અમે-તમે – શાંતિલાલ જાની

અમે ધરતી ને તમે આભ :
લ્યો, ચારે છેડે છાઈ ગયા;
તમે ચાંદરણું, અમે ચાકળો :
કિરણ કિરણ ઢંકાઈ ગયાં.

અનરાધાર અષાઢ તમે
ને અમે નવાણે નીર;
અમે ખેડેલાં ખેતરાં
ને તમે વણબોટ્યું બીજ.

અમે વડવાયું, તમે વૃક્ષ :
લ્યો, વળ વળમાં ગંઠાઈ ગયાં;
તમે ટહુકો ને અમે પડછંદા :
નાદે નાદે નાહી ગયાં.

તમે ડેલીના ડાયરા,
અમે મેડીની બોલાશ;
તમે દુહા ને રાસ અમે :
લ્યો, રગરગમાં રંગાઈ ગયાં.

તમે કાંગરિયાળા કાંઠલા,
અમે ભીંત્યું ઝાકમઝોળ;
તમે અમારાં પાનેતર :
અમે તમારા ખેસ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિશુદ્ધ મનુસ્મૃતિ – પ્રો. ડૉ. સુરેન્દ્રકુમાર
પાછું જવાનું સ્કૂલ ? – કર્દમ ર. મોદી Next »   

7 પ્રતિભાવો : અમે-તમે – શાંતિલાલ જાની

 1. સુંદર….

  એક આવું જ ગીત યાદ આવી ગયું….

  “આ નભ ઝૂક્યું તે કાનજી ને……”

 2. અશોક જાની 'આનંદ' says:

  સુંદર ગીત્ પણ બીજો બંધ કંઇક અધુરો ખુટતો લાગ્યો….

 3. જગત દવે says:

  ગ્રામ્ય જીવન અને ધરતીની સુગંધ પ્રસરાવતું કાવ્ય. કવિનાં તેની સાથેનાં તીવ્ર જોડાણનો પણ અંદેશો મળૅ છે.

  અમુક રૂપકો કદાચ ઘણાં શહેરીઓ ને નહી સમજાય. જેમ કે ચાંદરણું, ચાકળો, નવાણે નીર, કાંગરિયાળા કાંઠલા વિ.

 4. Kiri Hemal says:

  ખુબ જ સુંદર કાવ્ય!!!!!!!!!!!

  “તમે અમારાં પાનેતર :
  અમે તમારા ખેસ.”

 5. Vraj Dave says:

  ગ્રામ્યભાષામાં એક શુંદર કાવ્ય.
  વ્રજ દવે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.