તર્પણ – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિક ઓગસ્ટ-2010માંથી સાભાર.]

એક ધક્કા સાથે ટ્રેન ચાલુ થઈ. મેં ખીસામાંથી ચેક કાઢ્યો. કોણ જાણે કેમ, પણ મને ચેકમાં માનો ચહેરો દેખાવા લાગ્યો. એ કહી રહી હતી : ‘બેટા, હું તો ખર્યું પાન. મારી આંખ મિચાઈ જાય પછી બેઉ ભાઈઓ સંપીને રહેજો. બસ, આ જ મારી આખરી ઈચ્છા છે.’

આજે મા નથી. માની માંદગી વધી ગયાના સમાચાર સાંભળીને તરત નીકળ્યો તો ખરો પણ અહીં પહોંચું એ પહેલાં માએ અંતિમ પ્રયાણ આદરી દીધું હતું. મને જોઈને મોટાભાઈ એકદમ રડી પડ્યા.
‘નાનકા, મા છેલ્લી ઘડી સુધી તને બહુ યાદ કરતી હતી.’ એમણે મને બાથમાં લેતાં કહ્યું.
ભાઈ-બહેનો બધામાં હું સૌથી નાનો એટલે સૌ મને નાનકો કહીને બોલાવતા. ભલે હું વર્ષો થયાં ઘર અને ગામથી દૂર જઈને વસ્યો હોઉં પણ માને મારે માટે અપાર સ્નેહ હતો. હું જાઉં એટલે એ અડધી અડધી થઈ જતી, ‘નાનકા, કેટલા મહિને આવ્યો ! તને એમ ન થાય કે, ચાલ માને મળી આવું !’ હવે માને મળવાનું ગમે તેટલું મન થાય તોય મા ક્યાં મળવાની હતી ! આ વિચાર સાથે મારું મન ભરાઈ આવ્યું. બે હાથમાં મોં છુપાવીને હું રડવા લાગ્યો. મોટાભાઈએ મમતાપૂર્વક મારી પીઠ પર હાથ ફેરવ્યો.

પિતાજી ગુજરી ગયા ત્યારે મોટાભાઈ હશે બારેક વર્ષના. એમના પછી બે બહેનો અને પછી હું – છ-સાત વર્ષનો હોઈશ. પિતાજીએ જમીન લેવામાં પોતાની બધી મૂડી લગાવી દીધેલી. ઘરમાં રોકડા પૈસાનાં ફાંફાં પડી ગયાં. માએ સિલાઈ કામ કરીને અને લોકોનાં દળણાં દળીને અમને ઉછરેલાં. મા હંમેશા કહેતી :
‘મેં મહેનત કરી એ તો બરાબર, પણ આ મોટો ન હોત તો હું એકલપંડે શું કરત ? એણે જ બંને બહેનોને પરણાવી ને તને ભણાવ્યો.’
મારી પત્ની મને હંમેશા કહેતી, ‘મા ભલે ઉપર ઉપરથી તમારી પર વ્હાલ વરસાવે, પણ મનથી તો એમને મોટાભાઈ માટે જ ખરી લાગણી છે. તમે રહ્યા ભોળા, તે તમને આ બધી સમજ ના પડે !’ એણે તો માની એકની એક વાતોથી કંટાળીને ગામ આવવાનું જ બંધ કરી દીધું હતું. ધીમેધીમે મારો પણ ગામ જવાનો ગાળો લંબાતો ગયો. એમાં ય એક વખત ગામ ગયો, ત્યારે માએ જે વાત કરી એનાથી હું એવો ચોંકી ગયો કે, એ પછી તો વર્ષે એકાદ વખત માંડ જતો હોઈશ.

