દ્વિધા – પ્રીતમ લખલાણી

[‘અખંડ આનંદ’માંથી સાભાર. આપ શ્રી પ્રીતમભાઈનો (ન્યુયોર્ક) આ નંબર પર +1 585 334 0310 સંપર્ક કરી શકો છો.]

અમૃતલાલ સ્વભાવે આમ તો કોઈને નડે એવા નહોતા. છતાં સવાર પડતાં જ દીકરા વેદાંતની વહુ આરતીને કારણ વિના ઠેબે ચઢી જતા. આજે વહેલી સવારે શાક લેવા જવા આરતી પર્સ ગોતવા અહીંતહીં ફાંફાં મારતી હતી. ન જાણે પર્સ ક્યાંક મુકાઈ ગયું હશે એટલે આરતીને મળતું નહોતું. પર્સ શોધતાં ગુસ્સામાં આરતીના ઠેબે અમૃતલાલની લાકડી ચઢી ગઈ. આરતીનો ગુસ્સો સાતમા આસમાને ચઢી ગયો. ગુસ્સામાં ને ગુસ્સામાં તે મનોમન બબડી, ‘હે પ્રભુ, હવે આ ઘરમાંથી આ લાકડી જાય તો ઘરમાં ક્યાંક પગ મૂકવા જગ્યા થાય.’

અને ત્યાં જ ઘરના ફોનની ઘંટડી રણકી ઊઠી.
‘હલ્લો આરતી !’
‘બોલ પૂનમ. શું ખબર છે ?’
‘બસ, કાંઈ નવીન નથી. આટલીવહેલી સવારે તને યાદ કરાવવા ફોન કર્યો કે તું આજે સમયસર કીટી પાર્ટીમાં આવી જજે. છેલ્લા બે ત્રણ વખતથી અમે બધી સહેલીઓ તને બહુ મિસ કરીએ છીએ.’
‘પૂનમ, હું તને ફોન પર શું કહું ? મને જેટલી ચિંતા દિવસના ત્રણ ટંકના વેદાન્તના ભોજનની નથી હોતી, એટલી ઘરમાં મારે માથે ચોવીસ કલાક ખોડાઈને પડેલા આ ડોસાની છે. મૂવો પોતે તો મરીને છૂટતો નથી અને મને પણ છુટકારો દેતો નથી. હમણાં હજી સવારમાં જ તેનાં ચાપાણી નાસ્તો તૈયાર કરીને જરા પરવારી ત્યાં હજી અગિયાર વાગ્યા નથી અને માથે આવીને ઊભો રહેશે, ‘આરતી વહુ, લંચને હજી ભલા કેટલી વાર છે ?’ જો પૂનમ, લંચમાંથી વહેલી પરવારી જઈશ તો આજ જરૂર કીટી પાર્ટીમાં આવવાની કોશિશ કરીશ.’
‘તો પછી આરતી, હું એમ જ માની લઉં છું કે આપણે આજે બપોરે પાર્ટીમાં મળીએ છીએ.’

ફોન મૂકી કીટી પાર્ટીમાં આજે જવાશે કે નહિ જવાય તેની ચિંતામાં આરતીએ પોતાના મનનો ગુસ્સો સ્ટીલની ખાલી તપેલી પર કાઢ્યો. તપેલીનો એક કોર ઘા કરવાનો અવાજ રસોડામાંથી અમૃતલાલ સાંભળે તે રીતે બરાડી ઊઠી, ‘હે પ્રભુ, મારે હજુ આ ડોસાની ક્યાં સુધી ગુલામી કરવાની છે ! તું પણ ઉપર નિરાંતે બેઠો બેઠો અહીં નખ્ખોદ વાળી રહ્યો છે ! ગાય જેવાં સાસુજીને તેં તારી પાસે ઉપર બોલાવી લીધાં. પણ હજુ સુધી તેં આ ડોસાની જગ્યા કેમ કરી નથી ?’

