Archive for September, 2010

માંદગી મારી વહાલનો દરિયો – ડૉ. નલિની ગણાત્રા

[‘હાસ્યમ્ શરણમ્’ પુસ્તકમાંથી સાભાર. ડૉ. નલિનીબેન (અમદાવાદ) વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર છે અને અમદાવાદની આર્યુવેદિક કૉલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નલિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428351120. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] સરકાર મેડિકલ લીવ અને […]

હવે, તમે સાંભળો ત્યારે…. – મોહમ્મદ માંકડ

[‘જનકલ્યાણ’ સામાયિક સપ્ટેમ્બર-2010માંથી સાભાર.] કોઈ પણ માણસ કોઈ એક પળે માત્ર એક જ વ્યક્તિ હોતો નથી. અનેક પાસાવાળા હીરાની જેમ દરેક ક્ષણે એ પણ એક સાથે અનેક વ્યક્તિ હોય છે. હીરાઓના પાસાઓમાં જેમ પ્રતિબિંબ પડે છે એમ માણસની જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનેક સંદેશાઓ એમના મનમાં પહોંચે છે, જેનાં અનેક પ્રતિબિંબ ઊઠે છે. એટલે માણસ ખાતો હોય […]

રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાલવાર્તાઓ – સં. મધુસુદન પારેખ

[શ્રી મધુસુદન પારેખ દ્વારા સંપાદિત ‘રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાલવાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રી રમણલાલ સોનીના સુપુત્ર શ્રીરામભાઈ સોની (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] [1] કોની ચતુરાઈ ચડે – ગલબાની કે ગલબીની ? એક વાર ગલબો શિયાળ એની ગલબી શિયાળવીને કહે : ‘દુનિયામાં મારા […]

કેટલીક સત્યઘટનાઓ – સંકલિત

[1] પરબની પ્રેરણા – અમૃત મોરારજી મુંબઈમાં ઠંડા પીણાં અને મિનરલ વૉટરની કંપનીઓના માલિક વસંતલાલ શેઠ પોતાની વાનમાં નાના ગામડામાં આવી રહ્યા છે. એમના વતનના ફાર્મ હાઉસ ‘વસંત વિહાર’માં આજે એક રાત રોકાવાના છે. શેઠ વર્ષમાં એકાદ વાર ગામમાં આવે. રાત્રીરોકાણ કરી સવારે ચાલ્યા જાય. આજે ઉનાળાની કાળઝાળ ગરમી છે. વાનમાં બેઠેલા સૌને તરસ લાગી […]

હું કોનું બાળક છું ? – ગિરીશ ગણાત્રા

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] બપોરે દોઢ વાગ્યે સિસ્ટર મનોરમાબહેને કાર્તિકભાઈને એની ઑફિસમાં ફોન કર્યો : ‘સાંજે ફ્રી છો ?’ ‘કેમ, શું કામ હતું ?’ ‘મળવું છે, મળવું પડે એવું છે.’ ‘એટલું બધું ?’ ‘હા’ ‘કેટલા વાગે ?’ ‘તમને સમય મળે ત્યારે… આજે જીવ ઠેકાણે નથી. સવારે ડોલી ખૂબ ખૂબ બોલી ગઈ. રાત્રે પાર્ટીમાંથી પાછી ફરશે ત્યારે […]

સંયુક્ત કુટુંબનો મૂલ્યસભર આનંદ – કલ્લોલિની હઝરત

[પુનઃપ્રકાશિત] સંબંધો વગરનું જીવન કલ્પી શકાતું નથી. કુટુંબીજનો, સગાંસંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો, કાર્યક્ષેત્રના સહકાર્યકરો – કયા સંબંધો, આજે મને ખૂબ સ્પર્શે છે એ અભિવ્યક્ત કરવું ઘણું જ કઠિન છે. દરેક સંબંધ વિવિધ છે, ભાવસભર છે, પ્રિય છે; છતાં આજના ભૌતિકવાદનાં અનેક પ્રલોભનોની ભરપૂર અને અતિવેગભર્યા સમય સાથે ડગ માંડવાના પ્રયત્નો તો કરતાં હોઈએ છીએ છતાં મન […]

