રૂપાની ઝાંઝરી – નિશિતા સાપરા

[‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા : 2010’માં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલી આ કૃતિના યુવાસર્જક શ્રીમતી નિશિતાબેન MCA કર્યા બાદ ‘સોફટવેર ડિઝાઈન અને ડેવલપમેન્ટ’ ક્ષેત્રે અમેરિકાની એક કંપનીમાં કાર્યરત છે. વાંચન તેમનો મુખ્ય શોખ છે. પ્રસ્તુત વાર્તા તેમની પ્રથમ કૃતિ છે. નિશિતાબેનને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +001 503 367 3251 અથવા આ સરનામે nishi.dalwadi@gmail.com સંપર્ક કરી શકો છો.]

સવારથી જેઠા પટેલની ડેલીએ દોડધામ મચી ગઈ હતી. પટેલ, પટલાણી, વનરાજ, ભીખલો અને જીવલી….બધાંય રૂપા વહુની ઝાંઝરી શોધવામાં લાગી ગયા હતા. ત્રણ માળની ડેલીનો ખૂણો ખાંચરો શોધી વળવા છતાંય વહુની એક પગની ઝાંઝરી જડતી નહોતી.
‘કોઈની નજર લાગી હશે. મૂઈ ઝાંઝરીએ તો આખા ગામને ઘેલું લગાડેલું. કાલે વળી કરસનભાઈના દીકરા મોહનના વરઘોડામાં….’ મંગળા પટલાણી જીવી સામું જોઈને બોલતાં બોલતાં અટકી ગયા.
‘કાલે તો રૂપા વહુએ તે ઝાંઝરી પહેરીને શું ગરબા રમ્યા છે કે આખું ગામ જોતું રહી ગયેલું…’ જીવલીએ ટાપશી પૂરાવી.
‘ઘરે આવી ત્યાં સુધી તો ઝાંઝરી પગમાં જ હતી. થાકીને એવી લોથપોથ થઈ ગયેલી કે ક્યારે આંખ મળી ગઈ તે ખબર જ ના પડી. સવારે જોયું તો એક પગની ઝાંઝરી ના મળે.’ રૂપા વહુએ લક્ષ્મી ભાભીને મેડા પર આવતાં જોઈને કહ્યું.
‘તોરલને નિશાળ માટે બહાર મુકવા ગઈ ત્યારે વરંડો આખો જોઈ વળી. સવારથી આખું રસોડું જોઈ લીધું. ક્યાંય તારી ઝાંઝરી ના મળી, ભૈસાબ !’ લક્ષ્મી દાદર ચઢતાં બોલી.
‘બા, કોઈ ધાપ તો નહિ મારી ગયું હોય ને ?’ ભીખલાએ આમતેમ શોધતાં કહ્યું.
‘ઘરમાંથી કોણ લઈ જવાનું હતું ? બોલ બોલ કર મા !’ બાએ છણકો કર્યો.

રૂપાનું ધ્યાન ભીખલા અને જીવલીમાં હતું. ક્યાંક એ બેમાંથી તો કોઈ ?…. પણ…ના, ના… વનરાજે કહેલું કે ભીખલો અને જીવલી ઘરના જ માણસો છે. તેઓ ઘરના સુખ-દુઃખમાં બધાની પડખે જ રહ્યા છે. ભીખલાએ તો બાપુજી માટે બંદુકની ગોળી પણ ઝીલી છે. રૂપા ઓરડામાં ગઈ. વનરાજ અને રૂપાની ગુસપુસનો અવાજ લક્ષ્મીએ સાંભળ્યો. થોડીવારે વનરાજ બહાર આવ્યો.
‘ભાભી, હું ખેતરે જાઉં છું.’ વનરાજે મેડી ઉતરતા લક્ષ્મીને કહ્યું.
‘લ્યો, મારી દેરાણીને હિજરાતી મૂકીને ક્યાં ચાલ્યાં ? ઝાંઝરી શોધી આપો…..’ લક્ષ્મીએ મહેણું માર્યું.
‘ખેડાયેલા ખેતર બીજની વાટ જુએ છે, ભાભી.’
‘દેરાણીનો અડવો પગેય ઝાંઝરીની વાટ જુએ છે દિયરજી…’
‘વાવણી તાકડે થશે તો કેટલાંય માણસોની ભૂખ ભાંગશે.’
‘ઝાંઝરી મળશે તો મારી દેરાણીના હૈયે ટાઢક વળશે.’
‘પટેલ છું ભાભી, લોકોના દાણાનો વિચાર પહેલો કરીશ….’
‘અને દેરાણીના મનનો ?’
‘એને તો આવી બીજી બે ઝાંઝરી ઘડાવી દઈશ….’
‘ઓહોહો, સો ટચના પટેલ તમે તો દિયરજી… પણ મારી દેરાણીનો જીવ તો એ જ ઝાંઝરીમાં છે…’ લક્ષ્મીએ મોઢું મલકાવીને રૂપા સામું જોયું, ‘એને પૂછો કે એનો જીવ ઝાંઝરીમાં છે કે તમારામાં….?’ રૂપા આ સાંભળીને શરમાઈને ઓરડામાં ચાલી ગઈ.

જેઠા પટેલને હવે ચાની તલપ લાગી હતી.
હિંચકે બેસીને ખોંખારો ખાતા તેમણે કહ્યું, ‘લક્ષ્મી વહુ, ચા મૂકજો.’ લક્ષ્મીને તો ભાવતું હતું ને વૈદે કહ્યું. તેને હાશ થઈ કે હવે ઝાંઝરી શોધવી નહીં પડે. તે મનમાં હરખાતી રસોડામાં આવી અને ચૂલા પર ચાનું તપેલું ચડાવ્યું. દૂધ-પાણી રેડીને એ રૂપાની ઝાંઝરી વિશે વિચારવા લાગી. જોતા જ આંખ ઠરે એવી સુંદર ઝાંઝરી. ચાંદીના સુંદર નકશીકામમાં જડેલા મીના અને તેની નીચે સાચા મોતીની કોર. કડીએ પરોવેલી પાંચ પાંઘ ઘૂઘરીનો છમ છમ મીઠો રણકાર ! રૂપાની દાદીએ આણામાં એને તે ઝાંઝરી આપેલી. કહેવાય છે કે રૂપાની દાદીને એક જમાનામાં રાણીબા સાથે ઘરોબો હતો. રાણીબાએ આ ઝાંઝરી દાદીને ભેટમાં આપેલી. લક્ષ્મીએ પોતે તો શું આખા ગામમાં કોઈએ આવી ઝાંઝરી જોઈ નહોતી. કોઈ મહાન કારીગરનો નમૂનો જોઈ લો જાણે !

