પુસ્તકો – નીલિમા પાલવણકર

[‘પરબ’ સામાયિકમાંથી સાભાર. અનુવાદ : અરુણા જાડેજા.]

પુસ્તકો ખીચોખીચ ભર્યું આભ હોય
ત્યારે, આપણે જમીન થવું પડે છે
એમને ઊંડે મૂળે ઊતરવા દેવાં પડે છે
આપણામાં.
ક્યારેક એ વૃક્ષ થઈ જાય ઘટાદાર
ત્યારે આપણે પથિક થઈને
વિસામો લેવાનો હોય છે એમના છાંયામાં
નિરાંતે.
ક્યારેક ક્યારેક તો એ પંખી થઈ જાય
ત્યારે પાંખોમાં બળ સમેટીને
ઊડવું પડે છે આપણે, એમની
હારોહાર.
પુસ્તકોમાંથી ક્યારેક ક્યારેક શિશિર પણ મળી આવે
પછી આપણે વેરાન વગડો થઈ જઈએ
ત્યારે એ જ વસંતનો પગરવ થઈ જાય
આપણા માટે.
પુસ્તકોને સ્પર્શ હોય, ગંધ હોય
પણ એ માટે મનને ફૂટવી જોઈએ
સંવેદનાની લાખો પાંખડીઓ
પછી તો પુસ્તકો ઉડાડી દે
વસંતના સઘળા રંગો
પુસ્તકોને સમજાય છે બધું, બધું
આપણને સમજાય છે કે ?
પુસ્તકોનું આભ-શું મન ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – આબિદ ભટ્ટ
ક્યાં છે ? – જયન્ત પાઠક Next »   

8 પ્રતિભાવો : પુસ્તકો – નીલિમા પાલવણકર

 1. પુશ્તકો પર અનોખુ કાવ્ય

 2. nayan panchal says:

  પુસ્તકોની મહત્તા સમજાવતુ ખૂબ જ સરસ કાવ્ય.

  એક જ જીવનમાં ઘણા બધા જીવન જીવવા હોય તો સારા પુસ્તકો વાંચો. પુસ્તકો તમને વિવિધ મનોપ્રદેશોની યાત્રા કરાવશે. એક જ પુસ્તક વિવિધ ભાવોની લાગણી કરાવશે. ફિલ્મો ભલે ૩-ડી માં બનવા માંડે પરંતુ પુસ્તકો વધુ સશક્ત માધ્યમ છે.

  ખૂબ આભાર,
  નયન

  • જય પટેલ says:

   શ્રી નયનભાઈ,

   …….પુસ્તકો વધુ સશક્ત માધ્યમ છે….સુંદર અને સચોટ વિધાન.

   વાંચવાની જે મઝા પુસ્તકમાં છે તે આઈપેડમાં પણ નથી આવતી.
   આશા રાખીએ કે વાંચે ગુજરાત સફળ થાય.
   ગઈ કાલે રાજકોટના પુસ્તક મેળામાં ૫૦ % ડિસ્કાઉન્ટ આપ્યું હતું.

 3. “પુસ્તકોને સ્પર્શ હોય, ગંધ હોય
  પણ એ માટે મનને ફૂટવી જોઈએ
  સંવેદનાની લાખો પાંખડીઓ”

  ખુબ સુંદર……

  પુસ્તક સારા મિત્રો હોય છે એમ ઘણી વાર સાંભળ્યું છે…..પણ સાચી વાત એની નીચે વિસામો મળે છે ને ઉડવાની હામ ન હોય તે ક્ષણે બળ પાંખો માં બળ પણ મળે છે…..

 4. dhiraj says:

  થોડા દિવસ પહેલા એક લેખ પર મેં કોમેન્ટ લખી હતી
  “ભારત ના highly educated વ્યક્તિ પણ ભારત વિષે કશું ખાસ વિષે નથી જાણતા”

  આ સમસ્યા નો જવાબ છે “પુસ્તકો”

  થોડા દિવસ પહેલા એક કડવો વ્યક્તિ મળ્યો
  મને કહે “પૂછી જોજો તમારી કોલેજ ના વિદ્યાર્થીઓ ને કે, શું કસ્તુરબા અને વિનોબા બહેન હતા ?”
  મેં આજે ક્લાસ માં પૂછ્યું તો વાત સાચી નીકળી. એકાદ ને બાદ કરતા કોઈને ખબર પણ નથી કે પૂજ્ય વિનોબા ભાવે પુરુષ હતા.

  પછી મેં મારી સાથે જોબ કરતા સાહેબો ને પૂછ્યું. આઘાતજનક. તેમને પણ ખબર નથી.

  એ કડવો માણસ કેટલો સાચ્ચો હતો
  ઇન્કમ ટેક્ષ બચાવવાનું આયોજન આપણી પાસે છે પણ વર્ષ માં એક કે બે પુસ્તકો વાંચવાનું કોઈ આયોજન નથી

  આમુક પુસ્તકો વાંચ્યા વિના આ ધરતી નો ત્યાગ ના જ કરાય

  ૧. સત્ય ના પ્રયોગો
  ૨. અડધી સદી ની વાચન યાત્રા
  ૩. શબ્દલોક
  ૪. સરસ્વતીચંદ્ર
  ૫. ગીતા
  ૬. રામાયણ
  …………….. આ લીસ્ટ મારું મનગમતું છે હજી ઘણું લાંબુ થઇ શકે

 5. sapana says:

  good books act like a friends….

 6. સાચી વાત છે પુસ્તક થી બુધ્ધી નો વિકાસ થાય છે આપણી પાસે ગણા બધા પુસ્તકો ની હારમાણા છે.જે માથી આપણે ગણુ બધુ જાણવા મણે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.