છાપું વાંચતા અમૃતલાલને કાને વહુના શબ્દો પડ્યા. આંખમાં આવેલ ઝળઝળિયાં ધોતિયાના છેડેથી લૂછતાં, ભીંતની ખીંટીએ હારતોરામાં ટીંગાતી પત્ની રાધાગૌરીની છબી જોતાં તેમના હોઠ ફફડ્યા, ‘અરે રાધા, હવે વહુની પણ એ જ ઈચ્છા છે કે હું તારી પાસે ચાલ્યો આવું. તું તો છેલ્લાં સાત આઠ વર્ષથી સ્વર્ગમાં વસી રહી છે. હવે તારી તો પ્રભુ પાસે સારી એવી ઓળખાણ થઈ ગઈ હશે. તારી પાસે મને બોલાવી લેવા તું પ્રભુને ખાસ વિનંતિ કર કે તારી આસપાસ મારે માટે ક્યાંક જગ્યા કરે. આ માટે તું કોઈ લાગવગ લગાડી શકે તો લગાડ.’ આ પ્રમાણે મનથી વાત કરતા ફરી પાછા અમૃતલાલ છાપામાં મરણનોંધની કોલમમાં નજર ફેરવવા માંડ્યા કે કોઈ ભાગ્યશાળી મિત્ર કે સગાસંબંધી આ દુનિયામાંથી છૂટી પરલોક સિધાવ્યા છે.

સાંજે કીટી પાર્ટીમાંથી પાછી ફરેલ આરતીની નજર સિંકમાં પડેલાં બપોરનાં ચાનાં કપરકાબી પર ગઈ. અમૃતલાલ પર ગુસ્સો કાઢવા માટે આરતીને કોઈ કારણ શોધવું ન પડ્યું. બસ આ એક જ કારણ પર તેણે ઘર આખું માથે લીધું. ‘અરે ઈશ્વર, તું આવા આળસુ, નકામા માણસને શું કામ ધરતી પર મોકલતો હોઈશ ? શું માણસ ગાડા જેટલું ખાય, પીએ પણ પોતાનાં બે ઠીંચરાં ધોઈ નાખતાં કેમ એના હાથ ભાંગી જાય છે ? બપોરથી મારી રાહ જોતાં સિંકમાં વાસણોનો ઢગલો કરી દીધો છે ! ડોસાને મન તો હું જાણે ઘરની નોકરડી છું.’ અમૃતલાલને કાને આ સાંભળ્યું. પણ આવું બધું સાંભળવાની હવે રોજની આદત થઈ ગઈ હતી.

આખા દિવસના પ્રખર તાપ બાદ, અમૃતલાલના ભાગ્યમાં શીતળ સાંજ આવી રહી હતી. રોજની જેમ અમૃતલાલ સોનેરી ફ્રેમનાં ચશ્માં ચઢાવી, હંસોની ધોળી ઊજળી પાંખો જેવા સ્વચ્છ ઝભ્ભો અને ધોતિયું અને માથે ટોપી મૂકી હાથમાં જયપુરી નકશીકામવાળી હાથીદાંતની લાકડી લઈ ધીમા ડગ માંડતા ઘરથી થોડે દૂરના બાગના એક વૃક્ષ તળે પડેલ તૂટેલ ફૂટેલ બાંકડે બેસવા ચાલી નીકળ્યા. અમૃતલાલનો દિવસ ભલે આરતી વહુનાં મેણાં ટોણાંમાં વીતી ગયો પણ સાંજ તો તેમને માટે શુભ શકુન લઈને આવી હતી. ઊંચાં મકાનો વચ્ચે દૂર દેખાતી ટેકરીઓ વચ્ચે ડૂબતા સૂરજને નીરખતા અમૃતલાલ નિરાંતે બાંકડે બેઠા હતા. બરાબર એ જ વખતે ઊના દેલવાડામાં પરણાવેલ પોતાની દીકરી નીલુની ઉંમરની એક સ્ત્રી બાગમાં પોતાના ત્રણ ચાર વર્ષના બાળક સાથે આંટા મારવા નીકળી હતી. તેણે અમૃતલાલને બાંકડે બેઠેલા જોયા. તેનો અમૃતલાલ સાથે આ પહેલાં કોઈ અંગત સંબંધ કે પરિચય નહિ હોવા છતાં એ સ્ત્રીએ અમૃતલાલના બાંકડા નજીક જઈ એક દીકરી પોતાના વિધુર બાપને જે રીતે પ્રેમથી સુખદુઃખના સમાચાર પૂછે એ રીતે તેણે અમૃતલાલને પૂછ્યું, ‘કેમ બાપુજી, મજામાં ને ?’