રૂપાને પરણીને આવ્યે હજુ પંદર દિવસ થયા હતા. રૂપાએ ઘરમાં પગ મૂક્યો ત્યારથી તે અને તેની ઝાંઝરીની સિવાય બીજી કોઈ વાત લોકોના મોઢે નહોતી. સગાવહાલાં, અડોશી-પડોશી અને ગામના લોકો બધાય નવી વહુ અને નવી ઝાંઝરી જોવા આવતાં. ઝાંઝરી જોઈને જાણે ભગવાન ભોળાનાથના દર્શન થયા હોય એમ ધન્ય ધન્ય થઈ જતા. આ બધું જોઈને લક્ષ્મીનું હૈયું ભડભડ બળતું હતું. એટલે જ તો આજે ઝાંઝરી ખોવાઈ ત્યારથી તેનો હરખ સમાતો નહોતો. રૂપાને પહેલીવાર જોઈ ત્યારથી જ લક્ષ્મીની મોટી કાળી આંખોમાં અદેખાઈ ડોકાવા લાગી હતી. લક્ષ્મી તો દિયર વનરાજનું વેવિશાળ પોતાની મોટીબહેનની જેઠાણીની પુષ્પા સાથે કરવા માંગતી હતી. પુષ્પા એની આંખ આગળ જ મોટી થયેલી. એ હતી પણ ભોળી અને પોતાના કહ્યામાં રહે તેવી છોકરી.

ચાના તપેલામાં સાકરનો ગાંગડો નાંખતાં લક્ષ્મીને થયું કે પોતાના નસીબમાં આ રૂપલી જ દેરાણી તરીકે લખાઈ હશે. ગઈસાલ આઠમના મેળામાં વનરાજની આંખ રૂપા સાથે મળી ગઈ અને રૂપાના રૂપ પર તે મોહી પડ્યો. પોતે રૂપા સાથે જ સંસાર માંડશે એવું પ્રણ લઈને વનરાજ બેઠો. લક્ષ્મીને તો આ દિયર પણ પોતાની દીકરી તોરલ જેટલો જ વહાલો હતો. પરણીને આવી ત્યારે વનરાજ છ વરસનો હતો. છેલ્લા પંદર વરસથી એણે વનરાજને પોતાના પેટના જણ્યાની જેમ મોટો કર્યો હતો. છેવટે તેની ખુશી માટે તેણે બા-બાપુજીના કાને રૂપાની વાત નાખી. રૂપાનું કુટુંબ જાણીતું નીકળ્યું અને વેવિશાળ થઈ ગયા.

આદુ નાખીને ચાના તપેલામાં ચમચો ફેરવતાં લક્ષ્મીનું મન પંદર વરસ પાછળ દોડી ગયું. તેને એ દિવસ યાદ આવી ગયો જ્યારે તે પહેલીવાર આ ડેલીમાં વહુ બનીને આવી હતી. અહા, શું એનું રૂપ હતું ! હજુય જોકે પોતે એટલી જ રૂપાળી લાગે છે. અરજણ તો એના રૂપ પાછળ ઘેલો હતો. ધીમે ધીમે પોતે આ ઘરમાં ભળી ગઈ હતી. પોતે પંદર પંદર વરસથી આ ઘરની મોટી વહુ છે, સૌને સાચવ્યાં છે, સંભાળ્યા છે…. અરજણ હતો ત્યારે પણ અને તે પછી પણ. સુખદુઃખમાં એ બધાયની પડખે ઊભી રહી છે. આ ડેલી અને રસોડું એનું સામ્રાજ્ય છે. તે અહીંની રાણી છે. રૂપા જાણે એનું સામ્રાજ્ય ઝૂંટવી લેવા આવી હોય તેમ લાગે છે. મનમાં અદેખાઈ ઘર કરી ગઈ છે. એના પંદર વરસ જાણે રૂપાએ પંદર દિવસમાં ઝૂંટવી લીધા હોય એમ લાગે છે…. ચા ગાળતાં ગાળતાં લક્ષ્મી મનોમન બબડવા લાગી કે રૂપલીમાં પણ કંઈ કહેવાપણું નથી. છે રૂપનો કટકો. ઉપરથી ખાનદાન કુટુંબ અને દસ ચોપડીનું ભણતર. અધૂરામાં પૂરું બે દિવસ પહેલા એણે રીંગણનો મજેદાર ઓળો બનાવીને બધાયના મન જીતી લીધાં. કાલે રાતે મોહનભાઈના વરઘોડામાં તો એણે રંગ જમાવી દીધો. જ્યારથી આવી છે ત્યારથી સૌની જીભે બસ રૂપા વહુનું નામ ચઢી ગયું છે. હવે પોતાનાથી સહેવાતું નથી. રૂપા અને રૂપાની ઝાંઝરી વિશે સાંભળીને એ કંટાળી ગઈ હતી. એને મનમાં ગુસ્સો આવી જતો હતો.

લક્ષ્મી ચા આપવા મેડીએ ગઈ ત્યારે બા-બાપુજી રૂપાને સાંત્વના આપતા હતા. રૂપાનું પડી ગયેલું મોં જોઈને લક્ષ્મીને છૂપો આનંદ થયો. કંઈ પૂછ્યા-કર્યા વગર એ નીચે રસોડામાં આવી અને બપોરની રસોઈ તૈયાર કરવા માંડી. વનરાજ અને બીજા ચાર ખેતમજૂરો માટે ભાથું મોકલવાનું હતું. તેની પાછળ રૂપા પણ આવી.
‘ભાભી, લાવો આજે હું રોટલા ટીપી દઉં…’
‘ના, વનરાજભાઈ ખીજાશે. કહેશે કે મારી વહુને હજુ તો પંદર દહાડા માંડ થયા છે ને કામે વળગાડી દીધી ?’ લક્ષ્મીએ હસીને રૂપાને કહ્યું.
‘પરંતુ કંઈક કરીશ તો મન બીજે પરોવાશે. નહીં તો ઝાંઝરીના જ વિચાર આવ્યા કરશે, ભાભી !’
‘કંઈ કરવાની જરૂર નથી. ઝાંઝરી તો ઘરમાં જ ખોવાઈ છે એટલે મળી જશે. તું ફરી એક વાર શોધ, જા.’ લક્ષ્મીને રૂપાનું કરમાયેલું મોઢું ગમ્યું. એ મનમાં ખુશ થઈ. રૂપા મેડીએ ગઈ. લક્ષ્મીએ રસોઈ બનાવવા માંડી. બા ભીખલા અને જીવલી સાથે ઝાંઝરી શોધવામાં હતા. જેઠા પટેલ હિંચકે ઝૂલતાં હતા. રૂપાએ ફરી પોતાનો ઓરડો ફેંદી જોયો.

આ તરફ લક્ષ્મીએ દાળ-ચોખા ઓર્યા. કૂબીની કઢી બનાવીને રોટલા ટીપવા બેઠી. સૂરજ માથે આવ્યો. લક્ષ્મીએ બા-બાપુજીની થાળી કાઢી. બા-બાપુજીએ જમીને હાથ ધોયા પછી લક્ષ્મીએ રૂપાને બૂમ પાડી. ભીખલા અને જીવલીની થાળી જુદી કાઢીને બંને દેરાણી-જેઠાણી જમવા બેઠાં.
‘ભાભી, કૂબીની કઢી તો તમારી જ.’ રૂપાએ વાટકી મોંઢે માંડતાં કહ્યું.
લક્ષ્મી રૂપાને એકીટસે જોઈ રહી. ગડીબંધ લાલ સાડલામાં એનું રૂપ છલકતું હતું. તેને રૂપા આજે સારી લાગી. પરંતુ મનમાં થયું કે હાય, મૂઈ રૂપાની સારપ જ તો એની અદેખાઈનું કારણ હતી. લક્ષ્મીને પોતે પોતાનું બદલાયેલું રૂપ સમજવું અઘરું લાગ્યું. આ પંદર દહાડામાં તો એ પોતે આખેઆખી બદલાઈ ગઈ હતી. એ પહેલાની લક્ષ્મીને શોધી રહી.
‘હા… એ કઢી તો મારી જ અને મારી જ રહેશે…’ રૂપાને ભાભીના વેણમાં કશુંક અજૂગતું લાગ્યું. દેરાણી-જેઠાણી બોલ્યાં-ચાલ્યાં વગર જમી રહ્યાં.

