરે વિગતો આપી. એ પછી થયું કે એમ ખાલી હાથે જવું કંઈ સારું ન કહેવાય. બાળકોને કશુંક આપવું જોઈએ. એ માટે એક વાચકબેનની મદદ લીધી. એમના યોગદાનથી બાળકોને મજા પડે એવી સરસ મજાની રંગબેરંગી વાર્તાઓની ચોપડી મંગાવી અને હું નક્કી કરેલા દિવસે સ્કૂલે પહોંચ્યો.

પ્રાર્થના પછી સૌને આ પુસ્તક વહેંચવું એમ નક્કી થયેલું તેથી તેઓની સાથે પ્રાર્થના કરવાનો આનંદ માણ્યો. એકથી સાત ધોરણ ભણતી આ નાનકડી બાળાઓના મોં જાણે દેવપુષ્પ સમાન પ્રફુલ્લિત હતાં. સાવ અનોખું જગત હતું આ ! એ પણ મારા જ શહેરમાં ! મારી જ આસપાસ ! પરંતુ દુઃખ એ વાતનું હતું કે અભ્યાસ કરનારી દીકરીઓ સાવ ગરીબ પરિવારમાંથી આવતી હતી. ક્યારેક તો શિક્ષિકાઓને આજુબાજુના ઘરોમાંથી જઈને તેડી લાવવી પડતી ! ઘણાં તો એટલાં ગરીબ હતાં કે મધ્યાહ્ન ભોજનની યોજનાને લીધે સ્કૂલે આવતાં. સ્કૂલનો સમય બપોરે સાડાબારનો હતો પરંતુ કુલ 160 છોકરીઓને બદલે માંડ 50-60 જેટલી છોકરીઓ જ દેખાતી હતી. આથી મેં શિક્ષિકાબેનને પૂછ્યું :
‘કેમ ? બધા નિયમિત નથી આવતાં ?’
‘ના…ના.. બધા નિયમિત આવે છે ને…’
‘તો પછી તમે કહેતા હતાં ને કે 160 છોકરીઓ છે…..’
‘એ તો હવે ધીમે ધીમે આવશે….’
‘એવું કેમ ? તમે સમયનો આગ્રહ નથી રાખતાં ?’ મેં પૂછ્યું.
‘એમાં કડકાઈ થાય એવું નથી. એમ કરીએ તો એ લોકો સ્કૂલ છોડીને જતાં રહે.’
‘એવું શું કામ ?’ મને સમજાયું નહીં કે આ લોકો કેમ મોડા આવે છે.
‘ભાઈ, આમાંની ઘણી ખરી બાળાઓ મજૂરીએ જાય છે. સવારે અડધો રોજ ભરી આવે પછી ઘરનું કામ પતાવીને તૈયાર થઈને બપોરે એક-દોઢ વાગ્યા સુધીમાં સ્કૂલે આવી જાય. જો જબરદસ્તી કરીએ તો સ્કૂલ મૂકી દે. મજૂરી વગર એમને ન ચાલે….’ શિક્ષિકાબેને ફોડ પાડ્યો.

મારી આંખ ભીની થઈ. મને થયું કે આપણે કહેવાતા ભણેલા ગણેલા એમ.બી.એ. અને પી. એચ.ડી થયેલા લોકો, આપણી આસપાસના જ આ જગતને જોઈશું નહીં તો આપણને નરકમાંય જગ્યા નહીં મળે. એટલીસ્ટ, મને તો નહિ જ મળે. આપણે તેમને મદદ કરી શકીએ કે ન કરી શકીએ તે જુદી વાત છે. પરંતુ એમના જીવનમાં ડોકીયું કરીને એમની સમસ્યાઓ જાણવાની આપણી શું ફરજ નથી ? આપણે શું એટલું પણ જીવનમાંથી નથી શીખ્યા ?

[3] એ શું કરતાં હશે ? – અજ્ઞાત

પોષ મહિનાની કડકડતી ટાઢમાં, ઘાસની ઝૂંપડીમાં રહેતી એક માતા રાતને વખતે પોતાના બાળકને જૂનાં છાપાં અને ઘાસના પૂળાથી ઢબૂરીને સુવડાવી દેતી.
એક રાતે બાળકે પૂછ્યું : ‘હેં મા, જેની પાસે છાપાં ને ઘાસ ન હોય એવાં ગરીબ લોકો આવી ટાઢમાં શું કરતાં હશે ?’ (‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.)

