પાછું જવાનું સ્કૂલ ? – કર્દમ ર. મોદી
[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]
તોડવા લાગણીનું ફૂલ
પાછું જવાનું સ્કૂલ ?
1+1
હજુય બે થાતા
ત્રિકોણ પર ચોરસ
હજુય ના ગોઠવાતા
સાહેબનેય દાખલામાં પડે છે હવે ભૂલ
તો ય પાછું મારે કાલે જવાનું સ્કૂલ ?
વ્યાકરણના વાયદા ને
નાગરિકશાસ્ત્રના કાયદા
કેટલાય ભણ્યા ને
કોને થયા ફાયદા
હર્ષદને જાણે બનાવવાનો છે બૂલ
તો યે પાછું મારે, કાલે જવાનું સ્કૂલ ?
પપ્પાનું કરાવે ડેડી ને
મમ્મીનું પાછું મોમ
આ છે મારો ભારત કે
પછી એને કહેવો રોમ
વીજળીની જેમ હું તો થઈ ગયો છું ડૂલ
તો ય પાછું મારે, કાલે જવાનું સ્કૂલ ?
હાઈડ્રોજનનું સૂત્ર ન આવડે
ને હલકામાં હું ગણાતો
પ્રકાશ સંશ્લેષણ કરે પર્ણ ને
હું ફિક્કો પડી જાતો
વિજ્ઞાનની આ વાતો મને, પેટમાં કરે શૂલ
તોય ય પાછું મારે, કાલે જવાનું સ્કૂલ ?
રોટલા ટીપતા શીખવાડે ના
ખાડો ખોદતા આવડે ના
જીવનનું તો ના નામોનિશાન
બુદ્ધિનું તો જાણે માંગે દાન
વાતો ના આવી આપણને, તમારી અનુકૂલ
ને તો ય પાછું મારે, કાલે જવાનું સ્કૂલ ?
બની શકતો હતો માણસ
ને બન્યો હું નોકરિયાત
ચાર કાગળીયાની ફાઈલનો
હું તો જાણે આંગળિયાત
નીકળ્યો તો લેવા શિક્ષણ, ને બની ગયો fool
ને તો ય પાછું મારે, કાલે જવાનું સ્કૂલ ?
Print This Article
·
Save this article As PDF
ખુબ સુંદર…
“બની શકતો હતો માણસ
ને બન્યો હું નોકરિયાત
ચાર કાગળીયાની ફાઈલનો
હું તો જાણે આંગળિયાત”
HIDROGEN NU……. AND BANI SHAKTO….
OH GREAT……
FANTASTIC….
ખુબ સરસ કાવ્ય.
આજની શિક્ષણ પધ્ધતિ ઉપર સચોટ કાવ્ય.
“પપ્પાનું કરાવે ડેડી ને
મમ્મીનું પાછું મોમ
આ છે મારો ભારત કે
પછી એને કહેવો રોમ”
!!!!
good one.maja padi gai
Reality shown through beautiful lines. Thanks
બહુજ સરસ્ મજા આવિ ગયિ. આત્લુ સરલ અને સુન્દર અને સરલ ભાશા મા લખેલુ .
ભોળા પણ અણિયાળા સવાલો. ભણતર ની સાચી પધ્ધતિ એ જ કે જે જીજ્ઞાસા ને ઊતેજીત કરે. સવાલો ઊભા કરે અને પછી તેનાં ઊકેલો શોધે.
જે પ્રજામાં જીજ્ઞાસાવૃતી ખતમ થઈ જાય તે પછી “ચાર કાગળીયાની ફાઈલની આંગળિયાત” થઈ જાય…જેની આંગળી હાથ માં આવે તેને પકડીને દોરવાતી થઈ જાય. માથા ડોલાવતી થઈ જાય. બહું સરસ, બહું સરસ કરતી થઈ જાય.
આપણું શિક્ષણ એ જ પ્રકારે ઘડાયું છે. નોકરી મળતાં જ સંસારની સમગ્ર પ્રભુતા મળી ગઈ હોવાની લાગણી થઈ જાય છે અને પછી થોડા ભૌતિક સાધનો અને સુખો મેળવી ને જીવન ધન્ય બની ગયું તેમ માનવા લાગે છે. જીજ્ઞાસા-વૃતિ જે પહેલાં સ્યોર સજેશન્સ શોધવામાં રહેતી હતી તે હવે કેટલું બોનસ મળશે, શેર માર્કેટનું શું થશે તેમાં વળી જાય છે.
તેથી આપણને આજે પણ રમતવીરો, વિજ્ઞાનીકો, મૌલિક ચિંતકો, સાહસિકોની ખોટ વર્તાય છે. ન માનવામાં આવતું હોય તો કોમન-વેલ્થ ગેઈમ્સ માં કેટલાં ગોલ્ડ-મેડલો જીતીએ છીએ તે જોઈ લેજો.
શ્રી જગતભાઈ,
કૉમનવેલ્થ ગેમમાં સુવર્ણચંદ્રક જીતવા બાબતે આપનો બળાપો અસ્થાને નથી.