રસોડું આટોપવા લક્ષ્મીએ જીવલીને બોલાવી. રૂપા અને જીવલી રસોડું સાફ કરવા લાગ્યાં. લક્ષ્મીએ ભાથું બાંધ્યું અને ભીખલાને સાદ કર્યો. ભીખલાએ ભાથું ઉપાડ્યું. લક્ષ્મીએ ડેલીની બહારના પગથિયે પગ મૂક્યો કે તરત સામેથી બાજુવાળા ચંપાકાકી અને એમની વહુ દેખાયાં.
‘લક્ષ્મી વહુ, રૂપાની ઝાંઝરી જડી કે નહીં ? મૂઈ, કોઈની નજર લાગી ગઈ કે શું ? કેવી સરસ ઝાંઝરી હતી, નહીં ?’ ચંપાકાકીએ અંદર આવતા પૂછ્યું.
‘કાકી, હજુ નથી મળી. બા, રૂપા અને જીવલી હજુય શોધે છે. મારે ખેતરે જવાનું મોડું થાય છે….’ લક્ષ્મીએ ખેતર ભણી પગ ઉપાડ્યો. ચાલતાં ચાલતાં મનમાં વિચાર્યું કે લ્યો, આ તો ફળિયાવાળાય આવી ગયા. ખેતરેથી પાછી આવીશ ત્યાં સુધીમાં તો આખું ગામ ભેગું થઈ ગયું હશે. લક્ષ્મી ગુસ્સામાં ભીખલા જોડે ચાલવા લાગી.

બપોરની ચાનો વખત થઈ ગયો. લક્ષ્મી ખેતરેથી આવી રહી હતી. રોજની જેમ તાજા શાકભાજી વાડીએથી તોડી લાવી હતી. ડેલીમાં પગ મૂકતાં જ એને હૈયે ફાળ પડી કે આટલી બધી શાંતિ કેમ છે ? અહીં તો ટાંકણી પડે તોય સંભળાય એવી શાંતિ છે. ઝાંઝરી મળી ગઈ કે શું ? લક્ષ્મી રઘવાતી અંદર આવી. સામે જ બા મળ્યાં. એ કંઈ પૂછે એ પહેલાં બા બોલ્યાં : ‘વહુ, રૂપાની ઝાંઝરી મળી ગઈ.’
લક્ષ્મીએ તરત જ પૂછ્યું : ‘ક્યાંથી ?’
‘રૂપા બપોરે ઓરડામાં સૂવા ગઈ ત્યારે ગાદલામાં કંઈક ખૂંચ્યું. જોયું તો ઝાંઝરી છેક અંદર ભરાઈ ગઈ હતી ! પેલા મહારાજના આશીર્વાદ ફળ્યા.’
‘કયા મહરાજ ?’
‘બપોરે ગિરનારથી કોઈ સિદ્ધ પુરુષ આવેલા. તમે તો ખેતરે ગયેલા અને રસોડામાં સીધુ અપાય એટલા ચોખા નહોતા. મેં રૂપાને કોઠારમાંથી ચોખા લાવવાનું કહ્યું. ચોખા આપતી વખતે રૂપાનું ઊતરેલું મોઢું જોઈને મહારાજે પૂછ્યું કે શું વાત છે ? તો મેં મહારાજને સઘળી વાત કહી. મહારાજે આશીર્વાદ આપ્યા ને કહ્યું કે આજે ઝાંઝરી મળી જશે.’ લક્ષ્મી વાત પામી ગઈ.

લક્ષ્મી ઝટ પોતાના ઓરડામાં આવી. તેનું મન વ્યાકુળ હતું. ગઈરાતે મેડીના દાદર પરથી રૂપાની ઝાંઝરી એને મળેલી. એ પંદર દિવસથી ચારેબાજુ ‘રૂપાની ઝાંઝરી….. રૂપાની ઝાંઝરી….’ સાંભળીને કંટાળી ગઈ હતી. તેથી એની અંદરની અદેખી સ્ત્રી જાગી ગઈ. એ ઘડી ન જાણે એને શું સૂઝ્યું કે એ ફટ કરતી કોઠારમાં ગઈ અને ચોખાના પીપડામાં ઝાંઝરી સંતાડી દીધી. તેને ખબર નહોતી કે એ પછી તે શું કરશે પરંતુ એ વખતે એના હૈયાએ ટાઢક અનુભવેલી. કોઠારમાં એના સિવાય કોઈ નહોતું જતું. પરંતુ હવે તો રૂપા આવી ગઈ હતી ને ! વળી, મહારાજને પણ આજે જ આવવાનું થયું ! લક્ષ્મી વિચારી રહી હતી ત્યાં તો રૂપા સામે આવીને ઊભી રહી.

