હવાના ટકોરા – મોહંમદ અલવી

[અનુવાદ : હનીફ સાહિલ. ‘નવનીત સમર્પણ’ સામાયિક ઓગસ્ટ-2010માંથી સાભાર.]

[1] હવાનું ઘર

હવા આમ તો
હંમેશાં ભટકે છે, પણ
હવાને પણ ઘર હોય છે
ભટકતી હવા
ન જાણે કેટલી વખત
મધમાખીઓની જેમ
પોતાના ઘરમાં જાય છે !
જો આ હવા
ઘરમાં ન જાય તો સમજવું
કે તેના માટે ઘરનાં દ્વાર
ફરી ઊઘડશે નહીં
અને તેને
બીજું ઘર બનાવવું પડશે.
આ આપણે અને તમે
અન્ય કંઈ નથી,
હવાઓનાં ઘર છીએ !

[2] લકવાગ્રસ્ત નગર

એક હાથ
અને એક પગ
અને અડધો ચહેરો
અડધા નગરમાં કર્ફયુ
અને
પોલીસનો પહેરો.

[3] તો પણ !

આપણાં ચરણોની ધૂળથી
ખરડાઈ ગઈ છે દુનિયા !
ક્યાંયથી તૂટી નથી
તો પણ
હજારો ટુકડાઓમાં શાને
વહેંચાઈ ગઈ છે દુનિયા !

[4] હજી વધુ પ્રતીક્ષા

બંને બાજુ દૂર-દૂર સુધી
રેલના પાટા ચમકી રહ્યા છે
અને હું એ પાટા પર બેસી
ઘણા સમયથી વિચારું છું
છેવટે એ ટ્રેન ક્યારે આવશે,
જે મને આ દુનિયાથી
પેલી દુનિયામાં લઈ જશે.

[5] દુર્ઘટના

લાંબી સડક પર
દોડતો તડકો
અચાનક
એક વૃક્ષથી ટકરાયો
અને
ટુકડે-ટુકડા થઈ ગયો.

[6] ચાંદની

રાત્રે જાગ્યો તો
ચોંકીને જોયું
મારા ઓરડામાં
ઊભી હતી ચાંદની
અને બારીના લોખંડી સળિયા
ચારે તરફ વિખરાયેલા હતા ફરસ પર

[7] હું અને તું

હે ખુદા…
મારામાં ક્યાં હિમ્મત છે કે હું તારી સાથે દષ્ટિ મેળવું ?
તારી શ્રેષ્ઠતા વિશે કંઈ કહું
તને દષ્ટિથી નીચે ઉતારું
ખુદા ! મારામાં ક્યાં હિમ્મત છે
કે તું પ્રથમ દિવસની
પહેલાં પણ હાજર હતો,
આજે પણ છે,
હંમેશાં રહેશે.
અને હું,
મારી હસ્તી જ શું છે ?
આજે છું,
કાલે નહીં હોઉં !
ખુદા ! મારામાં ક્યાં હિમ્મત છે ?
પરંતુ આજે
એક વાત તને કહેવી છે
કે હું આજે છું,
કાલે નહીં હોઉં
એ સત્ય છે કિન્તુ
કોઈ એવું નથી
કે જે મારા અસ્તિત્વને નકારે
કોઈનામાં એ સાહસ નથી.
પરંતુ તું
ઘણા લોકો કહે છે
કે તું ભ્રમ છે
અન્ય કંઈ પણ નથી !!

[8] મૃત્યુ

તું અમારી બધાની મા છે,
અમે બધા તારા ખોળામાં આવી
ગાઢ નિદ્રામાં પોઢી જઈએ છીએ.
જો હું તારી પાછળ ક્યારથી
હાથ પ્રસારી દોડી રહ્યો છું
મા મને ખોળામાં લઈ લે,
હું વરસોથી જાગી રહ્યો છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – હરીશ મીનાશ્રુ
સામૂહિક ચેતના – ભાણદેવ Next »   

8 પ્રતિભાવો : હવાના ટકોરા – મોહંમદ અલવી

 1. Kiri Hemal says:

  સરસ કાવ્યો બધાં…………… ખાસ કરીને મૃત્યુ પર લખાયેલું કાવ્ય ખુબ જ સચોટ છે!!!!!!!!!!!!!!

 2. Rajan Shah says:

  All are very thoughtful. અલવિ સાહેબ. મુક્તક? તમે શુ દુઃખ નેી પરાકાશ્તા(!) એ લખેલા ચ્હે? sundar pun sad rachhana.
  rajan, california,usa.

 3. riddhi says:

  khub saras kavyo. mane sauthi vadhu ‘હું અને તું’ gamau.

 4. Lata Hirani says:

  ફરી એક વાર ગમ્યાં

 5. nayan panchal says:

  ખૂબ જ સુંદર કલ્પનાશીલ રચનાઓ.

  આભાર,
  નયન

 6. sharifa says:

  excellent poems

 7. jalpa says:

  badha kavyo fine che “Hava nu ghar” kavya vadhare saru lagyu

 8. hemant vaidya says:

  ખરેખર સરસ રચના………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.