[4] નારી તું નારાયણી – સં. મહેશ દવે

[‘પાંદડે પાંદડે ઝાકળ’ પુસ્તકમાંથી સાભાર.]

હિમાલયનું આકર્ષણ અનેરું છે. હિમાલય કોઈ એક પર્વત નથી. હિમાલય કોઈ પર્વતમાળા પણ નથી. હિમાલય અનેક પર્વતમાળાઓનો વિશાળ સમૂહ છે. આપણા કેટલાય સાધકો, સાહિત્યકારો અને પ્રકૃતિપ્રેમીઓ હિમાલયને ખૂંદી વળ્યા છે. કાકાસાહેબ કાલેલકર, સ્વામી આનંદ જેવાં અનેક નામ યાદ આવે. સ્વામી આનંદે તો હિમાલયમાં વસતી જનજાતિઓનું પણ ઝીણું અને ઊંડું દર્શન કર્યું છે. એ પ્રજાનો પરિચય આપણને કરાવ્યો છે. હિમાલયના પરિવ્રાજક તરીકે સાધક શ્રી ભાણદેવને પણ ભૂલવા જેવા નથી. અસ્મિતાપર્વમાં તેમની હિમાલયની પ્રવાસકથા કહેતા તેમણે એક સુંદર વાત કહી છે.

એક વાર શ્રી ભાણદેવ પહાડી ઢાળ પરથી ઊતરી રહ્યા હતા. ઊંચી નજર કરીને એમણે જોયું તો એક બાજુએ થોડી ઊંચાઈ પર એક પહાડોમાં વસતી સ્ત્રી ઘાસ કાપી રહી હતી. ઘાસના પૂળા વાળીને એક બાજુ ઢગલો કરતી જતી હતી. ખાસ્સી થાકી ગયેલી જણાતી હતી. ભાણદેવજી નજીક પહોંચ્યા એટલે પહાડનિવાસી સ્ત્રીએ આવી પ્રણામ કર્યા, કહ્યું :
‘પાયલાગણ ! બાબાજી !’
ભાણદેવજીએ પણ સામાં પાયલાગણ કર્યાં. તે સ્ત્રીને કંઈક આપવાનું ભાણદેવજીને મન થયું. તેમના થેલામાંથી તેમણે મગજની બે લાડુડી કાઢી સ્ત્રીને આપી. સ્ત્રીએ લાડુડી લીધી અને પછી સાડલાને છેડે બાંધી દીધી.
ભાણદેવજીએ કહ્યું : ‘ખાઓ, તુમ્હારે લિયે હૈં.’
સ્ત્રીએ જવાબ આપ્યો, ‘ઘર મેં બેટે હૈ, વો ખાયેંગે.’
ભાણદેવજીએ તેને બીજી બે લાડુડી આપી. આ વખતે પણ તે સ્ત્રીએ બંને લાડુડી સાડલાને છેડે બાંધી દીધી.

ભાણદેવજીએ આગ્રહ કરીને કહ્યું : ‘અરે ! યે તુમ્હારે લિયે હૈં, તુમ ખાઓ.’ ભાણદેવજીને કદાચ તેનો પરિશ્રમ અને થાક જોઈ તેને લાડુડી ખવડાવાની તીવ્ર ઈચ્છા હશે.
‘નહીં બાબાજી ! બેટે ખાયેંગે.’
ભાણદેવજીએ ત્રીજી વાર લાડુડી આપી, ‘યે તો તુમ્હેં અવશ્ય ખાની હોંગી.’ પણ પેલી સ્ત્રી તો મા હતી ને ! બોલી, ‘બાબાજી, ઘર મેં બેટે ભૂખે બૈઠે હૈં ઔર મેં માં કૈસે ખાઉં ?’ ઉનકે સાથ હી ખાઉંગી. ભાણદેવજીના મનમાં થયું, જેણે કહ્યું છે તેણે સત્ય જ કહ્યું છે, ‘નારી તું નારાયણી…’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રામુ – લતા હિરાણી
તર્પણ – આશા વીરેન્દ્ર Next »   

40 પ્રતિભાવો : આપણી આસપાસની નવી દુનિયા – સંકલિત

 1. ખુબ સુંદર…

  ૧/ અહીં અમ્દાવદમાં ગુલબાઇ ટેકરા ની આસપાસના વિસ્તારમાં કેટલાય લોકો રહે છે ફૂટપાટ પર જ જીવે છે. અને મેં જોયું છે કે એ ફૂટપાટ ના ઘરમાંય ભગવાન નું મંદિર હોય છે. કદાચ એમને જ ઇશ્વરની સૌ થી વધુ જરુર હશે.