‘ભાભી, લ્યો આ……’ રૂપા બંને ઝાંઝરી હાથમાં લઈને ઊભી હતી.
‘પણ… આ…….’ લક્ષ્મીને ખબર નહોતી પડતી કે શું બોલવું.
‘જેમ એકને ઠેકાણે મૂકી હતી એમ હવે બંનેને મૂકી દો.’ રૂપાની આંખોમાં પ્રશ્નો હતાં.
‘રૂપા, તેં કોઈને કહ્યું કેમ નહિ કે આ ઝાંઝરી તને કોઠારમાંથી મળી ?’
‘ભાભી, તમે કેમ ના કહ્યું કે ઝાંઝરી તમારી પાસે હતી ? તમે કહ્યું હોત તો હું સામેથી આપી દેત….’
‘ના, મને ઝાંઝરીનો મોહ નહોતો.’ લક્ષ્મી નીચી નજરે બોલી, ‘છેલ્લા પંદર દહાડાથી ‘રૂપાની ઝાંઝરી…. રૂપાની ઝાંઝરી….’ સાંભળીને હું અકળાઈ ગયેલી. મારા પંદર વર્ષો તેં જાણે પંદર દિવસમાં ઝૂંટવી લીધા હોય એમ લાગતું હતું. હું તને આ ઘરમાં સ્વીકારી નહોતી શકતી. કાલે રાતે તારી ઝાંઝરી મેડીના દાદર પર પડેલી જોઈ. મૂઈ અસ્ત્રીનો અવતાર… અદેખાઈ જન્મતાં જ મળેલી એટલે….’ લક્ષ્મી એક શ્વાસે ગુસ્સાથી બોલતી હતી. લક્ષ્મીએ આંખોમાં આંસુ સાથે રૂપા સામે જોયું. રૂપા એને જોઈ રહી. લક્ષ્મી આગળ બોલી, ‘સવારે તારું પડી ગયેલું મોઢું મને ગમ્યું. મને મઝા આવવા માંડેલી. હું આગળ શું કરીશ એ નહોતું વિચાર્યું. બસ, આ રમતમાં મઝા આવતી હતી…’ લક્ષ્મી રડી પડી.
રડતાં રડતાં લક્ષ્મીએ પૂછ્યું, ‘પણ તેં કોઈને કેમ ના કહ્યું ?’
‘ભાભી, વનરાજે મને એક વાત કહેલી. અરજણભાઈએ બહારવટીયાની તલવારનો ઘા ખાઈને વનરાજનો જીવ બચાવેલો. તમે અરજણભાઈની લાશ જોઈને પડી ભાંગવાને બદલે વનરાજને જીવતો જોઈને ખુશ થયેલા. ભાભી તમે પોતાનો ખજાનો બીજા માટે લૂંટાવી જાણનારા, એક ઝાંઝરીમાં શું કામ જીવ રાખો ? આપનું સત્ય તો હું સમજી ગઈ, પણ એ બીજાને સમજાવવું અઘરું હતું….’ લક્ષ્મી રૂપાની સમજદારીને સમજી રહી.
‘લ્યો ભાભી, આ રૂપાની ઝાંઝરી… હવે એ તોરલની…’ રૂપાએ લક્ષ્મીના હાથમાં ઝાંઝરી મૂકી.
‘પણ આ તો તારી જણસ…..’
‘મારી જણસ ? મારી જણસ તો છે વનરાજ કે જેને તમે અને અરજણભાઈએ મારા માટે સાચવેલ. આજથી આ તોરલની ઝાંઝરી. મારા બાપુએ કહ્યું હતું કે સંઘરેલું સડશે અને આપેલું બેવડાશે. ભાભી તમને મારા સમ છે. એ તોરલ માટે જ રાખો. તમારા દિયરજી સવારે મને બીજી બે ઝાંઝરી અપાવવાનું વચન આપીને ગયા છે.’ રૂપા શરમાતી અને મલકાતી ચાલી ગઈ.

લક્ષ્મીના મન પરથી વાદળ હટી ગયા. અરે, આ છોકરી તો જતાં જતાં જીવનનો મર્મ મને સમજાવતી ગઈ. સાચું જ તો કહ્યું છે કે સંઘરેલું સડશે. આ ઘર, આ રસોડું બધું જ હું સંઘરીને બેઠી હતી. આટલા વરસો પોતાની રીતે ઘરને ગોઠવ્યું. રસોડાને પોતાની રસોઈથી મહેકતું રાખ્યું. હવે રૂપાનો વારો. રૂપા ઘરને ગોઠવશે અને રસોડાને મહેકાવશે. એની પોતાની રીતે અને નવી રીતે. ઘરનું સુખ તો જ બમણું થશે. બાએ પણ એક દિવસ આ રીતે પોતાને બધું સોંપ્યું હતું ને ! ક્યારેય કોઈ રોકટોક કરી નહોતી. આ ઘરને પોતાનું એ બાને લીધે તો બનાવી શકી. કદાચ એટલે જ એણે બાને ક્યારેય સાસુ નહોતા સમજ્યાં. પોતાના સગા બા જ જાણેલાં.

સ્ત્રીનું સુખ સ્ત્રીના હાથમાં જ છે એ વાત હવે લક્ષ્મી સમજી ગઈ હતી. તેણે ચાવીનો ઝૂડો હાથમાં લીધો અને રૂપાના ઓરડા તરફ ચાલવા માંડી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાનગી વૈવિધ્ય – પૂર્વા મહેતા
વાર્તા-સ્પર્ધા : 2010 પરિણામ – તંત્રી Next »   

78 પ્રતિભાવો : રૂપાની ઝાંઝરી – નિશિતા સાપરા

 1. nayan panchal says:

  નિશિતાબેન, તમને આટલી સુંદર વાર્તા લખવા બદલ ખૂબ આભાર.

  તમે વાર્તામાં માનવસહજની નબળાઈઓને ખૂબ સારી રીતે વણી લીધી છે. અને તે નબળાઈઓને જીતી લેવાનો રસ્તો પણ બતાવી જ દીધો છે.

  ખૂબ આભાર.
  નયન

 2. sima shah says:

  નિશિતાબેન, આટલી સુંદર વાર્તા આપવા બદલ ખૂબ-ખૂબ આભાર અને વાર્તા-સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વીજયી નીવડવા બદલ ખરા હ્રદયથી અભીનંદન.

 3. નિશિતાબેન
  મારા હાર્દિક અભિનંદન.
  ગામઠી ભાષા અને ગામડામાં રહેતા લોક માનસ ને સરસ રીતે વર્ણવ્યું છે
  સરળ અને ક્લિન વાર્તા .
  ખૂબ ગમી.
  પ્રથમ વિજેતા ને અનુરૂપ વાર્તા.
  અભિનંદન …
  કીર્તિદા

 4. અદ્ભૂત વર્ણન.

  લઢણ લહેકો અદ્દ્લ ગામડાનો…એટલે જ વાર્તા આટલી જીવંત લાગિ

 5. sujata says:

  Very nice story !! You have a very good grip over language and expressing the thought process. Congratulations.

 6. Paresh says:

  ખૂબ જ સરસ વાર્તા.
  નિશિતાબહેન અભિનંદન.

 7. સંકેત says:

  ખુબ સારી વાર્તા. વર્ણન અને લઢણ ઉત્તમ. સ્ત્રીમન ની નબળાઈઓનો સ્પષ્ટ ચિતાર. પ્રથમ કૃતિ હોવા છતાં તમારા લખાણમાં પરિપક્વતા દેખાય જ છે. પ્રથમ પુરસ્કાર માટે અભિનંદન.

 8. Vipul Chauhan says:

  Congratulations ! Nishitaben,

  Really an interesting story ! At one time I felt that, it could be a true story. It’s very difficult to understand one’s mind and to act upon it.

  Keep it up !!!

  Vipul Chauhan

 9. BCShah says:

  નિષિતાબેન,

  વાંચ તી વખત જાણે ઍવુ લાગતુ હતુ કે આપડે પોતે જે લક્ષ્મી છે અને કેટલીય રૂપા ની અન્યાય કર્યો છે…

  બહુ જે સરસ છે વાર્તા

 10. Margesh says:

  Beautiful!! Excellent written Story..Congratulations for First Prize

 11. Rajesh Joshi says:

  નિશિતાબેન, આપે ગામઠી ભાષામાં માનવ-મન માં ઉઠતા ભાવને આબાદ રીતે શબ્દસ્થ કર્યા.

  ‘સંઘરેલું સડશે અને આપેલું બેવડાશે’ ખૂબ જ ઉમદા સંદેશ.

  પ્રથમ પુરસ્કાર માટે અભિનંદન.