આખા દિવસના ઉચાટ બાદ અમૃતલાલને કોઈ આટલી પ્રેમ લાગણીથી સુખ-દુઃખના સમાચાર પૂછતું જોઈ તેમનું મન હૃદય લાગણીથી ઝૂમી ઊઠ્યું. ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેમણે હળવાશથી કહી દીધું, ‘હા દીકરી, તમારા પુણ્ય પ્રતાપે મારે તો લીલા લહેર છે.’ અમૃતલાલના જવાબથી ખુશ થયેલ એ સ્ત્રીએ થોડેક દૂર રમતા પોતાના બાળકને પોતાની નજીક બોલાવી કહ્યું : ‘બેટા મલ્હાર, દાદાજીને નમસ્કાર નહિ કરે ?’ માના બોલ પર બાળકે બે હાથ જોડી અમૃતલાલને માથું નમાવતાં પોતાની કાલીઘેલી બોલીમાં કહ્યું : ‘દાદાજી, નમસ્તે’ એ પ્રેમભર્યા શબ્દો સાંભળી અમૃતલાલ મનોમન ખીલી ઊઠ્યા. તેમને થયું કે માણસ જેટલું જીવન વગોવે છે એટલું ખરાબ નથી. આ ઘડીએ એમને લાગ્યું કે જીવન તો જીવવા જેવું છે.

પેલી સ્ત્રીએ પાસે આવી અમૃતલાલને કહ્યું : ‘બાપુજી, ચાલો, હું હવે નીકળું છું. સાંજ ઢળવા આવી છે. મલ્હારના પપ્પાને ઑફિસેથી ઘરે પાછા આવવાનો સમય થઈ ગયો છે. તો કાલે ફરી પાછાં આપણે અહીંયાં મળીશું.’ ખુશખુશાલ થઈ બાંકડે બેઠેલા અમૃતલાલ ડૂબતા સૂર્યને નીરખતા હતા. ત્યાં જ એક સાત આઠ વર્ષનો ટાબરિયો બરફનો ગોળો ચૂસતો નિશાળેથી ઘર તરફ જઈ રહ્યો હતો. તેણે બસ પોતાની મસ્તીમાં જ આરામથી બાંકડે બેઠેલા અમૃતલાલને પૂછી નાખ્યું, ‘કેમ દાદાજી, લહેરમાં ને ?’ અમૃતલાલનું મન ગુલમહોરના વૃક્ષ સમું લહેરી ઊઠ્યું, ‘અરે, માણસ જેટલું આ નગરને વગોવે છે એવું હજી આ નગર નથી. હજી ભલા લોકોને એકમેકનાં સુખ-દુઃખમાં રસ છે, ખરો !’

ખુશીના હેલે ચઢેલા અમૃતલાલે એક પળ માટે ઘડિયાળમાં નજર કરી. ઘડિયાળના બંને કાંટા છ પર આવીને અટકી ગયા હતા. ‘અરે, સાંજના સાડા છ વાગી ગયા ?’ વેદાંતનો ઑફિસેથી ઘેર આવવાનો સમય થઈ ગયો હતો. તેમને થયું, ‘ચાલ વેદાંત ઘરે આવી પહોંચે તે પહેલાં હું પણ ઘરે પહોંચી જાઉં.’ દીકરા વેદાંત સાથે સાંજનું ભોજન-ડિનર ટેબલ પર લેવાના સુખદ વિચારે અમૃતલાલ ઘર તરફ જવા ચાલી નીકળ્યા. આ જોઈ ક્ષિતિજે ડૂબતો સૂર્ય બિચારો દ્વિધામાં પડી ગયો. ‘અરે આ અમૃતલાલ લાકડીના ટેકા વગર એક ડગ પણ માંડી શકતા નથી, પણ જુઓ તો ખરા, કેવા લહેરમાં આજે ઘર તરફ દોડ્યા જાય છે ! શું ખરેખર, આજ એમને કોઈ ‘કેમ છો ?’ એમ પૂછનાર મળી ગયું તેની ખુશીમાં કે વધતી ઉંમરના કારણે લાકડી બાંકડે ભૂલી ગયા ?’