  ૨/ આ વિશે ઘની બધી વાતો સાંભળી છે…. આ શાળામાં ભણતા બાળકો પાસે પહેરવાના ચંપલ પણ હોતા નથી….ખાખી થેલી માં જ એમની ચોપડીઓ ભરી ને શાળાએ જવાનુ અને શાળા બાદ કામ પર જવાનુ.

  ૩/ દુઃખી માણસ જ બીજાના દુઃખ નો વિચાર કરી શકે.

  ૪/ મા તે મા એ એમનેમ થોડું કહેવાયું હશે???

 2. Janakbhai says:

  Inspiring and mind blowiing.

 3. Trupti says:

  જગતને ઓળખવા માટે ક્રમ તોડીને નીકળી જવું પડે. સાચી અને સારી વાત પણ મારામાં હિમત નથી, બહાર ની દુનિયામાં ડોકિયું કરવાની.

 4. Vaishali Maheshwari says:

  All emotional and heart-touching incidences.

 5. harikrishna patel says:

  truly inspiring and also very real.in fact we all should help as much we can.no need to spend money on some meaningless functions likE નાત નો જમણાવર્.

 6. Heena Dave says:

  સરસ. સર્વોચ્ચ સત્યો અતિ સરલ હોય
  Nice. The greatest truths are the simplest.

 7. આ વાક્ય હ્રદય સ્પર્શી ગયું જેની પાસે છાપાં ને ઘાસ ન હોય એવાં ગરીબ લોકો આવી ટાઢમાં શું કરતાં હશે?

  આ વાક્ય વાંચીને જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટ ની ટિપ્પણી યાદ આવી, ગરીબ માણસ તેનાથી વધારે ગરીબ તરફ સહાનુભૂતિ બતાવશે, જ્યારે શ્રીમંત માણસ તેનાથી વધારે શ્રીમંતની અદેખાઇ કરશે!

 8. જગત દવે says:

  આપણી વિચારવાની પધ્ધતિ અને કાર્યો પર આપણાં ધર્મ ની ભારે અસર હોય છે તેનાં જ આધારે સંસ્કૃતિ જન્મ લેતી હોય છે. એ સમજીશું તો માનવતા તરફ આપણી ઊદાસીનતા નો ક્યાસ કાઢી શકાશે.

  આપણાં ધર્મોમાં કોના પર ભાર મૂકાયો છે? મોક્ષ, ત્યાગ અને ક્રીયા-કાંડ સૌથી ઊપર છે. માનવ-સેવા છે પણ તેનું સ્થાન સરખામણીમાં ધણું ગૌણ છે. ઊદાહરણ આપીશ……

  ૧. મંદિર-દેરીઓ માટે પૈસા ઊધરાવો તો રૂપિયા ઊભા થઈ જાય છે પણ જાહેરમાં કુદરતી હાજતે જતી બહેન-દિકરીઓ માટે વ્યવસ્થા કરવા જાવ તો? (આપણે તેને બહું જ સહજ માનીએ છીએ…અરે તેનો ભોગ બનનાર પ્રજા ને પણ તે સહજ લાગે છે)
  ૨. મંદિરોમાં કરોડોનું દાન માનવતા માટે નહી પણ અંગત સ્વાર્થ અથવા મોક્ષ ની લાલસા ને વશ થઈ ને અપાય છે.
  ૩. ભારત તરફ વિદેશી આક્રમણખોરો કેમ આકર્ષાયા..? એક કારણ મંદિરોની અત્યંત સમૃધ્ધિ હતું. વારંવારનાં આક્રમણઓ પછી પણ આપણ ને એ સંપતિ માનવતા કે સમાજ કલ્યાણ તરફ વાળી દેવાનું કેમ ન સુઝ્યુ?
  ૪. ક્રીયા-કાંડની પ્રાધાન્યતા એટલી કે ડુંગળી-લસણ ન ખાનાર પણ લાંચ ખાય શકે અને તેનાં ધર્મને આંચન આવે.
  ૬. પવિત્રતાની વ્યાખ્યા એવી કે કોઈ માણસનાં અડવા માત્રથી અભડાઈ જઈ શકે. પણ તેનું શોષણ કરવાથી કાંઈ ન થાય.
  ૭. દુકાને-દુકાને ભગવાનનાં ફોટાઓ હોય દિવા-ધૂપ પણ થાય પણ તોય આપણે છેતરાઈશું નહી તેની ખાત્રી આપી ન શકાય.