તે દિવસે મેં હોંશેહોંશે શહેરમાં ફલેટ લીધાની વાત માને કરી અને ફલેટના ફોટા પણ એને બતાવેલા. મા રાજી તો બહુ થઈ, ખુશીના માર્યા એની આંખમાં આંસુ ય આવી ગયાં પણ પછી તરત કહેવા લાગી, ‘નાનકા, તારું શહેરમાં કેવું સરસ મજાનું ઘર થઈ ગયું ! તું ને તારું કુટુંબ રાજીખુશીથી એમાં રહો એવા મારા અંતરના આશીર્વાદ છે. મારે તો તારી પાસેથી કશું નથી જોઈતું પણ સાચું કહું, આ મોટાની ચિંતા મને રાત-દિવસ સતાવે છે.
‘મોટાભાઈનું હવે શું છે, મા ?’ ફરી પાછું મોટા-પુરાણ સાંભળીને મેં જરા કંટાળીને માને પૂછ્યું.
‘તમને બધાને પગભર કરવામાં એણે બિચારાએ પોતાનો સ્વાર્થ ન જોયો. એના મોટા દીકરાને તારી જમીન પર કરિયાણાની દુકાન કરવી હતી ત્યારે એણે તારી રજા લઈને દુકાન ચાલુ કરાવેલી. દુકાન શું, આમ તો છાપરું જ છે.’
‘એ બધી મને ખબર છે, મા.’ વાત ટૂંકાવવાના ઈરાદાથી મેં કહ્યું.
‘નાનકા, તું તો કોઈ દિ’ ગામમાં આવીને રહેવાનો નથી. મને થાય છે કે, તારા ભાગની જમીન તું મોટાના દીકરાને નામે કરી દે તો !’
‘મા જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે, ખબર છે તને ?’ હવે મેં અવાજ ઊંચો કરીને માને કહ્યું, ‘બેટા, એને કંઈ જમીન મફતમાં નથી જોઈતી. જેમ સગવડ થશે એમ તને પૈસા ચૂકવી દેશે. પણ મારા જીવતાં આ વાત પતી જાય તો હું શાંતિથી આંખ મીંચી શકું.’
‘ઠીક છે, હું વિચાર કરી જોઈશ.’ મેં કહેવા ખાતર કહ્યું હતું. એ પછી માએ ફરીથી આ વાત ઉખેળી નહીં. કહેતી તો માત્ર એટલું જ, ‘મારી ગેરહાજરીમાં બેઉ સંપીને રહેજો હં, દીકરા !’

માના ક્રિયાકર્મ પતાવીને હું નીકળ્યો ત્યારે મોટાભાઈ સ્કૂટર લઈને મને સ્ટેશને મૂકવા આવ્યા. ટ્રેન આવવાનો સમય થયો એટલે એકદમ મને ભેટીને રડી પડ્યા. કહેવા લાગ્યા : ‘મા ગઈ એટલે ગામને સાવ ભૂલી નહીં જતો. ક્યારેક ફોન કરતો રહેજે. અનુકૂળતા હોય ત્યારે આવતો રહેજે.’ પછી ખીસામાંથી એક કવર કાઢીને મને કહે : ‘આ દસ લાખનો ચેક છે. બેંકમાંથી લોન લીધી છે તને આ પૈસા આપવા માટે. તું જમીન આપે કે નહીં એ તારી મરજીની વાત છે પણ મારા દીકરાએ આટલો વખત તારી જમીન વાપરી તો તારા હકની રકમ મારે તને આપવી જ જોઈએ.’

ટ્રેન ઊપડી. પ્લેટફોર્મ પર ઊભેલા મોટાભાઈને જોઈને મને બાપુજી યાદ આવ્યા, જે સાઈકલ પર મને શાળાએ મૂકવા આવતા. મારું મન ભરાઈ આવ્યું. મને થયું, આ પૈસાનું હું શું કરીશ ? પત્ની માટે દાગીના લઈશ, શેરબજારમાં રોકાણ કરીશ, એ જ કે બીજું કંઈ ? મેં ચેકના ટુકડે ટુકડા કરી નાખ્યા. બારીમાંથી એ ટુકડા ઉડાડવા ગયો, ત્યાં માનો હસતો ચહેરો દેખાયો. એ કહેતી હતી :
‘હાશ ! નાનકા, આજે મારા જીવને શાંતિ મળી.’

(જસવિંદર શર્માની હિંદી વાર્તાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણી આસપાસની નવી દુનિયા – સંકલિત
વિશુદ્ધ મનુસ્મૃતિ – પ્રો. ડૉ. સુરેન્દ્રકુમાર Next »   

19 પ્રતિભાવો : તર્પણ – આશા વીરેન્દ્ર

 1. trupti says:

  પ્રથમ ભાગ તો જાણે અમારા ઘર નો જ પ્રસંગ હોય તેવુ લાગ્યુ.