આ દ્વિધામાં અટવાયેલો સૂર્ય ક્ષણ માટે ડૂબવાનું ભૂલી ગયો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન-ઉપનિષદ – સં. બબાભાઈ પટેલ
બકોર પટેલ : પાપડિયો જંગ ! – હરિપ્રસાદ વ્યાસ Next »   

40 પ્રતિભાવો : દ્વિધા – પ્રીતમ લખલાણી

 1. સુંદર વાર્તા….લાગણી ટેકો એટલો મજબૂત હોય છે કે ભલભલા ને ચાલતા કરી દે. પછી લાકડીની જરુર જ રહેતી નથી.

 2. trupti says:

  સુંદર વાર્તા.

 3. hemant says:

  ખરેખર સુન્દર વાર્તા .

 4. કલ્પેશ says:

  સ્ત્રી વાચકોને એક સવાલ.

  જોવામા આવ્યુ છે તે પ્રમાણે લગ્ન થયા બાદ પુરુષના મા-બાપની સ્થિતિ આવી જોવા મળે છે.
  એનુ કારણ શુ?

  Feel free to write back to me at shahkalpesh77 at gmail d0t c0m.

  • trupti says:

   કલ્પેશભાઈ,

   આને માટે ખાલી સ્ત્રી જ કેમ જવાબદાર? જો કોઈ પોતાના મા-બાપનુ શોષણ કરતુ હોય તો તેની સામે માથુ ઉચકવાની જવાબદારી પુરુષની નથી? કેમ તેઓ તેમના માતા-પિતા નથી? દોષ નો ટૉપલો ફક્ત સ્ત્રી પર જ નાખિ દેવાની વ્રુતિ શામાટે?
   સ્ત્રી તો ગમા અણગમા સાથે પોતાના સાસુ સસરાની જવાબદારી ઉપાડિ લે છે, શું પુરુષ તે કરે છે કે કરી શકે છે?
   Please do not take me wrong. હું ક્થાની નાયિકાનિ તરફદારી નથી કરતિ, કે નથી કહેવા માંગતી કે તેનુ તેના સસરા પ્રત્યએ નુ વર્તન બરાબર છે પણ તાળિ એક હાથે નથી વાગતી. કદી દિકરા ના મા-બાપે પોતાની વહુ ને પોતાની દિકરીની જેમ કે દિકરી કરતા વધારે સારી રિતે રાખી છે? (આમા અપવાદ છે અને હુ debate નથી કરવા માંગતી). મારા મતે જેટલો વાંક વહુ ને હોય છે તેના કરતા ૧૦૦ ગણો વાંક દિકરા નો હોય છે.

   I am ending the conversation here and no scope for arguments.

  • kalpana desai says:

   Sanskaar!

  • S Patel says:

   હું નથી માનતી કે આ વાત બહુપ્રમાણમાં સાચી હોય. હા આવા કિસ્સા સમાજમાં બને છે પણ તેમા વધારે વાંક છોકરીના ઘરમાં વાતાવરણ અને સંસ્કારનો કહી શકાય.

   ત્યારબાદ પતિનો કે એ પણ પત્નીને સમજાવવાની કોશિશ નથી કરતો કે નથી મા-બાપ ને પ્રેમના બે શબ્દો કહી દિલાસો પણ નથી આપતો.

 5. sejal says:

  khub j saras varta….

 6. chintan says:

  બહુ જ મસ્ત વાર્તા.

 7. tilumati says:

  ખુબ જ સરસ વાર્તા છે.

 8. dhiraj says:

  ખુબજ સંવેદનશીલ વાર્તા

  સાસુ-વહુ ના ઝઘડા કે બાપ-દીકરા ના ઝઘડા કે પાડોશી ના ઝઘડા બધ્ધા નો એક રામ-બાણ ઈલાજ છે

  ઇશાવાસ્ય ઉપનિષદ નો શ્લોક (આ શ્લોક ગાંધીજી નો ફેવરેટ શ્લોક હતો)
  “इशावास्यम इदं सर्वं…..”

  “દરેક માં ભગવાન રહેલા છે ” જો આ વાક્ય આપણી સૌની જીવન ભાવના બની જાય તો ઝઘડા તો શું આતંકવાદ પણ બંધ થઇ જાય

 9. અશોક જાની 'આનંદ' says:

  ખૂબ જ સંવેદનશીલ કથાનક, જો કે બધી જ પુત્રવધુઓ આવી નથી હોતી..