  આ બધા કારણો ને લીધે દંભી અથવા બેવડા વ્યક્તિત્વનું ચલણ વધ્યું. દેખાડવાનું જુદું અને કરવાનું જુદું. સંત પરંપરા એ આ બદીઓ દૂર કરવા ઘણો પ્રયત્ન કર્યો પણ મોટા ભાગનાં સંતો તેમનાં વર્તમાનમાં સામાજીક બહિષ્કાર અને યાતનાઓનાં ભોગ બન્યા. પાછળથી તેઓ પૂજનીય બન્યા પણ એ પૂજા પણ એક દંભનો કે ક્રિયા-કાંડનો ભાગ માત્ર બની ને રહી ગઈ.

  એ જ સમયે ખ્રીસ્તી અને મુસ્લીમ ધર્મ માનવતા અને સમાનતા(ભાઈચરા) નો સંદેશ લઈ ને આવ્યા અને આખી દૂનિયા પર છવાઈ ગયા. આપણે તેમની ખામીઓ તો બહું કાઢી પણ આપણી પોતાની નબળાઈઓ ન સુધારી શક્યા. પરિણામ ગુલામી અને દેશનાં ભાગલા અને આતંકવાદ.

  આ વાતાવરણમાં માનવતા-વાદનો વિકાસ ક્યાંથી થાય? હા આધુનિક સમયમાં તેનો પ્રચાર પણ પશ્ચિમનાં પ્રભાવ હેઠળ શરું થયો છે. સારું છે. પણ વ્યાપકતા વધવી જોઈએ. વધશે?

 9. Lata Hirani says:

  હૃદય હલી જાય છે.. જીવવાનું ક્ષણભર ચુકી જવાય છે..

 10. Parul says:

  All are excellent. I am totaly agree with Jagatbhai. First comes humanity then other things.

 11. nayan panchal says:

  આજે લોકો જ્યારે પોતાની દુનિયામાં અતિશય વ્યસ્ત થઈ ગયા છે ત્યારે આવા લેખો તેમને યાદ કરાવે છે કે માણસ એક સામાજીક પ્રાણી છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડીના હિસાબે આપણાથી થાય એટલુ તો કરવુ જ જોઈએ.

  ખૂબ આભાર,
  નયન

 12. riddhi says:

  aapni busy lifemathi thodo samay kadhi kaik karava prere eva saras, vicharprerak prasango.

 13. Rajni Gohil says:

  Only a life lived for others is a life worthwhile…. Albert Einstein

  ભગવાને આપણને જન્મ આપ્યો છે તે ફક્ત આપણા સ્વાર્થ માટે જ નથી આપ્યો પણ બીજાને પણ આપણી જરુર છે માટે આપ્યો છે.

  જે દિવસે આપણે બીજાને મદદ માટે કશું જ કર્યું ન હોય તો તે દિવસ વ્યર્થ ગણવો જોઇએ.

  પ્રેરણાત્મક પ્રસંગો આપણને બધાને કંઇક કરવાની પ્રેરણા જરુર આપશે જ. જરુર છે દ્રઢ મનોબળ સાથે અમલમાં મુકવાની.
  સુંદર સંકલન બદલ આભાર.

 14. જય પટેલ says:

  ચારેય પ્રસંગો ભાવનાત્મક.