ચંદ્રક જીતવાનું તો બહુ દૂર છે રમત સંકુલોનું નિર્માણ પણ આપણે સમયસર કરી શકયા નથી.
રૂ.૧૨૦૦ કરોડની ગેમ રૂ.૮૭૦૦૦ કરોડ સુધી પહોંચી ગઈ.
આજની શિક્ષણ વ્યવસ્થા સમયનું મૂલ્ય આંકવામાં નિષ્ફળ ગઈ છે.
અતિ સુંદર કાવ્ય!!!!!!!!!!
ખરેખર આજની શિક્ષણ પધ્ધતિ આવી જ થઈ ગઈ છે જેને સુધારવાની ખુબ જ જરુર છે……………..
આભાર,
હેમલ
bahu saras kavya.
Sir;
R u kardam modi ? whom i met in valsad & ABVP. if yes , please call me on my mobile 09328583005.
મજા પડી ગઇ ભાઇ.
Well, this gives current picture of Education System. At the same time, remember, this Education System is only one of the many fruits on the whole tree. There are many other sour fruits. Problem is the type of seed sown.
Vijay
tamaru kavya mane harday ne sparshi gayu. khub saras.
“નીકળ્યો તો લેવા શિક્ષણ, ને બની ગયો fool
ને તો ય પાછું મારે, કાલે જવાનું સ્કૂલ ?”
Very beautiful poem.
જીવન ની એક વાત કહું છુ મિત્રો,
લાગે જો યોગ્ય તો વિચારજો .
ઓફિસે થાય છે બોસ ની ચાકરી ,
પણ માતા-પિતા ની સેવા કરવાનો સમય ક્યાં છે?
પૈસા માટે દોડય છે ચારે દિશા માં ,
પણ લાગણીઓ સામે જોવાનો સમય ક્યાં છે?
સમય ક્યાં છે?
જીવન તો જીવાય છે પોતાના સ્વાર્થ માટે ,
બીજા માટે જીવવાનો સમય ક્યાં છે?
પગાર તો છે પાંચ આકંડા નો ,
પણ પોતાના માટે પાંચ મિનીટ નો સમય ક્યાં છે ?
સમય ક્યાં છે?
આજ-કાલ તો પ્રિયતમા સાથે બસ ફોને પર જ વાત થાય છે,
બે ઘડી તેની મુખમુદ્રા નિહાળવાનો સમય ક્યાં છે?
રીંગ સેરેમની નું મળે આમંત્રણ
તો લગ્ન માં પણ માંડ જવાય છે.
સમય ક્યાં છે?
સંસ્કૃતી ને તો મૂકી છે ગીરવે ,
તેને સાચવાનો સમય ક્યાં છે ?
ઈશ્વર તો છે દરેક સુખ નું મૂળ,
પણ તેની સામે જોવાનો સમય ક્યાં છે?
સમય ક્યાં છે?
જીવન તો જીવાય છે યંત્રવત ,
વડીલો ની મીઠી મધુર વાણી સાંભળવાનો સમય ક્યાં છે?
કોઈ સ્વર્ગે સિધાવે જો;
તો બે ઘડી શોક કરવાનો પણ સમય ક્યાં છે?
સમય ક્યાં છે?
ફોનેબૂક તો ભરી છે મિત્રો ના નામ થી,
પણ એકે જોડે વાત કરવાનો સમય ક્યાં છે?
મિત્રો ની તો મસ્તી થઇ પુરાની,
આ આધુનિક યુગ માં તો બે ઘડી સાથે વીતાવાનો પણ સમય ક્યાં છે?
સમય ક્યાં છે?
જીવન નું પહેલું કપડું તે લાળિયું અને અંતિમ તે કફન,
એ બંને માં ક્યાય ખીસા ભળ્યા છે?
તો પછી વચ્ચે ની આ ઘડીઓ માં,
પૈસા માટે સમય કેમ વેડફાય છે??
સમય ક્યાં છે?
સામે જો નજર નાખે તો કબર દેખાય છે,
પણ દોદાદોડી ના આ યુગ માં તે જોવાનો સમય ક્યાં છે?
ઈશ્વર ને કહી ને કરીએ જો એક પલંગ ‘બૂક’,
તો જઈને ચકાસવાનો પણ સમય ક્યાં છે?
સમય ક્યાં છે?
હોળી ના રંગ હોય કે દિવાળી ની રોશની,
પરિવાર સાથે ઉજવવાનો સમય ક્યાં છે???
લોકો અહી થયા છે બહુ વ્યસ્ત ,
એક પલ પણ આનંદ કરી લેવાનો સમય ક્યાં છે??
સમય ક્યાં છે?
ક્રમાંક મેલલવાની છે આ હોડ;
તેમાં બીજા ને મદદ કરવાનો તો સમય જ ક્યાં છે?
એક-મેક ને પાછલ પડવાની આ દોડ માં,
ઈમાનદારી નિભાવવાનો તો સમય જ ક્યાં છે?
