વાનગી વૈવિધ્ય – પૂર્વા મહેતા
[વાનગી ક્ષેત્રે પૂર્વાબેનનું નામ જાણીતું છે. ઈ-ટીવી પરથી પ્રસારિત થતા સુપ્રસિદ્ધ કાર્યક્રમ ‘રસોઈ શૉ’માં તેઓ વાનગી-નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ કુકિંગ કલાસ અને અગ્રગણ્ય હોટલોમાં સલાહકાર તરીકે કાર્ય કરી રહ્યાં છે. તેઓએ ઘણી વાનગી-સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી છે. આજ સુધીમાં તેમણે 600થી પણ વધુ વાનગીઓ રજૂ કરી છે જેમાં ગુજરાતીથી લઈને આંતરરાષ્ટ્રીય વાનગીઓનો સમાવેશ થાય છે. રીડગુજરાતીને આ વાનગીઓ મોકલવા માટે પૂર્વાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428612116 અથવા આ સરનામે harishmehta47@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]
[1] કેળાના લાડુ
સામગ્રી :
કાચા કેળાની મોળી કાતરી : 1 કપ
બૂરૂ ખાંડ : 1/2 કપ
ઘી : 1/4 કપ
ઈલાયચી : 1 ચમચી
જાયફળ : ચપટી.
રીત :
સૌપ્રથમ કાચાકેળાની મોળી વેફર અથવા કાતરીને ઘીમાં તળી લો. હવે તેને મિક્સરમાં વાટી લો. આ રીતે તૈયાર થયેલ કાતરીમાં બૂરૂ ખાંડ, ઘી, ઈલાયચી, જાયફળ ઉમેરીને તેને લાડુનો આકાર આપો. ઉપવાસના દિવસોમાં આ વાનગીનો ઉપયોગ કરી શકાય છે.
[2] કાજુ કતરી
સામગ્રી :
કાજુ : 250 ગ્રામ
ખાંડ : 150 ગ્રામ
ગુલાબનું એસેન્સ : 3 ટીપાં
વરખ
રીત:
સૌપ્રથમ કાજુને વાટી લો. એ પછી તેને બરાબર ચાળી લો. બીજી બાજુ ખાંડમાં ડૂબે એટલું પાણી લો. કાજુકતરી ચાસણી કરીને અથવા માઈક્રોવેવનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. ચાસણી કરીને કાજુકતરી બનાવવી હોય તો 1-1/2 તારની ચાસણી કરવી. માઈક્રોવેવનો ઉપયોગ કરીને બનાવવા માટે ખાંડના પાણીને માઈક્રોવેવમાં મહત્તમ તાપમાન પર દસ મિનિટ માટે મૂકો. એ પછી તેને બહાર કાઢો. હવે તેમાં કાજુનો ભૂકો અને એસેન્સ ઉમેરો. આ રીતે તૈયાર થયેલા મિશ્રણને બે પ્લાસ્ટીક વચ્ચે વણીને કાજુકતરી તૈયાર કરો. છેલ્લે તેની પર વરખ લગાવીને કાપા પાડો. તહેવારો માટે આ એક ઉત્તમ મિઠાઈ છે અને બાળકોને પ્રિય છે.
[3] રૉલકટ ચેવડો
સામગ્રી :
બે પડની રોટલી : 6 નંગ
કાચી શીંગ : 2 ચમચા
કાજુ : 1 ચમચા
દ્રાક્ષ : 1 ચમચા
દાળીયા : 2 ચમચા
બૂરૂ : 2 ચમચા
મીઠું : 1 ચમચી
લીલામરચાં : 4 નંગ
લીમડો : 20 પાન
ચાટ મસાલો : 1 ચમચી
પ્રેપીક (મરચાંની ભૂકી) : 1 ચમચી
ચોખાનો લોટ (પેસ્ટ માટે) : 1/4 કપ
રીત :
સૌપ્રથમ બે પડની રોટલી તૈયાર કરો. બીજી બાજુ ચોખાના લોટમાં પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ રીતે તૈયાર કરેલી પેસ્ટને રોટલી વચ્ચે લગાવી ને રોટલીના રોલ બનાવો. આ રોલને નાના ટૂકડાઓમાં કાપી લો. એ પછી શીંગ, કાજુ, દ્રાક્ષ, દાળીયા, લીમડો અને લીલામરચાંને થોડું તેલ મૂકીને તળી લો. એ પછી રોટલીના ટુકડાઓમાં આ તમામ વસ્તુ ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. હવે તેની પર બૂરૂ, મીઠું, મરચાંની ભૂકી અને ચાટમસાલો નાંખીને પીરસો.
[4] શાહીસેફરોની
સામગ્રી :
કન્ડેન્સ દૂધ : 1/2 કપ
બાંધેલું મોળું દહીં : 1/2 કપ
પનીર છીણેલું : 1/2 કપ
કેસર : ચપટી
વરખ : 2 નંગ
બદામ-પિસ્તા કતરણ : 2 ચમચી
રીત:
સૌપ્રથમ કન્ડેન્સ દૂધ, બાંધેલું મોળું દહીં, પનીર અને કેસરને મિશ્ર કરીને ઈડલીના વાસણમાં ભરીને વરાળથી દશ મિનિટ માટે બાફો. આ રીતે તૈયાર થયેલ મિશ્રણ પર બદામપિસ્તાની કતરણ ભભરાવો તેમજ વરખ લગાડો અને ઉપયોગમાં લો.