 10. preetam Lakhlani says:

  મૃગેશભાઈ, આપનો ખુબ ખુબ આભાર ……

 11. Hetal says:

  I totally agree with Truptiben. This could be happening in real in some people’s life but I have not seen anyone’ s behavior to their inlaws up to this extent. Amrutdads’ son is not in the sroty at all. What was he doing when his wife was saying( acting) all these bad things about his dad? If in-laws start expecting and loving their daughter in-laws then at old age I dont think that daughter-in-law will behave like that to them. And if she does then son should find a way out of it. Many a times mens dont like get involved in sasu-bahu matters and such, but he needs to remeber that he is link between them. He needs to know how to balance both relations to have a happy family. I am not saying that he should be involved in every little matter but he must be aware of whats going on his house when its a joint family.

 12. કથાનક ખુબજ સારું અને ઠેસ પહોચાડનાર છે.માનવી જ્યારે પોતાનાથી પ્રેમ કે હુંફ નો મેળવી શક્યો હોય ત્યારે અજાણ્યા ના પ્રેમના બે શબ્દો નવી ચેતના આપે છે.
  વ્રજ દવે

 13. Pravin V. Patel [USA] says:

  વ્યક્તિ ગમે તે ઉંમરની હોય, એનો મિજાજ ગમે તે પ્રકારનો હોય, પણ લાગણી ભીના શબ્દોથી એના અંતરમાં આત્મિયતાનો સંચાર થાય છે. એને ગમે છે. પોતે આનંદ અનુભવે છે.
  આ અરસપરસ છે.
  માનસિક તાણ અને ખોટા ભાવ દૂર થાય છે.
  પ્રીતમભાઈ,
  હાર્દિક અભિનંદન. આવી સુંદર રચનાઓ ભેટ આપતા રહો.
  આભાર.

 14. જય પટેલ says:

  વિધુરની પીડા..એકલતા વાર્તામાં અદભુત વ્યક્ત થઈ છે.

  ઉચ્ચ શિક્ષીત અને ન્યુન દિક્ષીત પુત્રવધુ ગૃહલક્ષ્મી બની શકે નહિ.
  આરતીના પિતાશ્રી વિધુર હાલતમાં આવી અપમાન ભરી જિંદગી જીવતા હોત તો આરતીનું મન સાસરીમાં રહેત ?

  નારીવાદનાં નારાં ફૂંકતાં પહેલાં નારી બનવું પડે. ભારતીય સંસ્કાર કહે છે…નારી તું નારાયણી.
  નવરાત્રીમાં નવ દિવસ માતાજીની અખૂટ આરાધના કરનારી પ્રજાએ સૌથી વધારે ઘરડાંઘરનું સર્જન કર્યું.
  નવા જમાનાની નવી તાસીરમાં કોણે કેટલો રોલ ભજવ્યો તે વિવાદમાં ના પડતાં
  તેના વિસર્જન માટે શું થઈ શકે તેના પર ચર્ચા થવી જોઈએ.

  અમૃતલાલે પણ એદી ના બનતાં ચા ના કપ-રકાબી ધોવાં જોઈએ. ઘણા વડિલો નિવૃતિમાં ઘરને હોટલની જેમ સમજી
  બીજાનો બોજો વધારી ઘરમાં જ અપ્રિય થઈ પડે છે અને પછી ઘરડાંઘરની વાટ પકડે છે.
  ઘરનું નાનું નાનું કામ પુત્રવધુના કામનો ભાર ઓછો કરશે…કંકાસ ઓછો થતાં જિંદગી જીવવા જેવી લાગશે.
  પુત્રવધુને આપણે ગૃહલક્ષ્મીથી નવાજીએ છીએ પણ તેનું મન સાચવવા કયારે પ્રયાસ કરતા નથી.
  જો પુત્રવધુ રાજીપામાં હશે તો ઘર જ મંદિર બનશે.

  આજના જમાનામાં પતિ-પત્ની બંન્ને કામ કરતા હોય ત્યારે નિવૃત વડિલો પાસે સહકારની અપેક્ષા અસ્થાને નથી.