પોઝિટિવ થિકિંગ – ઉત્તમ ગડા

[ અમુક વાર્તાની શૈલી છેક સુધી જકડી રાખે છે, ક્યારેક વાચકનો જીવ અદ્ધર કરી દે એવા વળાંકો લે છે અને પછી ધીમે રહીને વાર્તાનું કેન્દ્રતત્વ વાચકના હાથમાં મૂકી દે છે. આ વાર્તા એ પ્રકારની છે, જે માનવીય સ્વભાવની વિશિષ્ટ લાક્ષણિકતા રજૂ કરે છે. પ્રસ્તુત વાર્તા ‘નવનીત સમર્પણ’ સામાયિક ઓગસ્ટ-2010માંથી સાભાર લેવામાં આવી છે.] પાય લાગુ […]

તારું ચાલી જવું – સંધ્યા ભટ્ટ

[સ્વજનોની વિદાય અસહ્ય હોય છે. એ ક્ષણોને જીરવવી ખૂબ કઠીન છે. તેમાંય ખાસ કરીને યુવાન દીકરો મૃત્યુ પામે ત્યારે એ માતાની વેદના કેવી હશે ? સંધ્યાબેન આ ઘટનામાંથી પસાર થતાં પોતાની જાતને સંભાળી લે છે. એ પછી એમના મનમાં વિચાર આવે છે કે આ રીતે આઘાત પામનારી હું એકલી નથી. બીજા અનેકો પણ આ રણમાંથી […]

પ્રીતિશતકમ્ – અરુણકુમાર મહેતા ‘અનુરાગ’

[ ‘પ્રીતિશતકમ્’ એ એક કાવ્યગ્રંથ છે જેના સંસ્કૃત શ્લોકોનું સર્જન શ્રી અરુણકુમાર મહેતાએ (હિંમતનગર) કર્યું છે. શ્લોકો સાથે ગુજરાતી અને અંગ્રેજી અનુવાદ પણ પ્રસ્તુત પુસ્તકમાં આપવામાં આવ્યો છે. શ્રી અરુણભાઈ અભ્યાસે એમ.એ. (સંસ્કૃત) કરેલ છે અને તેમણે આજીવન સંસ્કૃત પ્રાધ્યાપક તેમજ સંસ્કૃતના સ્નાતક અને અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું છે. હાલમાં તેઓ નિવૃત્તિમાં પણ […]

જરાકમાં – રવીન્દ્ર પારેખ

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.] જીવન તો ભેદ રાખશે રાજા કે રાંકમાં, પણ, મોત ભેદ ના કરે બંનેની ખાકમાં. આકાર ક્યાં છે માટીમાં કે ચાકમાં કશે, એ હોય છે તો બેઉની વચ્ચે કશાકમાં. દેખાઉં ના ને હું જ મને જોઈ પણ શકું, ઊભો રહી ગયો છું હું મારા વળાંકમાં. જ્યાં લગ શરૂ થયું ન’તું ત્યાં લગ વધ્યો વિલંબ, […]

ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો – સંપાદિત

[ શ્રી નિરંજન ભગત, શ્રી ચિમનભાઈ ત્રિવેદી, શ્રી ભોળાભાઈ પટેલ દ્વારા તાજેતરમાં સંપાદિત થયેલ ‘ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે.] [1] ફૂલ હું તો ભૂલી વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી; ભૂલ્યું ભુલાય કેમ એમ […]

સંવેદન – ચંદ્રકાન્ત નિર્મલ

[માનવજીવનની આસપાસ અનુભવાયેલ હૃદય સ્પર્શી બાબતોને શબ્દોમાં ઊતારવાના પ્રયાસ રૂપે રચાયેલ ‘સંવેદન’ એ કવિનો ‘સ્પંદન’ પછીનો બીજો કાવ્યસંગ્રહ છે. રીડગુજરાતીને આ સંગ્રહ ભેટ મોકલવા માટે ચંદ્રકાન્તભાઈનો (લિંબડી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879547591 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે.] [1] સાચી સમજણ આગળ પાછળ ઉપર […]

ચંદરવો – દિનેશ પાંચાલ

[તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘અંતરનાં ઈન્દ્રધનુષ’ પુસ્તકમાંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તક સમાજલક્ષી નિબંધો પર આધારિત છે કે જેમાં સામાજિક દૂષણો, કુરિવાજો, અંધશ્રદ્ધા તેમજ સાંપ્રત સમયના પ્રશ્નો આવરી લેવાયા છે. પુસ્તકમાંના ‘ચંદરવો’ પ્રકરણને અહીં ટૂંકાવીને લેવામાં આવ્યું છે. પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો. […]