 12. AKTA says:

  nishitaben,

  Story is very good it really touched my heart. You have very well expressed the nature of woman.

  akta

 13. અશોક જાની 'આનંદ' says:

  નિશિતાબેન,

  સ્ત્રીસહજ નબળાઇ અને તેને જીતી શકે એવી સહજતા તમે સાવ સરળતાથી વર્ણવી છે, એ તમારી કલમની કમાલ છે, વાર્તા સ્પર્ધાના પ્રથમ ક્રમાંકના તમે સાચે જ અધિકારી છો, અભિનંદન સ્વીકારશો…

 14. khushru says:

  Nice very nice. If we show goodness then opposite person is bound to react in a good way. This is shown very nicely and subtly.

 15. kirit madlani says:

  very beautifully written. i am surprised that with yr educationl back ground and yr current stay in US, in spite of that you have wonderful insight in the rural life and the words they use. I am amazed by your command.
  it is written in a very sinple but effective way.

  it deserved the first prize.

 16. trupti says:

  નિશિતાબહેન,

  પ્રથમ પારિતોષ મેળવવા બદલ આભાર.

  જો દરેક સ્ત્રી રૂપા જેવો સ્વભાવ રાખે તો દુનિયા મા કોઈ દિવસ ડોમેસ્ટીક ઝગડા જ નહીં રહે. દરેક સ્ત્રીએ સમજવા અને અમલ મા મુકવા જેવિ વાત છે. ધારો કે રૂપા એ લક્ષ્મીમી નિ અસિલીયત ઘરનાની સામે ઉઘાડી પાડિ દીધી હોત તો? ઘર મા રામાયણ મહાભારત થયા વગર ન રહેતે. કદાચ રૂપા જ દોષ નુ નિશાન બની હોત, કારણ લક્ષ્મી તો વરસો થી કુટૂંબ મા રહેતી હોવા ને કારણ અને ઘર માટે બલિદાનો આપવાને લીધે તેનો દોષ ઢંકાઈ જતે અને નવી આવેલી રૂપા બિચારી વગર વાંકે ઘર મ અળખામણી દ્થઈ જતે અને તેનો સંસાર રોળાય જતે.
  આપણે ઘણીવાર રુઢી પ્રયોગ નો ઉપયોગ કરીએ છીએ કે, ન બોલ્યા મા નવ ગુણ’ તેનો સરસ દાખલો નિશિતા બહેને આ કથા મારફત આપ્યો છે.

 17. Pinky says:

  Congratulations Nishitaben.
  It is indeed a deserving story.

 18. PAYAL SONI says:

  Nishita ben Congratulations for getting first prize, The Storry is excelant. The role of Rupa is very poewrful.

 19. Amit Trivedi says:

  Very Very Nice story , i am also a MCA and software professional but tell you one thing you have save our culture and sweetness of gujarati in your word.

  Congratulation and wish you best of luck for the future.

 20. gopal says:

  ધન્યવાદ,ખૂબ ખૂબ આગળ વધોએવા આશીર્વાદ

 21. Deval Nakshiwala says:

  ખરેખર ખુબ જ સુંદર વાર્તા છે. આ કૃતિ વાર્તા-સ્પર્ધામાં પ્રથમ નંબરે આવવા લાયક જ છે. શ્રી
  નિશિતાબેન સાપરાને ખુબ ખુબ અભિનંદન.

 22. maitri vayeda says:

  ખુબ સુંદર વાર્તા… અભિનંદન નિશિતાબેન …

 23. Dhruti says:

  અભિનંદન…ખુબ જ સહજ રીતે ગણી બધી સમજણ આપતી સરસ વાર્તા.

 24. nilam doshi says:

  અભિનંદન નિશીતબહેન..ખૂબ સુન્દર રજૂઆત…
  છેલ્લી બે લાઇન બિનજરૂરી….

 25. Ami says:

  wow! very good. Just perfect, not too long, not too short, not too complicated!
  Worth reading for women in this new era of screaming ladies in Hindi Serials.

 26. Sakhi says:

  Nishitaben Very nice story Congratulations.

 27. Parul says:

  Nishitaben congratulations for getting first prize. Story is excellent. Rupa’s character is very powerful. We need more of this type of stories. Keep it up.

 28. raj says:

  Nishitaben,
  GOOD STORY ,congratulation,
  and I will say you have presented woman nature in very nice way,
  but I will request you to write one more story like this ,showing same kind of nature still people in USA have it.,and specially educated people came from India has same nature,send ,same this kind of message.
  thanks,
  raj

 29. Hetal says:

  Nishitaben- congratulations- story deservers to win first prize- The flow of the story is amazing and I could not think of the end- Usually when we read the story- we have some clue that what will/ might happen next or at the end, but this one completely different. I am so eager to share it with my friends- who does not have internet excess and I have to tell the story verbally. Thank you for writing such a wonderful story- good luck and please writing good stories for readgujarati.

 30. Ramesh Desai. USA says:

  Nishitaben,

  You deserve FIRST prize for this story. The message is very clear. Jealousy has no place in anybody’s life.Thanks Ramesh

 31. Mital Parmara says:

  જોરદાર ….બહુ મજા આવિ. Nishitaben Congratulation …

 32. Jagruti Vaghela USA says:

  Nishitaben,

  Congratulations for winning the first prize.

  ખૂબ સરસ વાર્તા લખી છે.

 33. umaben sheth says:

  23
  2010
  રૂપાની ઝાંઝરી –વાર્તા વાંચવાની ખુબ જ મઝા પડી..અભિનંદન નિશિતાબેન …
  ઉમા શેઠ્.
  આપ મારો બ્લોગ જરુર થી વાંચશો.. તમારા બ્લોગ માં સમિલ કરશો..
  http://mysarjan.wordpress.com
  http:// abhigamweblog.wordpress.com

 34. Hemantkumar Jani UK says:

  સાવ સામાન્ય કહેવાય તેવા વાર્તા બીજમાંથી આટલી સરસ વાર્તા વિકસાવી અને
  તેય પ્રથમ પ્ર્યાસે,પ્રાઈઝ વિનીંગ ? ખુબ ખુબ અભિનંદન…
  હવે બીજી વાર્તા ક્યરે આપો છો ?

  હેમંત જાની….

 35. Ashish Sapra says:

  Dear Nishita,

  Congratulations for getting this success and hugh response for your first story. Hope you will write like this forever & ever and we will read like this forever & ever. Please keep on writing such a nice stories which would become voice/talent/thinking for others in our society. I am proud of you my wife.

  Love,
  Ashish

 36. Anil Vyas says:

  સરસ વાર્તા .
  પહેલો જ પ્રયત્ન?
  કૂબીની કઢી એક બીજા જ વિશ્વમા લઈ ગઈ, એ અનુભવ વિશ્વમા લઈ જવાનુ રુંણ રહ્યુ મારા પર.
  અભિનંદન.
  અનિલ

 37. Maithily says:

  ખૂબ જ સરસ વાર્તા છે . તમારા લખવાની શૈલી ગમી .
  જીત માટે ખૂબ ખૂબ અભિનંદન .

 38. Chhaya says:

  ખુબ જ સુન્દર્ , આવિ વાર્તઆ ને પહેલુ ઈનામ ના મલે તો જ નવાઈ. I will Waite for your new story.

 39. Veena Dave. USA says:

  અભિનંદન.
  સરસ વાર્તા.
  સરસ વાર્તાઓ લખતા રહેજો.

 40. RUPAL says:

  Nishitaben Congratulations for winning the first prize. It is very nice story.