  મારા પપ્પા મોસાળ મા રહી મોટા થયા. મોસાળ નુ ગામ મારા દાદા ના ગામ કરતા વધુ સવલતો વાળુ અને સુંદર. અત્યારે ઓ તે તાલુકા પ્લેસ છે. દાદા ના ગામ મા ઘણા લોકો તો જાણે પણ નહીં કે મારા દાદા ને ત્રણ છોકરા, કરણ ફ્ક્ત બેજ છોકરા તેમની પાસે રહે. મારા દાદી જ્યારે મારા પપ્પાને તેઓ જ્યારે ૬ મહિના ના હતા ત્યારે મોસાળ મા મુકી આવ્યા હતા ત્યાર થી તેઓ ત્યાં જ રહે. પપ્પા જ્યારે ૧૦ વરસ ના થયા ત્યારે મારા દાદી આ દુનીય છોડી ને જતા રહ્યા. મારા દાદાની ગામ મા ધણી જમીન. મારા પપ્પા ને કદી પણ દાદા ના ગામ મા ગમતુ નહીં. માટે મારા દાદા એ મારા પપ્પા ને વિનંતી કરી કે તેઓ તેમની જમીન મારા મોટા કાકા ને આપી દે અને તેની સામે કાકા તે વખત ની બજાર કિંમત તેમને ચુકવી દેશે. મારા પપ્પા એ દાદા ની વાત માની અને જ્ગ્યા કાકા ને નામે કરી આપી તે વાત ને આજે જમાનો વિતી ગયો. મારા દાદા પણ ૧૯૭૫ મા આ ફાની દુનિયા છોડી ગયા પણ આજ સુધી મારા પપ્પા ને તેમની જમિન ના પૈસા નથી મળ્યા. તને લીધે સંબધો પણ બગડ્યા. થોડા વરસો પહેલા કાકા એ જમિન નો થોડો ભાગ લાખ્ખો મા વહેચ્યો પણ અમારા ભાગ ના પૈસા ન આવ્યા તે નજ આવ્યા.
  પૈસો અને મિલ્ક્ત એ એવી વસ્તુ છે કે આજે કોઈના પર ભરોશો કરી ન શકાય.
  અહીં પ્રરસ્તુત કથા મા કદાચ નાના ભાઈ ને પૈસા ની જરુરત ન હતી પણ મારા પપ્પા ના કિસ્સા મા એવુ નહતુ. અમારા કિસ્સામા મારી મમ્મી ઘણી સહનશીલ અને સંતોષી એટલે પપ્પા બળાપો પણ કરે તે તેમેને એમ કહી ને શાંત પાડે કે આપણા નશીબ મા નહીં હોય એટલે આપાણને નહીં મળ્યુ માટે નકામી ચિંતા ન કરો. અહીં ની કથા મા મોટા ભાઈ એ પણ ખાનદાની બતાવી પણ મારા મતે રિયલ લાઈફ મા આવા કિસ્સા બહુજ અપવાદ રુપ બને છે.

  • hiral says:

   તમારી વાત સાંભળીને દુઃખ થયું તૃપ્તિબેન. તમારા મમ્મીને ખાસ અભિનંદન કે એમણે સમતા અને ધીરજથી તમારા પપ્પાને સાથ આપ્યો.
   પણ તમારી વાત સાચી છે કે આજે સારા કિસ્સા બહુ અપવાદ રુપ જ બને છે.

  • જય પટેલ says:

   તૃપ્તિ,

   આપના માતૃશ્રીની હ્રદયની વિશાળતાને સલામ.

   જે વ્યક્તિમાં પ્રામાણિકતાનો અભાવ હોય તેની સામે સમય અને શક્તિનો વ્યય કરવામાં શાણપણ નથી….આવા વ્યક્તિઓનો ફેંસલો ઉપરની સુપ્રિમ કૉર્ટમાં થાય છે.

   જ્યારે ઉપરવાળાની લાઠી ચાલે છે ત્યારે દેખાતી નથી…ફક્ત સખત માર અનુભવાય છે…!!