બસ, ટહુકા સાંભળું છું….. – મણિલાલ હ. પટેલ

[ ‘શબ્દસૃષ્ટિ’ સપ્ટેમ્બર-2010માંથી સાભાર. આપ શ્રી મણિલાલભાઈનો (અમદાવાદ) આ નંબર પર +91 9426861757 સંપર્ક કરી શકો છો.] આછું અજવાળું થાય છે અને શોબીંગોના ટહુકા સંભળાય છે. હવે મારે ટહુકા સાંભળવા સિવાય કશુંય કરવાનું નથી…. ને આનાથી મોટું આનંદપર્વ મારે માટે કોઈ જ નથી. ઘર પાસેના બગીચાનાં વૃક્ષો હજી નિદ્રાવિયોગ પામ્યાં નથી ત્યાં તો જુદા જુદા […]

બપોરની ઊંઘ વિશે – રતિલાલ બોરીસાગર

[‘તિલક કરતાં ત્રેસઠ થયાં’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રતિલાલભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] આજે મારે ઊંઘ વિશે એક દિવ્ય સંદેશ આપવાનો છે. આજ સુધી આપણા ચિંતકોએ જે સંદેશાઓ જગતને આપ્યા છે […]

શીલવંત નારી ગંગાસતી – પોપટલાલ મંડલી

[‘અખંડ આનંદ’ સપ્ટેમ્બર-2010માંથી સાભાર.] શીલ એટલે ચારિત્ર. ચારિત્ર એટલે મર્યાદા. મર્યાદા એટલે ધર્મ. આ ત્રણેનો સંગમ જેમાં મળે છે તે સ્ત્રી છે. પુત્રી, પત્ની અને માતાનો મેળાપ જેમાં થાય છે તે સ્ત્રી છે. સંઘર્ષશક્તિ, સહનશક્તિ અને વિવેકશક્તિ. આ ત્રણેનો જેમાં સમન્વય થાય છે તે સ્ત્રી છે. સુખ, શાંતિ અને સંતોષ આ ત્રણ જગતને જ્યાંથી મળે […]

શું કરે છે તું ? – કલ્પના જિતેન્દ્ર

[તાજેતરમાં પ્રકાશિત થયેલ કલ્પનાબહેનના ‘તારા જ કારણે’નામના ટૂંકી વાર્તાના સંગ્રહમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગુર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. આપ કલ્પનાબહેનનો (ગાંધીનગર) આ નંબર પર +91 9427714120 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] બરાબર પાંચ વાગે એલાર્મ ધણધણી ઊઠ્યું. હંમેશા તો એલાર્મના અવાજ સાથે જ સ્મિતા […]

અધ્યાત્મ-કથાઓ – ભાણદેવ

[સંસ્કૃતિની ધરોહર એવા વેદો, પુરાણો, ઉપનિષદો સહિત અનેક પ્રકારના વૈદિક ગ્રંથો સૌને સરળતાથી સમજાય તે માટે શ્રી ભાણદેવજીએ લેખનક્ષેત્રે અદ્દભુત કાર્ય કર્યું છે. તેમની તપઃપુત વાણીને સાંભળવી તે પણ એક લ્હાવો છે. તેમના અનેક પુસ્તકો પૈકી એક ‘અધ્યાત્મ-કથા’માં 108 જેટલી સુંદર કથાઓનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલીક કથાઓ આપણે સમયાંતરે માણીશું. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના […]

સમયની ફ્રેમમાં – સંકલિત

[1] ઠોઠ નિશાળિયો – નવલ ભાવસાર એક છોકરો હતો. તે નાનપણથી જ ઠોઠ હતો. તેથી નિશાળમાં તેને ઠોઠ નિશાળિયો કહેતા. એક દિવસની વાત છે. આ ઠોઠ છોકરાને શાળાનાં છોકરાઓએ ખૂબ ખિજવ્યો. આથી ઠોઠ છોકરો નિશાળ છોડી તળાવને કાંઠે આવી બેઠો. પાસે જ પનિહારીઓ પાણી ભરતી હતી. તે કૂવા નજીક પાણી પીવા ગયો પણ તેણે જિજ્ઞાસાથી […]