  ચેરીટિ બીગિંન્સ એટ હોમ.
  સમાજના નબળા વર્ગના ઉત્કર્ષ અને ઉત્થાન માટે યથાશક્તિ પ્રયત્ન થવો જોઈએ.
  સમાજનો છેવાડાનો વર્ગ શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટે ૧૯૮૦ ના દાયકામાં
  તત્કાલીન મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીએ ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં
  મધ્યાન ભોજન યોજના શરૂ કરેલી. યોજના શરૂ થવાથી નાનાં નાનાં ભૂલકાંઓને ભોજનની સાથે સાથે
  જ્ઞાન પણ મળવા લાગ્યું. સમાજ પરિવર્તનની પ્રક્રિયા ખૂબ ધીમી અને નરી આંખે ના દેખાય તેવી છે પણ સરકારની દીર્ઘદ્રષ્ટિના પરિણામ રૂપે આજેય ઘણા બાળકો યોજનાનો લાભ લઈ રહ્યાં છે. યોગ્ય નીતિ વિષયક નિર્ણય સમાજની દિશા બદલી શકે છે.

  ગુજરાતમાં ઘણી ચેરીટિ પ્રવૃતિ ચાલે છે પણ રચનાત્મક હોય તો દેશના વિકાસમાં અતુલ્ય ફાળો આપી શકે છે.
  ઘણા સમય પહેલાં અત્રે વાર્તામાં ઘરડાંઘરના વડિલો પાસે ઉત્પાદકીય પ્રવૃતિ કરવાનો વિચાર પ્રસ્તુત થયો હતો
  જે વાસ્તવિકતાની ધરા પર હોવો જોઈએ. વડિલોનો અનુભવ અને જો તેઓ પ્રવૃત હોય તો એદી થતા અટકે તેવા વિચારનો સમાજમાં સહર્ષ સ્વીકાર થવો જોઈએ.

  હજૂ ૨૫-૩૦ વર્ષ પહેલાં ભિક્ષાઃદેવી કરતા બ્રાહ્મણો ઘરના ઉંમરે પ્રગટતા.
  શિક્ષણના પ્રભાવથી આજે હવે ભૂતકાળની ઘટના છે.

  ભિક્ષા પાત્રમાંનો રોટલો અને મહેનતનો રોટલો બંન્નેમાંથી શું જોઈએ તે વ્યક્તિની વિચારશક્તિ પર નિર્ભર છે.

 15. navin shah says:

  i am very much impressed by this article which touches the heart of the people some time humanity appears
  in some corner of human society and we are unaware of this but by such articles we do come near to that.it inspires us to do something for living humanbeings rather than spending after big temples .i appreciate and welcome such touching writings.

 16. Mital Parmar says:

  ખરેખર ખુબ જ સરસ…

 17. sejal says:

  2/ my mummy was also teaching poor girls/boys at that time i was thinking like how she is managing because its very difficult to teach them. they are also doing their work and after that they are coming to learn.
  pan amani lagan joi ne avu thay ke kai pan impossible nathi jo icha hoy to….

 18. gajendra goswami says:

  કદવુ સત્ય,પન પૈસાદાર,સત્તાધારિ અને ધર્મનુ સયુક્ત કાવત્રુ……..

 19. Dipti Trivedi says:

  પહેલા સંકલનની ત્રણેય ઘટનાઓ વિચારતા કરી દે એવી છે. બીજી ઘટનામાં જ્યારે કંઈક લઈ જવુ જોઈએ એવુ વાંચ્યું તો પહેલા મગજમાં બિસ્કિટ કે ચોકલેટ આવ્યા, પણ આ મુલાકાતી તો લેખક એટલે પુસ્તિકા પસંદ કરી, સારો નિર્ણય. .ત્રીજી ઘટના કાલે જ મારા ઘરમાં બની ગઈ. રાત્રે જમવાના સમયે મારા પતિએ મને કહ્યું કે પહેલા આપણે બેસીએ છીએ કે પહેલા છોકરા માટે સેન્ડ્વિચ બનાવે છે? હું બોલી કે છોકરો બાકીને આપણે ખાઈ લેવાનુ એવુ તે કંઈ હોય ? એ કહે કે તુ ઈવનીંગ જોબ પર હોય ત્યારે હુ પહેલા ખાઈને પછી સેન્ડવિચ બનાવુ છુ અને મેં કહ્યું કે એટ્લે જ ત મે પપ્પા છો અને હું મમ્મી છું. મારો છોકરો રાત્રે સેન્ડ્વિચ જ ખાય છે.

 20. Dipti Trivedi says:

  એ મહિલાએ બે હાથ જોડીને ઓફિસરની માફી માગી. પછી ધીમેથી બોલી, ‘ભાઈસાહેબ, અમને અહીં રસ્તામાં રહેતા ઘણી તકલીફ પડે છે અને શરમ પણ બહુ આવે છે, પણ સાહેબ, તમને કોઈના ઘરની અંદર ચાલતાં શરમ નથી આવતી ?’—–બહુ જ વેધક જવાબ.