 41. Niraj says:

  Congratulations… Keep on writing good stuff.

 42. મુર્તઝા પટેલ says:

  નિશિતાબેન,

  અમેરિકામાં પણ રહીને તમે ગુજરાતની વાર્તા સરિતાને શબ્દો દ્વારા ખળખળતી રાખો છો એ બદલ અભિનંદન. તમને પ્રથમ પ્રાઈઝ મળ્યું છે એ બરોબર જ મળ્યું છે. શબ્દો અને પ્રવાહ નો સુમેળ સારો કરી શકો છો.

  અહિયાં ઈજીપ્તમાં પણ નાઈલને કાંઠે થી ઘણી ઘણી વાર્તાઓ નીકળતી રહે છે.

  ગુજરાત તો બધે વસતું રહે છે.

 43. જય પટેલ says:

  નવોદિત લેખિકા વાર્તાની પ્રવાહિતા જાળવી પરાકાષ્ઠાએ પહોંચાડવામાં સફળ થયાં છે.

  વાર્તાની પરાકાષ્ઠાએ વાર્તાનો મર્મ આપતું વેધક વાક્ય….સ્ત્રીનું સુખ સ્ત્રીના હાથમાં જ છે.
  રૂપા અણમોલ રત્ન આપી અણમોલ પ્રેમ પામી.
  રૂપા ત્યાગીને પામવાનો અવસર ના ચૂકી….માતા-પિતાના સંસ્કાર ઉજાળ્યા.

  અભિનંદન.

 44. Viral Upadhyaya says:

  Very nice story.

 45. Pravin V. Patel [USA] says:

  વાર્તાનો પ્રવાહ એટલી ક્ષમતાથી વહે છે કે ક્યાંય ખચકાટ કે કૃત્રિમતા લાગતી નથી,
  માનવ મનનાં વિવિધ પાસાનાં દર્શન થાય છે.
  નિવડેલા વાર્તા લેખકની હારોહાર આપ સ્થાન મેળવી રહ્યાં છો.
  નિશિતાબેન,
  હાર્દિક અભિનંદન.
  રુપાએ આપના નવજીવનની ચાંદની રેલાવી દીધી છે.
  રુપાની ઝાંઝરીના ઝણકારે વાચકોના ચિત્ત કબજે કર્યાં છે.
  આપનો પ્રથમ નંબર પ્રગતિ પામતો રહે એવી શુભકામનાઓ.
  આભાર.

 46. MILIND HIRPARA says:

  Congratulations for First Prize nishitaben…excellent story…

 47. laser says:

  બહુ જ સરસ વાર્તા……………. પણ હજિ થોડૂ ફિનિશિગ જરુરિ હતુ……………..

 48. Nishitaben haju pan gujaratni dharti na samparkma lage chhe. Gamdanu shabdachitra khubaj saras chhe.
  Varta nu title “streenu sukh streena haathma ” hovu joitu hatu.Khoob khoob Abhinandan.

 49. chetan says:

  સ્ત્રીનું સુખ સ્ત્રીના હાથમાં જ છે ખુબ જ સરસ વાત કહિ….

 50. yogesh says:

  પ્રથમ ઈનામ ને યોગ્ય ક્રુતિ નથી. બહુ મજા ના આવી.

  યોગેશ્.

 51. Ami says:

  Very Nice!! Trying to imagine design of zanzari..and think about recipe of kobi kadhi.

 52. shailee parikh says:

  ખુબ જ સરસ વાર્તા…

 53. kalpana desai says:

  ભૈ વાહ્!

 54. MG Dumasia says:

  Nishita ben ,
  Many thanks for the marvelous story writing.
  If this is just initialization of you in Gujarati short story world,than amazing,in that case your are most welcome and we awaits more stories from you covering other aspects of life and society.
  I tried much to write in Gujarati but your name changes from Nishita to Nashiti ( ! ), and many other words distorted regarding pure Gujarati ,so I changed my mind for English but,I doubt whether I successfully conveyed my thought…?.
  -MG Dumasia

 55. Viren shah says:

  આ વાર્તાને કયા કારણસર પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો એ જાણીને જ આશ્ચર્ય થાય છે. એકદમ ચીલા ચાલુ વાર્તા અને લખવાની સ્ટાઈલમાં પણ કઈ મજા નાં આવી. જયારે જુદા જુદા મૂલ્યાંકનો આ વાર્તા ને ૧૯૭ માર્ક્સ આપે ત્યારે એમની પોતાની ક્ષમતા વિષે પણ શંકા ઉભી થાય છે.

  જે વાર્તાઓ જેમાં જેઠો પટેલ હોય કે અમરત હોય એવી વાર્તાઓ હજુ આ જમાનામાં લોકોના માથે ઝીંકે રાખવામાં આવે એટલે જ આ લોકો બેસ્ટ સેલર લેખકો બની નથી શકતા. તમે હરકિસન મેહતા કે શરદ ઠાકર જેવા લેખકો ની વાર્તા વાંચો તો શહેરી જીવનની ઘણી જ વાતો જે રોજ બરોજ બનતી હોય એવી બતાવામાં આવે છે એટલે જ એ લેખકો બેસ્ટ સેલર બની શક્યા છે.

  જે વાર્તા વાંચતા વાંચકો સાથે સીધેસીધા જોડાય છે. મોટા ભાગના આ લેખકો (જે બેસ્ટ સેલર નથી) એ વીર પાવાવાળા જેવા ગુજરાતી રબારી મૂવીઝની મેન્ટલીટીમાંથી હજુ બહાર નથી આવી શક્યાં. ગુજરાત બેસ્ટ ઇકોનોમિક્સ ના એવોર્ડ્સ મેળવે, નવા રસ્તાઓ બંધાય અને લાખો અને કરોડો ની વસ્તી, જે એમની વાર્તાઓ વાંચે છે એ લોકો અ નવી પેઢીના વાતાવરણમાં રહેતા હોય ત્યારે આ લેખકો જે વાર્તા લખે એમાં લાખો બુન્દિયાળ(?) છે એવી વાત લખે અને નવી પેઢીના વાંચકો મુન્ઝાય કે એનો શું અર્થ છે. જેઠો નામ ઘણા પહેલી વાર સાંભળે, નવી પેઢી જે બાળકોના નામો તદ્દન નવીન રાખે એવા યુગમાં વીર પાવાવાળા અને કાદુ મકરાણીના ડાયરાના શું અર્થ?

  અને તોયે આ લેખકો ઝીંકે રાખે છે. બિચારા વાંચકો યે શું કરે? એમને થાય કે હશે, આવી પ્રજા યે કયાંક રહેતી હશે ને ગયો દોતી હશે ને વાસિંદુ(એટલે શું?) વાળતી હશે. મોડર્ન યુગના લોકોનું કમનસીબ છે કે માતૃભાષામાં ભણવા નથી મળતું અને જે લોકો માતૃભાષામાં ભણે એમને કોઈક સાવ ગામડામાં વસતી પ્રજા જેમનો ખુબ ઓછો સંપર્ક હોય તેની વાતો સંભળાવવામાં આવે છે.

