અડકો દડકો – લતા ભટ્ટ

[ જાણીતા અખબારો અને સામાયિકોમાં ટૂંકીવાર્તા, લઘુકથા, નિબંધ, કાવ્યો લખતાં શ્રીમતી લતાબેનના બાળકાવ્યોના કેટલાંક પુસ્તકો પૈકીનું આ ‘અડકો દડકો’ એક પુસ્તક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ લતાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9998983815 અથવા આ સરનામે meera148@gmail.com સંપર્ક કરી શકો છો.]

[1] બિલ્લી

એક હતી બિલ્લી,
ગઈ એ તો દિલ્લી.

દિલ્લીમાં મળ્યા બે બગ,
હતા એ તો પૂરા ઠગ.

બિલ્લીને આવી કહેતા,
બનાવીએ તને નેતા.

ધોવાં તારાં સઘળાં પાપ,
કરાવવા પડશે મંત્ર જાપ.

બિલ્લીએ આપી નોટ કડકડતી
બગ ઊડ્યા, મૂકી બિલ્લીને રડતી

[2] જોડકણાં

શાક વેચે શકરી,
પાસે ઊભી બકરી.

આપે શકરી ભાજી,
બકરી થાય રાજી.

શકરી કહે લે..લે…લે…
બકરી કહે બેં…બેં…બેં…
******

ચણ ચણે ચકલી,
ચણે ચોખાની ઢગલી.

ઢગલીમાં ઢૂવો,
ઊંડો ભમ્મરિયો કૂવો,

કૂવામાં દેડકી,
આવી એને હેડકી,

દેડકી કહે ડ્રાં…ઉં…
ગીત મજાનાં ગાઉં.

[3] બાએ બનાવી પૂરણપોળી

મોજથી ખાશું ભાઈબેનની ટોળી,
આજ બાએ બનાવી પૂરણપોળી..

પૂરણપોળીનો સ્વાદ અનેરો,
છંટકાવ થાય તેમાં કેસર કેરો;
કાજુ-બદામ ને પિસ્તાં-ચારોળી,
આજ બાએ બનાવી પૂરણપોળી.

પૂરણપોળી ખાઈ થાય મન પ્રસન્ન,
તોલે ન આવે એની કોઈ મિષ્ટાન્ન;
ખાશું એય ઘીમાં ઝબોળી,
આજ બાએ બનાવી પૂરણપોળી….

બા જમાડે સૌને, રાખી પ્રેમભાવ,
બાના હાથે જમવાનો લેવા લ્હાવ,
તમે ય આવજો, કદીક સમય ખોળી.
આજ બાએ બનાવી પૂરણપોળી….

[4] પાંજરે પોપટ

પાંજરે પોપટ એક પાંજરે પોપટ,
પઢાવેલું એ તો બોલે ફટફટ.

આવનારાંને કહે સીતારામ,
જનારાંને કરે એ રામ….રામ….
મરચું ને જામફળ ખાય પટપટ,
પાંજરે પોપટ એક પાંજરે પોપટ.

કહે ન કોઈને એ પોતાની કથા,
મુન્નાએ સમજી તોય એની વ્યથા;
ખોલ્યું પાંજરાનું દ્વાર ઝટપટ,
ઊડ્યો, એ જઈ બેઠો સરોવરને તટ…

[કુલ પાન : 60. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : લતા હર્ષદકુમાર ભટ્ટ, એ-1, નર્મદાનગરી સોસાયટી, વિભાગ-2 સહયોગ, વડોદરા-390016. ફોન : +91 9998983815. ઈ-મેઈલ : meera148@gmail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચકોની રચનાઓ – સંકલિત
બુદ્ધિની કસોટી – જ્યોતીન્દ્ર દવે Next »   

10 પ્રતિભાવો : અડકો દડકો – લતા ભટ્ટ

 1. સંતોષ' એકાંડે says:

  ચાર પાંચ વરસનાં બાળકની જેમ મોટેથી ગાવા મજબૂર કરી દીધો.
  ખરેખર બાળ-જોડકણાંને તોલે બીજું કશુંય ન આવે.
  સરસ રચનાઓ
  સંથ્ષ’ એકાંડેનાં
  વંદે માતરમ્

 2. બહુ સુંદર. મારા નાનપણના દિવસો યાદ આવી ગાયા.

  મેં એક બિલાડી પાળી હતી,
  તે રંગે બહુ રુપાળી હતી….

  આભાર

 3. nayan panchal says:

  મજાના જોડકણાઓ.

  સાચી વાત છે. બાળક બનીને મોટેથી ગાવાની ખૂબ મજા પડી.

  ખૂબ આભાર, મૃગેશભાઈ.

  નયન

 4. Hetal says:

  can someone write me adko-dadko competely?? sorry I can’t write in gujrati font

 5. Akhil Patel says:

  I really enjoyed the reading seating in Saudi Arabia…. After all this is our “JAY JAY GARVI GUJARAT”.

 6. dr. arvind says:

  this site is very good

 7. harubhai karia says:

  The couplet written by smt. Lata Bhatt are very good.
  Children will love these jodakana songs and enjoy the same.
  Our heartiesr congratulation to Lata Bhatt. Harubhai Karia.

 8. harubhai karia says:

  The Jodakanas are very very good,
  Our heartiest congratulatgions. Harubhai Karia

 9. payal says:

  mane to Lattaben Bhatt na darek kavyo ane jodkana bahu j gamya…. vachvani maja ave ane bachpan ni yad taji thay jae….thanks……

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.