હું એટલે અત્યારે…. – શ્રીકાન્ત શાહ

[‘પરબ’ સામાયિકમાંથી સાભાર.]

અગાશીના લંબચોરસ બાંકડે બેસી
બાજુમાં ઊભેલી નાળિયેરીની
ખરબચડી ગલીપચી અનુભવતો…..

અમસ્તા અમસ્તા
ઉભડક ઊગેલાં જાંબલી ફૂલોના ખભે
માથું ટેકવી
ઊંઘણશી આકાશને આત્મસાત કરતો….

દૂરદૂરના દોડાદોડ કરતા
એકમેકને ખંજવાળતાં મકાનોની રમઝટ સૂંઘતો…

હાંફળા-ફાંફળા
પગ પાસે ઢગલો થઈ પડેલા પડછાયાઓના
હોંકારા-પડકારાઓ સાંભળતો…

લટાર મારવા નીકળેલા પવનમાં
આંખો ઝબોળી….

ભીનાં ટપ ટપ થતાં દશ્યોમાં
અનેકાનેક સદીઓના ધબકારા કંડારતો…..

હું…. જ્યારે
અગાશીના લંબચોરસ ઉપર બેઠો હોઉં છું… ત્યારે
મારામાંથી જ વહી નીકળે છે –
એક વૃક્ષ….
એક આકાશ….
એક આખ્ખેઆખ્ખો અવકાશ અને
બચપણના ગુંજામાં સંતાડેલો
એક ઉંઘરેટો… સૂર્ય…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous છૂપા રુસ્તમ – બકુલ દવે
ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો – સંપાદન Next »   

3 પ્રતિભાવો : હું એટલે અત્યારે…. – શ્રીકાન્ત શાહ

 1. raj says:

  Superb Creation ….

 2. ખુબ સુંદર

  “મારામાંથી જ વહી નીકળે છે –
  એક વૃક્ષ….
  એક આકાશ….
  એક આખ્ખેઆખ્ખો અવકાશ અને……”

 3. nayan panchal says:

  અતિસુંદર રચના.

  ઊંઘણશી આકાશ, એકમેકને ખંજવાળતાં મકાનો… સુંદર કલ્પના.

  ખૂબ આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.