ધરતી હિન્દુસ્તાનની – નાથાલાલ દવે

[ આજે સ્વાતંત્ર્ય દિન તેમજ મહર્ષિ અરવિંદની જન્મ જયંતીના મંગલ અવસરે સૌ વાચકમિત્રોને શુભકામનાઓ. વંદેમાતરમ ! – તંત્રી. ]

મૂર્તિ જ્યાં સરજાઈ રહી છે એક નવા ઈન્સાનની,
ચાલો દોસ્તો ! ખૂંદી વળીએ ધરતી હિન્દુસ્તાનની.

સતલજનાં બંધાયાં પાણી, બાંધ્યા કોશીના વિસ્તાર,
દામોદર ને હીરાકુંડના શા સરજાયા જલભંડાર !
દુર્ગમ સૂકા મારગ ભેદી વહેતી નહેરો અપરંપાર,
ધરતીમાં નવજીવન જાગે, સોહે હરિયાળા અંબાર.
લાખો હાથે બદલે સૂરત આ ઉજ્જડ વેરાનની….. ચાલો….

કોના દિલમાં હજી નિરાશા ? કોણ હજી ફરિયાદ કરે ?
કોણ એવો બુઝદિલ હજી અંધારી રાતો યાદ કરે ?
અંગ્રેજીના આશક બેઠા માધ્યમ કેરા વાદ કરે,
છોડો એને; ચાલો સાથી ! ખુલ્લાં ખેતર સાદ કરે.
દિશેદિશામાં ગાજે નોબત પ્રજા તણા ઉત્થાનની…..ચાલો…..

નવીન આશા, નવા ઉમંગો, નવાં તેજ રેલાય છે,
ખંડે ખંડે પંચશીલનો શાંતિમંત્ર લહેરાય છે.
પ્રજા પ્રજાનાં ભવ્ય મિલન ! શી પ્રીતગાંઠ બંધાય છે !
આજ અખિલ સંસાર તણું શું ભાગ્ય અહીં પલટાય છે !
હજાર વરસે આવી અનુપમ ઘડી નવાં નિર્માણની….. ચાલો…..

અમર રહો ભારત જેની અરવિંદે કીધી સાધના,
ને અણમોલાં કાવ્યકુસુમથી કરી રવીન્દ્રે અર્ચના,
ગાંધી, જેને પુણ્ય પગલે પાવન આ પૃથ્વી બની,
જીવન કેરા યજ્ઞ રચી જેની કીધી આરાધના.
જિંદગી સાટે રક્ષા કરીએ ભારતના એ પ્રાણની….. ચાલો…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ક્યાં છે ? – જયન્ત પાઠક
એક નોંધ – તંત્રી Next »   

12 પ્રતિભાવો : ધરતી હિન્દુસ્તાનની – નાથાલાલ દવે

 1. Raju says:

  સરસ મજાની કાવ્ય રચના.
  મજા પડી.

 2. BHavyesh says:

  મે આ કાવ્ય રચના ફેસબુક પર મુકિ છે..

 3. સરસ કવિતા.
  કોના દિલમાં હજી નિરાશા ? કોણ હજી ફરિયાદ કરે ?
  કોણ એવો બુઝદિલ હજી અંધારી રાતો યાદ કરે ?
  અંગ્રેજીના આશક બેઠા માધ્યમ કેરા વાદ કરે,
  છોડો એને; ચાલો સાથી ! ખુલ્લાં ખેતર સાદ કરે.
  દિશેદિશામાં ગાજે નોબત પ્રજા તણા ઉત્થાનની
  આ પંકતિઓ ખુબ ગમી.
  આભાર .
  આજના શુભદિનની દરેક વાચકને શુભ કામના.
  કીર્તિદા

 4. Pradipsinh says:

  Vande matram

 5. MARDAV VAIYATA says:

  આ પંકતિઓ ખુબ ગમી.
  માર્દવ વૈયાટા – જામનગર – અમદાવાદ

 6. dhiraj says:

  મૃગેશભાઈ ને અને દરેક વાચકોને
  સ્વાતંત્ર દિન ની શુભ કામનાઓ
  ૧૫ મી ઓગસ્ટે ધ્વજ ના ખરીદો તો ચાલશે પણ ૧૬ મી ઓગસ્ટે રસ્તા પર જો કોઈ ધ્વજ દેખાય તો ઉપાડી લેજો

 7. Hitesh Mehta says:

  મૃગેશભાઈ ને અને દરેક વાચકોને
  સ્વાતંત્ર દિન ની શુભ કામનાઓ….. હિતેશ મહેતા તથા ભારતી વિધ્યાલય મોરબી તરફથી લાખ લાખ સલામ
  મૂર્તિ જ્યાં સરજાઈ રહી છે એક નવા ઈન્સાનની,
  ચાલો દોસ્તો ! ખૂંદી વળીએ ધરતી હિન્દુસ્તાનની

 8. pamaka says:

  હજાર વરસે આવી અનુપમ ઘડી નવાં નિર્માણની

  વાહ્ !!!! દવે સાહેબ

 9. Urvi pathak says:

  મારા પપ્પાજી(સસરાજી) આ કવિતા સુંદર બુલંદ અવાજે ગાય છે. તેમની આ સૌથી માનીતી કવિતા છે. આખો પરિવાર બેસે અને સૌ કોઈ પોતાનુ મનપસંદ રજુ કરે ત્યારે અમે પપ્પાજીનો ટર્ન આવે ત્યારે કહીએ – ચાલો “વંદે માતરમ” થવાદો અને પપ્પાજી લલકારે અને અમે સૌ “વંદે માતરમ” “વંદે માતરમ” દરેક કડીના અંતે ગાઈએ. અને આખો પરિવાર જેના પણ ઘરે ભેગા થયા હોઈએ ગજાવી મૂકીયે..

 10. Dipti Trivedi says:

  ભારતનું જન્મકાવ્ય . ઘણું જ આશાવંત .
  જિંદગી સાટે રક્ષા કરીએ ભારતના એ પ્રાણની
  સ્વાતંત્ર્યદિને ભારતના સમૃધ્ધ અને ઊજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા સહ

 11. Ashish says:

  મને તમારેી કવિતા વાન્ચિ ને બહુ માજા આવઈ

 12. Vishal P. Parmar says:

  Respected Sir,

  Mr. Nathalal Dave
  I am vishal parmar , I have software engineer so i like to read this and i also tell other to how our Hindustan is great? so he know the values of Hindustan. JayHind.I hope you will send me all xerox to my email id.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.