  • dhiraj says:

   જોરદાર કોમેન્ટ જયભાઈ આભાર

   ખુબજ પરિપક્વ વિચાર

   આપે તો થોડું થોડું આરતી અને અમૃતલાલ બંનેને સંભળાવ્યું

  • અમ્રુતલાલ નીં ઉમરે ઇશ્વર આપને એદી ના બનાવે અને ચાના વાસણ ધોવાની શક્તી આપે.
   વ્રજ દવે

   • જય પટેલ says:

    શ્રી વ્રજકુમાર દવેજી,

    કાઠિયાવાડની ધિંગી ધરા પર મારો એક શુભચિંતક રહે છે જાણી હું તો ગદગદિત થઈ ગયો.
    અમૃતલાલની ઉંમરે હું એદી ના બનું અને વાસણ ધોવાની શક્તિ ધરાવું,
    આવી કાર્યક્ષમતા હું રાખી શકું તેવી આપની પ્રાર્થના મારા માટે જાણી
    આંખોમાંથી અશ્રૃધારા અસ્ખલિત વહેવા માંડી…!!
    મારો ભાર આપે ઓછો કર્યો.
    ધન્યવાદ.

    જેશીકૃષ્ણ.

   • trupti says:

    વ્રજભાઈ,

    ભગવાન બધાને સાજા નરવા હાથ પગ ચાલતા હોય ને પોતાની પાસે બોલાવિ લે કે કોઈના ઓસિયાળા ના રહેવુ પડે.
    મે ઘણે ઠેકાણે જોયુ છે કે જ્યાં સુધી દિકરી ઘરનુ કામ કરતી હોય અને તે પણ પોતાનિ નોકરી નિ સાથે, ત્યારે મા અને બાપ બને તેટલી દિકરી ને મદદરૂપ થવાનિ કોશીષ કરે છે, તેના આવતા પહેલા કપડાની ધડિ કરિ દેવિ, શાક સમારી દેવા કે જો જાત ચાલતી હોય તો રસોઈ પણ ત્યાર રાખવી વિ…… પણ જેવી વહુ ઘરમા સામેલ થાય એટલે તેમને તેમની ઉંમર વર્તાવા લાગે અને બિચારી વહુ કામ પરથી સિધી આવી ને ઘરના કામ મા લાગી જાય અને ઘણિ વારા પોતાના સંતાન ને પણ જોઈએ તેટલો સમય ન આપી શકતિ હોય. આ બેવડુ ધોરણ શામાટે? જો તમે વહુ ને દિકરી ને જેમ રાખશો તો તેપણ રાજી ખુશી તમારુ કામ કરશે અને તમારિ તરફ ઢળસે. હાં તેમા અપવાદ હશે કારણ બધી આંગળી ઓ સરખી નથી હોતી પણ ક્યાં સુધી બધીજ વહૂઓ ને સમાજ એઅકજ ત્રાજવે તોલ્યા કરશે?

 15. DUBAL VIMAL V. says:

  કાઇ ના ખપે માવતર ને…….. ખાલી બે શબ્દો લાગણી ના બોલીયે તો તેમના આશિર્વાદ થી ધન્ય થઇ જવાય……બાકી ખાવા પીવા ને રહેવા માટે નુ તો વ્રુધ્ધાશ્રમ મા પણ મળી રહે ….યાદ રાખવુ જોઈયે આપડૅ બધા એ કે આપડૅ પણ એક દિવસ થઈશુજ.

 16. DUBAL VIMAL V. says:

  કાઇ ના ખપે માવતર ને…….. ખાલી બે શબ્દો લાગણી ના બોલીયે તો તેમના આશિર્વાદ થી ધન્ય થઇ જવાય……બાકી ખાવા પીવા ને રહેવા માટે નુ તો વ્રુધ્ધાશ્રમ મા પણ મળી રહે ….યાદ રાખવુ જોઈયે આપડૅ બધા એ કે આપડૅ પણ એક દિવસ વ્રુધ્ધ તો થઈશુજ.

 17. m.s.p says:

  ખુબજ સરસ……

 18. Utkarsh Shah says:

  આજના આધુનિક સમાજની સમ્સ્યાઓમાં કોનો વાંક છે? કોને કઈ રીતે રહેવુંઆ એ બાબતની ચઋચા પણ નથી કરવી.. ઘણા સુગ્ણ વાચકો ઍ ચર્ચા કરી ચુક્યા છે.