   • trupti says:

    જય,
    આભાર. મારા-માતા પિતા એ એક અભિગમ જીવનના અપનાવ્યો છે. તેમને તમે ફિલોસોફી પણ કહી શકો. તેમના મતે હાથ માથી કોઈ લઈ જશે નશીબ મા નથી નહીં અને તમે નહીં માનો આ જીવન મંત્ર મે પણ મારી જિંદગી મા અપનાવ્યો છે. અને તેને લીધે ઘણી સંતોષની લાગણી અનુભવી શકીયે છિએ. ભગવાનનુ આપેલ આજે બધુજ છે, જોકે તેને માટે જીવન મા ઘણો સંઘર્ષ પણ કર્યો છે અને બાંધ-છોડ પણ કરી છે પણ આજે જીવનની ડાયરી મા નજર નાખુ છું ત્યારે એક અજીબની લાગણી મહેસુસ થાય છે. આજે ભગવાન ની દયા થી જીવનમા જે જોઈએ ત બધુજ છે, વિદેસ ની સફર પણ ૨ વાર કરી આવી છું. મારા માતા-પિતા ની આગળથી ધણુ શીખિ છુ. મારી મમ્મી એ કાયમ શિખવ્યુ છે કે માંગવુ ને મરવુ બરાબર, એક વસ્તુ ઓછી હોય તો તેના વગર ચલાવતા શીખો પણ કોઈ આગળ થી માંગવુ નહીં. ને આ અભિગમ જિવન મા મારા મતે બધાએ અપનાવવો જોઈએ.
    એક આડ વાત, કદાચ એટલા માટે જ મારા માતા-પિતા એ મારૂ નામ તૃપ્તિ પાડ્યુ હશે!!!!!!!!!!!!!

 2. હ્રદય સ્પરશીં વાર્તા.

 3. uday says:

  શહેર અને ગામ ના લોકો ના મન ના વિચારો ને સુન્દર રીતે પ્રસ્ત્રુત કરેલ વર્તા

  • hiral says:

   કદાચ તમારી વાત સાચી છે. ગામના લોકોમાં સંપીને રહેવાની અને જાતે દુઃખ વેઠવાની ભાવના છે પણ શહેરના લોકો માટે એ સત્યયુગની કથા સમાન છે.

 4. hirva says:

  story is ok .Not reallistic.Elderone will not show generosity and youngerone will not let go.

  • કુણાલ says:

   વાર્તાઓ સત્ય હકીકત પર જ આધારિત હોય એ જરૂરી નથી.
   પણ ૯૯% કિસ્સાઓમાં એમાંથી એક આદર્શ પરિસ્થિતી અથવા આદર્શ કર્તવ્યો જરૂર મળી આવતા હોય છે.

   અહિં પણ એક આદર્શ મોટાભાઈ અને આદર્શ નાનાભાઈનુ ચિત્રણ છે. જો કોઈ નાનાભાઈ કે મોટાભાઈને ગમે તો એઓ પણ વધતે-ઓછે અંશે આવું કંઈક આચરણ પોતાના ચરિત્રમાં ગ્રહણ કરી શકે.

 5. hiral says:

  આંખમાંથી પાણી ના આવે તો જ નવાઇ. હ્રદય સ્પરશીં વાર્તા. સારું થયું નાનાભાઇએ ચેક ફાડી કાઢ્યો. માનવતા હજુ પણ છે એ વાત અહીં બતાવી છે. આશા છે આ વાત સત્ય હકીકત પરથી કહેવાઇ હોય.

 6. અશોક જાની 'આનંદ' says:

  માણસના મનના વિવિધ પાસા દર્શાવતી સુંદર વાર્તા.

 7. riddhi says:

  story is good but situation is ordinary.

 8. jhanvi bhatt says:

  story is realy nice…

 9. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ જ સરસ તેમ જ હ્દયસ્પર્શી વાર્તા.

 10. Hetal says:

  Mom’s favoritism for older son is obvious- the guy must have suffered a lot for younger siblings, as his father passed away at young age.
  Younger brother must have seen everything that older brother did as he was growing up. He should have willingly done something for his older brother without his mom asking for it.
  My dad went through same situation when he was young- even though my grandfather was alive- their condition was poor and my dad went to city to make more money and
  Ofcourse with tremendous hard work he did make good money which was used for his sister’s and brother’s marriages. When time came to marry my sister and me, all his younger brothers helped him before my dad had asked them for help. I think that’s who families should be- each others helping hand in time of need. I am glad to have such a nice family. In the story, at last younger one threw away the check and let his mom rest in peace.

 11. જય પટેલ says:

  ભાઈચારો અને બંધુત્વને ચરિતાર્થ કરતી સુંદર ટચુકડી વાર્તા.

 12. Mardav says:

  આ વાર્તા વાચવા ની ખુબ મજા આવી.

 13. Kiri Hemal says:

  અતિ કરુણામય વાર્તા !!!!!!!!!!!!!

 14. Vaishali Maheshwari says:

  Nice story. Thank you Ms. Asha Virendra!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.