ચામડીનો રંગ – વલ્લભ નાંઢા

[યુ.કે. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયેલ ડાયસ્પોરિક વાર્તા-કવિતા-નિબંધના પુસ્તક ‘આચમન’માંથી પ્રસ્તુત કૃતિ સાભાર લેવામાં આવી છે. પુસ્તકનું સંપાદન શ્રી અનિલ વ્યાસ અને શ્રી રમણભાઈ પટેલે કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે સંપાદકોનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] જોકે આ સમાચાર સંપૂર્ણ અધિકૃત નહોતા, પણ વૅમ્બલીની કૉપલૅન્ડ […]

શિક્ષણ અને જીવનઘડતર – ગીતા પટેલ

[આજના યુગમાં બાળકનો સર્વાંગી વિકાસ ખૂબ અગત્યનો બની જાય છે. તેમાં માતાની ભૂમિકા ખૂબ અગત્યની છે. આથી જ કહેવાયું છે કે ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.’ આધુનિક યુગમાં માતાની આ ભૂમિકા સમજાવતું ‘100 શિક્ષક’ નામનું પુસ્તક તાજેતરમાં પ્રકાશિત થયું છે. તેના લેખિકા શ્રીમતી ગીતાબેન બાળઉછેર અને શિક્ષણ સંવર્ધનકાર્ય સાથે સંકળાયેલા છે. આ ક્ષેત્રમાં […]

હૃદયરેખા – રાજુ રાવલ

[ અમરેલી ખાતે નાયબ કલેકટર તથા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના હોદ્દા પર ફરજ બજાવતા શ્રી રાજુભાઈ રાવલ (ગોધરા)ના પુસ્તક ‘જીવન એ જ ઉત્સવ’માંથી ચૂંટેલા સુવિચારોનું એક નાનકડું પુસ્તક ‘હૃદયરેખા’ તરીકે પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેમાંથી આજે માણીએ કેટલાક વિચારપુષ્પો સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર […]

તમે – માધવ રામાનુજ

અમે રે વાળેલું કોરું આંગણું તમે કંકુ-પગલાંની ભાત, નેજવે ટાંગેલી ટપકે ઠીબડી ભીંજે એક ભીતરની વાત…. તમારે સગપણે અમીં મ્હોરિયા. તમે રે ચોપાટ્યું માઝમ રાતની અમે ઘાયલ હૈયાના ધબકાર…. ઊઘડે અંધારાં ગરવા ઓરડે સોણલાના ઊઠે રે ઘમકાર…. તમારા સોણામાં અમીં મ્હોરિયા. અમે રે રેવાલે છબતા ડાબલા તમે ખરિયુંની ઊડતી ધૂળ, આંખો અણિયાળી અમિયલ આભલું, અમિયલ […]

અજવાળી રાત – ત્રિભુવન વ્યાસ

છોકરાં રે, સાંભળજો વાત, આવી છે અજવાળી રાત. ………… રાતે તારા ટમકે છે, ………… વચમાં ચાંદો ચમકે છે ! ચાંદો ઊગ્યો ચોકમાં, રાણી બેઠી ગોખમાં ………… ગોખે તો સોનાનાં બોર, ………… માથે બેઠા બોલે મોર ! મોર કરે છે લીલા લ્હેર, ટહુકા કરતો ચારે મેર. ………… મે’ર કરી ત્યાં મેવલે, ………… પાણી આવ્યાં નેવલે ! […]

ભેટનું મૂલ્ય… – જયવતી કાજી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] બાળકનું નામ, પુસ્તકનું નામ, વાર્તાનું શીર્ષક અને આપવાની ભેટ પસંદ કરતાં હંમેશાં મૂંઝવણ થવાની જ અને તે પણ કેવી ? લગ્ન માટે કોઈ રૂપસુંદરીના હાથની માગણી કરવા જેવી…. મીઠી મધુર, હૈયે હોય પણ હોઠે ન આવે એવી. ભાવ હોય, પણ વ્યક્ત કરવાની વાણી ન સૂઝે એવી ! ‘શું ભેટ આપવી એ ખરેખર […]

Copy Protected by Chetan's WP-Copyprotect.