  મારે તો ફક્ત એક બાબત તરફ ધ્યાન દોરવું છે. બે આજણ્યા વ્યક્તિઓ તરફથી પુછાયેલું “કેમ છો?” અમ્રુતલામાં કેવો અનેરો ઉત્સાહ ભરી દે છે. આપણે પણ આવું કશુ કર્વુ જોઇયે. શું ખબર આવાજ કોઇ વડીલમાં અનેરો ઉત્સાહ ભરી દે.

  ઉત્કર્ષ

  • S Patel says:

   Good thought!! Have you started this. I know, whereever in the world if person get love and respect from other will not need any medicine. Person can have peace of mind which heals him from inside.

   કીસીકા દર્દ હો સકે તો લે ઉધાર.

 19. nayan panchal says:

  વાર્તાના સંદર્ભમાં જ માત્ર વાત કરીએ તો આરતીના વર્તનને કોઈ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. અમૃતલાલ કંઇ વધુ પડતી અપેક્ષા રાખતા નથી. આખી જિદંગી ઢસરડા કર્યા પછી તેમની પાસે કંઈ કપ-રકાબી ધોવાની આશા ન રાખી શકાય. આરતી શું પોતાના પિતા પાસે કે પોતાના હટ્ટાકટ્ટા પુત્ર પાસે એવી આશા રાખશે કે તેઓ પોતાના કપ-રકાબી જાતે ધુએ.

  પાછલી ઉંમરે બે શબ્દો બોલવાવાળી જીભ અને સાંભળવાવાળા કાન જોઈએ છે. બાકી પાંચ આંગળા ક્યારેય સરખા નથી હોતા.

  ખૂબ આભાર,
  નયન

  • જય પટેલ says:

   શ્રી નયનભાઈ,

   આખી જિંદગી ઢસરડા કર્યા પછી શ્રી અમૃતલાલ પાસે કપ-રકાબી ધોવાની આશા ના રાખી શકાય..સંમત.
   સંસ્કારી કુટુંબની દિકરી પાસે આવી અપેક્ષા જરૂર રાખી શકાય પણ અહીં તો સંસ્કારનું બાષ્પીભવન થયેલું છે.
   એક એક દિવસ શ્રી અમૃતલાલ માટે How to survive in the confrontational enviorement,
   ક્ષણે ક્ષણે અપમાન, જીલ્લત અને દોજખ જેવી જિદગીમાં પોતાના જ આશિયાનામાં બેલેન્સ
   કઈ રીતે જાળવવું તે સમસ્યા છે.

   થોડા સમય પર શ્રી અરવિંદ અડાલજાએ તેમના બ્લૉગ પર વૃધ્ધાશ્રમને લગતી આચારસંહિતા
   પર મંથન કર્યું છે તે સમય મળે વાંચશો.
   કોઈપણ સંસ્કારી ભારતીય જન પોતાના વડિલો પાસે વૃધ્ધ અવસ્થામાં આવું હીન કાર્ય ના કરાવે પણ
   યજ્ઞ પ્રશ્ન એ છે કે How to deal with the nuisence and live peacefully.
   The most relevent answer is compromise with the reallity otherwise have a booking in વૃધ્ધાશ્રમ.

   શ્રી મૃગેશભાઈ સમાજમાં જોવા મળતી બહુધા આ વિકૃત સમસ્યા પર મંથન થવું જોઈએ.
   ચર્ચા થોડી વિસ્તૃત થઈ છે…ક્ષમાયાચના સાથે.

   • S Patel says:

    જયભાઈ

    Are you very happy person? It seems you are saying compromise and avoid discussion and disputes.
    But this will always not work. I meam if you are always compromising are you happy from inside?

    You can’t make everyone happy and specially a person who is praying for your death.

 20. Rakhee says:

  good story but what is moral of this story.

 21. dipti gosai says:

  હ્ર્દય્સ્પર્શિ વાર્તા …

 22. Mital Parmar says:

  ખુબ જ સરસ વાર્તા….