 21. Vicky says:

  Nothing can be done for our people by just commenting here and passing time. Why is congress elected so many times though all necessary resources become costly and costliest during Congress’ tenure? Why do not people vote? India is the most dependent country on US, Europian countries and outsourcing. We do not have any indigenous industry on which we can survive. We are still singing that we gave ‘0’ to world but what after that. No invention after 0. We are still at 0. No body cares about country and no public discipline. Indian people also hopeless, they do not care whatever happens to others. Here in US how indian people behave, everybody knows. We are spoiling our image.

  I AM FEELING SHAME TO TELL MYSELF INDIAN.

 22. Ashish Dave, Sunnyvale, California says:

  Everybody must have taken some sort of an elevator at some point in their lives to climb stairs… only have to remember to send the elevator back to ground floor for others…

  Ashish Dave

 23. trupti says:

  એક સત્યકથાઃ

  એક છોકરો જેને આપણે છોટુ ના નામે ઓળખશું.

  છોટુ એક પાતળોસો છોકરો મેંગલોર ના કોઈ નાના ગામેથી આંખ મા ઘણા સમણા લઈ ને મુંબઈ આવ્યો. કહેવાય છે કે મેંગલોર ના દરેક ઘરમાથી કોઈ એક વ્યક્તિ તો મુંબઈ મા કમાવવા આવીજ હશે. છોટુ પણ કમાવવા આવ્યો, મોટે ભાગે મેંગલોર થી છોકરાઓ કમાવા આવે અને ગામ ના કોઈક ની ઓળખાણે કાં તો કોઈ ઉડીપી હોટલ મા કાં તો કોઈ મોટી કંપનિ નિ ઓફિસની કેન્ટીન મા કામે લાગી જાય. પગાર ખાસ કાંઈ ન મળે પણ માથે છાપરૂ અને બે ટંક ખાવા મળે એટલે ભયો ભયો.જે પણ પગાર મળે તેમાથી ખપ પુરતા રાખી ને વધારા ના ગામે મોકલી આપે. છોટુ પણ કોઈ કું ની કેન્ટીન મા લાગી ગયો. કર્મચારી ઓ ૪ માળે ફેલાયલા. સવાર ના નાસ્તાથી લઈ ચા-કોફિ, લંચ અને સાંજનો નાસ્તો અને ચા-કોફિ લોકો ના ટેબલ પર પંહોચાડવા નુ કામ છોટુ નુ. સાંજ પડે દરેક ના ટેબલ પર જઈ ઉઘરાણી પણ કરવાની, વરી પાછુ કોઈ પૈસા આપવા ના અખાડા કરે તો પોતાના ખિસ્સા માથી ઉમેરી તેના શેઠ ને આપવાના જે કંપની નિ કેન્ટીન મા છોટુ કામ કર્તો હતો તે એક મલ્ટી નેશનલ કંપની હતિ. પહેલા ત્યાં ફક્ત ભારતિય મેનેજીગ ડાયરેક્ટર ની જ નિમણુક થતી પણ જતે દહાડે વિદેશી કંપની નો સ્ટેક વધી જતા કંપનિ ના નિયમ મુજબ એક ગોરા મેનેજીગ ડાયરેક્ટર લંડનથી ભારત મા પદ સંભાળવા આવ્યા. આપણે તેમને જહોન ના નામે ઓળખશું જહોનની સાથે તેમેની પત્નિ મોનિકા પણ આવી. દંપતિ ને માટે મલબારહિલ જેવા ધનાઢ્ય વિસ્તાર મા એક ફ્લેટ ભાડે લેવા