ક્યાં છે ? – જયન્ત પાઠક

જાંબુડાના ઝાડ ઉપર લટકતો
લીલો લીલો મારો સૂરજ ક્યાં છે ?

ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં
કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો
ભોળો ભોળો અંધકાર ?

પ્રભાતપંખીનાં પગલાંની લિપિમાં
આળખેલો
ડુંગર ફરતો, ચકરાતો એ ચીલો ક્યાં છે ?

ક્યાં છે મારી પથ્થર વચ્ચે
પાણી લઈને વહેતી
શમણા જેવી નદી ?

વનપરીના નાનકડા ખોબા જેવી તરંગની
આંગળીઓ વચ્ચે
પવન રમાડતી
પેલી મારી તલાવડી ક્યાં છે ?

ક્યાં છે મારું ટેકરીઓનું ગામ,
ગામનું ઘર, ઘરની કોઢ, કોઢમાં
અંધારાની કાળી ગાયને દહોતી મારી બા ?
ક્યાં છે….?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પુસ્તકો – નીલિમા પાલવણકર
ધરતી હિન્દુસ્તાનની – નાથાલાલ દવે Next »   

7 પ્રતિભાવો : ક્યાં છે ? – જયન્ત પાઠક

 1. Raju says:

  બહુ સરસ,
  મને મારુ ગામ યાદ આવી ગયુ.
  મારુ બાળપણ આવી જ રીતે વીતેલુ છે.

 2. Pradipsinh says:

  Sache j. Badhu yad aavi gayu..mare pan ek kali gay hati

 3. વિહંગ વ્યાસ says:

  ખૂબજ સુંદર કાવ્ય

 4. Dipti Trivedi says:

  કવિએ જીવનમાં વણાયેલી બધી વસ્તુમાં સિક્કની બીજી બાજુ સાંકળીને મનોભાવ વ્યક્ત કર્યા છે જે એક અલગ જ પ્રતિતિ ઉભી કરે છે. જેમ કે
  –કબૂતર સૂતા નથી પણ ભોળો અંધકાર એની પાંખ પર સૂતો છે.
  –સવારના સૂરજને (ઝાડમાંથી ચળાઈને આવે માટે) લીલો કહ્યો છે.
  –અને બા ફક્ત કાળી ગાયને જ નહી , અંધારાને દોહે છે ,પછી ધીરે ધીરે પ્રભાત ઊઘડે.

 5. jalpa says:

  વાહ વતન ના ગામ ની યાદ આવી જાય તેવ કાવ્ય……………

 6. sapana says:

  really…very nice……..

 7. Bhargav(GuRu) Patel says:

  ક્યાં છે મારું ટેકરીઓનું ગામ,
  ગામનું ઘર, ઘરની કોઢ, કોઢમાં
  અંધારાની કાળી ગાયને દહોતી મારી બા ?
  ક્યાં છે….?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.