[5] સ્ટોબેરી ડ્યુ
સામગ્રી :
દૂધપાવડર : 1/2 વાટકી
પનીર : 1/4 વાટકી
બૂરૂ : 1 ચમચી
સ્ટોબેરીસીરપ : 1 ચમચો
રીત :
સૌપ્રથમ દૂધપાવડર, બૂરૂ અને પનીરને મિક્સ કરો અને તેનો લોટ બાંધો. ત્યાર બાદ તેના ગોળા વાળી લો. હવે સ્ટોબેરીસીરપ ને ગરમ કરીને તેમાં દૂધપાવડર ઉમેરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. ઉપરોક્ત તૈયાર કરેલા ગોળામાં વચ્ચે કાણું પાડીને આ મિશ્રણ ભરો અને ઉપયોગમાં લો.
Print This Article
·
Save this article As PDF
મો માં પાણી આવી ગયું
ખુબજ સરસ રેસિપિ ચે કૈઇક નવુ જાનવા મલિયુ
ખુબ જ સરસ
હા હો સાવ સાચી વાત,મોઢામાં પાણી આવી ગ્યા.
સ્વીટ ભાખર વડીઃ
સામગ્રીઃ
૨૫૦ ગ્રામ કાજુ
કેસર
ઈલાયચી
સુકા કોપરાનુ ખમણ ૧૫૦ ગ્રામ
દળૅલી સાકર
ચોકલેટ પાવડર
થોડા બદામ-પિસ્તા અને અખરોટ નિ કાતરી
પ્રમાણસર દુધ.
રીતઃ
કાજુ નો પાવડર કરી ને તેમા કેસર થોડા દુધ મા ઘોળી ને થોડી કડ કણક બાંધી લો.
સુકા કોપરા ના ખમણ મા દળેલી સાકર, ચોકલેટ નો પાવડર અને સુકામેવાનો ભુખો ભેળવી દો.
કાજુ ની કણક નો મોટો રોટલો વણી દો. તેની ઉપર સુકા કોપરાનુ તૈયાર મિશ્રણ પાથરી દો અને તેને ગોળ રોલ વાળિ દો અને તેના લુવાની જેમ કાપી દો.
આમ સ્વીટ ભાખરવડી તૈયાર.
તૈયાર ભાકરવડિ ને ડેકોરેટ પણ કરી શકાય છે.
કાપેલી ભાખરવડી પર બજાર મા મળતી તૈયા ચેરી વચ્ચે થી કાપી ને મુકી સકાય છે. વરખ ખાતા હોવ તો રોલની ફરતે વરખ લગાડિ પછી કાપવી.
બેન, મોંમાં પાણી લાવી ધીધું…..બનાવી રાખો, કાલે ઘેર આવ છું.
જગતભાઈ,
ભાવભીનુ આમંત્રણ….. પણ કાલે રક્ષા બંધન છે, પસલિ લાવવાનુ ભુલતા નહિ.
રે…
સ્ટ્રોબેરી ડ્યુ પહેલાં ક્યાંય નથી વાંચી અને સરળ પણ છે. પણ રોલકટ ચેવડામાં કંઈક ખૂટે છે.—-બીજી બાજુ ચોખાના લોટમાં પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ રીતે તૈયાર કરેલી પેસ્ટને રોટલી વચ્ચે લગાવી ને રોટલીના રોલ બનાવો. આ રોલને નાના ટૂકડાઓમાં કાપી લો—–આ પેસ્ટને લીધે રોલ ચાવવામા કાચા લાગી શકે.
In India- sweet festival (chaturmas) has started already – put on some weight and then when new year comes- think about weight loss as new year resolution- this goes on for years.. LOL! above recopies looks/sounds good but not very tempting to me..
હેતલબહેન,
ભારત મા રહેનાર માટે કાયમ નુ મહેણુ છે કે તેઓ પોતાના શરિર નુ ધ્યાન નથી રાખતા, પણ હવે અહીં પણ લોકો હેલ્થ કોનસિયસ છે. તમે જો ઓબેસીટી નિ વાત કરતા હોવ તો અમેરિકા મા મે જેટલા ઓબેસ્ડ લોકો જોયા એટલા તો મે ભારત મા ક્યાય નથી જોયા. દુર રહી ફક્ત આપણ ને આપણી ખામી ઓ જ દેખાય છે એ કદાચ આપણા ભારતિય સ્વભાવ માજ છે માટે આપણૅ આપણી સારી બાજુ જોઈ જ નથી શકતા અને આપણને કાયમ પારકો લાડુ જ સારો લાગે છે. મારી અમેરિકા ની મુલાકાત દરમ્યાન મે માર્ક કર્યુ કે ત્યાં ના લોકો (આપના NRI પણ તેમા સામીલ) આપણા કરતા કાંઈ ઓછી મિઠાઈ નથી ખાતા ફરક એટલો છે કે આપણે ધી વાળી અને દેશી મિઠાઈઓ ખાઈ એ છીએ જ્યારે ત્યાં ના લોકો પેસ્ટી, ડોનટ અને ચોકલેટ જેવી કેલરી થી ભરપુર વસ્તુ ઓ ૧૨ મહિના ખાય છે જ્યારે અમે બાપડા ફ્ક્ત તહેવારો માજ ખાઈ એ છીએ.
The grass is always greener on the other side.
ખુબજ સરસ ઘ્રરે બનવિસ્.
very good