 23. Ruchita says:

  બહુ જ સરસ વાર્તા..અમ્રુત્લલ નિ લાગનિ સમજવા જેવિ..માત્ર આત્લિ વાત સમ્ભલ્વ માનસ દુનિય મ જિવે…..હ્રદય્સ્પર્શિ વાર્તા.

 24. PAYAL SONI says:

  ખુબ જ સરસ વર્તા છે.

 25. Urvi pathak says:

  સાદી વાતનો જુદો જ વળાંક – સરસ રજુવાત. વિધૂર વૃધ્ધ સસરાની લાગણીસભર વાત. નારીવાદનાં નારાં ફૂંકતાં પહેલાં નારી બનવું પડે – એમ નહીં – પણ સૌ કોઈએ સરળ માણસ બનવું પડે.

  “ચાલો આરતી બેટા આજે મારા હાથની ચા પીવો” – એક જ વાર એ પ્રેમભરી ચા આખી આરતીને ફેરવી નાખશે. અહીં ચા બનાવવાના કામની વાત નથી કરતી. કામ તો છે જ કરવાનુ….. પણ પ્રેમ હોય તો વાત સામે પણ પ્રેમથી જ થાય છે. દાદાજી વેદાંતને મળવાના અને સાથે જમવા – “દીકરાપ્રેમ”થી જે ઝડપથી ઘર તરફ ચાલ્યા એના બદલે – ચાલ ઘરે જઈ વેદાંત અને આરતી બેય સાથે થોડી વાત કરું – બસ એટલા જ વિચાર નો ફરક છે. માત્ર દીકરાને જ મહત્વ નહી વહુને પણ પ્રેમથી સ્વીકારી લો. પ્રેમ તમામ દર્દની દવા છે.

  બાકી આરતીની જીભ સ્ત્રીત્વ પર મોટો ઘાવ છે. લગ્ન સમયે લીધેલા સાત વચનો નો ભંગ છે. ક્યારેય ન યોગ્ય ગણાય. સપ્તપદીના સાત વચનો માંથી બીજુ વચન આ જ છે.

  સપ્‍તપદીના 7 વચનો:
  (૧)પ્રથમ પ્રતિજ્ઞામાં આભારવશ ભાવે પતિને જણાવે છે કે ગત જન્‍મના અસંખ્‍ય પુણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્‍ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા પોતાના પતિને સર્વસ્‍વ ગણે છે, અને સૌભાગ્‍યવશ કપાળે ચાલ્‍લો કરે છે.
  (૨)સપ્‍તપદીની બીજી પ્રતિજ્ઞામાં પતિના બાળકથી અબાલવૃધ્‍ધ સહિત સંપૂર્ણ પરિવારના પલનની ખાત્રી આપે છે. પરિવારના દરેક સભ્‍યોને પ્રેમ અને સેવાભાવથી સંતોષ પામશે. ઘરના કાર્યો, પતિના માતા-પિતાની સેવા આનંદથી કરશે
  (૩)ત્રીજી પ્રતિજ્ઞામાં કન્‍યા પતિની આમન્‍યા જાળવવાની તેમજ ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે.
  (૪)ચોથી પ્રતિજ્ઞામાં સારા શણગાર – શૃંગાર સજી મનભાવ, વિચારવાણી શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. સ્‍વચ્‍છતા શણગાર-શૃંગાર સ્‍ત્રીના વ્‍યક્તિત્‍વને ભવ્‍યતા બક્ષે તેમજ પિયતમા તરીકેની ભૂમિકાની ખાત્રી આપે છે.
  (૫)પાંચમી પ્રતિજ્ઞામાં કન્‍યા પતિને વચન આપે છે કે સુખના સમયે આનંદમાં રહેશે.= દુઃખમાં ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહિ તેમજ પતિના સુખદુઃખમાં ભાગીદાર બનશે. કયારેય પરાયા પુરૂષનો સાથ નિભાવશે નહિ
  (૬)પતિને કોઈ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહિ છેતરાય તેવું વચન આપે છે.
  (૭)સાતમી પ્રતિજ્ઞામાં કન્‍યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં, ધા‍ર્મિક, આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ સહાયની ખાત્રી આપે છે.

 26. I liked this line…
  આ દ્વિધામાં અટવાયેલો સૂર્ય ક્ષણ માટે ડૂબવાનું ભૂલી ગયો !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.