સમય ક્યાં છે?
માસ્ટર થવાની આ દોડ માં,સહુ ને છે ઉતાવળ,
પણ મહેનત કરવાનો તો સમય જ ક્યાં છે?
સફળતા ની આ હોડ માં;
મંજિલ ના માર્ગો નો આનંદ ઉઠાવાવનો સમય જ ક્યાં છે?
સમય ક્યાં છે?
એક એક વાર તો વિચારજો મિત્રો,
શું આને જ જીવન કહેવાય છે?
આજ છે જીવન ની સચ્ચાઈ દોસ્તો,
પણ એની સામે જોવાનો સમય ક્યાં છે?
સમય ક્યાં છે?
લીખીતાંક-ભુમીશ
કાવ્ય તો છે સરસ,પણ વાંચવાનો સમય ક્યાં?
ખુબજ સરસ, સમય ક્યાં છે? અને તેમાં પાછું લીખીતાંક…!
વ્રજ દવે
ભાઈશ્રી કર્દમભાઈ,
આજની શિક્ષણ પધ્ધતિ પર આપે માર્મિક કટાક્ષ રજુ કર્યો છે, સાથે સાથે કુમળા માનસની વ્યથાને વાચા આપી છે.
હાર્દિક અભિનંદન.
આભાર.
નવો જમાનો અને પ્રગતી પણ સંસ્કૃતિના સંસ્કાર વિલાતા જાય
અને જીવનના રંગ બદલાતા જાય.
સરસ વિચાર ભર્યા કવન.
રમેશ પટેલ(આકાશદીપ)
અતિ મજાની અને ગંભીર વાતો કહી દીધી. પણ બધું બહેરાકાને અથડાય છે. દિવસે ને દિવસે ભણતરનું ચણતર પડતું જાયછે.
વ્રજ દવે
કટાક્ષ ભરેલુ ગંભીર કાવ્ય. ખૂબ આભાર,
નયન
so true…..excellent, beautiful poem…
આભાર કર્દમભાઈ
હું તો શિક્ષક હોવાથી શિક્ષણ સાથે સંકળાયેલો છું
અને દર વર્ષે દરેક ક્લાસ માંથી એકાદ બે વિદ્યાર્થી ને બાદ કરતા હંમેશા નિરાશ થવું પડ્યું છે
ઘણું દુખ થાય છે પણ શું થાય સૂર્ય થવાની શક્તિ નથી એથી દીવા જેવા બનીને જેટલો પ્રકાશ પથારી શકું તેટલું પ્રયત્ન કરું છું
૧. electrical engineering માં આભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના ક્લાસ માં રીશેસ માં પણ પંખા ટ્યુબ-લાઈટ ચાલુ હોય છે
૨. એન્વાયરોમેન્ટ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ “પિચકારી” મારતા ફરતા હોય છે
૩. મીકેનીકલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ઘર માં નળ ફીટ કરતા પણ ના આવડતું હોય
૪. કોમ્પુટર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને એક પ્રિન્ટ કાઢતા પણ નથી આવડતું
આ બધું જોઈ ને એમ લાગે કે શું થશે ભારત નું ભવિષ્ય
ભારત એ એક એવો દેશ છે કે જ્યાં દેશ ના highly qualified વ્યક્તિને પણ દેશ ને લગતુ સામાન્ય જ્ઞાન પણ નથી હોતું
પણ છતાં પ્રયત્નો ચાલુ રાખવા આપણી સૌ ની ફરજ છે
ભવાઈનાં રંગલો અને રંગલિ યાદ આવી ગયા. જે સમાજ ને ભવાઈ દ્દારા ઘણૂ માર્મિક શબ્દ મા કહી દેતા
good kavita
A perfect poem at the perfect time…. my daughter’s school starts this Monday…
Ashish Dave
Ajna education ni methd n child par teni asar kevi thay che tena vise kharekhar aa kavya ma sundar rajuat thai che
Hello kardambhai, Last 5 years I was in Rajpipla for my govt.job. I remember that we met once or twice in any function.I was working in govt. herbal botanical garden , vadiya palace, rajpipla. Now I am at Gandhinagar for deputation.I also remember that once i also met your father Shri rasikbhai Modi in Patan. Your father was in the contact with my father.Once my father came to patan Shri Rasikbhai Modi came to my brother’s house at Patan to meet my father.At that time { 3 yrs ago }I was present there.Your father informed me about you and your work at Dediyapada. along with some NGOs.
To day I read your poem expressing the true mind of the child of this generation.Good poem at the appropriate time.This poem arise so many questions.What should be done for the students of this generations ? Who is responsible for their condition ? educationalists or the politicians ?
Your poem is the real reflaction of the to day’s childhood . I liked your poem very much.My congratulations to you for such a good poem of this time.You have done a great job through this poem.
We also wish that this type of poems would be come out by you for the awareness of our society.Once again many many congrats to you. _ kanu yogi, Govt.Herbal Botanical Garden, Behind Minister’s bunglows, Nr. Circuit House , Gandhinagar ,