મા આવ્યો. ત્યાં કામ કરવા માટે એક નોકર ની જરૂર ઉભિ થઈ. છોટુ બહુ મહેન્તુ અને થોડુ અંગ્રેજી નો જાણકાર હતો માટે તેને ત્યાં મોકલવાનુ નક્કિ કર્યુ. છોટુ હવે કેન્ટિન કર્મચારી મટી ને કંપનિ નો કોન્ટ્ર્ક એમપ્લોયી થયો. તેને લીધે તેને ફાયદો એ થયો કે હવે કેન્ટીનની ગંદકી ભરેલી ખોલી નિ જગ્યા એ મલબારહિલ ના સરવંટ ક્વોટર્સ ના ચોખ્ખા કમરા મા રહેવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ અને પગાર મા પણ ૧૦૦% ટકા નો વધારો થયો. જહોન અને તમની પત્નિ બહુ માયાળુ હતા અને તમેને છોટુ ને આગળ ભણવાનુ કહ્યુ. જે કંપની ના તેઓ એમ.ડી. હતા તે કંપની પ્રોજેકટ કનસ્લટંસિ ના કામ મા હતા અને ધણા ડ્રાફ્ટ મેનો ત્યાં કામ કરતા હતા. જહોને છોટુ ને ડ્રાફટમેનની ટ્રેનીગ સંસ્થા મા દાખલ કર્યો અને તેની ફિ પણ ભરિ અને ભણવાની સગવડ પણ કરી. મોનિકા નો ફાળો તેમા ઘણો મોટો હતો. એમ.ડી. હોવા ના કારણે તેમને ત્યાં અવાર-નવાર પાર્ટી ઓ થયા કરતિ પણ તેમને છોટુ ને જરા પણ ખલેલ ન પંહોચે તેનુ ધ્યાન રાખ્યુ. છોટુ જરા પણ તેમને મદદ કરવાની કોશિષ કરે તો તરતજ મોનિકા તેને તેના ભણતર વિશે અને તેના ઘરકામ વિશે પુછી લે. અને જો જરા પણ છોટુ નુ ભનવાનૂ અધુરૂ રહ્યુ હોય તો તરત તેને તેના ઓરડા મા જઈ તેનૂ ઘરકામ પુરુ કરવાનુ ફરમાન કરે અને પાછા તપાસે પણ ખરા. જતે દહાડે જહોન ની બદલિ પાછિ તના વતનમા થઈ ગઈ. તેમને જતા પહેલા છોટુ ને વચન આપ્યુ હતુ કે તેઓ તેને કંપની મા જરૂરથી કામ અપાવશે અને તેમેને તેનુ વચન પાળ્યુ અને છોટુ ને ડ્રાફટમેન તરિખે કંપની મા નોકરી એ રખાવ્યો પછિ તો છોટુ એઅ ઘણી પ્રગતિ કરી અને તેનુ હિર બતાયુ અને તેના ફળ રુપે કંપની કામ અર્થે ૯ મહિના અમેરિકા પણ ડેપ્યુટેસન પર જઈ આવ્યો. કંપની મા જોડાયા બાદ તેને લગ્ન પણ કર્યા અને મુંબઈ ના દુરના પરામા પોતાનુ ઘર પણ ખરિદ્યુ. જયારે તે અમેરિકા ગયો ત્યાર બાદ કંપની ના નિયમ અનુસાર ત્રણ મહિના બાદ પોતાની પત્નિ અને બાળકી ને પણ અમેરિકા ફરવા બોલાવ્યા. અત્યારે તે બે ફ્લેટ નો માલિક છે. તેનિ સફળતાનો યશ જહોન અને મોનિકા ને જાય છે. ધન્ય છે ત દંપતિ ને કે તેમને એક તદ્નન ગરિબ અને નિસહાય ને જિંદગી મા ઉંચો લાવ્યા. છોટુ ની પણ મહેનત તો કંઈ કમ ન હતિ.

  આ એક સ્ત્ય ઘટના છે અને મારી પોતાની ઓફિસમા બનેલી છે અને તેની હુ સાક્ષિ છુ. જે છોટુ મારે માટે વરસો પહેલ નાસ્તો લાવતો હતો અને ડબ્બો પણ ગરમ કરી દેતો હતો તે છોટુ આજે અમારા વિશાળ કર્મચારી વર્ગ નો એક હિસ્શો છે અને જેનુ મને ગર્વ છે કે હું એવી કંપની મા કામ કરુ છુ જ્યાં જહોન જેવા માયાળુ મેનેજીગ ડાયરેક્ટર હતા.

  • Nidhi Shah says:

   ખુબ સરસ વાર્તાનો પ્લોટ છે…શું આવું પણ બની શકે? ખરેખર તો મારા માનવામાં જ નથી આવતું.