  એવી વાર્તાઓનું સ્થાન ક્યાંક હોઈ શકે પણ જયારે ઈન્ટરનેટ પર અમરતની વાર્તાને તમે પહેલો નંબર આપો ત્યારે એમ થાય કે આ લેખકો કયા જમાનામાં જીવે છે? જયારે ગુજરાતમાં યે મોટાભાગની ડેરી ઓટોમેટિક મશીનોથી દૂધ ઉત્પાદન કરતી હોય ત્યારે આમને બલદેવ રબારીની ગાય માંદી થઇ ગઈ એવા સ્વપ્ના આવે છે.

  એ લોકો હજુ એમ ધારે છે કે મોબાઈલ ફોન કદાચ ચંદ્ર પર રહેતી પ્રજાએ પૃથ્વી પર પાર્સલ કર્યો છે. અને ફોર જિ ટેકનોલોજી એવું નામ સાંભળી તો વિચારે કે કદાચ અપના ગોરધાન્કાકાની ચોથી પેઢીની વાત છે. ટીવી પર મેરા ભારત મહાન શબ્દો સાંભળીને એવા મીથ્યભાનમાં રચતા રહે કે ભાઈ ભ્રષ્ટાચારમાં મારો દેશ પ્રથમ છે. ક્યાંક તો પ્રથમ નંબર આવ્યો ને?

  Viren Shah
  virenpshah@gmail.com, TX, USA.

  • Manish says:

   વિરેન ભાઈ,
   ઝવેરચન્દ મેધાનિ નિ “સૌરાષ્ટ્ર નિ રશધાર” વાચિ છ્હે ?
   એ વાતુ તો વર્સો જુનિ છ્હે. મેધાનિ ના સમય થિ પણ વધારે.
   છતા પણ BEST SELLER છ્હે. ના વન્ચિ હોઇ તો EGO સાઈડ પર મુકિ વાન્ચજો.
   મઝા આવસે.

 56. Aashman says:

  અમુક ચોક્કસ વિચાર બિલકુલ અમેરિકા વાળા ABCD જેવાંજ છે. જે રીતે એ વિચારો વાર્તા નું અવલોકન કરે છે તેના પર થી તો તેમનું નામ કોઈક ABCD જેવું હોવું જોઈએ કારણ કે જે જમાના ના એમના નામ છે વાર્તા પણ એ જમાના પ્રમાણે જ લખાયેલી છે. જો આ વાર્તા ને અત્યાર ના સમાજ માં સ્થાન નાં હોઈ શકે તો એમના નામ ને પણ નાં હોવું જોઈએ.
  અમુક વાચકો જેવો વર્ગ બહુ advance વિચાર બતાવે છે પણ જયારે પોતાના બાળકો ને સંસ્કાર આપવાની વાત આવે છે ત્યારે આવા લેખકો ની આવી વાર્તા જ યાદ આવે છે. આમીર ખાન ની “પીપળી લાઈવ” ને 5 star rating આપશે પણ ગરવી ગુજરાત ના ખરા લોક સમાજ ને કલમ થી અદભૂત ચિતરનાર ને ગાળો આપશે. ગુજરાત આટલું ડેવેલોપ થઈ ગયું છે પણ નોકરી/નામ વિદેશ માં કરશે.
  જે લોકો માને કે Judges ને પણ અવલોકન કરતા આવડતું નથી તે લોકો નું આ વેબસાઈટ access કરવું વ્યર્થ છે. આવા વાચકો ને એકજ વિનંતિ કે નવા લેખકો ને પ્રોત્સાહિત નાં કરી શકે તો atleast તેમનું પોતાનું frustration તો નાં કાઢે. Out of 55 comments, સારું છે કે આવો વર્ગ બહુ ઓછો છે.

  નિશિતાબેન,
  ખુબ ખુબ સુંદર વાર્તા. તમે ખરા ગુજરાતી છો કે જે ગરવી ગુજરાત નો વારસો જાળવી રાખે છે. જે લોકો દેશ અને વિદેશ વચ્ચે દ્વિધામાં છે એમને ignore કરો. તમારી કૃતિ ને ઓળખી અને સમજી શકે એવો વર્ગ બહુ મોટો છે.

  • Viren shah says:

   અહી જેટલા લોકોએ પ્રતિભાવ આપ્યા છે એ બધા એમ જ લખે છે: વાહ, વાહ, ખુબ સરસ. વેરી નાઈસ. એક્સેલેન્ટ.

   તમે આમ જુઓ તો દરેક કૃતિના અંતે મોટાભાગના (લગભગ બધા જ) પ્રતિભાવો “વાહ વાહ” “શું વાત છે” “અતિ અતિ સુંદર” “તમે તો ઘણી મોટી વાત કહી દીધી” એવા જ હોય છે. ભલે ને વાતમાં ખાસ કઈ ના હોય. તો લખવા માટે પ્રતિભાવ શું કામ લખવો? આવી સાવ પ્લાસ્ટીકીયા સ્મિત જેવી ઉપર છલ્લી પ્રસંશાનો શો અર્થ? ભાઈ, સારું છે, હજુ લાખો, વાહ વાહ.

   અહી મારા જેવી કોઈક વ્યક્તિ પ્રમાણિક ટીકા કરે કે આલોચના કરે એટલે અમે ‘ABCD’ની કેટેગરીમાં આવી જઈએ અને બાળકોના સંસ્કાર માટે પણ લાયક ના ઠરીએ!

   • મુર્તઝા પટેલ says:

    વિરેનભાઈ,

    અભિપ્રાય પોઝીટીવ આપવો કે નેગેટીવ એ દરેકની પોતાની પર્સનલ બાબત છે. તમે તમારી રીતે સાચા હોઈ શકો. તમને જે ઠીક લાગ્યું એ તમારો મત છે, તમારી ફીલીંગ છે. પણ જોવા જઈએ તો મોટે ભાગે લોકોને ગુજરાતનું ગામડું થોડું ભોળું, લાગણીઓથી ભરેલું, થોડું પછાત (ટેકનોલોજી વગરનું) જાણવું અને માણવું ગમે છે. જો એ ગામઠી વાતમાં આવા ફેક્ટર્સ બતાવવામાં ના આવે તો વાર્તા ‘શહેરી’ બની ગઈ હોતે, ખરું ને?

    અહિયાં જે પણ વાંચન-વર્ગ છે એમાં એ જ ટેસ્ટ રહેલો દેખાય છે. એટલે શક્ય છે કે બહુમતી ઝીંદાબાદ બની શકે. પણ બીજા રીડર્સ કરતા થોડાં ‘હટકે’ બનવામાં થોડાં ઝટકાં તો સહન કરવા પડશે ભાઈ. અહિયા તો ‘ખાધું પીધું ને રાજ કીધું’ થઇ ગયું છે…માટે તમે પણ…ખુશ રહો ને મારા ભાઈ!

 57. Vaishali Maheshwari says:

  Ms. Nishita,

  My hearty congratulations for winning first prize in this competition.

  I agree with majority of the readers saying that you have written an excellent story. You have depicted two different kinds of human nature very well. The situation that you have mentioned in this story is very likely to happen in real life also. Many women who are married in a house for more years might develop a feeling of loosing their superiority in case of an addition to the family in a similar position, but you have mentioned very well how such situations can be handled with calmness and in a smart way which would make the relation more stronger and convert jealousy into deep love and care.