   • trupti says:

    નિદી બહેન આ વાર્તા નો પ્લોટ નથી અને એક નજરે જોયેલે હકિકત છે. જહોન હવે તો લંડન પાછા જતા રહ્યા છે પણ જ્યારે પણ ભારત આવે ત્યારે તેઓ છોટુ ને જરુર થી મળે છે અને હવે તો ઈનટરનેટે તો બધી જ દુરી ઓ મિટાવી દિધી છે. તેઓ સતત એક બીજા ના સંપર્ક મા રહે છે. મોનિકા માટે બીજી એ વાત કહેવાની કે તેને ન તો ફક્ત એક છોટુ ની મદદ કરી પણ એમના ભારત રોકાણ દરમ્યાન ઘણી એન.જી.ઓ જોડે સંકળાયલા હતા ને ગરિબ અને અન્ડર પ્રિવિલેજ વ્યક્તિઓ માટે પણ ઘણુ કામ ક્રર્યુ છે. જહોન તો ધંધા અર્થે દેશ-વિદેશ ફરતા હતા પણ મોનિકા એ તેમના સમય નો સદઉપયોગ કરી જે સમાજ ના તેઓ હિસ્સા ન હ્તા છતા તેમને માટે તેમેને નિસ્વાર્થ સેવા કરી. જ્યારે તેમેની બાદ બીજા વિદેશી એમ.ડી. ઓ નિ પત્નિ ઓ એ તમનો સમય ફક્ત ફરવા મા અને શોપિંગ મા જ કાઢ્યો. મોનિકા એ એક સંપુર્ણ આર્ય નારિ ની જેમ કંપની નિ દરેક પુજા મા ભારતિય પોષાક પહેરી ને માઠે ઓઢી ને ભાવ થી દર્શન કર્યા.

  • hiral says:

   તૃપ્તિબેન, થેન્ક્સ ફોર શૅરિંગ ધીસ વીથ અસ.

   તમે, તમારા વિચારો, તમારી વાતો જાણે તમારા સાથે વાતો કરતા હો એવું જ લાગે. મેં પહેલેથી જ ધારી લીધેલું કે આ છોટુ તમારી ઓફીસમાં કામ કરતો હશે. વાતના અંતમાં તમે ખુલાસો પણ કર્યો.
   સરસ વાતો શૅર કરો છો તમે …

  • nayan panchal says:

   તૃપ્તિબેન,

   આ સત્યઘટના અમારી સાથે વહેંચવા માટે તમારો ખૂબ આભાર.

   નયન

  • જય પટેલ says:

   તૃપ્તિ,

   માનવીય સંવેદના સમજી મૂક દર્શક માત્ર બની ના રહેતાં અમલમાં મૂકનાર અંગ્રેજ દંપતિને સલામ.
   શરૂઆતથી ખ્યાલ આવી ગયો કે પાત્ર આપની ઓફિસનું છે.

   આજકાલ પશ્ચિમમાં સારી નોકરી ખ્વાબ બની જતાં ઘણા ગોરા ભારતની મલ્ટિ-નેશનલોમાં નોકરીઓ કરે છે
   અને જતાં જતાં માનવીય અભિગમનું દ્રષ્ટાંત સાચા અર્થમાં ચરિતાર્થ કરી
   પોતાની ખૂશ્બૂ કાયમને માટે મૂકતા જાય છે.
   આભાર.

  • Vaishali Maheshwari says:

   Thank you so much Ms. Trupti for sharing this real life story. My hats off to this couple who completely changed the life of a poor little boy. Obviously “Chotu” was also determined and hard-working, but this couple showed him the right path and did all that they could for him.

 24. hiral says:

  તૃપ્તિબેન, થેન્ક્સ ફોર શૅરિંગ ધીસ વીથ અસ.

  તમે, તમારા વિચારો, તમારી વાતો જાણે તમારા સાથે વાતો કરતા હો એવું જ લાગે. મેં પહેલેથી જ ધારી લીધેલું કે આ છોટુ તમારી ઓફીસમાં કામ કરતો હશે. વાતના અંતમાં તમે ખુલાસો પણ કર્યો.
  સરસ વાતો શૅર કરો છો તમે ….

 25. સંતોષ' એકાંડે says:

  તમામે તમામ ક્રુતિઓ બેનમૂન
  સંતોષ’ એકાંડેનાં
  વંદેમાતરમ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.