  Thank you so much for writing this and once again congratulations. Keep writing Nishitaji!

 58. નીશિતાજી
  વાર્તા સરસ રીતે કહેવાઈ છે. અમેરીકામાં બેઠા બેઠા હજુ ભાતિગળ ગુજરાતના ગામડાનું વાતવરણ ઉપસાવી શકાય તેવું વાર્તા તત્ત્વ અને સંવાદો પણ સરસ રીતે તેવી જ લઢ્ણમાં ઉપરાંત ગામડાંનુ લોક ચીજ-વસ્તુ ખોવાઈ જાય તો મહારાજ કે બાવા સાધુને દેખાડે પણ ખરા જે આપે પણ મહારાજને લાવી ઝાંઝરી મળી જાચે તેવું કહેવડાવ્યું જે ગામડાના લોકોના માનસનો આપનો સુક્ષ્મ અભ્યાસ પણ દર્શાવે છે કે પછી આપ પણ ગામડામાં જ ઉછરી મોટા થયા છો ? આજે અમેરિકામાં બેઠા છો છતાં ગામડું ભૂલાયું નથી ! અભિનંદન ! અને વિશિષ્ટ અભિનંદન તો પ્રથમ ઈનામ પ્રાપ્ત કરવા બદલ ! હા હું પણ આગળ નીલમજીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું છે કે છેલ્લી લાઈન બીન જરૂરી છે તેની સાથે સહમત છું. આ છેલ્લી લાઈન અંતને ચોટદાર બનાવતા અટકાવે છે તેવું જણાય છે.

  સ-સ્નેહ
  અરવિદ

  • Nishita Sapra says:

   આપનો ખુબ ખુબ આભાર,

   ભારતના ગ્રામ્યજીવનનો ક્યારેય પ્રત્યક્ષ અનુભવ કર્યો નથી પણ ગામડાંની લોકસંસ્કૃતિએ હંમેશા મને આકર્ષી છે. ગામડાંની કલ્પનાને વાર્તામાં વ્યકત કરવાની કોશિશ કરી છે.
   આભાર

   • મુર્તઝા પટેલ says:

    બેન,

    ગ્રામ્યજીવનનો ક્યારેય પ્રત્યક્ષ અનુભવ કર્યો નથી તે છતાં કલમ સારી રીતે ચલાવી શકો છો, તો અનુભવ લઈને લખ્યું હોત તો હજુ કેટલું સારું લખી શક્યા હોત. હવે તો ચોક્કસપણે તમને કોઈ એક (યાં થોડાં અનેક) ગામોમાં જઈને એમની મહેમાનગતિ માણી આવવી જોઈએ,..શું કહો છો?

    પછી તો નેક્સ્ટ યર ની વાર્તાના સ્પર્ધાના પણ તમે જ વિજેતા બની શકો..એની હમણાંથી આગાહી કરી દઉં છું. ઃ-)

    ઓલ ધ બેસ્ટ!

 59. Nidhi Shah says:

  નિશિતાબેન,

  મારા હાર્દિક અભિનંદન. વાર્તા સારી છે.

 60. ASHOK PABARI says:

  CONGRATS…. MEM…
  VERY NICE STORY…
  EXCELLENT ATTEMPT…
  OH….. WOMEN NATURE….!!!!!!!!
  “SANGHARELU SADSE…………” GREAT MSG.
  U DESERVES FIRST PRIZE…
  MORE STORIES PL.
  KEEP IT UP…….
  -ASHOK PABARI
  9825245783.

 61. Akbarali Narsi says:

  અભિનંદન
  ખરેખર પ્રથમ પ્રયાષ માં આટલું સુંદર લખવા માટે અભિનંદન નાં
  હકદાર છો.
  ફરી અભિનંદન

 62. Ashish Dave, Sunnyvale, California says:

  Nishitabahen,

  The language is effective, with strong, colorful images. I can really see this in my mind, quite vividly. Fantastic depiction of the human nature…

  Congratulations for the first prize. AND

  Keep cranking…

  Ashish Dave

 63. Maulik Desai says:

  Thaks for sharing with us such a nice story for lifetime.
  It is really an interesting story.

  Keep it up such a good work.

  Maulik

 64. preeti dave says:

  સરસ વાર્તા અને એતલો જ સરસ વાર્તા પ્રવાહ…

  નિશિતાજિ, પ્રથમ પ્રયાસે સુઁદર વાર્તા આપવા બદલ અને પ્રથમ ક્રમાઁક મેળવવા બદલ ખુબ્-ખુબ અભિનઁદન !

 65. Dipesh_mahuva says:

  ખૂબ સરસ વાર્તા છે. પ્રથમ ક્રમ મેલવવા બદલ ખૂબ ખૂબ આભાર. ક્યારેક સમ્પર્ક કરશો તો ગમશે…..

 66. સુઁદર વાર્તા ! અભિનઁદન સાથે પ્રગતિની શુભેચ્છાઓ !

 67. Raju says:

  નિશિતા બેન્,

  બહુ જ સરસ વાર્તા….

 68. વાહ વાહ કોઇ ખાલી ખાલી તો નો જ કરે, પણ ગામડાની લાગણી નો ચીતાર ગામઠી ભાષામાં આપવો અને તે પણ પરદેશનાં વસવાટ પછી અઘરો છે. વાર્તા પ્રથમ નંબર માટે બરોબર જ છે.
  નિશિતાબેન ને અભિનંદન.
  વ્રજ દવે

 69. Dipti Trivedi says:

  અભિનંદન. ગામઠી ભાષા અને પૃષ્ઠભૂમાં (પ્રથમ ક્રમ માટે સબળ પાસુ) લખાયેલી સુંદર વાર્તા. નિર્ણાયકોમાંથી એક્ના મતે રુપા સાધુને ચોખા આપે ત્યાંજ વાર્તા પૂરી થઈ જવી જોઈતી હતી પણ હુ માનુ છુ કે લેખિકાની દ્રષ્ટિએ એની પછી આવતા દેરાણી જેઠાણીના સંવાદ કદાચ વાર્તાનુ હાર્દ હશે.
  બાકી વાર્તાને જ રુપક બનાવીને કહુ તો જો લેખિકા રુપા હોય, આ વાર્તા એની ઝાંઝરી હોય તો હું જેઠાણી હોઉ. (હું પણ આ વાર્તા સ્પર્ધાની સ્પર્ધક હતી.)

 70. Soham Raval says:

  પહેલા તો આપનો પ્રથમ નંબર આવ્યો એ બદલ અભિનંદન…
  સરસ વાર્તા નિશીતાબહેન…હવે આ જમાનામાં આ વાર્તા પરથી કોઇ બોધપાઠ લે તો સારુ…

 71. vasaya says:

  ખુબજ સરસ લેખ્

 72. Gunjan says:

  its reallllllllllllyyyyyyyyyyyyyy nice story…. no words for explanation….thanx for giving such story to us…. these story specially for the ladddddddiiiiiiieeeeeezzzzzz…… nice one….

 73. the story has remind me of the ,one of the greast story writter Joseph Macwan. WE hope in future more navalika will be given.
  very nice attampt,
  wishing best of luck

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.